ઈસ્લામિક સ્ટોરી
6
સિપાહીની સાથે બોલાચાલી થવાથી બની ઈસરાઈલે મુસા પાસે મદદ માંગી.
પણ સિપાહીએ મુસા કંઈ મદદ કરે તે પહેલા બની ઇસરાયલની પીઠ પર એક જોરદાર ચાબુક ફટકાર્યું અને બીજુ મારવા માટે એણે જ્યાં ફરી ચાબુક ઉગામ્યુ.કે તરત મૂસાએ એને સાવધાન કરતા કહ્યુ.
"ખબરદાર જો તે હવે વધુ કોઈ પણ ઝુલ્મ આ મઝલુમની ઉપર કર્યો છે તો."
"તો.તો તુ શુ કરી લઈશ?"
પડકાર ફેંક્યો એ સિપાહીએ મુસાને.
મુસાએ પહેલા તો દાંત ભીંસ્યા.
પણ પછી ઠંડા સ્વરે કહ્યુ.
"તુ અહીંથી ચુપચાપ ચાલ્યો જા હવે."
"તુ.તુ મને અહીંથી ચાલ્યા જવાનુ કહે છે?"
આમ કહીને જાણે મુસાએ એનો ઘોર અપરાધ કર્યો હોય તેમ એ સિપાહીએ મુસાને મારવા મુસા ઉપર પોતાનુ ચાબુક ઉગામ્યુ.
અને મુસાએ એક હાથે તે સિપાહીનુ ચાબુક રોક્યુ અને બીજા હાથે એક જોરદાર મુક્કો એણે સિપાહીના ચહેરા ઉપર માર્યો.
આ મુક્કો એટલો જોરદાર હતો કે મુક્કો ચહેરા પર પડતા જ એ સિપાહી જમીન ઉપર પછડાયો.
અને તે એવો જોરદાર રીતે પછડાયો કે ફરીથી એ જમીન પરથી ઉભો જ ન થઈ શક્યો.
બની ઈસરાઈલે સિપાહીની પાસે જઈને તેની નબ઼્ઝ ચેક કરી તો એને સમજાયુ કે એ સિપાહીનુ હવે ફક્ત ખોળિયુ જ ત્યા પડ્યુ છે એનો આત્મા તો એનુ શરીર છોડીને રવાના થઈ ગયો છે.
યાને કે સિપાહી મરી ચુક્યો હતો. ફિરઓનના સિપાહીઓ ફિરઓનને જ ખુદા માનતા અને તેની જ પૂજા અર્ચના કરતા હતા.
ફિરઓનના રાજ્યમા ફિરઓનને માનવા વાળાની હત્યા કરનારને સીધા શૂળી પર ચડાવવાની સજા હતી.
ખુનનો બદલો ખુન હતો.
આ ફિરઓનનો સિપાહી જેની મૂસાના હાથે હત્યા થઈ હતી તે ફિરઓન પૂજક હતો.એટલે કે એ ફિરઓનની પુજા કરનારો હતો.
અને મુસાની પરવરીશ ભલે ફિરઓનની પત્ની આયેશાએ કરી હતી.પણ મુસા હતા તો બની ઈસરાઈલની કોમના જે કોમને ફિરઓન અને તેના માનવા વાળા અત્યંત નફરત કરતા હતા.
મૂસાના હાથે થયેલી સિપાહીની હત્યા જોનારા ઓમાંથી એક વ્યક્તિ દોડતો ફિરઓન પાસે આવ્યો અને બોલ્યો.
"માલિક.તમને માનનારા અને તમારી પુજા કરનારા એક સિપાહીની હમણા જ મુસાએ હત્યા કરી નાખી છે."
ફિરઓનના મગજનો પારો સાતમા આસમાને પહોંચ્યો.એણે ત્રાડ નાખતા કહ્યુ.
"જાઓ સિપાહીઓ.મુસાને પકડીને હમણા ને હમણા મારી સમક્ષ હાજર કરો."
જ્યારથી મુસા આ મહેલમાં આવ્યા હતા ત્યારથી જ મુસાને મારવા માટે ફિરઓન કઈંક ને કઈંક ગતકડા કર્યા કરતો હતો.પણ દરેક વખતે આયેશાના કારણે એના હાથ હેઠા પડતા હતા.
પણ આ વખતે તો મુસાને મારવા માટેનુ પુરતુ કારણ હતુ ફિરઓન પાસે.
ફિરઓનનો હુકમ મળતા જ સિપાહી ઓ મુસાને પકડવા માટે નીકળી પડ્યા.
મુસા આ બાબતથી સાવ અંજાણ હતા. અને તે મહેલ તરફ પાછા જઈ રહ્યા હતા તે સમયે મૂસાના એક હિતેચ્છુએ આવીને મુસાને કહ્યુ કે.
"મુસા ફિરઓનના સિપાહીઓ તને શોધી રહ્યા છે.અને ફિરઓન તને આ વખતે શૂળી પર ચઢાવીને જ જંપશે માટે મારુ માન અને અહીંથી ક્યાંક દુર દુર ચાલ્યો જા."
આ સાંભળીને મુસા ચિંતામાં પડી ગયા.
એમણે આસમાન તરફ બન્ને હાથ ઉઠાવીને અલ્લાહ પાસે મદદ માંગતા કહ્યુ.
"યા અલ્લાહ હું શુ કરુ?મને કંઈક રસ્તો સુઝાડ."
એમ કહીને એમણે સજદો કર્યો.
અને અલ્લાહે તેમને મદીયન તરફ જવાની પ્રેરણા આપી.
મુસાએ થોડુ ખાવાનુ અને પાણી લઈને પોતાની સફર શરૂ કરી.
મદિયન જવા માટે સહુથી પહેલા તો એક મોટુ રેગિસ્તાન પસાર કરવુ પડે તેમ હતુ.
મુસા દિવસ આખો આરામ કરી લેતા હતા.અને સમી સાંજે રેગિસ્તાનની મુસાફરી શરુ કરતા.
જેથી ગરમી અને થાક ઓછો લાગે.
આઠ દિવસની મુસાફરી પછી માંડ રેગિસ્તાનની સફર પુરી થઈ.પછી હવે શરુ થઈ પહાડો અને જંગલોની ઉબડ ખાબડ સફર.
પોતે શરૂઆતમાં જે ખાવા માટેનુ ભાથુ લીધુ હતુ એ તો હવે પુરુ થઈ ગયુ હતુ.