Ek Adritiy Sopan - 8 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | એક અદ્વિતીય સોપાન - ભાગ 8

Featured Books
Categories
Share

એક અદ્વિતીય સોપાન - ભાગ 8

ભાગ 8

અણમોલ તલવાર મેળવીને SK પણ અચંબિત હતો કે એક નકશો તેને આ રસ્તે લઈ આવ્યો અને ત્યાં આ તલવાર છુપાયેલ હતી અને વળી જે ચીઠ્ઠી તેને મળી એમાં લખ્યું હતું ઉદ્ધવિન ની સજા !!
આખરે આ બધું હતું શું ? શું સાચે તેણે ભગવાન ને જોયા હતા કે તે માત્ર એક સ્વપ્ન જ હતું ??
કહેવાય છે ને કે ઈશ્વર હંમેશા કંઇક ને કઈક રીતે માણસને સંકેતો પૂરા પાડતા જ હોય છે , બસ આપણે તે સંકેતો ઓળખવાની જરૂર છે.

તે આ વાત બીજાને જણાવવા માગતો હતો , પણ માનશે કોણ ?? તેને મન માં એક વિશ્વાસ હતો કે તેની વાત બસ એક જ માણસ માનશે , Queen...

તે ગયો Queen પાસે ; ત્યાં જઈને બોલ્યો -
" અરે રાજકુમારી જી ! મારે આપશ્રી સાથે જરૂરી વાત કરવી છે , શું આપ તમારો કિંમતી સમય ફાળવીને અમારી સાથે વાત કરશો  "

" અરે ! સામ્રાજ્ય ના અધિપતિ સ્વયં કેમ મને સન્માન આપીને બોલવી રહ્યા છે , જો SK સન્માન આપીને બોલાવતો હોય તો જરૂર થી વાત માં કંઇક ગડબડ હોઈ શકે , ચાલ SK ; મારી સામે હોશિયારી ના કર અને મને જણાવી આપ કે શું ચાલી રહ્યું છે તારા મન માં , હું જાણું છું કે તું એવી વાત કહીશ જે બીજાને કહેવા માટે સમર્થ નથી એટલે તું મને જણાવીશ , કેમ કે બીજાને લાગશે કે તું ગમે તે બોલે છે , પણ મારી સમક્ષ તને વિશ્વાસ લાગે છે , ચાલ બોલી જે હવે "

Queen જાણે SK ને પારખી ગઇ હતી એ રીતે બોલી.

SK એ સમગ્ર વાત જણાવી , પણ Queen ને માત્ર એ વાત નું આશ્ચર્ય હતું કે ઉદ્ધવિન નું મોત એક છોકરી દ્વારા થશે ! એ વાત થોડીક અજીબ લાગી રહી છે.

SK એ અણમોલ તલવાર પણ બતાવી , તેને જોઈને જાણે Queen ને કઈક યાદ આવી રહ્યું હોઇ એવો મગજ માં ઝબકારો થયો અને તેનું મન થોડુક ગભરાઇ ગયુ , SK એ તરત સાંત્વના પાઠવી .

" ખબર નહિ , શું થયું એ ? મને આ જોઈને અચાનક જ મારા માતા - પિતા ની યાદ આવી ગઈ " આટલું બોલીને તેણી રડવા લાગી .

આજનો દિવસ જ જાણે કઈક અલગ હતો ,   Queen નુ રુદન ! પથ્થર ને પણ હરાવી દે એવું હૈયું SK નું લાગતું , તેનું મન થોડુંક કમજોર દેખાયું  અને જે અનેક લાગણીઓથી એકદમ આનંદિત રહેતી એવી Queen ની આંખમાં પણ આજે આંસુઓ દેખાય હતા !

બીજી તરફ ; ધનશ અને રિદ્ધવ  એ સમગ્ર કંપની પર હાઇ એલર્ટ જારી કરી દિધો હતો અને સૂચના અપાઈ કે ઉદ્ધવિન રશિયા થી નીકળી ચૂક્યો છે .

" શું પ્લાન છે ? " Queen એ SK ને પૂછ્યું .

" આ રોબોટ દેખાય છે ને AI રોબોટ ; એ શીખવાડશે તલવાર બાજી " 

" પણ અત્યારે તારે તલવારબાજી શીખીને ક્યાં જવું છે ? " Queen એ ગંભીરતા થી પોતાનો પ્રશ્ન મૂક્યો .

" ઉદ્ધિન ને એના કર્મો ની સજા આપવાની છે , જે એક સ્ત્રી જ આપશે , આ તલવાર થી જ એનું મોત થશે , એ સ્ત્રી બીજી કોઈ નહિ પણ તું જ છો " SK બોલ્યો.

" હું આ ના કરી શકું "

" સમય આવવા પર તું જે સ્વયં આ કરીશ ,  ઈશ્વર ની ભવિષ્યવાણી ખોટી નથી હોતી " SK એ ભારપૂર્વક જવાબ આપ્યો અને તે આગળ બોલ્યો , ચાલ તને બતાવું કે મારો પ્લાન શું હતો .

SK અને Queen બંને હિમાલય ની સિક્રેટ જગ્યા ની એક ખૂબ જ ઊંચી જગ્યા એ ગયા અને SK બોલ્યો -
" let's work on my plan guys, on the way of destruction " 
(ચાલો મારા પ્લાન પર કામ શરૂ કરો અને તબાહી મચાવી દો) 

બસ તે આટલું બોલ્યો ત્યાં તો લડાકુ હવાઈજહાજ ની આખી જાણે ટોળકી હોય એમ અસંખ્ય વિમાનો હિમાલય પર થી પસાર થવાના શરૂ થઈ ગયા ; SK એ તો જાણે યુદ્ધ નો માહોલ સર્જી દીધો હતો ! ખુલ્લાં આકાશ માં જાણે પક્ષીઓ ઉડતા ઉડતા સાંજ ના સમયે એના માળાઓ માં પરત ફરતા હોય બસ એવું જ દ્રશ્ય હતું કઈક જેમાં લડાકુ હવાઈ જહાજો હિમાલય ની અદમ્ય પર્વતમાળાઓ પર થી પસાર થઈ રહ્યા હતા !