મૂર્તિની માફક આ મનને સ્થિર જો રાખી શકો,
તો પછી ઈશ્વરને બદલે ખુદને ત્યાં સ્થાપી શકો.
સાવ વચ્ચોવચથી દરિયાને તમે કાપી શકો!
તો, સરળ છે કે પછી મારું હૃદય માપી શકો.
પર્વતો છોડી નદીનાં વહેણમાં વહેવું પડે,
એ પછી શિવલિંગનો આકાર પણ પામી શકો.
સાવ સહેલું છે જુઓ નરસૈયો થઈ જાવું અહીં!
રાસ રમતો શ્યામ જોવા હાથ જો બાળી શકો!
ચાંદ-તારા આંબવા પણ સાવ અશક્ય તો નથી,
જો, વિચારોની નિસરણી ત્યાં કને રાખી શકો.
~ ભાવેશ..