"વૈદેહી એક નામચીન સમાજસેવિકા હતી. તેને ઘણા લોકોના વિરુધ્ધ જઈને કામ કર્યું છે. જેના કારણે તેના ઘણા દુશ્મન હોય શકે છે."
કમિશનરની ઓફિસ માં કપીશ અને મૈત્રી કમિશનર યશવંત સાવંતને કહી રહ્યા હતા.
"હા સર, અને મોસ્ટલી કેસોમાં પારકા કરતા પોતાના જ ઘા આપે છે." આવું કહી મૈત્રીએ કપીશ સામે જોયું.
"સાચી વાત છે. પણ વૈદેહીનું કોઈ પોતાનું છે કે નહીં. મેં તને કયારે પરિવાર સાથે કે તેની વાતો કરતા જોઈ નથી. તે કોઈ પણ ઇવેન્ટમાં જાય અને ફેમિલી પર સવાલો આવે તો NO Comments કરીને ત્યાંથી નીકળી જાય. ઇન્ફેક્ટ ગયા મહિને કોઈ કામથી મિનિસ્ટરસની મિટિંગ હતી મને પણ બોલાવ્યો હતો. હું ગયો હતો પણ તેના ઘરે કોઈ ફેમિલી ફોટો કે કોઈ નજીકની વ્યક્તિનો ફોટો તો છોડો કોઈ વ્યક્તિનો ફોટાઓ પણ નહતા. તે તેના ગોરાઈના બંગલામાં એકલી રહેતી છે. અને બીજા તેના ત્રણ નોકરો."
" સાચી વાત સર, અમે પણ વૈદેહીની ઘટના પછી તેમના ઘરે સર્ચ માટે ગયા હતા થાળીને પણ તેના પરિવાર સંબંધિત કઈ મળ્યું નહીં. માત્રને માત્ર નોકરો જ મળ્યા." કપીશએ કહ્યું.
"હા, સર હું હોસ્પિટલ જઈ આવી. ત્યાં પણ તમને મળવા કોઈ નહતું આવ્યું." મૈત્રીએ કહ્યું.
"સર આપણે એકવાર પાછું વૈદેહીના ઘરની અને ઘટના સ્થળની તલાશી લેવી જોઈએ. કદાચ કોઈ કળી મળી જાય જે આપણે પેહલા મિસ કરી હોય. "
"ઠીક છે તમે વૈદેહીના ઘરે જાઓ અને કપીશ તું ઘટના સ્થળે જઈને ફરી ચેક કર. CCTV ફૂટેજ તો નહીં મળે.પણ કદાચ કઈ નવું મળી જાય. ક્યારેક આપણી આંખ સામે હોય તો પણ સ્ટ્રેસ ના કારણે વસ્તુઓ દેખાતી નથી. એટલે આ સમયે તમે બંને મગજ શાંત રાખીને સર્ચ કરજો. મને વિશ્વાસ છે કંઈને કંઈ તો મળી જ જશે."
--------------------------------------------------------
"પણ ભીમાએ આત્મહત્યા કેમ કરી? શું થયું અચાનક? આ દીકરાને કોણ સાંભળશે. વૈદેહી જેટલો હશે. નાના છોકરા જેટલી જ જુવાન છોકરાને પણ મા બાપાની ગરજ હોય છે."
કૉલેજથી ઘરે આવીને સુરભી એ પુસ્તક વાંચવાનું કોન્ટીન્યુ કર્યું.
"હજૂર, તેને ખેતીમાં નવા બિયારણ માટે પૈસા ઉધાર લીધા હતા. પણ કમોસમી વરસાદ આવતા તેને બહુ નુકસાન થયું. તેની પાસે ખાવાં પણ પૈસા નહતા. તેથી તેને મોતને વહાલું કર્યું. મરતા પહેલા આ પત્ર અને આ 15 વર્ષના દીકરાને મૂકી ગયો છે. પત્રમાં તેને લખ્યું છે, કે તે કોઈનો પણ દેવું ઉતરવાની સ્થિતિમાં નહતો. તેથી તે આત્મહત્યા કરે છે." ગામના એક સજ્જને પ્રતાપ પટેલ ને કહ્યું.
પ્રતાપ પટેલે મોક્ષિત સામે જોયું. તે એક ખુણામાં પગ વચ્ચે મોઢું નાખીને બેસ્યો હતો. આજે તેની દુનિયા ઉજડી ગઈ હતી. બા તો નાનપણમાં જ મરી ગઈ હતી. એટલે તેની માટે બા કહો કે બાપુ ભીમા જ હતો. રાત્રે બાપુને પાણી આપીને તે ઊંઘવા ગયો અને જયારે સવારે બાપુને ઉઠાડવા ગયો. તો તેઓ તેમના ખાટલા પર નહતાં તેને આખા ઘરમાં શોધ્યા. પણ, તેને બાપુ ક્યાંય દેખાયા નહી. એટલેમા ગામનો એક વ્યક્તિ તેને બોલવા આવ્યો અને ભીમના મૃત્યુની સૂચના આપી. ભીમાએ ઝાડથી લટકીને ફાંસી ખાધી હતી.
