Islamic Story - 2 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 2

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 2

ઈસ્લામિક સ્ટોરી 
                                      .2
    પયગમ્બર હઝરત મુસા(av)નો જન્મ ઈસ્વીસન પૂર્વે ચઉદમી સદીમા થયો હતો.
અને તેઓ બની ઈસરાઈલની કોમમાં જન્મ્યા હતા.
બની ઈસરાયલ એટલે ઈસ્વીસન પૂર્વે દસમી સદીમા થઈ ગયેલા પયગમ્બર યાકુબ(av)ના વંશજો.
   મૂસાના જન્મના એક દિવસ પહેલા અલ્લાહે મુસાની માતા યુહાનાને સ્વપ્નમા સુઝાવ્યુ હતુ કે તે એક બંધ સંદુક જેવી ટોકરીમા મુસાને મુકીને નીલ નદીમાં તરતી મુકી દે. 
યુહાના એવી ટોકરી બનાવવા ગઈ તો એ ટોકરી બનાવવા વાળાએ એને પૂછ્યું કે.
"ટોકરીનું શું કરશો?" 
યુહાના ખોટુ ના બોલી શકી.અને જે સાચુ હતુ તેજ જવાબ તેણે તેને આપ્યો. 
"ભાઈ.મને એક બે દિવસમાં સંતાન થવાનુ છે.જો પુત્ર થશે તો આ ટોકરીમા રાખીને નીલ નદીમાં હુ એને અલ્લાહના નામે વહેતો મુકી દઈશ."
"સારુ.તમે કાલે સવારે આવીને ટોકરી લઈ જજો." 
યુહાના પોતાના ઘર તરફ વળી.
યુહાનાનુ કથન સાંભળીને ટોકરી વાળાની દાઢ સળકી.એને વિચાર આવ્યો કે આ ઈસ્રાએલી સ્ત્રી ગર્ભવતી છે આ વાતની જાણ અગર હું ફિરઓનના સિપાહીઓને જઈને કરુ તો ચોક્કસ મને એ લોકો પાસેથી કંઈક ને કંઈક ઈનામ જરુર મળશે.
અને ઈનામની લાલચે એ ફિરઓનના સિપાહીઓ સમક્ષ ગયો.
અને એ જેવો બોલવા ગયો કે તરત અલ્લાહનો મોઝીજો થયો અર્થાત ચમત્કાર થયો.
પહેલા બેચાર શબ્દો તો એના મુખેથી બરાબર નિકળ્યા.
"મારે તમને એક અગત્યની માહિતી આપવી છે." 
"કેવી માહિતી શુ છે કહો." 
હવે એની જીભે લોચા વાળ્યા.
"આં.આં.ઉં.ઉં.ઈં.એં."
"અરે!આ શુ છે?"
એક સિપાહી ગુસ્સે થતા બરાડ્યો.
ટોકરી વાળાએ ફરીથી પોતાની વાત કહેવાની કોશિષ કરી.
"ઈં.ઈં.ઉં."
એ ફક્ત હાથ અને મસ્તક જ હલાવી શક્યો.એના મુખમાંથી શબ્દો નીકળી જ ન શક્યા.
પહેલા એક સિપાહીએ બે લાફા એના ગાલ ઉપર માર્યા.
પછી બીજા સિપાહીએ બે મુક્કા એની પીઠ પર ફટકાર્યા.
"મજાક કરવા આવ્યો છો અમારી સાથે અમે શુ અહીં નવરા બેઠા છીએ?" 
બિચારો ટોકરી વાળો સમજી ના શક્યો કે પોતાને આ અચાનક શુ થઈ ગયુ હતુ. કેમ પોતાના મુખમાથી શબ્દો નિકળી રહ્યા ન હતા.એ સિપાહીઓના હાથે માર ખાઈને પાછો જવા લાગ્યો.
થોડેક દુર જઈને એ ઉભો રહ્યો.પોતાનુ મોઢુ ખોલીને એની પર બે ચાર વાર પોતાની હથેળી એણે મારી જોઈ અને પછી એણે ફરી બોલવાનો પ્રયત્ન કર્યો.
"હું અહીં એક માહિતી દેવા આવ્યો છુ." 
એકદમ સ્પષ્ટ શબ્દો નિકળ્યા હતા એના હોઠો માંથી.
એ ખુશ થઈને તરત સિપાહીઓ પાસે પાછો ફર્યો.
એને જોઈને એક સિપાહી બોલ્યો.
"કાં પેટ નથી ભરાયુ?ફરીથી માર ખાવો છે?" 
અને ફરીથી જેવુ ટોકરી વાળાએ મોં ખોલ્યુ.
એના પહેલા જેવા જ હાલ થયા.
"હું...હું.હેં.હેં.આ.ઊં..."
એની પાછળ ઉભેલા સિપાહીએ એક કોણી મારી એના બરડામા.
"તારી જાતના પાછો અમારી મશ્કરી કરવા આવ્યો?"
ટોકરી વાળો ઉંઘે માથે જમીન પર પડ્યો.અને એ ત્રણ ચાર સિપાહીઓ લાતે ને લાતે એને ઝુડવા લાગ્યા.
મારી મારીને જ્યારે એ સિપાહીઓ થાક્યા એટલે એને પડતો મુક્તા કહ્યુ.
"હવે જો પાછો આવ્યો તો જાનથી જઈશ યાદ રાખજે." 
ટોકરી વાળાએ ચુપચાપ ઉભા થઈને ચાલતી પકડી.
પણ હવે એને સમજાય ગયુ હતુ કે હું જે બાળકના આવવાની ચાડી કરવા ગયો હતો.આ એજ બાળક છે જે ફિરઓનના અંતનું કારણ બનશે. 
અને એટલે જ અલ્લાહે એ સિપાહીઓ સમક્ષ મારી વાચા બંધ કરી દીધી હતી. એની આંખો ખુલી ગઈ.
એણે આંખો બંધ કરીને અલ્લાહ પાસે માફી માંગતા કહ્યુ.
"મને માફ કર મારા માલિક હું ઈનામની લાલચમા આવી ગયો હતો."
એણે ઘરે આવીને કાળજી પુર્વક એક મજબુત અને આરામ દાયક અને ઉપર ઢાંકણ વાળી ટોકરી બનાવી.
સવારે યોહાના એની પાસે ટોકરી લેવા આવી.
ટોકરી વાળાએ એને ટોકરી આપી.
"કેટલા પૈસા થયા તમારા?" 
યોહાનાએ ટોકરી લેતા પૂછ્યુ. 
તો ટોકરી વાળાએ કહ્યુ.
"અલ્લાહ તરફથી આવનારા બાળક માટે તમને અભિનંદન." 
યોહાનાએ પ્રશ્નાર્થ ભરી નજરે એની તરફ જોયુ.
ટોકરી વાળાએ કહ્યુ.
"પૈસા નથી જોઈતા કારણકે મને પરચો મળી ગયો છે."