“હા, મારી અને વૈદેહીની વાત થઈ ગઈ છે. અને તે બહોશ હોવોનું નાટક કરી રહી છે. અને આમાં મારી સાથે ડૉ.મોતીવાલા પણ છે.”
કમિ. સાવંતની આ વાત સાંભળીને મૈત્રી અને કપિસ બંન્નેનો અવાજ ગળામાં જ અટકી ગયો. મોઢું ખુલ્લુ રહી ગયું. તેઓ કંઈ પણ પુછવાની સ્થિતીમાં નહતા. તેમને પહેલા કમિ. સાવંતનો પ્લાન સાંભળી લેવો હતો. તેમને થયું કે જો વચ્ચે બોલશું તો સરની વાત બીજા પાટે ચડી જશે. અને આમે તેઓ શૉકમાં એટલે શૉકમાં હતા કે તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહતા.
“તમને લાગશે કે મેં તમને આનાથી કેમ વંચીત રાખ્યા પણ મારો એવો આશય નહતો. જ્યારે મિસીસ. વૈદેહી ભટ્ટ હૉસ્પિટલમાં એડમિટ થયા, ત્યારે જ ડૉ.મોતીવાલાને મર્ડર તરફથી ધમકી મળી ગઈ હતી. તેમને મને આ વાત ત્યારેતો ના કહી. પણ મેં તેમના પર હોસ્પિટલમાં નજર રાખવાનું કહ્યું હતુ. ત્યાર અમે નૉટીસ કર્યુ કે તેમને વારંવાર એક કૉલ આવતો હતો. મેં પરિમીશન લઈને તેમની કોલને ટેપ કરવાનું ચાલુ કર્યું. ત્યારે મને ખબર પડી કે તેમને મર્ડરનો વારંવાર વૈદેહીના હાલચાલ પુછવા કૉલ આવે છે અને વૈદેહીને મારી નાંખવા માટે તેમના પર દબાણ કરવામાં આવે છે.”
“પણ, સર તમે અમને આ વાત કેમ ના કહી?” “મૈત્રીએ તમને આ વાત કહી પણ હતી.”
“હા, કપીસ મને ખબર છે કે મૈત્રી મને આ વાત કરી હતી. મૈત્રી તે જ્યારે મને આ વાત કરી ત્યારે મારો શક ધીરેધીરે પાક્કો થવા લાગ્યો. એટલે મેં પણ પર્સનલી તેમના પર નજર રાખવાનું ચાલું કર્યું હતું. ત્યા એક દિવસ મને લાગ્યું તમે હૉસ્પિટલમાં હશો એટલે અચાનક હું હૉસ્પિટલ પહોંચી ગયો. ત્યારે વૈદેહીને હોશ નહતો આવ્યો. એટલે હું તેને એક નજર મારીને નીકળી રહ્યો હતો. ત્યા મેં ડૉ. મોતીવાલાને ફોન પર વાત કરતા સાંભળ્યું કે મારા પરિવારને કંઈ નહી કરતા હું તમે જે કહેશો તે કરીશ. એટલે મેં ત્યારે તો પુછવાનુ મુલતવી રાખ્યું પણ તેમનો ઓડીઓ મેં રેકોર્ડ કરી રાખ્યો હતો.”
મૈત્રી અને કપીસ કમિ.સાવંતની આગળ શું પ્લાનિંગ કર્યુ હશે તેનો મનમાં અને મનમાં તુક્કો લગાડી રહ્યા હતા.
“ઠીક છે વૈદેહી મેં તમારું આ સ્ટેટમેન્ટ અમારા રેકોર્ડમાં રહેશે. તમે ઘરે જઈ શકો છો. કંઈક કામ હશે તો તમને બોલાવશું. અમે અત્યારથી જ આના પર કામ કરવાનું ચાલુ કરી દઈએ છીએ.”
કમિશનર ઓફીસથી ત્રણે જણ નીકળ્યા.
“રાજવી તને શું લાગે છે. ઈન્સ.ગોડબોલેને કોણે ખોટી માહિતી આપી હશે. મને આમાં કંઈ લફડું લાગે છે.”
