Ek Adritiy Sopan - 9 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | એક અદ્વિતીય સોપાન - ભાગ 9

Featured Books
Categories
Share

એક અદ્વિતીય સોપાન - ભાગ 9

ભાગ 9 :

અસંખ્ય હવાઈ જહાજો હિમાલય ની પર્વતમાળાઓ પરથી પસાર થવા લાગ્યા તે જોઈને Queen ચોંકી ઉઠી કે આ શું ??
તેના ચેહરા ના હાવ - ભાવ જોઈને તરત SK બોલ્યો -
" વિશ્વ ની સૌથી મોટી કંપની ને તું ટેક ઓવર કરી શકે તો વિચાર હું શું કરી શકવા માટે સક્ષમ હોઈ શકું ? "

" મે કદી તારી સક્ષમતા ઉપર વાંધો નથી ઉઠાવ્યો , હવે આગળ શું કરવાનું છે ?  એ જણાવ મને " Queen એ કહ્યું.

" હવે બસ મારા ઈશારા પર આ તમામ લોકો ઉદ્ધવિન ને પકડી લાવશે અને બલવંત સાથે તો હું સ્વયં નાનકડી મીટીંગ કરવા માંગુ છું , એટલે આપણે બધા એ અત્યારે જ ન્યુયોર્ક જવાનું છે , બધા લોકો પ્રાઇવેટ જેટ માં સવાર થાઓ અને જુઓ SK દ્વારા રચિત સંપૂર્ણ ખેલ "

ત્યાં હાજર લોકો જેટ માં સવાર થયાં, સાથે SK એ તલવાર પણ લીધી અને AI રોબોટ પણ !

" રોબોટ શા માટે ? " મિત્રા એ પૂછ્યું .

" અત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવા નહિ , બસ જે થઇ રહ્યું છે તે જુઓ અને જેમ હું કહીશ એમ કરો " SK એ જણાવ્યું.

થોડો સમય વિતી ગયા બાદ SK અમેરિકા ના પ્રમુખ સાથે વાત કરે છે અને જણાવે છે કે - જેમ મે કહ્યું છે એ રીતે બલવંત મને સોંપી દો, આપણી ડીલ માં કચાશ ના રહેવી જોઈએ , ત્યારબાદ તે રશિયન માફિયા જૂથ ના લીડર ને ફોન કરીને માત્ર એટલું બોલે છે કે - SK, એટલું સંભળાતા ની સાથે જ પેલો માણસ ભય માં થર થર કાપતો-કાપતો બોલે છે કે, " We'll give what you need, but please don't destroy us, let give life to us "        (તમારે જે જોઈએ છે એ અમે આપી દેશું , પરંતુ અમને બરબાદ ન કરતા , અમને જીવન બક્ષો)

આ સંવાદો સાંભળીને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્ય માં ગરકાવ થઈ જાય છે કે આટલા ટૂંકા સમય માં આવડી મોટી ગોઠવણ ? કંઈ રીતે ? SK હંમેશા બધાને આશ્ચર્ય માં ગરકાવ કરી દેતો હોય છે, પરંતુ આ વખતે તો તેણે જાણે અશક્ય બાબત કરી બતાવી હતી !!!

ન્યુયોર્ક પહોંચતા ની સાથે જ એક ખુલ્લાં મેદાન માં SK ની સાથે બધા લોકો ઉતરે છે અને તેની સામે ગુનેગારોને જેમ બંદી બનાવેલા હોય એમ ઉદ્વિન ને ઉભો રાખેલો હતો .
" છોડી દો આને " SK એ હુકમ આપ્યો.

" ભૂલ કરે છે તું, ઉદ્ધવિન ને બક્ષવો મતલબ મોત સાથે સોદો " ઉદ્ધવિન  બોલ્યો.

