આંખો એ બીજું કંઈ નથી,ખ્વાબોનું શહેર છે.
એથી વધુ તો શું કહું ! અશ્કોનું શહેર છે!
આવે ને જાય! એવા જ્યાં વ્યવહાર ચાલે છે,
જીવન તે બીજું કંઈ નથી , શ્વાસોનું શહેર છે!
સીધી મળે ના ચાલ , બોલીમાં મીઠાશ છે,
ઇન્સાનનું છે , લુચ્ચાં શિયાળોનું શહેર છે!
બીરબલની વારતાની વીંટી કેમ શોધવી?
અજવાસથી જ્યાં ભાગતી રાતોનું શહેર છે!
એકેય શે'રમાં ના શોધો શેરિયત તમે,
મારી ગઝલ તો એકલા પ્રાસોનું શહેર છે.
~ ભાવેશ..!