એક બાપુ હતા જે તેના પોતાના હતા. પણ હવે તે પણ તેણે મૂકીને જતા રહ્યા હતા. હવે તેની રાહ જોનાર, તેની સંભાળ રાખનાર, તેના માટે જમવાનું બનાવનાર, ભૂલ પર ઠપકો આપનાર અને ખુશીમાં ગળે લગાડનાર, રાતે તેના માથે હાથ ફેરવીને તેને સુવાડનાર, રાતે તેની આખા દિવસની કથા સાંભળનાર કોઈ ન હતું. તેને ઘરમાંથી નીકળી ભાગી જવાનું મન થતું હતું. તેને પણ થતું કે કાશ બાપુ બા તેને પણ તેમની સાથે લઈ ગયા હોત તો. જે હાથ પકડીને બાપુ ચાલવાનું શીખવાડ્યું હતું.આજ તે જ હાથે બાપુને અગ્નિદાહ આપ્યો હતો.
ભીમાની ચિતા ઠરી પણ નહોતી ત્યાં ઘરની બહાર લેણદારો આવીને ઝગડો કરવા લાગ્યા. ભીમા ને ચોર, કાયર વગેરે કહેવા લાગ્યા. પ્રતાપએ બધાને વિનંતી કરીને મૃત્યુનો મલાજો રાખવાનું કહ્યું.
" પ્રતાપભાઇ તમારી પાસે ઘણા પૈસા છે તેમને તો કઈ ફરક ની પડે પણ અમને તો પડે છે. અમારી મહેનતની કમાઈ છે. અમને તો અમારા પૈસા જોઈએ છે. ભીમા તો છે નહીં એટલે અમે તેના દીકરાથી વસુલ કરશું."
લેણદારોએ પ્રતાપ ભાઈનો પણ મલાજો રાખ્યો નહીં અને ઊહાપોહ કરવા લાગ્યા.
"મને મારા પૈસા નથી જોઈતા. પણ હું તમારા બધાનું દેવું ચુકવી દઈશ. પણ મેહરબાની કરીને જરા મૃત્યુ મલાજો રાખો અને આ 15 વર્ષના દીકરાની પરિસ્થિતિ સમજો. તમે ભીમા ના તેરમા પછી અવાજો. હું તમને પૈસા ચૂકવી દઈશ. ત્યાં સુધી હું અહીંજ રહીશ."
"ઠીક છે, અમે ભીમા ના તેરમા પછી આવશું અને અમારા પૈસા લઈ જશું."
લેણદારો જતા રહ્યા. બાપુએ 13 દિવસ સુધી રહ્યા. તે અરસામાં તેમણે ઘરે એક માણસને મોકલીને અહીંની પરિસ્થિતિ વિશે જાણવી દીધું હતું અને પૈસા પણ મંગાવી લીધા હતા.
-------------------------------------------------------
બાપુએ ૧૩ દિવસ પછી ઘરે આવ્યા. આવીને તેમને અમને આખી વાત કહી. બાપુ મોક્ષિતને પણ સાથે લઈને આવ્યા હતા.
મોક્ષિત ઉંમરમાં મારા જેટલોજ હતો. પણ તેના ખભા જીમ્મેદારીઓનાં કારણે ઝૂકી ગયા હતા. આંખો પણ મજબૂરીના કારણે ઝૂકેલી હતી. સૌમ્ય અને શાંત મોઢા પર કોઈના લીધેલા અહેસાનનો બોજો સાફ દેખાઈ રહ્યો હતો.
જેમ મને અપનાવી તેમ બા એ મોક્ષિતને પણ અપનાવી લીધી હતી.
મોક્ષિત અને હું સાથે સાથે શાળાએ જતા. તે ભણવામાં મારા કરતાં પણ હોશિયાર હતો. તેનું માત્ર એકજ સપનું હતું બહુ બધા પૈસા કમાવવા. હું તેને ઘણીવાર સમજાવતી કે જીવન માં પૈસો જ બધું નથી હોતું પણ તેના મનમાં તેના ભૂતકાળની એવી છાપ પડી ગઈ હતી કે તે ભૂંસવા માટે તેને એક જ રબર હતું અને તે પૈસા કમાવવાનું..
પણ જ્યાં મોક્ષિત પૈસા કમાવાનું ધ્યેય હતું. ત્યાં મને મોક્ષિતનું ઘેલું લાગી ગયું હતું. જેમ અમે જુવાન થઈ રહ્યાં હતા તેમ તેમ મારા દિલની ધડકન મોક્ષિત માટે ધડકી રહી હતી. હું તેના તરફ આકર્ષી રહી હતી અને મોક્ષિત પણ મારા તરફ આકર્ષી રહ્યો હતો.હું ભગવાનને પ્રાથના કરતી કે મોક્ષિત મારો જીવનસાથી બની જાય.
પણ, ક્યારેક આપણે ભગવાન પાસે આવું માંગી લઈએ છીએ કે પાછળથી આપણે પછતાવો થાય છે.
----------------------------------------------