“તમારી પાસે માનવનો કોઈ ફોટો છે.”
“ના,ફોટો તો નથી.”
ઠીક છે તો કોઈ માહિતી કે કઈ કોલેજમાં છે. ક્યા હોસ્ટોલમા રહે છે.”
“તે ક્રિમીનલ જસ્ટીસનું ભણે છે. કોઈ કોલેજમાં.”
“મેડમ એમ તો કેવી રીતે શોધાય અહી એક કે બે કોલેજ થોડી છે. આ બેન્ગ્લોર છે.”
“ઠીક છે હું માહિતી આપી તમને પાછો ફોન કરું.” વૈદેહીએ બેન્ગલોર પોલીસને કહ્યું અને ફોન મુકી દીધો.
“શું પોલીસ છે. એક બેન્ગ્લોર પોલીસ એક યુવકને ના શોધી શકે. બધી કોલેજમાં થોડી આ કોર્સ થતો હશે જે કોલેજમાં થતો હોય તે કોલેજની માહિતીના મેળવી શકે. સાચે આવા લોકો પોલીસનું નામ બદનામ કરે છે.”
“શું થયું વૈદેહી કેમ આટલી સ્ટ્રેસમાં છે.” કપીસે પુછ્યુ.
પણ, વૈદેહી તેને ઈગ્નો કરીને માનવની માહિતી લેવા જતી રહી.
તેના ગયા પછી કપીસ વિચારી રહ્યો હતો, આ ક્યા સુધી મારી સાથે આવું વર્તન કરશે? કેટલી કોશિશ કરી રહ્યો છું હું. પણ આ મને ભાવ જ નથી આપતી.
તેના વિચારને બ્રેક આપવો પડ્યો કેમ કે તેને પણ પેલા નોકર વિશે માહિતી લેવા જવાનું હતું.
‘તમે ચિંતા નહી કરો વૈદેહીની તબિયત સારી છે. પણ તેને આરામની જરૂર છે, તેઓ હજી કંઈ પણ કહેવાના હોશમાં નથી. જેમ તે એકદમ સાજા થઇ જશે કે તરત તમને જણાવવામાં આવશે.”
ડૉ. મોતીવાલા રિપોર્ટરને વૈદેહીનું હેલ્થ બુલેટીન આપી રહ્યા હતા. અને મુંબઈમાં પેડર રોડના આલીશાન બંગલામાં બેસીને એક વ્યક્તિઆ સાંભળી રહ્યો હતો. તેને એક ફોન કર્યો અને પછી ઓફીસ જવા માટે નીકળી ગયો.
તે એક મોટો બિલ્ડર અને સાથે સાથે સમાજસેવક પણ હતો પણ બિલ્ડરનો બિઝનેસ તો તેનું સમાજને દેખાડવા માટેનું કામ હતું. તેનું મહત્વનો અને સાચો બિઝનેસ હતો સ્મગલિંગનો. અને જેવી તેવી નહી પણ તે છોકરીઓની સ્મગલિંગ કરતો હતો. તેને આની માટે બે અનાથ આશ્રમ ખોલ્યા હતા. જેથી તેના આશ્રમમાં રહેતી છોકરીઓ જ્યારે 15 વર્ષની થઈ જાય તો તેને બહારના દેશોમાં સ્મગલિંગ કરી શકે. તે ક્યારે આ કામ માટે પિક્ચરમા નહોતા આવતા તેમને આના માટે બે માણસ રાખ્યા હતા. જે તેના બદલે આ બિઝનેસ કરતા. તે દુનિયા માટે એક મોટો બિઝનેસમેન જ હતો.
“સર, ઑફિસ જવા માટે તમારી કાર તૈયાર છે.”
નોકરે આવીને કહ્યું અને તેઓ ઑફિસ જવા માટે નીકળ્યા.
------------------------------------------------------------------------------
“ગુરૂજી મને એક NGO માં નોકરી મળી ગઈ છે. તે NGO છોકરીઓના હક્ક માટે કામ કરે છે. મારે કાલથી જોઈન્ટ કરવાનું છે. પહેલા 6 મહિના ટ્રાયલ છે પછી મને પરમનેન્ટ કરશે.”
“સારૂં, તું ચિંતા નહી કર. મહેનત કર તારી સાથે સારૂં જ થશે. ભગવાનના આશિર્વાદ તારી સાથે છે.”
મેં ગુરૂજીના આશીર્વાદથી NGO ને જૉઈન્ટ કર્યુ. આ NGO બાળકીઓના માટે કામ કરતી હતી. તેમની જરૂરિયાતો માટે કામ કરતી હતી. તેમને ભણાવવાની, તેમની જરૂરિયાતો પુરી કરતી હતી. આ NGO નું નામ હતું બાગબાન. આ NGO ચલાવી રહ્યા હતા મિ. હરખચંદ મહેતા. તેઓ ઘણા બધા બિઝનેસમાં હતા. આ તેમને તેમની એક મોટી દિકરી જે એક કાર એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ હતી, તેની યાદમાં તેમને આ NGO ખોલ્યો હતો.
