Ek Adritiy Sopan - 6 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | એક અદ્વિતીય સોપાન - ભાગ 6

Featured Books
Categories
Share

એક અદ્વિતીય સોપાન - ભાગ 6

ભાગ 6 :

બધા લોકો એ વાત થી આશ્ચર્ય માં ગરકાવ હતા કે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બલવંત સાથે વાત કરીને બોલવા વાળો આ માણસ છે કોણ ??

બસ દૂર થી હાથ માં તલવાર લઈને કોઈ ઉભુ છે એટલું જ દેખાઇ રહ્યું હતું , આ માણસ ના અનન્ય આત્મવિશ્વાસ ને જોવા માટે બધા તેની નજીક ગયા , થોડા આગળ વધતા જ રિદ્ધવ ને જાણે મન માં એક ઝબકારો થયો !!!

તે બોલ્યો - " અરે હા ! આ તો A। રોબોટ છે , હેપીન નો એ રોબોટ "

મિત્રાને પ્રશ્ન ઉદભવ્યો અને તેણી એ પૂછ્યું - " હેપીન નો AI રોબોટ બનાવીને શું ફાયદો ? અને આની પહેલા જે રીતે SK નો AI રોબોટ બનાવ્યો હતો એ રીતે ફરી SK નો જ રોબોટ બનાવાય ને ! હેપીન નો શા માટે ? "

ત્યારે Queen એ થોડું હસતા હસતા કહ્યું, " એ વાક્ય બોલવા વાળો બેશક AI રોબોટ જ છે , પરંતુ એ બોલાવવા વાળો એ રોબોટ નો કર્તા છે "

" રોબોટ નો કર્તા ? કોણ ? “

" I'm back, SK is here "
SK ને જોઇને ફરી આશ્ચર્ય !! એટલા બધા આશ્ચર્યો એક સાથે આવી ગયા કે બધા લોકો હવે મૂંઝવણ માં પડી ગયા હતા .

SK ને જોઇને આત્મવિશ્વાસ તો જાગી જાય , પરંતુ એના માં દેખીતી રીતે બાહ્ય શક્તિ કંઈ રહી નથી , માત્ર તેની આંતરિક મન ની શક્તિઓ થી કોઈ જંગ જીતી શકાતી નથી.

" મને એ નથી સમજાતું કે તે હેપીન નો AI રોબોટ શા માટે બનાવ્યો ?  " Queen એ પૂછ્યું.

મિત્રા એ પણ પ્રશ્ન કર્યો - " હા બરાબર, મને પણ Queen ની જેમ એ પ્રશ્ન થયો કે તે પોતાનો નહિ ; પરંતુ હેપીનનો રોબોટ કેમ બનાવ્યો ? "

" એક મિનિટ , તે કહ્યું Queen ? કોણ Queen ? અહીં વળી કોણ મહારાણી બની ગઈ છે ? " SK એ પ્રશ્ન કર્યો.

" હું , હું જ છું ને આ સામ્રાજ્ય ની મહારાણી " Queen એ જવાબ આપ્યો.

SK ફરી બોલ્યો - મહારાણી ની તો ખબર નહિ ; પરંતુ નોકરાણી ઘણી છે આ સામ્રાજ્ય માં , એમાં થી વળી કોઈ પોતાને Queen સમજી બેઠું લાગે , રાણી બનવાનો શોખ ગયો નથી લાગતો હજી સુધી !

અરે ઓ ! SK સાહેબ , એ ના ભૂલશો કે તમારું આ સામ્રાજ્ય અમારી મદદ ના લીધે ઉભુ થયુ છે, એટલે મારો એટલો હક તો બને જ .

" હક માગતી હોય તો હક મળી જશે , પરંતુ ખુદ ને મહારાણી કેવાનું બંધ કર "

" શું યાર તમે બન્ને નાના છોકરાઓ ની જેમ કરી રહ્યા છો , અહીં એક સિરિયસ પ્રોબ્લેમ સામે છે , ,અમેરિકા થી પેલા બલવંત ની ધમકીઓ આવે છે , રશિયા નું માફિયા ગેંગ આપણી પર નજર નાખીને બેઠું હશે અને તમારે બન્ને ને આ  બંધ નથી થતું " RK થોડોક ગુસ્સા માં બોલ્યો.

" તદ્દન સાચી વાત છે રિદ્ધવ આ તારા સલાહકાર SK ને સમજાવી દે કે મને આ રીતે ના બોલાવે " Queen બોલી.

SK રમૂજ છોડીને સિરિયસ થઈને બોલ્યો  " ઓકે , હસી મજાક ને અત્યારે સાઈડ માં રાખીએ બસ , હવે હું જણાવું કે હેપીન નો રોબોટ એટલા માટે બનાવ્યો કે હેપીન એ વિશ્વ નો સર્વ શ્રેષ્ઠ તલવારબાજ હતો , એની તલવાર ચાલવાની ઝડપ ખૂબ જ વધુ હતી , તે મને પણ ઝડપ ની બાબતે પરાસ્ત કરી દે એટલો કુશળ હતો , તેના મૃત્યુ બાદ તેનામાં રહેલી તલવારબાજી ની કળા AI દ્વારા રોબોટ માં મે વિકસિત કરી અને એ રોબોટ સાથે હવે હું લડીશ , અને આ રીતે હું તલવારબાજી શીખીશ "

ધનશ થોડોક ગુંચવાય ગયો અને તેણે SK ને પૂછ્યું - " એક તલવારબાજી શીખવા  માટે તે આવું કર્યું ? "

" નહિ, આ તો મારે અત્યારે તલવારબાજી નું કામ છે એટલે મેં એના વિશે જણાવ્યું , બીજા ધણા બધા હેતુઓ છે આ રોબોટ માટે એ હું તમને સમય આવતા જણાવીશ " એટલું બોલીને SK ત્યાંથી યાલ્યો ગયો હિમાલય ના વન તરફ અને કહ્યું મારે થોડી ક્ષણો માટે શાંતિ જોઈએ છે.

હિમાલય ના વન માં તે શાંતિ નું બહાનું બનાવીને ભલે ગયો હોય , પરંતુ હકીકત માં તે પોતાના મન ની વાતો સૃષ્ટિ ના સર્જનહાર સમક્ષ મૂકવા માટે ગયો હશે. Queen ના મન માં આ વાત ચાલતી હતી.