ઈસ્લામિક સ્ટોરી
4
ભુખને લીધે નાના અને હજુ થોડી વાર પહેલા જ જન્મેલા હઝરત મુસા (av) જોર જોરથી રડી રહ્યા હતા. ફિરઓનના મહેલમા રહેતી હર એક નાના બચ્ચાવ વાળી સ્ત્રીઓએ અને દાસીઓએ કોશીષ કરી જોઈ હઝરત મુસા (av) ને દુધ પીવરાવવાની. પણ મુસા કોઈનુ પણ દુધ પીવા માટે તૈયાર ન થયા.ત્યારે મુસાની બહેન મરિયમ કે જે નીલ નદીમાં તણાતી જતી ટોકરીનો કે જેમા એનો વહાલો ભાઈ હતો તેનો સંતાઈને પીછો કરતી ત્યા સુધી આવી ગઈ હતી.
એણે કહ્યુ.
"હું એક એવી સ્ત્રીને જાણું છુ કે જે આ બાળકને પોતાનુ દૂધ પીવરાવી શકશે કદાચ.જો તમે કહો તો હું તેને બોલાવી લાવુ."
મરિયમની વાત સાંભળીને આયેશાએ તરત એને કહ્યુ.
"કોણ છે એ સ્ત્રી?અને કયા રહે છે?જા બેટા જઈને બોલાવી લાવ તેને."
અને મરિયમ દોડતી ગઈ અને પોતાની માતા યુહાનાને બોલાવી લાવી.
યુહાનાએ જેવા મુસાને ગોદમાં લીધા કે તરત પોતાની માતાનો સ્પર્શ થતા જ મુસા બિલકુલ શાંત થઈ ગયા.મુસાને યુહાના શાંતિથી દુધ પીવરાવવા લાગ્યા.
અને મુસા શાંત થઈને યુહાનાનુ દુધ પીવા લાગ્યા.
યુહાનાએ દુધ પીવરાવી લીધુ એટલે આયેશાએ ખુશ થઈને યુહાનાને બક્ષિસ આપતા કહ્યુ.
"સાંજે પણ વહેલાસર આવીને આ બાળકને ધવરાવી જજો. અને રોજ સવાર અને સાંજ તમારે આ બાળકને દૂધ પીવરાવવા આવવુ પડશે."
યુહાનાએ ખુશી ખુશી મુસાને દુધ પીવરાવવાનું કાર્ય સાંભળી લીધુ.
અલ્લાહે આ રીતે માં અને દીકરાને થોડીવાર માટે જુદા કરીને પાછા મેળવી પણ દીધા.
હઝરત મુસા (av) ધીરે ધીરે મોટા થવા લાગ્યા.હવે એ ચાર મહિનાના થવા આવ્યા હતા.અને હજી તો માંડ બેસતા શીખ્યા હતા.મુસાને જયારે આયેશા રમાડતા ત્યારે મુસા એમની સાથે શાંતિથી રમતા.આયેશાની ગોદમાં એ ખિલખિલાટ હસતા.પણ જ્યારે કદીક જો ફિરઓન મુસાને રમાડવા પોતાની ગોદમાં લેતા ત્યારે મુસા ફિરઓનને બહુ પરેશાન કરતા.જોર જોરથી હાથ પગ ઉછાળતા.ક્યારેક ફિરઓનના ચહેરા ઉપર પોતાની નાની નાની મુક્કીઓ પણ મારી લેતા.મૂસાના આવા વહેવારથી ફિરઓનને ઘણી વખત ક્રોધ પણ આવી જતો.છતા એ ગમ ખાઈ લેતો પણ એક વાર હઝરત મુસાએ રમત રમતમાં ફિરઓનનો તાજ એના માથા પરથી ઉડાડી દીધો.અને ફિરઓનનો પારો સાતમા આસમાને પહોંચ્યો.એણે પહેલા તો એક ત્રાડ નાખી.
"ગુસ્તાખ મુસા.આજે હું તને જીવતો નહિ મુકુ."
કહીને ફિરઓને મુસાને મારવા ખંજર કાઢ્યુ.
ફિરઓનની ત્રાડ સંભાળીને આયેશા દોડતી આવી.અને મુસાને તેડી લેતા પૂછ્યુ.
"આ તમે શુ કરો છો સરતાજ?"
ફિરઓન ક્રોધમા સળગી રહ્યો હતો.
"મને હવે સો ટકા ખાતરી છે કે આ એજ બાળક છે જે મારા અને મારી હકુમત માટે ખતરો બનવાનો છે."
"હવે એણે એવુ તે શુ કર્યું?કે તમે આની ઉપર આટલા બધા ઉશ્કેરાયા છો?"
આયેશાએ શાંતિ પૂર્વક પૂછ્યુ.
"આજે તો આણે હદ કરી દીધી બેગમ. હંમેશા જ્યારે તુ એને રમાડે છો ત્યારે એ કેટલો તારી સાથે શાંતિ પૂર્વક રમે છે અને હું રમાડુ ત્યારે એ મને જાણી જોઈને મુક્કીઓ મારતો હોય છે.મારી સામે હાથ પગ ઉછાળતો હોય છે.અને આજે જો એણે મારા માથા પરથી મારો તાજ ઉડાડી દીધો."
ફિરઓન આંખોથી અંગારા વરસાવતા બોલ્યો.આયેશાએ પોતાના ખાવિંદને શાંત પાડવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
"મારા સરતાજ.મુસા ફક્ત ચાર મહિના નુ બાળક છે.એ શુ કરે છે એની એને સમજ થોડી છે?"
"અચ્છા તો તુ એમ કહે છે કે એ જે કંઈ કરે છે એ અજાણતા કરે છે?"
"હા સરતાજ.બિલકુલ એમજ છે."
આયેશાએ ફિરઓનને ઢાઢસ બંધાવતા કહ્યુ.
"તો ઠીક છે...."
છાતીમાં શ્વાસ ભરતા ફિરઓન બોલ્યો.
"હું એની પરીક્ષા લઈશ."
"પરીક્ષા?આટલા નાના બાળકની?"
આયેશાએ નવાઈ પામતા પૂછ્યુ.
"હા પરીક્ષા.અને જો એ મારી પરીક્ષામા નાપાસ થયો તો એજ ક્ષણે હું એને કત્લ કરી નાખીશ."
ફિરઓને પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો હતો.
આયેશા વિચારમા પડી ગઈ કે એનો ખાવિંદ આ માસૂમ મુસાની કઈ પ્રકારની પરીક્ષા લેશે.