"આપણે સમાજના ઋણી છીએ એટલે આપણે સમાજનું ઋણ ચૂકવવું જોઈએ."
વૈદેહીની આત્મકથા વાંચી રહેલી સુરભી તેના મમ્મી ને કહી રહી હતી. સુરભી કોલેજ ના ત્રીજા વર્ષમાં હતી ને તે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરી રહી હતી. તેને જેવી વૈદેહીની આત્મકથા લોન્ચ થઈ કે તરતજ લઈને આવી હતી. અને અત્યારે તે આત્મકથા વાંચી રહી હતી ને તેની મમ્મી સાથે ડિસ્કસ પણ કરી રહી હતી.
"સુરભી, એમાં ખોટું શું છે. આપણે બધા આડકતરી રીતે સમાજના ઋણી જ છીએ. એટલે આપણે પણ સમજનું ઋણ ચૂકવવું જોઈએ."
આ બોલીને મમ્મી તો રસોડામાં જતી રહી પણ સુરભિએ પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું. તેની આદત હતી જો તેને કોઈ પુસ્તક ગમી જાય ને નાની હોય તો તે એક બેઠકમાં પૂરું કરી લેતી.
તેને પુસ્તકનું વાંચવાનું ચાલુ કર્યું.
------------------------------------------------------------------------------
હું, વૈદેહી ભટ્ટ. આમ તો મારા પરિચયની કોઈને જરૂર નથી. નામમાં જ વૈદેહી... સીતા છે.. એટલે હું પણ મારા મારા પિતાને જેમ જનકને સીતા મળી હતી તેમજ મળી હતી.
સાબરકાંઠા માં આવેલા દાંતિયા નામના નાના ગામમાં મારી નાનપણ વીત્યું છે. અમારું કુટુંબ ગામમાં પ્રતિષ્ઠ ગણાતું હતું. મારા બાપુ પ્રતાપ પટેલનું ગામ બહુ માન હતું. તેનું કારણ હતું મારી બા અનસુયા. અમારા ઘરે કોઈ પણ જરૂરતમંદ આવે તો તે ખાલી હાથ ના જાય. બા તેને બનતી બધી મદદ કરે. એટલે ગામમાં અમારા પરિવારનું બહુ માન સમ્માન હતું. અને કદાચ તેમના આજ સ્વભાવને કારણે હું આજે આ દુનિયામાં છું.
એક રાત્રે અચાનક મારી બાને નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળી તેમને બાપુને ઉઠાડ્યા અને બંને અવાજની દિશામાં ગયા. અવાજ તેમને માટીના નાના થર ન અંદરથી આવી રહ્યો હતો. તે માટીનું થર જોઈને લાગતું હતું કે તે તાજુ જ હશે. હમણાં જ કોઈ બનાવ્યુ હશે. બાપુએ ધીરે ધીરે થર પરથી માટી દૂર કરી અને તેમના આશ્ચર્ય ના વચ્ચે એક સાદા કોટન માં કપડામાં નાની બાળકી લપેટલી હતી અને બહુ રડી રહી હતી. તેના મોઢા પર માથા પર નાકમાં, શરીર પર માટી ચોટી ગઇ હતી. બાએ તરતજ તેને ઉપાડી સાફ કરી અને છાતી સરસી ચાંપી અને તે બાળકીએ રડવાનું બંધ કરી દીધું, જાણે કે તને ખબર પડી ગઈ હોય કે તે હવે સુરક્ષા કવચ માં આવી ગઈ છે.. તેઓ તેને ઘરે લઈ ગયા. અને બીજા દિવસે તેમણે ગામના સરપંચને બધી માહિતી આપી. સરપંચે પંચાયત સમક્ષ આ વાત મૂકી અને પંચાયતએ નિર્ણય લીધો કે જો એક વર્ષ સુધી આ બાળકી પર કોઈ હક્ક નહીં દેખાડે તો આ બાળકી પ્રતાપ અને તેની પત્નીને સોંપી દેવામાં આવશે.
એક વર્ષ ઉપર થઈ ગયું. કોઈ તે બાળકી પર હક્ક જતાવવા આવ્યું નહીં. કોઈને જો સાચે હક્ક જતાવો હોત તો થોડી તે બાળકીની જીવતી સમાધિ બનાવીને ચાલ્યો જાત. કોઈએ હક્ક જતાવ્યો નહી તો બાપુ ને બા એ કાનૂની રીતે તે બાળકી ને દત્તક લઈ લીધી ને નામ આપ્યું વૈદેહી અનસુયા પ્રતાપ પટેલ. મારા બાપુ બાને બહુ માન આપતા. દરેકે દરેક કામની શરૂઆત બાના હાથે જ થતી. એટલે તેમને મારા નામ માં બાનું નામ પણ લગાવી દીધું હતું. અને એમાં હું તેમની ત્રીજું સંતાન બની ગઈ.
મને એક મોટો ભાઈ અને એક બહેન હતી. ભાઈ મુંબઇમાં કોલેજ માં ભણતો હતો અને બહેન મોડાસામાં ભણતી હતી. તેઓએ જયારે પેહલીવાર મને જોઈ ત્યારે તેમણે બા બાપુ સાથે બહુ ઝગડો કર્યો હતો કે કેમ તમે આ રીતે કોઈની પણ બાળકીને દત્તક લીધી. મારા બા બાપુ એ તેમને શાંતિથી બેસીને આખી કથા કહી. તે સાંભળ્યા પછી તેમને મારા માટે ઘણું દુઃખ થયું અને સહાનુભૂતિ થઈ. તેમણે મને અપનાવી તો પણ માત્ર બા અને બાપુના માન ખાતર તમને મને અપનાવી હતી.
સમયના વહાણ વહ્યા અને હું પણ કોલેજ જવાને લાયક થઈ ગઈ. મેં નાનપણથી બા બાપુને બીજાની સેવા કરતા જોયા હતા. એટલે મારે પણ તે જ કરવું હતું. મેં આ વાત મારી બા ને કહી.
"બા, મારે સમાજસેવા કરવી છે. મેં માહિતી કાઢી છે કે મુંબઈની મહિલા કોલેજ માં સમાજસેવાનું ભણાવે છે. હું તે ભણવા ઇચ્છું છું. મારી શાળા પૂરી થાય પછી હું તે કોલેજ માં દાખલો લઈશ."
"પણ, વૈદેહી તું તે ભણીને શું કરીશ? તું એવું કઈ ભણ જે તને આગળ કામ આવે, તારું કરિયર બનાવ અને બહુ પૈસા કમા. જેથી તું તારા પગ પર ઊભી રહી શકે."
"બા, આ ભણીને હું NGO માં કામ કરી શકીશ. પોતાનો NGO ખોલી શકીશ.બા મારે આજ ભણવું છે."
"ઠીક છે, તારા બાપુ ખેતીના કામથી ગામવાળા સાથે બહાર ગયા છે. તે આવે એટલે તેમને વાત કરીશ."
"ઠીક છે બા."
ત્યારે ખબર ના હતી કે મારા બાપુ ખેતીન કામથી આવશે ત્યારે મારા માટે મોટી સપ્રાઈઝ લઈને આવશે. જે મારા જીવનને નવો મોડ આપશે..
------------------
ત્યાં જ સુરભી ના ઘરની ડોર બેલ વાગી.
સુરભી દરવાજો ખોલ..
વૈદેહી હવે આપણે રાત્રે મળશું. સુરભી એ પુસ્તક બંધ કર્યું અને દરવાજો ખોલવા ઊભી થઈ.
------------------------------------------------------------