“મને પણ, આજે સવારે જ મારી એક સહકર્મચારીએ સ્ટોરી ફાઈલ કરી કે 36 દિવસમાં 82 બાળકો ગાયબ થઈ ગયા છે, જેમાં 60 છોકરાઓ અને 22 છોકરીઓ છે. આતો ઓફિશીયલ આંકડો છે. અંદરનો સાચો આંકડો તો શું ખબર કેટલો છે.”
“રાજવી આ 22 છોકરીઓમાં અમારી આશ્રમની બે દિકરીઓ શામેલ હોય શકે.”
“હોય શકે અને ના પણ, આપણે હજી પાક્કી હક્કીકત ખબર નથી.” રાજવીના બદલે મિહીરે જવાબ આપ્યો.
“કેમના હોય શકે? મિ. હરખચંદ જેવા સંત લાગે છે તેવા છે નહી. તે સમાજસેવાના આડમાં કેટલાય ગોરખ ધંધા કરે છે. બસ, મને તેના વિરૂદ્ધ પુરાવા મળી જાય તો તેને સમાજ સામે નાગડો ના કરૂ તો મારૂ નામ રાજવી નહી.”
રાજવી જે રીતે વારંવાર હરખચંદ મહેતા માટે અણગમો દાખવી રહી હતી તે મિહીરથી છૂપો નહતો. મિહીરને ઘણીવાર મન થયું કે તે રાજવીને પુછે. આટલા દિવસથી એક સાથે કામ કર રહ્યા હતા એટલે મિહીરને રાજવી માટે લાગણી હતી. પણ તેને રાજવીમે પુછવાની હિંમત નહોતી થઈ રહી.
“રાજવી તેને કેમ અમારા ટ્રસ્ટી માટે આટલી ધૃણા છે? તેન તારૂં શું બગાડ્યુ છે? તું અમારા ટ્રસ્ટીને કેટલા સમયથી ઓળખે છે?”
મિહીરનું મન જાણે વૈદેહી વાંચી લીધું હોય તેમ મિહીરના મનના સવાલ તેને રાજવીને પુછ્યા.
“વૈદેહી આપણે હવે ઘણા સમયથી સાથે છીએ. હું તમને મારી મોટી બહેન જેવી જ માનું છું. પણ, અમુક ઘાવ એવા હોય છે કે જેને ઢાંકવા પડે નહીતો તેમાં સડો થઈ જાય છે.”
રાજવીની આ વાત સાંભળીને વૈદેહી અને મિહીર પાસે એકબીજાની આંખોમાં સવાલ સિવાય કંઈ નહતું.
“આ વૈદેહીનું કંઈ કરવું પડશે? નાકે દમ લાવી દીધો છે. તે જે રીતે આ બે ગાયબ છોકરીઓ પાછળ પડી છે મને લાગે છે તે જલ્દી આપણા સુધી પહોંચી જશે.”
લોખંડ બજારમાં આવેલી બે માળની આલીશાન ઑફિસમાં બેસીને હરખચંદ તેના સાથીદાર કમલેશ ભટ્ટને સાથે કૉફી પીતા પીતા વૈદેહીની ચર્ચા કરી રહ્યા હતા.
“તું ચિંતા નહી કર હું બેસ્યો છું. અત્યાર સુધી તને બધી મુશ્કેલીમાંથી બહાર કાઢી છે આગળ પણ કાઢીશ. આટલુ મોટું એમ્પાયર આપણે મહેનતથી ઉભું કર્યું છે. કોની માટે?. મારા વિહાન માટે. આપણા પછી તેને તો આ સંભાળવાનું છે એટલે તું ચિંતા નહી કર હું આ વૈદેહીનું કંઈ કરું છું. તું શાંતિથી કૉફી પી.”
