Quotes by Amit Nahierwala in Bitesapp read free

Amit Nahierwala

Amit Nahierwala

@amitnahierwala4665


ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું !

ટીકા કરતા રહિયા હંમેશા અન્યની,
અને ખુદને પારખવાનું રહી ગયું !

દૂરના સબંધો વ્યસ્ત રહિયા સદા,
નિકટનાં સાથે ભણવાનું રહી ગયું !

કાબા થી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!

બે ચોપડા ભણી લીધા ને હોશિયાર થઇગયા,
પણ, શાન સમજવાનું રહી ગયું !

ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું...
આ જીવવાનું તો રહી ગયું !!

Read More

પાંદડું ખરી પડે પછી સડે છે પુષ્પ ખરી પડે પછી સડે છે પરંતુ માણસ સડી જાય પછી ખરે છે.
આવું શા માટે?
હે પ્રભુ !
સ્વજનો મારી દયા ખાય તે પહેલા તું એક દયા કરજે જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મુત્યુને પામવામાં હું મોડો ના પડું એટલી કૃપા કરજે સાંજ પડે અને સુરજ આથમી જાય એમ હું આથમી જાવ ઈચ્છુ છું હું સડી જાવ તે પહેલા ખરી પાડવા ઈચ્છુ છું.

Read More

સાચું કહ્યું તે તું એકસ્પેક્ટેશન ના રાખીશ મારાંથી,
પોતના ઓએજ સમજ્યા નહિ.
ક્યાં સમજી શકીશ મને તું...
સાચું કહ્યું તે હું વિશ્વાસ નહિ મુકું તારાપર,
જેનાપર કર્યા એનેજ તો શ્વાસ તોડ્યો છે...
સપના જોવા જતા તો હકીકતે લાત મારી છે,
તારા ને મારાં કિસ્મતે એક સાથે તો આંખ મારી છે...
હોયસ હું જરાં પણ હાસ્ય નું મોજું,
દિલ દરિયો બનાવવાનું રાખું છું ગજું...
શબ્દો ને મારાં પકડી ને ક્યાં સુધી ચાલીસ તું,
ખબર નહિ ક્યારે પેટે પકડી હસાવીશ તું!
પણના કલાકમાં ને આંખોના પલકાર માં,
જોવા નહિ મળે તું દિવસ ના ઉજાસમાં...
સાચું કહ્યું તે એક્સ્પેક્ટેશન ના રાખીશ મારાથી,
પોતના ઓએજ સમજ્યા નહિ,
ક્યાં સમજી શકીશ મને તું...

Read More

જાણું છુ તુ પ્રેમ કરે છે અનહદ મને પણ એ પ્રેમ ને જતાવીશ નહીં તો શું કામનું

જાણું છું તુ લાગણી નો દરિયો છે પણ તારી લાગણી એક મોજું મારા સુધી પહોંચે નહીં તો શું કામનું

વાદળ સમ છું તુ અસીમ આકાશ નુ પણ તારો પ્રેમ મને ભીંજવે નહીં તો શું કામનું

ક્યારેક તો તુ શબ્દોથી જતાવ પ્રેમ આમ મૌન રહીશ તો શું કામનું

સમજુ તો છુ તારી મૌન અનહદ લાગણી પણ એ મને મહેસુસ ના થાય તો શું કામનું

Read More

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો...

*મિત્ર"* અને *"ચિત્ર"* જો ખરેખર દિલથી બનાવશો તો એના *"રંગ"* નિખરી આવશે...

Read More

હોય જો ભાવના સાચી દિલમાં,
તો ખુદ ખુદા પણ મદદે આવે છે.


કલ્પનાઓના મોરને આકાર આપું છું હું,
ને ક્યારેક તો વળી મોર બનીને નાચું છું હું.


મળે છે ક્યારેક એવું કોઈ જીદગીમાં,
જેને ભૂલતા પણ ભૂલી  શકું ના હું.


ચાતકની જેમ વરસાદની રાહ જોઉં છું,
અને એ વર્શાદમાં ભીજાવા માગું છું હું.


વિચારોને વિચારોથી વિચારું છું,
અને એ વિચારોને વિચારોથી વ્યકત કરું છું હું.


મળી છે જીવનમાં ખુશી એટલી 'કશ્મકશ',
પ્રશ્ર થાય કે આ હકીકત છે કે સ્વપ્નું?

Read More

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે.

શ્રદ્ધા સાથે જો, ઉંડા ઉતરો તો

મૃગજળમાંથી પણ મોતી મળે છે.

ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન,

ઝબકે તારી યાદ ને માનસ પ્રજ્વળે છે.

શાંતિનો ભંગ થાય ને અશ્રુવાયુ છૂટે છે,

તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે.

ખંડેરમાં ભેંકારતા આફરો ચડાવી પડી છે,

સૂંવાળો ઇતિહાસ ત્યાં કાયમ સળવળે છે.

દુ:ખ પછી સુખનો નિયમ સત્ય નથી કાયમ,

લાકડુ બળ્યા પછીનો કોલસો ફરી બળે છે.

 જીન્દગી આખી તો રાખ્યો હતો અંધારામાં,

આખરે સૌના ચહેરે મારી ચિતા ઝળહળે છે.

મૃત્યુની ખીણની ચિંતા તો હોય ક્યાંથી,

જીન્દગીની ઠોકરની હજી ક્યાં કળ વળે છે.

Read More

આંખ લાગી છે છતાં સગપણ નથી..
આ નશીલી આંખની સમજણ નથી...

આદતો પણ જાણવા ક્યાંથી મળે..
જાત આખીનું મને વળગણ નથી...

સાવ મોળો હોય છે સંસાર પણ..
લાગણીમાં ભાવનું ગળપણ નથી...

Read More