Islamic Story - 5 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 5

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 5

ઈસ્લામિક સ્ટોરી 
                                   5
      છાતીમાં શ્વાસ ભરતા ફિરઓન બોલ્યો.
"હું એની પરીક્ષા લઈશ." 
"પરીક્ષા?આટલા નાના બાળકની?"
આયેશાએ નવાઈ પામતા પૂછ્યુ.
"હા પરીક્ષા.અને જો એ મારી પરીક્ષામા નાપાસ થયો તો એજ ક્ષણે હું એને કત્લ કરી નાખીશ."
ફિરઓને પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો હતો.
આયેશા વિચારમા પડી ગઈ કે એનો ખાવિંદ આ માસૂમ મુસાની કઈ પ્રકારની પરીક્ષા લેશે.
ફિરઓને પહેલા તો બે વાસણ મંગાવ્યા.
એક વાસણમાં જાત જાતની મીઠાઈઓ ભરેલી હતી અને બીજુ વાસણ સળગતા લાલ ચોળ કોલસાથી ભરેલુ હતુ.
બન્ને વાસણ જમીન ઉપર મૂકી દીધા પછી મુસાને બન્ને વાસણથી દુર બેસાડ્યો.
ફિરઓન મીઠાઈથી ભરેલા વાસણ પાસે ઉભો રહ્યો.
અને આયેશાને સળગતા લાલ ચોળ કોલસા પાસે ઉભી રાખી.
અને બન્નેએ એક સાથે મુસાને પોતાની તરફ આવવા માટે ઈશારો કર્યો. 
મુસાની નજર પહેલા મીઠાઈઓથી ભરેલા થાળ તરફ ગઈ.
અને એ ખુશ થઈને ભાંખોડિયા ભરતા પહેલા એ તરફ થોડુક આગળ વધ્યા.
એ જ સમયે અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ ત્યા આવ્યા. 
જિબ્રાઈલ ફક્ત મુસાને જ દેખાતા હતા બીજા કોઈને નહિ. 
જિબ્રાઈલે મુસાને મીઠાઈના થાળ તરફ જતા રોક્યા.
અને તેમને ગરમ કોલસા તરફ જવાની પ્રેરણા આપી.
અને મુસા આગળ વધતા અટકી ગયા.
એ પાછા પલાઠી વાળીને બેસી ગયા.
અને પછી તેજીથી લાલ ચોળ સળગતા કોલસા તરફ ભાખોડિયા ભરતા ભરતા દોડ્યા. 
એ લાલ ચોળ સળગતા કોલસાના વાસણ પાસે પહોંચ્યા. 
અને આયેશા કંઈ સમજે કે એને રોકે એ પહેલા મૂસાએ સળગતો લાલ ચોળ કોલસો પોતાના મોં મા મુકી દીધો.
આયેશાએ વીજળીની ગતિથી ત્વરિત મૂસાના મોં મા આંગળી નાખીને કોલસો એના મોઢામાંથી કાઢી નાખ્યો. 
પણ મુસા જીભ ઉપર દાઝી જવાના કારણે જોર જોરથી રડવા લાગ્યા.
આયેશા મુસાને શાંત કરવા લાગ્યા.
અને ફિરઓન તરફ જોઈને બોલ્યા.
"બસ થઈ ગઈ તસલ્લી?કરી લીધી પરીક્ષા?" 
ફિરઓને શાંતિ પૂર્વક જવાબ આપ્યો.
"હા.થઈ ગઈ મને તસલ્લી.કે આ એક સાધારણ બાળક છે.આનાથી મને કે મારી હકુમતને કોઈ ખતરો નથી." 
   મુસા ધીરે ધીરે ફિરઓનના મહેલમા મોટા થવા લાગ્યા.
ફિરઓન બની ઇસરાયેલીઓને પોતાના ગુલામ જ ગણતો અને તેમની પાસેથી ગુલામો જેવુ કામ કરાવતા.દરેક પ્રકારના હલકા કે મજદુરી વાળા કામ તેઓની પાસેથી લેતા. 
અને એણે બની ઇસરાયેલીઓ ઉપર એમની દેખરેખ માટે પોતાના ખાસ સિપાહીઓ રાખ્યા હતા.
જે જરા જેટલી પણ જો ભુલ થતી તો એ સિપાહી મજદૂરને ચાબુકથી માર મારતા.
મુસા મોટા થયા એટલે મુસાને પણ એ સિપાહીઓની સાથો સાથ બની ઇસરાયેલીઓ પર દેખ રેખ કરવાની જીમ્મેદારી સોંપવામાં આવી.એમને પણ એ સિપાહીઓની સાથે મોકલવા લાગ્યા.
પોતાની કોમ ઉપર થતા ઝુલ્મને મુસા ચુપચાપ જોયા કરતા. એમને ગુસ્સો તો ખુબ આવતો પણ એ ક્રોધને દબાવી રાખી પોતાની કોમ પર થતા અન્યાયને જોઈ રહેતા. 
એક દિવસ એક બની ઇસરાયલ અને ફિરઓનના સિપાહી વચ્ચે કોઈ કારણ સર બોલાચાલી થવા લાગી ત્યારે મુસા એજ વખતે ત્યા આવ્યા પેલો સિપાહી બની ઇસરાઈલને ચાબુકથી મારવા લાગ્યો.તો એ બની ઇસરાઈલે મુસાને મદદ કરવા આજીજી કરી. 
મુસાએ પેલા સિપાહીને પોતાનો હાથ રોકવા માટે કહ્યુ.
"તારા હાથને રોકી લે સિપાહી." 
ત્યારે એ સિપાહીએ મુસાને કહ્યુ.
"તને મારી કામગીરીમા દખલ અંદાઝી કરવાનો કોઈ અધિકાર નથી.તુ ફક્ત તારા કામથી કામ રાખ." 
કહીને એણે વધુ એક ફટકો પેલા મજદૂરની પીઠ ઉપર મારવા ચાબુક ઉગામ્યું.કે તરત મુસાએ આગળ વધીને એના ચાબુકવાળા હાથને પકડતા કહ્યુ.
"ખબરદાર જો તે હવે વધુ કોઈ ઝુલ્મ કર્યો છે તો." 
"તો.તો તુ શુ કરી લઈશ?" 
પડકાર ફેંક્યો એ સિપાહીએ મુસાને.
મુસાએ દાંત ભીંસતા પણ ઠંડા સ્વરે કહ્યુ.
"તુ અહીંથી ચુપચાપ ચાલ્યો જા હવે."
"તુ.તુ મને અહીંથી ચાલ્યા જવાનુ કહે છે?" 
એમ કહીને એ સિપાહીએ મુસા ઉપર પોતાનુ ચાબુક ઉગામ્યુ.અને મુસાએ એક હાથે સિપાહીનુ ચાબુક રોક્યુ અને બીજા હાથે એક જોરદાર મુક્કો એણે સિપાહીના ચહેરા ઉપર માર્યો.
આ મુક્કો એટલો જોરદાર હતો કે મુક્કો ચહેરા પર પડતા જ એ સિપાહી જમીન ઉપર પછડાયો.