Ek Adritiy Sopan - 2 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | એક અદ્વિતીય સોપાન - ભાગ 2

Featured Books
Categories
Share

એક અદ્વિતીય સોપાન - ભાગ 2

ભાગ 2 

" The Queen Of the Empire "......

આ શબ્દો સાંભળતા જ પેલા માણસ નો મિત્ર બોલ્યો -        " Queen ? કોણ છે વળી તે ? "

" હું નથી જાણતો, બસ એટલી મને ખબર છે કે સંપૂર્ણ જગત માં જો કોઈ એવું હોય જે SK ને માત આપી શકે તો એ છે તેણી , The Great Lady , The Queen , The Powerhouse for SK , હવે તું જ વિચાર કર કે જો SK ની વિરુદ્ધ ઊભા રહેવામાં આપણી હાલત પાતળી થઈ ગઈ તો હવે  Queen સામે શું થશે ? "

ન્યુયોર્ક માં વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ચિંતિત હતો તેવું દ્રશ્ય સર્જાયું હતું અને અમેરિકા ની લગભગ બધી ન્યૂઝ ચેનલો માં માત્ર એક જ ન્યુઝ ચાલી રહ્યા હતા કે - 
World's biggest company has been acquired by the Indian company

બીજી તરફ ભારત ની ન્યુઝ ચેનલો માં પણ હોબાળો મચી ગયો હતો માત્ર એક જ સવાલ બધા ના મન માં હતો કે શું SK હજુ જીવિત છે ??

રહસ્યો ની ખૂબ ઊંડી માયાજાળો વચ્ચે એક સવાલ પણ એ હતો કે કોણ છે Queen ?

શીન ને માર્યા બાદ જ્યારે SK જમીન પર ઢળી ગયો અને તત્કાળ સિક્રેટ ગ્યા એ આવેલી હોસ્પિટલે લઈ જવાયો ત્યારે ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું - બ્રેઈન ટયુમર અને SK એ છેવટે કહ્યું હતું કે,
" Remember the name SK "

ત્યારબાદ બધા લોકો ત્યાં જ હાજર હતા અને એક પ્રાઇવેટ હેલિકોપ્ટર ત્યાં આવ્યું અને તેમાંથી એક છોકરી બહાર આવી જાણે એક મહારાણી ની ચાલ ચાલતી હોય એવી રીતે ......

તેને જોઈને જ ધનશ બોલી ઉઠ્યો - " અરે ! દીદી આપ ? તમે સુરક્ષિત હતા ? તમને કંઈ થયું નહોતું ? તમે આટલો સમય ક્યાં હતા ?.... "

ધનશ વધુ બોલે ત્યાં તેને અટકાવતા એ પેલી છોકરી બોલી -
" ધનશ, આ સમય આવી ફાલતુ વાતો માટે નથી , હું અહીં આવી છું કેમ કે તેની પાછળ પણ અનેક કારણો છે, SK દ્વારા સ્થાપિત સામ્રાજ્યને હું આંચ પણ નહિ આવવા  દઉં , જ્યાં સુધી SK હાજર નથી ત્યાં સુધી હું છું "


" પરંતુ  SK ને તો..... " મિત્રા માત્ર એટલું જ બોલી ત્યાં પેલી છોકરી બોલી " કોઇ બ્રેઈન ટ્યૂમર SK  ને માત ના આપી શકે , સ્વયં મોત પણ તેને હરાવી નથી શકતું તો આવી નાની મોટી બીમારીઓ શું છે એની સામે... "

એટલું કહીને તે છોકરી ત્યાંથી ચાલી ગઈ અને RK ને કહ્યું - તને કંપનીના બધા નાણાકીય વ્યવહારો વિશે માહિતી હોય છે, સ્ટાફ ને બોલવી રાખ , મારે અત્યારે જ મીટીંગ બોલાવીને અગત્ય નું કામ છે.

RK એ સ્ટાફ ને માહિતી આપી દીધી,
પેલી છોકરી ત્યાંથી ચાલી ગઈ ત્યારબાદ RK એ ધનશને પૂછ્યું - " તું આ છોકરી ને ઓળખે છે સાચું ને ? અને આ છોકરીનો રૂઆબ જોઈ ને તો મને લાગે છે કે SK નો એટિટ્યુડ આની સામે સાવ ફિકો છે "

" હોઇ જ ને , કેમ કે બધા સામે રાજા ની જેમ ફરતા SK ને હચમચાવી દેનાર રાણી છે એ , SK ખૂબ ગુસ્સા વાળો અને આને ગુસ્સા થી નફરત , SK ખૂબ વાતો કરે , રજૂઆત કરે અને સલાહ સૂચનો આપે અને પેલી ને વાતો કરવાની ટેવ નહિ , માત્ર એક જ નિયમ સીધી વાત નો બકવાસ , SK નો મગજ નીતિઓ બનાવવામાં ખૂબ ચાલે , નીતિઓના પાલન માટે શું કરવું તેના માટે પેલી નો મગજ ચાલે , SK જે કામ ગુસ્સા માં આવીને મૂકી દે , એ કામ તેણી ઉપાડે અને એમાં સફળ થાય , SK નો એકદમ અરીસો છે , જેમ અરીસો વિરુદ્ધ દિશા બતાવે એમ બન્ને ના મગજ સરખા પણ કામ કરવાની રીત અલગ અલગ, એટલે તો તેણી છે - The Queen Of the Empire "

" પણ તે હતી ક્યાં આટલો સમય અને આપણને મળી કેમ નહિ ?  ક્યાં હતી તે ? "