ભાગ 1
ન્યુયોર્ક સિટી માં એક ખૂબ જ અગત્યની અને મોટી મિટિંગ ચાલી રહી હતી , એક ગુજરાત નો માણસ એની કંપની માં મિટિંગ બોલાવીને અમેરિકા ના મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે એક દીલ માટે બેઠો હતો.
થોડી ક્ષણો પછી ત્યાં તેનો આસિસ્ટન્ટ મિટિંગ આવ્યો અને બોલ્યો - " sorry sir for disturbing you, sir ! It's an emergency call, please take it "
શરૂઆત માં તો પેલા માણસે ફોન ઉપાડવાની ના પાડી , પરંતુ આસિસ્ટન્ટ જવા માટે તૈયાર નહોતો.
" How dare you ? You know this is very important meeting and nothing else more important than this meeting "
પેલો માણસ બોલ્યો.
" Sorry Sir ! But try to understand it's a call from SK "
બસ એટલું સાંભળ્યું ત્યાં તો પેલો માણસ જાણે એકદમ હેબતાઇ ગયો અને તેણે પોતાની અગત્યની મિટિંગ અધૂરી મૂકી અને સીધો દોડ્યો અને ફોન પર વાત કરી માત્ર ત્રણ સેકંડ માં જ ફોન કપાય ગયો, પેલો માણસ ખૂબ જ ડરેલો હતો અને તેણે સંપૂર્ણ મિટિંગ સ્થગિત કરી નાખી.
તે ઘરે ગયો ત્યાં તેનો એક મિત્ર આવ્યો તેના આવા અજીબ સ્વભાવ ને જોઈને તેનો મિત્ર તેનો સાથ આપવા માટે ત્યાં પહોંચી ગયો હતો કે ખરેખર અચાનક તો એવું શું થયું એ ત્રણ સેકન્ડ માં કે તે પોતાની અગત્યની મિટિંગ છોડીને એકદમ ડરીને ઘરે આવી પહોંચ્યો ?
તેણે આવીને માત્ર એટલું જ કહ્યું - " છેલ્લા ઘણા વર્ષો થી અમેરિકા માં તું ધંધો કરી રહ્યો છે, વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે તું બિરાજમાન છે , આપણી કંપની વિશ્વની સૌથી મોટી કંપની છે અને એક મામૂલી ફોન ને લીધે તું ખરેખર ડરી ગયો ? એવું તો વળી શું જરૂરી હતુ એ ફોન માં કે જે આ મોટી મિટિંગ કરતા વધુ મહત્વ ધરાવે છે ? તને ખબર છે ને એ મિટિંગ અબજો ડોલર ની ડીલ હતી અને આ સ્થગિત કરીને તે મોટી ભૂલ કરી છે, આવી મૂર્ખાઈ કરવાની શું જરૂર હતી ? "
પેલો માણસ બોલ્યો - " મૂર્ખ માણસ ! અને હું તને કઈ મૂર્ખ લાગુ છું, તને ખબર છે ફોન માં એ કોણ હતું ? "
જે હોઈ એ , તેનાથી શું ફરક પડે ?
" તે SK હતો "
" Is he still alive ? " જે કંપની સાથે તેની ડીલ થવાની હતી તેનો સીઇઓ ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું.
Yes, even death can't defeat him. - પેલા માણસ બોલ્યો.
ત્યારે પેલા માણસ નો મિત્ર બોલ્યો કે, " પણ ! એવું તો વળી શું થયું કે તું ગભરાઈ ગયો છે "
ત્યારે તે માણસ બોલ્યો માત્ર ત્રણ સેકન્ડમાં ફોન માં એટલું સંભળાયું - " your company has been taken over"
જે માણસ ડીલ કરવા માટે આવ્યો હતો તે આ સાંભળીને ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યો ગયો , તે એ અચંબા માં હતો કે વિશ્વ ની સૌથી મોટી કંપની માત્ર ત્રણ સેકન્ડ ની અંદર ખરીદાઈ ગઈ.
ત્યારે પેલો માણસ બોલ્યો - " કિસ્મત લાગે છે SK પાસે કે એના કર્મો નું જોર છે ? કંઈ સમજાતું નથી, પરંતુ એની પાસે એટલો પૈસો ક્યાંથી આવ્યો કે જેનાથી એ વિશ્વ ના સૌથી અમીર માણસ ને નીચે પાડી શકે ? "
" કોણ છે આ SK ? કેમ એટલો બધો ખોફ છે એના એક ફોનનો ? "
" એ ફોન માં SK નો નહોતો "
' તો વળી કોણ હતું ? '
" The Queen of the Empire " .....