ભાગ 7 :
સૃષ્ટિના સર્જનહાર સાથે અકલ્પનીય વાર્તા કરીને જે SK ને મન માં જે શાંતિ મળતી તે વિશ્વ ના દરેક ઉપચારો કરતા શ્રેષ્ઠ હતી.
કહેવાય છે કે ખળખળ વહેતી નદી પણ જ્યારે સમંદર ને મળે તો શાંત બની જાય છે , એમ જ આ માણસ જ્યારે માણસ ને બનાવનારા એવા સૃષ્ટિ ના ઘડવૈયા સમક્ષ જાય ત્યારે તેના મન ની અનુભૂતિ માત્ર તેને એક દિવ્ય શાંતિ પ્રદાન કરે છે.
દુનિયા ની સામે કઠોર રહેતો બધા સામે પથ્થર જેવો દેખાતો માણસ પણ જ્યારે પોતાના મન ની વાત રજૂ કરવા ગયો ત્યારે તેની આખોમાંથી જાણે ઝીણી ઝરમર ધાર નો વરસાદ આવતો હોય એમ જ થોડાક એવા આંસુ આવતા હોય એવું પ્રતીત થતું હતું . પ્રથમ વખત એવું બન્યું હશે કે એની આંખ માં આંસુ દેખાયો , મોત ને પણ સામે જોઈને ન રડતા માણસ ની આંખ માં આંસુ દેખાયા હતા !!!
તેણે એકલવાયું થઈ ને ભગવાન સમક્ષ વાત રજૂ કરવાની શરૂ કરી -
" હું જોઈ રહ્યો છું ભગવાન , મેં ઘણી વેદનાઓ જોઈ છે , મૃત્યુ ને નજીક જોયું છે , પોતાના માણસો ને ખોયા છે , ભરોસો તૂટ્યો છે , હું પણ તૂટ્યો છું , બસ એક જ એવી વસ્તુ હતી જે હરહંમેશ મને શક્તિ પ્રદાન કરતી રહી , આપનો સાથ અને મારો વિશ્વાસ , એક સમયે જ્યારે બધા લોકો ની નફરત માંથી હું પસાર થયો હતો , આજે એ લોકો માટે હું એક પ્રેરણાસ્ત્રોત છું , જે લોકો મને મારવા માટે આતુર હતા , આજે એ ખાલી મને મળવા માટે આતુરતા થી રાહ જુએ છે , જે લોકો એ મને એમ કહ્યું હતું કે આ નહિ કરી શકે , આજે એ લોકો મારી જીવનગાથા બીજાને સંભળાવે છે કે - The man who can do anything is SK . આ માત્ર ત્યારે જ શક્ય બને જ્યારે આપનો અણમોલ સાથ અને કૃપાદૃષ્ટિ મારા પર હોય , મારે દુઃખ કે સુખ કશું નથી જોઈતું . બસ બધાનું કલ્યાણ થાય એટલું જ માગું છું , જરૂરિયાતમંદ લોકો ની જરૂરિયાતો પુરી થાય એટલું જ માગું છું "
બસ આટલુ બોવીને SK બેભાન થઇ ગયો .
નિદ્રા માં તે સરી પડ્યો અને સ્વપ્ન ની દુનિયા માં ક્યાંક ખોવાઈ ગયો . તેણે સ્વપ્ન માં જોયું તો તેને અંધકાર વચ્ચે દેખાય રહ્યું હતું એક વિશાળ ચમકતું સ્વરૂપ જે જાણે અંધકાર ને માત આપીને ઉજાસ ની નવ - કિરણો ફેવાવી રહ્યું હોય ! એની વચ્ચે દેખાતું હતું એક દિવ્ય શરીર.
"કોણ છો આપ ? "
" હું કોણ છું ? જેનો તે આહવાન કર્યો એને જ તું ના ઓળખી શકયો ? "
આ જવાબ સાંભળીને SK જાણે આશ્ચર્ય અને સુખ ના લીધે ગદગદિત થઇ ગયો ખૂબ જ ખુશ થઇ ગયો આગલા જ ક્ષણે તેણે સૃષ્ટિ ના સર્જનહાર ને પૂછ્યું, " હે જગત ના તાત ! આપ તો બધુ જાણો જ છો , આપ બધાને તેમના કર્મો અનુસાર ફળ આપો જ છો, આપ એ પણ જાણો છો કે હવે હું શું કરવા જઈ રહ્યો છું અથવા હવે મારી સાથે શું થવાનું છે , શું હું બલવંત અને ઉદ્ધવિન ને સજા આપુ છું એ યોગ્ય છે? "
" શું યોગ્ય અને અયોગ્ય શું છે એ નિર્ણય તારા આ કાર્ય કરવા પાછળ ના હેતુ પર રહેતો છે , પરંતુ તારા આ કાર્ય જ હકીકત માં ઘણા લોકો નું કલ્યાણ થઈ શકે એમ છે , ઉદ્ધવિન એક ખરાબ કાર્યો કરતા સંગઠન માં છે , જેમાં હજારો છોકરીઓ અને છોકરાઓ સાથે પ્રતિદિન ખરાબ આચરણો થાય છે , એ સંગઠન તેની દાદાગીરી અબળા સ્ત્રીઓ પર કરે છે અને બલવંત તો હજારો છોકરાઓ ને અનાથ કરીને કામે લઈ જાય છે , બધા લોકો ને કુતરા ની માફક પાળે છે , કામ પૂર્ણ થતા એમના શરીર ના અંગો લઈને એને વેચી નાખે , શું એ યોગ્ય છે ? "
'તો આપ જ કહો હું જે કરીશ એ મારા અંગત દુશ્મની અને સ્વાર્થ માટે છે , આમ છતાં એના થી લોકો નું કલ્યાણ થશે , પરંતુ શું એનાથી આવી ધટનાઓ ફરી થતી અટકશે ? '
SK એ પ્રશ્ન કર્યો.
" ઉદ્ધવિન નું મૃત્યુ એક સ્ત્રી દ્વારા થશે અને બલવંત નું મોત તારા દ્વારા , એ મોત બાદ જ હજારો લોકો માં આશા ની નવી કિરણ જાગશે અને એ આશા એક ક્રાંતિ લાવશે , જે ક્રાંતિ પરિણમશે એક નવતર યુગ માં "
"પણ......''
SK ની વાત અધૂરી રહી ગઈ અને તે સ્વપ્ન માંથી જાગી ગયો, તેણે તેની બાજુમાં જોયું તો એક ખૂબ જ જૂની ચીઠ્ઠી ત્યાં હતી, તેમાં લખ્યું હતું - ઉદ્વિન ની સજા અને એક નકશો તેમાં હતો, એક નકશા ના રસ્તે તે ચાલ્યો ગયો.
હિમાલય ના અજાણ્યા વન માં અને છેવટે તેને મળી એક અણમોલ તલવાર.