“કમલેશ તું સમજતો નથી જો આપણી આ કામની ખબર વિહાનને ખબર પડશે તો તે ક્યારે ઓસ્ટ્રેલિયાથી પાછો નહી આવે. તેને માટે આપણે પૂજનીય છીએ. તેની માટે આપણો બિઝનેસ કંસટ્રક્શનનો છે. આપણે ઘર બનાવીએ છીએ. તેને જ્યારે ખબર પડશે કે આપણે આ છોકરીઓની સ્મગલિંગ કરીએ છીએ તો તે આપણાથી બધા સંબંધો તોડી દેશે.”
“તેને આપણે ખબર નહીં પડવા દઉં તો ચિંતા નહી કર.”
સાંતાક્રુઝ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થઈ. એરપોર્ટની બહાર વિહાન સાવલા માટે ડ્રાઈવર ઉભો હતો. કાર એરપોર્ટથી બહાર નીકળી.
“કેમ છો કાકા?”
“હું મજામા છું વિહાન સર. તમે કેમ છો. તમારૂ ભણવાનું પુરૂ થઈ ગયું.?”
“હા, કાકા મારૂ ભણવાનું પુરૂ થઈ ગયું અને કાકા તમે મને સર નહી પણ વિહાન જ બોલાવો તમે મારા કરતા મોટા છો.”
“ના,ના મોટો છો તો શું થઈ ગયુ તમે અમારા માલિક છો. તમારું મીઠું ખાઈએ છીએ. મારાથી તમને નામથી ના બોલાવાય.”
“ઠીક છે તો તમે મને લાલો બોલાવો. તે તો ચાલશેને?”
“હા, ચાલશે.”
અને બંન્ને હસી પડ્યા.
---------------------------------------------
વિહાન કોલેજના લાસ્ટ યરમાં હતો ત્યારે તેની મમ્મી રાખી હરખચંદ સાવલા કેન્સરનું બિમારીથી નિધન થઈ ગયું હતું. હરખચંદ તો આખો દિવસ ઓફિસના કામેથી ઘરની બહાર જ રહેતો હતો. વિહાન તેની મમ્મીના બહુ નજીક હતો. એટલે જ્યારે રાખી મરી ગઈ ત્યારે વિહાન ઘરથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું હતું. તેને તેના મિત્રોથી મળવાનું જ બંધ કરી દીધું હતું. હરખચંદ થી તેની આ હાલત જોવાઈ નહી એટલે તેને વિહાનને ઓસ્ટ્રેલિયા તેના ભણવા મોકલી દીધો હતો. ઓસ્ટ્રેલિયામાં બે વર્ષ રહ્યા પછી વિહાન આજે પાછો આવ્યો હતો.
પેડર રોડના બંગલામા ઘૂસતા જ વિહાને રાખીની પાછી યાદ આવવા લાગી. બંગલાના દરેકે દરેક ખુણામાં તેને રાખીના અસ્તિત્વનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને હૉલમાં મુકેલી રૉલિંગ ચૅર પુસ્તક વાંચતી રાખી દેખાતી. તો ક્યાક ડાઈનિંગ ટેબલ પર બેસીને વિહાનને પોતાના હાથથી ખવડાવતી રાખી દેખાતી. તો ક્યાક બેડરૂમમાં કબોર્ડમાં પોતાના કપડાની ગળી વાળીને મુકતી રાખી દેખાતી તો ક્યાંક નોકરોને જમવાની સુચનાઓ આપતી દેખાતી. તો ક્યાક વિહાનને ઉઠાડવા આવે તો તેના માથામાં હાથ ફેરવતી દેખાતી. તો ક્યાક રસોડામાં વિહાનની મનપસંદ જમવાનું બનાવતી રાખી દેખાતી. ઘરનો એક એક ખુણો વિહાને રાખીને યાદ કરીને આંસુંથી ભીનો કર્યો. તે ભલે બે વર્ષ ઘરથી દૂર હોય પણ તે માત્ર શરીર હતું. માનસિક રીતે તો તે અહી જ હતો અને રાખીને શોધી રહ્યો હતો.
વિહાન હરખચંદ સાવલા ની બીજી પત્ની નું સંતાન હતી.
---------------------------------------------
END PART - 11