વૈદેહી બધાનું અભિવાદન કરી રહી હતી ત્યારે અચાનક હવામાંથી એક ગોળી છૂટી અને તે વૈદેહીના છાતીમાં સમાઈ ગઈ. કોઈ કંઈ સમજે તે પહેલા જ વૈદેહી ફરસ પર પછડાઈ ગઈ. અચાનક આ બનાવ બનતા હૉલમાં ઉહોપોહ મચી ગયો. ક્રાઉડને સંભાળતા સંભાળતા નાકે દમ આવી ગયો. છેવટે હૉલના સિકયોરટી ઓફિસરે માઈકમાં અનાઉન્સ કર્યું કે કોઈ હૉલની બહાર નહી જાય. હોલના બધા ગૅટ બંધ કરવામાં આવ્યા અને બધાને સીટ પર બેસવાની અપીલ કરવામાં આવી. આજ્ઞા તો કરાય નહીં કેમકે વૈદેહીના બુક લૉન્ચમાં કોઈ નાનીસુની વ્યક્તિ તો આવી નહી હોય, બધા દિગ્દજ લોકો હતા. તેથી તેમના આજ્ઞા કરવી એ તેમના અહમને ઠેંસ પહોંચી શકે છે એટલે બધાને વિનંતી કરીને સીટ પર બેસવાનું કહેવામાં આવ્યુ અને બધાની સમ્માનપૂર્વક તલાશી લેવામાં આવી. ધીરે ધીરે આખો હૉલ ખાલી થઈ ગયો. વૈદેહીને તો પહેલા જ ગોદરેજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
વૈદેહી કોઈ નાની મોટી હસ્તી નહોતી. તે મોટી સમાજ સેવિકા હતી અને બધાંના દિલ પર રાજ કરી થઈ હતી. તેને રાજનીતિમાં જવા ઘણાએ કહ્યું હતું અને ઘણી ઓફરો પણ તેને મળી હતી. પણ તેને રાજનીતિમાં નહતું જવું. તેને તો સમાજની સેવા કરવામાં જ રસ હતો.
"વૈદેહી ભલે રાજનેતા ના હોય પણ તેના ફેન ફોલોઈંગ બહુ હતા. તેના કામને કારણે તે ઘણાંને આંખમાં ખુચતી હતી. એટલે હોય શકે કોઈએ તેની સોપારી આપી હોય."
"વૈદેહી જે રીતે મોટા મોટા માથાઓની વિરુદ્ધ જઈને કામ કરતી હતી તેના કારણે જ કોઈએ તેને મારવાની કોશિશ કરી હશે."
"જોઈએ પોલીસ કેટલા દિવસમાં આ કેસ સોલ્વ કરે છે?"
" જો આ કેસ સોલ્વ નહીં થાય તો કમિશનર યશવંત સાવંત ના કરિયરમાં જતા જતા ધબ્બો લાગી જશે. એટલે આ કેસ કમિશનર યશવંત માટે પણ ઘણો મહત્વનો છે."
આવા ઘણી વાતો મીડિયામાં ઊછળી રહી હતી. અને કમિશનરની ઓફિસ માં બેસીને યશવંત સાવંત આ સાંભળી રહ્યો હતો.
" જોયું આ મીડિયાવાળા કેવું કેવું બોલે છે મારા વિશે. જાણેકે આમાં મારો હાથ હોય. હું પોતે આ કેસને પર્સનલી લિડ કરી રહ્યો છું." યશવંતે તેની સામેની ચેર પર બેસેલા PSI કપીશ આહુજા ને કહ્યું.
"સર મીડિયા પાસે બીજું કામ પણ શું છે.. બીજા મોટા સમાચાર આવશે કે તો વૈદેહી ભટ્ટના સમાચાર સાઇડલાઇન થઈ જશે. અત્યારે આપણે માત્રને માત્ર આ કેસ સ્લોવ કરવા પર ધ્યાન આપવું જોઈએ."
"સાચી વાત છે તારી કપીશ. તો કેસ ક્યાં સુધી પહોંચ્યો. તને ખબર છેને કાલે CBI ની ટીમ આવવાની છે. તેને બધી કેસ ડિટેલ્સ આપવી પડશે."
" હા, સર ચિંતા નહીં કરો મેં બધી તૈયારી કરી લીધી છે. તેઓને જેની જરૂર હશે તેમાં હું તેમની મદદ કરીશ.હોલમાં જેટલા પણ લોકો હતાં મેં બધાને માહિતી લઈ લીધી છે. તેમણે ચેક પણ કર્યા હતાં. પણ CCTV ફૂટેજ નથી મળ્યા કેમ કે તે સમયે CCTV બંધ હતા."
"આ વાત કહી અજીબ નથી કે આટલો મોટો હોલ અને CCTV બંધ હોય."
"હા, સર તેની પણ તપાસ ચાલુ છે."
"કપીશ હોસ્પિટલ માંથી કંઇ ખબર? ડોક્ટર શું કહે છે?"
