ઇસ્લામિક સ્ટોરી
8
શોએબે ઉપરથી નીચે સુધી પહેલા તો મુસાનુ બરાબર નિરીક્ષણ કર્યું.
તંદુરસ્ત.ખડતલ અને મજબૂત શરીર હતુ હઝરત મુસા(av) નુ.
નિરીક્ષણ કરી લીધા બાદ શોએબે કહ્યુ.
"તમે મદિયનના તો નથી લાગતા.ક્યાંથી આવો છો?અને અહીં આવવાનો તમારો ઉદ્દેશ શુ છે?"
"હું બની ઇસરાઈલની કોમનો છુ અને મિસરથી આવુ છુ.મારુ નામ મુસા છે. ફિરઓનના અમારી કોમ ઉપર ઝુલ્મ વધતા જ જાય છે.એ અમારી કોમ સાથે ગુલામો જેવો વ્યવહાર કરે છે. દરેક હલકા અને ભારી કામો અમારી કોમ પાસે કરાવે છે જરા જેટલી પણ ભુલ થાય તો ચાબુકથી ઢોર માર મારે છે એક દિવસ એનો એક સિપાહી ક્રુર રીતે એક બની ઇસરાઈલને એની નાનકડી ભુલ માટે ચાબુકથી માર મારતો હતો એ ગુલામે મારી પાસે મદદ માંગી.એટલે મેં પેલા સિપાહીને એનો હાથ રોકવા કહ્યુ તો એણે મને પણ મારવા પોતાનુ ચાબુક ઉગામ્યુ.મેં મારા બચાવમા એ સિપાહીને ફક્ત એક જ મુક્કો માર્યો હતો પણ એ સિપાહી એટલો કમજોર નીકળ્યો કે મુક્કો લાગતા જ એ ત્યાંને ત્યાં જ મરણ પામ્યો.હવે ફિરઓન તો હું નાનો હતો ત્યારથી જ મારી જાન ની પાછળ પડ્યો હતો.પણ દરેક વખતે માં આયેશા મને બચાવી લેતા હતા.હવે આ સિપાહી તો ફિરઓનને પૂજવા વાળો હતો એટલે ફિરઓનને આ વખતે મને મારવાનું પાક્કુ કારણ મળી ગયુ હતુ.એટલે એણે મને પકડવા એમના સિપાહીઓને મારી પાછળ મોકલ્યા.અને મને અલ્લાહ તરફથી મદીયન આવવાનો સંકેત મળ્યો એટલે હું અહીં આવતો રહ્યો."
મૂસાએ પોતાની આપવીતી પૂરી કરી.
મુસાની આખી હકીકત જાણી લઈને
હ.શોએબે કહ્યુ.
"મુસા મારે તારા જેવા મહેનતુ માણસની જરૂર છે.હું તને રહેવા અને ખાવા પીવાનો બંદોબસ્ત કરી દઉં બદલામાં તારે અમારા જાનવરોને સાચવવાના બોલ તને મંજૂર છે?"
મુસાને પણ આ અજાણ્યા ગામમા અજાણ્યા લોકોની વચ્ચે આસરો જોઈતો હતો.એમણે ખુશી ખુશી શોએબનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
મુસાના કામથી ખુશ થઈને ફરી એકવાર શોએબે મુસાને એક દિવસ પોતાની સામે બેસાડ્યો અને કહ્યુ.
"મુસા તમારી લગન અને આવડત જોઈને મેં મારી એક દીકરી તમને નિકાહમા આપવાનું વિચાર્યું છે જો તમારી ઈચ્છા હોય તો."
મુસાએ સફુરા નામની છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.મુસાની હા સાંભળીને શોએબે એક શરત રાખતા કહ્યુ.
"ભલે તમારી ઈચ્છા મુજબ સફુરા સાથે તમારા નિકાહ કરાવી આપવા હું તૈયાર છુ પણ તમારે મારી એક વાત માનવી પડશે."
"કઈ વાત?"
મુસાએ પૂછ્યુ.
"મહેર તરીકે તમારે દસ વર્ષ સુધી જે રીતે અત્યારે તમે મારે ત્યા કામ કરો છો તે રીતે કામ કર્યા કરવાનુ દસ વર્ષ પછી તમે તમારા પરિવાર સાથે જ્યા જવુ હોય ત્યા જવાની તમને છૂટ.બોલો મંજુર છે?"
મુસાએ શોએબની વાત માની લીધી.
અને આમ મુસા અને સફુરાના નિકાહ થઈ ગયા.
દસ વરસમા સફુરાએ બે બાળકોને જન્મ આપ્યો.મોટા દિકરાનુ નામ રાખ્યુ ગેરશોમ અને નાના દીકરાને નામ આપ્યુ એલી એઝર.
દસ વર્ષ પુરા થતા મૂસાએ પોતાના સસુર હઝરત શોએબની ઈઝાઝત લેતા કહ્યુ.
"મને લાગે છે કે મારે મારી કોમની મદદ કરવા મિસર જવુ જોઈએ.તમે મને મિસર જવાની ઈઝાઝત આપો."
શોએબે મુસાને ઈઝાઝત આપતા પહેલા કહ્યુ.
"તમને જે દસ વર્ષની મુદ્દત મેં આપી હતી એ મુદ્દત તમે પૂરી કરી લીધી છે એટલે હું તમને રોકી નહીં શકુ.પણ ત્યાં તમારા દુશ્મન ફિરઓનથી તો તમને ખતરો છે ને?"
"હા બિલકુલ છે.પણ જે રીતે મને અહીં આવવાની પહેલા અલ્લાહ તરફથી પ્રેરણા થઈ હતી તેવી જ રીતે હવે ફરીથી મને પાછા મિસર જવાની પ્રેરણા મળી રહી છે.એટલે ડરવાનુ કોઈ કારણ નથી અલ્લાહ મારી અને મારા પરિવારની રક્ષા કરશે."
મુસાએ અલ્લાહ ઉપર વિશ્વાસ કાયમ રાખતા આત્મવિશ્વાસ પુર્વક કહ્યુ.
અને મુસાનો આત્મવિશ્વાસ જોઈને શોએબે મુસાને ઈઝાઝત આપી.
"અલ્લાહ ઉપરનુ તમારુ ઈમાન જોઈને હું તમને જવાની ઈઝાઝત આપુ છુ. જાવ અલ્લાહ તમને તેની પનાહ મા રાખે."