મારો પહેલો દિવસ તો NGO માં ફરવામાં અને લોકોને મળવામાં નીકળી ગયો. મારે NGO નો કાર્યભાર સંભાળવાનો હતો. તેનું મેનેજમેન્ટ સંભાળવાનું હતું. તે સાથે NGO ને ડેવલોપ કરવા માટે શું કરવું જોઈએ તે પણ કામ કરવાનું હતું. આ તો મારું મનપસંદ કામ હતું. હું દિવસે દિવસે મહેનત કરી રહી હતી. NGO માટે જે બેસ્ટ હોય તે હું કરતી. સમય પસાર થયો અને મારા છ મહિના પણ પુરા થઈ ગયા. અને મારા કામને જોઈને ટ્રસ્ટીઓએ મને પરમનેન્ટ કરી દીધી.
“ના સાહેબ ડૉ.મોતીવાલના જે નોકર કામ કરે છે તે પરમેન્ટ નથી. જુનો નોકરને તેઓ રાતો રાત ગામ મોકલી દીધો. તે મારા ગામનો છે એટલે મને ખબર છે.”
“તને આ નોકર વિશે કંઈ ખબર છે?”
“ના સાહેબ પણ તમે હેલ્પરના અભિષેક ત્રિપાઠીને મળશો તો તે તમને આ નોકર વિશે કઈ કહી શકશે.”
“આ અભિષેક ત્રિપાઠી કોણ છે અને આ હેલ્પર શું છે?”
“સાહેબ, હેલ્પર એ એજન્સી છે જે નોકર,સ્વીપર,નૅનીની જરૂરતો પુરી કરે છે. આ મોટા માથાના લોકોને જરૂર પડે તો તેઓ જોગવાઈ કરી આપે છે. આમની પાસે જે-તે વ્યક્તિની બધી અત ઈત માહિતી હોય છે.”
કપીસ સીધો હેલ્પરની એજેન્સીમાં ગયો. પણ, તેના બેડલક અભિષેક ત્રિપાઠી મળ્યો નહી. કેમકે તે બે અઠવાડીયાની રજા લઈ ગામ ગયો હતો. તેનો અસિસ્ટંટ માધવ જૉન હતો.
“યસ સર વૉટ કૅન આઈ ડુ ફોર યુ?”
“મેં ઈન્સપેક્ટર કપીસ હું. મુજે એક નોકર કે બારે મેં જાનકારી ચાહિએ.”
“સર, મેરે બૉસ અભી મુંબઈ મેં નહીં હૈ. વે પરસો આયેંગે. આપ તભી આના વહી આપકો જાનકારી દે સકતે હૈ. વૈસે સર વો નોકર કા નામ ક્યા હૈ.”
“મુજે ઉતનાભી પતા ચલા હોતા તો આજ મેં યહા નહી આપકા બોસ મેરે પોલીસ સ્ટેશન મેં હોતા.”
કપીસ તો કહીને નીકળી ગયો પણ માધવ એ તરત ડરના મારે એક ફોન કર્યો અને બધી માહિતી આપી.
કપીસ પણ ચતુર હતો તેને આટલા વર્ષ પોલિસમાં આમજ નહતા કાઢ્યા તેને મળ્યો ત્યારથી જ માધવ પર ડાઉટ હતો. એટલે તે બહાર નીકળ્યો પણ દરવાજાની બાજુમાં જ ઉભો રહીને સાંભળી રહ્યો હતો. તેને આ માધવની માહિતી કાઢવાનું નક્કી કર્યું.
----------------------------------------------------------------------------
“સર, મારી પાસે એક એવી માહિતી છે જે બ્રેકિંગ ન્યુઝ બની શકે છે.”
સુરભી કોલેજની લાયબ્રેરીમાં બેસીને પુસ્તક વાંચી રહી હતી.
“ શું આ પુસ્તકમાં ઘૂસી ગઈ છે. ચલ મને ભુખ લાગી છે. કેન્ટીનમાં કંઈ ખાવા જઈએ.”
સુરભીની કોલેજની મિત્ર લીનાએ આવીને કહ્યું.
“ ના, તું જા મને ભુખ નથી.”અને પુસ્તક વાંચવા લાગી.
બાય કહીને લીના જતી રહી.
“શું બ્રેકિંગ ન્યુઝ છે?”
મુંબઈના એક નામચીન અખબારના એડીટરે તેની રિપોર્ટરને પુછ્યું.
“સર, એક અનાથ આશ્રમમાંથી બે છોકરીઓ ગાયબ થઈ ગઈ છે.”
END PART- 8