" હું મારા વચન પર કાયમ છું, હું તારી સાથે તલવારબાઝી જ કરીશ , તારી સાથે તારા અમુક લોકો પણ છે જ , એમને પણ લડવાની છૂટ છે , અને વધુ માં તારે આ AI રોબોટ ની મદદ પડે તો એ પણ તું લઈ લે , મે કહ્યુ હતું ને કે હું એકલો જ લડીશ , જો હું એકલો છું , બતાવ તારી હિમત મને હવે , નિર્બળ લોકો સામે ખૂબ હિંમત બતાવીને એમનું શોષણ કર્યું ને તે , હવે તારી શક્તિઓ કોઈ સક્ષમ વ્યક્તિને બતાવવાનો સમય આવી ગયો , ચાલ ઉઠાવ તલવાર અને આવી જા " SK ગગનચુંબી અવાજ માં અને ક્રોધ થી ભડકતી જવાળાઓ સાથે બોલ્યો.

મેદાન માં એક તરફ પંદર લોકો અને બીજી તરફ SK , ખેલ શરૂ થયો, એક પછી એક કરીને SK એ થોડી જ ક્ષણોમાં ચૌદ લોકો ને મોત ને ઘાટ ઉતારી દીધા હવે બસ ઉદ્ધવિન બાકી હતો અને તેની સાથે માત્ર રોબોટ.

અચાનક તેને જોઈને રિદ્ધવ બોલી ઉઠ્યો - " અરે નહિ ! આ AI રોબોટ , SK કઈક ભૂલ કરે છે, એ રોબોટ તો હેપીન માંથી બનેલો છે "

" તો શું થઈ ગયું, તે જોયું નહિ, કેવી રીતે SK એ થોડી જ વાર માં બધા ને ઉડાડી દીધા, મસ્ત સિનેમા જોવા મળે છે "  મિત્રા બોલી.

તેને શાંત પાડતા રિદ્ધવ બોલ્યો કે - " સિનેમા તો  હવે શરૂ થશે , હેપીન વિશ્વ નો સર્વ શ્રેષ્ઠ તલવારબાઝ હતો , તેની ઝડપ ના મુકામે કંઈ ના આવી શકે , વળી A। રોબોટ ની ઝડપ તો ખૂબ વધુ હોય છે, SK ભૂલ કરે છે આપણે તેને રોકવો પડશે " એમ કહીને તે બધા સાથે SK ના બચાવ માટે જઈ જ રહ્યો હતો.

ત્યાં તેને રોકતા Queen એ કહ્યું " Speed is equal to SK "

ત્યાં જ બલવંત ને પણ કેદી ની માફક લઈ અવાયો અને તેને જોઈને SK એ અટ્ટ હાસ્ય કર્યું જાણે એક રૌદ્ર રૂપ તેનું હસી રહ્યું હતું અને તે બોલ્યો - " તારા ગર્વ ની બરબાદી તું તારી નરી આખે નિહાળીશ બલવંત ! "

ઉદ્ધવિન પણ ડરેલો હતો , તેની પાસે એક જ આશા હતી AI રોબોટ , તેણે રોબોટ પર ઢાંકેલું કાપડ ઊંચું કર્યું અને તે જોઈને તે હસવા લાગ્યો અને બોલ્યો , મૂર્ખ છે તું SK હવે હું જોઈશ નરી આંખે તારી પોતાની બરબાદી , વિશ્વ નો સર્વ શ્રેષ્ઠ તલવારબાઝ તારી સમક્ષ છે  " આટલું બોલીને તેણે AI રોબોટ ને છૂટો મૂકી દીધો, પછી જે માહોલ સર્જાયો તે સામન્ય માણસ ની આંખે તો જોવો જાણે અસંભવ હતો.

તલવારો ખૂબ જ ઝડપ થી ફરી રહી હતી અને ખૂબ જ ધ્વનિ સંભળાઈ રહ્યો હતો, SK બચાવ માટે અત્યંત ઝડપ થી તલવાર ચલાવતો હતો પરંતુ, તલવાર નો એક ધા તેને તેના હાથ પર લાગી ગયો , તેના ડાબા હાથ માં થી લોહી ની ધાર થઈ ગઈ અને આ જોઈને Queen અત્યંત ગભરાઈ ગઈ ને વચ્ચે મેદાન માં આવી ગઈ , પણ AI નો તલવાર નો ધા તેને પણ લાગી ગયો !!

