Islamic Story - 3 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 3

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 3

ઈસ્લામિક સ્ટોરી 
                                      3
     મોડી રાત્રે યુહાનાએ હ.મુસા(av)ને જન્મ આપ્યો.
વહેલી પરોઢના યુહાનાએ ટોકરીમા એક કંબલ રાખીને મુસાને એમાં સુવરાવ્યા ટોકરીનુ ઢાંકણ બંધ કર્યું.અને પોતાની દિકરી મરિયમને સાથે લઈ નીલ નદીને કિનારે આવ્યા.
    નીલ નદી પાસે આવીને યુહાનાએ ફરી એક વાર ટોકરીનું ઢાંકણ ખોલ્યુ અને એક વાર પોતાના લાડલા દિકરાને પ્યાર કર્યો.એના કુમળા ગાલ અને નાના કપાળ પર હેત પુર્વક ચુંબન કર્યું. 
પછી ટોકરી ફરીથી જેમ હતી તેમ બંધ કરી દીધી.
એણે આંખો મીંચીને અલ્લાહને એણે પ્રાર્થના કરી કે. 
"યા અલ્લાહ.મારા બાળકને હું તારી અમાન અને તારી દેખ રેખ મા સોપું છુ એને તારી હિફાઝત મા રાખજે." 
અને ટોકરીને યુહાનાએ ભારે હ્રદયે નીલ નદીમાં તરતી મુકી દીધી.
અને મરિયમને એણે કહ્યુ. 
"બેટી મરિયમ.તુ આ ટોકરી ઉપર તારી નજર રાખ એ ક્યા અને કોના હાથમાં આવે છે એ ધ્યાન પુર્વક જો." 
અને નાની એવી મરિયમ નીલ નદીમાં તણાતી જતી ટોકરીનો સંતાઈને પીછો કરવા લાગી.
    હવે આપણે અહીં યાદ કરી લઈએ શ્રી કૃષ્ણ જન્મની. એ કાળી ડીબાંગ મેઘલી રાતને. 
માં દેવકીના કૂખેથી શ્રી કૃષ્ણનો.કંસના કારાવાસમાં જન્મ થયો.કે તરત જ કારાવાસના દ્વાર આપોઆપ ખુલી ગયા હતા.અને વાસુદેવ સુંડલામા કૃષ્ણને સુવરાવીને સુંડલો માથે ઉપાડીને જમના નદીને પેલે પાર ધોધમાર વરસતા વરસાદમા વૃંદાવનમા.માં યશોદા પાસે મુકવા ચાલી નીકળ્યા હતા.
   ફિરઓનની બીબી આયેશા એક દાસી અને એક સિપાહી સાથે સવારના શાંત વાતાવરણમા નીલ નદીના કિનારે ફરવા માટે નીકળી હતી.આયેશાને કોઈ સંતાન ન હતુ.એ નદીના શાંત અને શીતળ કિનારે ધીમે પગલે ચાલી રહી હતી.અને અચાનક તેની નજર દુરથી તણાતી આવી રહેલી પેલી ટોકરી ઉપર પડી. અને એને કુતૂહલ થયુ એ જાણવાની કે એ ટોકરીમાં શુ હશે.એણે પોતાની દાસીને હુકમ કર્યો.
"જો બંદી.પેલી ટોકરી પાણીના વહેણમા તણાતી જઈ રહી છે તે તને દેખાય છે?"  
"હા બેગમ." 
દાસીએ અદબ પુર્વક જવાબ આપ્યો.
"જા જઈને એને અહીં લઈ આવ." 
આયેશાએ કહ્યુ.
દાસી તરત પાણીમાં ઉતરી અને એ ટોકરી લઈને આયેશા પાસે આવી.
આયેશાએ ટોકરીનું ઢાંકણ ઉઘાડીને જોયુ તો એ છક થઈ ગઈ.નાનુ અને તાજુ જ જન્મેલું બાળક હતુ એ ટોકરીમા. 
"કોનુ હશે આ બાળક?અને શા માટે આમ નીલ નદીમાં એને વહેતુ મૂક્યુ હશે?" 
એ સ્વગત બબડી.
એ ટોકરી લઈને મહેલમાં આવી અને ફિરઓનની સામે મુકી.
"શુ છે આમા?" 
ફિરઓને પૂછ્યુ.
"તમે જ તમારા હાથે ઢાંકણ ખોલીને જોઈ લ્યો ને સરતાજ." 
આયેશાએ મધુર સ્વરમા કહ્યુ.
ફિરઓને ટોકરી ઉપરથી ઢાંકણું ખોલ્યું.
અને અંદર રહેલા બાળકને જોઈને એની અંદરનો શૈતાન જાણે જાગૃત થઈ ગયો.
એણે તરત એ બાળકના ગળા તરફ પોતાનો હાથ લંબાવ્યો.
"આ શુ કરો છો સરતાજ?"
આયેશા ચીખી ઉઠી.
"તને દેખાતુ નથી આયેશા?આ બની ઈસરાઈલનુ બાળક લાગે છે.અને તને નજુમીઓની ભવિષ્યવાણી યાદ છે ને?શુ કહ્યુ હતુ નજુમીઓએ?કે બની ઈસરાઈલના કોઈ બાળકના હાથે મારો અને મારી હકુમતનો નાશ થશે." 
"પણ સરતાજ.આ જ એ બાળક હોય એમતો ના હોય શકે ને?મને કોઈ ઔલાદ નથી.બની શકે કે આ બાળક આપણી આંખોની ઠંડક બને."
આજીજી ભર્યા લહેજે આયેશાએ પોતાના ખવિંદની વિનવણી કરી.જેની થોડીક અસર તો થઈ ફિરઓન ઉપર.
ફિરઓનને મોટી બેગમથી એક પુત્ર તો હતો.પણ આયેશાનનો ખોળો તો ખાલી જ હતો.
એણે એ બાળકને રાખવાની સંમતિ તો આપી પણ સખ્ત અવાજે કહ્યુ.
"આ તારી આંખોની ઠંડક બની શકે મારી નહિ..જો આ એજ બાળક હશે તો?"
ફિરઓન પ્રશ્ન કરીને આયેશાની આંખોમાં જવાબની રાહ જોતા જોઈ રહ્યો.
"નાના છોડને આપણે જે રીતે ઉછેરીએ એ રીતે તેનો વિકાસ થાય છે સરતાજ. આપણે પણ આ બાળકની આપણી રીતે પરવરીશ કરીશુ એને આપણી રીતે ઉછેરીશુ."
આયેશાની વાત સાંભળીને ફિરઓને ઉંડો શ્વાસ લેતા કહ્યુ.
"ઠીક છે બેગમ.પણ જ્યારે એવુ લાગશે કે આ બાળક આપણી વિરુદ્ધ જઈ રહ્યો છે ત્યારે તુ અમારી વચ્ચે ન આવતી."