"હા, થોડીવાર પેહલા જ હેડ કોન્સ્ટેબલ કામત મેસેજ હતો. વૈદેહી ના શરીરમાંથી ગોળી કાઢી નાખવામાં આવી છે. પણ તેઓ હજુ બેહોશ છે. ક્યારે હોશ આવીશ કેહવાય નહીં."
" શું નસીબ કેહવાય પોતાની જ આત્મકથા ની લોન્ચિંગ ઇવેન્ટમાં આવી ઘટના બની જાય."
" હા, સર એમાં કોઈને ફાયદો થાય કે ના થાય પબ્લિશરને જરૂર ફાયદો થયો હશે."
----------------------------------------------------------------------
અહી પોલિસ પોતાનું કામ કરી રહ્યા હતા અને ત્યા વૈદેહીની આત્મકથાનું વેચાણ ધૂમ થઈ રહ્યુ હતુ.
વૈદેહીની ઘટનાએ મિડીયા ને પુરેપુરો મસાલો પુરો પાડ્યો હતો અને જે બાકી રહી ગયો તે વૈદેહીને આત્મકથા “હું, વૈદેહી ભટ્ટ”એ પુરો પાડી દીધો હતો. દરેકદરેક ન્યુઝ ચૅનલ પર વૈદેહીની જીવકથનીની ઝલકો દેખાડવામાં આવી રહી હતી. એ સાથે તેની આત્મકથાના વેચાણે પણ ધૂમ મચાવી હતી. પબ્લિશરને પ્રિટીંગ પ્રેસમાં ડબલ શિફ્ટ લગાવીને કામ કરાવું પડતું હતું. વૈદેહીની આત્મકથા બેસ્ટ સેલરના બધા રેકૉર્ડ તોડી દીધા હતા.
-----------------------------------------------------------------
"વૈદેહી દીદી સાથે જે થયું તે બહુ ખોટું થયું. બિચારા જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પણ, તેમના કારણે આપણે સારો એવો સેલ થઈ ગયો.આજે તેમના કારણે જ આપણી દુકાન પ્રોફિટમાં છે.. નહીં તો અત્યાર સુધી તો લોસમાં જ ચાલતી હતી." પ્રિન્સેસ સ્ટ્રીટ પર માતૃભાષા નામની બુક સ્ટોલમાં બેસેલો રવિ તેના પપ્પા પુરુષોત્તમભાઈ ને કહી રહ્યો હતો.
વૈદેહી સાથે બનેલી ઘટનાએ ઘણા નાના બુક સ્ટોલની ચાંદી કરી નાખી હતી. આ ઘટનાને કારણે જ વૈદેહી ની બુકે બધા સેલ રેકોર્ડ તોડી દીધા હતા. રાતોરાત બુકલીફ એક ફેમસ પબ્લિકેશન હાઉસ બની ગયું હતું. જેનું પબ્લિકેશનનું દુનિયામાં નામોનિશાન નહતું તે પબ્લિકેશન હાઉસ આજે ન્યૂઝ ચેનલ ને પેપર ની હેડલાઇન બની ગયું હતું.
બુકલીફે વિચાર્યું નહતું કે તેના પબ્લિકેશનને આટલી નામના મળશે.. તેઓએ જીવનમાં વિચાર્યું નહીં હોય કે તેઓ એક બુકથી આટલું બધું કમાશે.
સોશિયલ્સ નામની હોટલમાં આજે "હું, વૈદેહી ભટ્ટ" બુકની સક્સેસ પાર્ટી હતી. બધા મીડિયા અને પબ્લિકેશન હાઉસને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. પણ બધાના મોઢા પર એક જ વાત હતી કે આખરે વૈદેહી ને કોને ગોળી મારી હતી.
"પોલીસનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. આ મીડિયા વાળા એ તો નાકે દમ લાવી દીધો છે."
"હા, અને આ જો બુકલીફવાળા કેવી મજાની પાર્ટી રાખી છે.. તેમને જરા પણ ગિલ્ટી ફિલ થાય છે.. કોઈના મોઢા પર તણાવ કે દુઃખ દેખાય છે."
"પણ, આખરે વૈદેહીને ગોળી કોણે અને શા મારી હશે."
"વૈદેહીના કામ જ આવે હતા કે તેના દુશ્મનની લાઇન લાગી જાય. અત્યારે કળયુગ માં થોડી રામ બનાય."
"સાચી વાત છે.."
"પણ, બિચારીને કેવી હાલત છે.. હજુ કોમ માં છે.. ડોક્ટર પણ કઈ કહેતા નથી. અને કોઈને મળવા દેતા નથી."
"કોઈ કે છે કોમ માં છે કોઈ કે છે મૃત્યુ પામી છે અને કોઈ કે છે હજી બેહોશ છે.. સાચું શું છે શું ખબર?"
આવી ઘણી વાતો પાર્ટી માં થઈ રહી હતી.
જેના માનમાં સક્સેસ પાર્ટી રખાઈ હતી તે તો જન્મ અને મૃત્યુની લડાઈ લડી રહી હતી.
Part 2 end