કેહવાય છે કે ભૂલ ના પરિણામ ખૂબ ધાતક હોય શકે છે , રોબોટ તો શું જાણે ભૂલ વિશે , પણ Queen ને તલવાર અડી જતા ગુસ્સા નું એક રૌદ્ર સ્વરૂપ , અગ્નિ ને પણ બાળી નાખે એવો ગુસ્સો અને ખૂબ જ ધાતક બની ગયેલો આ ગુસ્સો હતો SK નો , Queen ને તકલીફ માં જોઈ તેણે રોબોટ ના ચિંથરે ચીંથરા ઉડાડી નાખ્યા અને તે અત્યંત ગુસ્સા સાથે ઉદ્ધવિન તરફ ગયો , ઉદ્ધવિન તો SK ના આ રૂપ ને જોઇને જ અધમૂઓ થઈ ગયો હતો ,તેને મોત દેખાય રહ્યું હતું , SK તેની નજીક ગયો અને તલવાર ચલાવી , પેલા તેના હાથ ને પગ કાપી નાખ્યાં અને તેને દર્દ થી તડપાવ્યો , એ જોઈને બલવંત પણ સહન નહોતો કરી શકતો , પણ SK એ ઉદ્ધવિન ને માર્યો નહિ , તે Queen પાસે ગયો ને બોલ્યો - અમુક વર્ષ પેહલા , તારાથી તારો પરિવાર છીનવાઈ ગયો હતો , એ કોઈ અકસ્માત નહોતો , તારા પિતાને બલવંત ના કાળા કર્મો ની જાણ થઈ હતી અને બસ તે સમાજ નું ભલું કરવા માગતા હતા પણ આ હેવાન એ તેમને મારી નાખ્યાં , તેઓ નું બલિદાન હંમેશા સર્વોપરી રહેશે , હવે સમય આવી ગયો છે કે તું આ બદલો પૂરો કર  "

Queen ખૂબ રડી પડી એના પરિવાર વિશે જાણીને અને એટલી ક્રોધિત પણ હતી તેણે ક્ષણ નો પણ વિચાર કર્યા વિના એ અણમોલ તલવાર થી ઉદ્ધવિન ને મારી નાખ્યો !!

હવે બલવંત નું શું ? એને જવા દયો , SK એ જણાવ્યું , આખી જિંદગી એ એના પાપો થી યાદગાર રહેશે અને તેના પુત્ર ના મોત નો શોક મનાવશે.

" પણ.. તને તો ભગવાન સ્વપ્ન માં આવ્યા હતા એમણે કહ્યું કે બલવંત ને તું મારીશ "

" સ્વપ્ન માં નહિ , હકીકત માં મને ભગવાન ના દર્શન થયા હતા , એમણે મને જણાવ્યું હતું કે બસ તું આ સમાજ માટે કઈક સારું કરજે , એટલે આ બન્ને હેવાનો ને મારીને કશું નહિ થાય , હવે મારે બધા કામો કરવાનાં છે , અનાથ , ગરીબ અને અસહાય લોકો ની મદદ કરવાની છે , લોકો ના વિચારો પરિવર્તિત કરવાના છે અને મારા દેશ ની સંસ્કૃતિ નું જ્ઞાન સમગ્ર વિશ્વ માં અંકિત કરવાનું છે "

બસ આટલું જણાવીને SK ઢળી પડ્યો, હંમેશા હંમેશા માટે.


નોંધ :

વાર્તા પૂરી ??
બધા દુશ્મનો તો હવે પૂર્ણ થયા તો શું વાર્તા પણ પૂરી ?
નહીં.....
હજી તો આ બીજું ચરણ પૂર્ણ થયું , હજી બે ચરણ બાકી છે ,
આગળ ની વાર્તા હવે આવશે  "એક દિવ્ય સોપાન "
નોવેલ માં  , તો બસ તમે વાચો આ મુજબ ની sequence માં.

1. માણસ , માન્યતા અને રહસ્ય ( 27 ભાગ)
2. એક અદ્વિતીય સોપાન (9 ભાગ)
3. એક દિવ્ય સોપાન ( coming soon )