રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:51
સૂર્યા ગેલેરીમાં ઉભા ઉભા કોઈ રણનીતી ઘડી રહ્યો હતો.ઊર્મિ તે જ સમયે ત્યાં આવે છે.સૂર્યાને આ રીતે જોઈ તે કોઈ પણ શબ્દ બોલ્યા વગર ત્યાં જ ઉભી રહી જાય છે.તે થોડીવાર સૂર્યાનું નિરીક્ષણ કરે છે.તેનું ધ્યાન જંગલ તરફ હતું.તે કંઈક ઊંડા વિચારોમાં હોય એવું લાગી રહ્યું હતું.સૂર્યાનું ધ્યાન એકદમ સ્થિર હતું.તેના બન્ને હાથ રેલિંગ પર હતા.બહારના પવનમાં તેના વાળ હવામાં લહેરાતા હતા.તે અચાનક પાછળ ફર્યો.તેને ઊર્મિને ત્યાં જોઈ.તે સહેજ સહજ થયો અને બોલ્યો. "અરે તું અહીંયા,સોરી હું કાલના વિચારમાં હતો."
"ડોન્ટ વરી સૂર્યા બધું ઠીક થઈ જશે.એ કહેવાનો બોસ છે હમેશા તે સંતાઈને જ રહે છે" ઊર્મિએ કહ્યું.
"હું એને જાણું છું.મને ખબર છે કે એને પકડવો કોઈ મોટી વાત નથી.તેમ છતાં મને કઈક ખોટું લાગી રહ્યું છે.તું કહે કઈક વિચાર્યું" સૂર્યાએ કહ્યું.
"નહીં મારા પ્લાન પર મને ભરોસો નથી હોતો,તો તમને કેમ થશે?" ઊર્મિએ હસતા હસતા કહ્યું.
"તું પણ કમાલ છો...તે નામ તો હજી કહ્યું જ નહીં" સૂર્યાએ કહ્યું.
"કહી દઈશ,આ મિશન પૂરું થાય પછી.યુ નો તારી હેકિંગ જોઈ હું ખૂબ પ્રભાવિત છું.તું કઈ લેંગ્વેજમાં કોર્ડિંગ કરે છે મને એ ન સમજાણું" ઊર્મિએ કહ્યું.
"એ થોડું કોન્ફિડેન્સીયલ છે.મિશન પછી એ પણ કહી દઈશ" સૂર્યાએ કહ્યું.
"હું પણ રેડ હેટ ગેંગની એક હેકર હતી.મને લગભગ બધી લેંગ્વેજ પર પકડ છે.તને શરૂઆતમાં પેલો મેસેજ પહોંચાડવાનો આઈડિયા.વિક્રમનો મોબાઈલ હેક કરવો.મોટા મોટા ઓફિસરોના મોબાઈલ ટ્રેક કરીને આખી ટીમને સુરક્ષીત રાખવાનું કામ મારુ હતું.ખેર એ તો એક મજબૂરી હતી" ઊર્મિએ કહ્યું.
"વાહ,મીસ હેકર તું પણ કોઈ રીતે પાછી રહે એમ નથી.કાલે તને સાચા અર્થમાં મુક્તિ મળી જશે" સૂર્યાએ કહ્યું.
"યુ નો મારા ભાઈનું નામ પણ સૂર્યા છે.તેને અત્યારે હું ઘણો મીસ કરું છું" ઊર્મિએ કહ્યું.
"બસ એક દિવસ પછી તો તું એને મળી શકીશ" સૂર્યાએ કહ્યું.
"હોપ સો" ઊર્મિએ એક નિશાશો નાખતા કહ્યું,અને ત્યાંથી ચાલી ગઈ.
થોડા સમય પછી કિંજલ અને ગુરુ ત્યાં પ્રવેશ્યા હતા.તે બન્ને સૂર્યાને અત્યારે ડિસ્ટર્બ કરવાના મૂડમાં નહોતા,પણ આજે કસેનિયાની હકીકત બહાર આવતા ગુરુ ઘણો ખુશ હતો.
"સૂર્યા આજે ત્રણેય મિત્ર ફરી મળી ગયા,લગભગ આઠ વર્ષ બાદ " ગુરુએ કહ્યું.
"હા એ તો છે પણ કિંજલને તેની જૂની યાદો યાદ નથી" સૂર્યાએ કહ્યું.
"એવું નથી.મને બધું યાદ છે,કદાચ મારા અવચેતન મનમાં તે સંગ્રાહેલુ છે.હું આજે પણ એ રશિયાની ઠંડી મહેસુસ કરી શકું છું.તું જાણે છે સૂર્યા મેં તને કહ્યું હતું કે મને કોઈ કારણ વગર જ રશિયા જવાનું મન થાય છે.તેનું કારણ મને હવે સમજાયું.તમને બન્નેને જ્યારે મેં જોયા ત્યારે પણ તમરા બન્ને સાથે મારે કોઈ જુના સબંધ છે તેઓ ખ્યાલ આવી ગાયેલો.મને લાગે છે તમે મને યાદ કરાવશો તો આખો ભૂતકાળ યાદ આવી જશે.એમ પણ સૂર્યા તારું એક પ્રોમિસ અધૂરું છે યાદ છે ને?" કિંજલે કહ્યું.
"હા રશિયા જવાનું,યાદ છે કાલે આ મિશનનો છેલ્લો દિવસ છે એ પછી કઈક વિચારીએ." સૂર્યાએ કહ્યું.
"માસ્ટર કયા છે?" ગુરુએ પૂછ્યું.
"તે ગન,બુલેટ્સ અને થોડી બીજી વસ્તુઓ લેવા માટે વિક્રમ સાથે ગયા છે" સૂર્યાએ કહ્યું.
"સૂર્યા ધ્યાનથી,મને ખુબ ડર લાગે છે.આ ગન્સ અને બીજું બધું" કિંજલે કહ્યું.
"ડોન્ટ વરી આ બધી વસ્તુઓ તારા માટે પહેલીવાર છે,મારી માટે નહીં.બસ જરૂર છે તો એક મજબૂત રણનીતીની" સૂર્યાએ કહ્યું.
***************
રાતના લગભગ આઠ વાગ્યા હતા.જંગલનો માર્ગ જે દિવસે એકાદું રડયું-ખડયું વાહન પસાર થાય,પણ રાત્રે તો સુનો ભેંકાર.સૂર્યાએ કઈક પ્લાન બનાવી લીધો હતો.તે બધાને સમજાવી રહ્યો હતો.
"દાદા બધી વસ્તુઓ મળી ગઈ?" સૂર્યાએ પ્લાન શરૂ કરતાં પહેલા દાદા સાથે કનફર્મ કર્યું.
"સો લીસન્ટ,આપણે બંગલાની બહારના આંગણમાં એક સ્મોલ રિમોટ બૉમ્બ લગાવીશું.ગુરુ તારે એ રેડ હેટ ગેંગના બોસનો મોબાઈલ ટેપ કરવાનો છે.તે જ્યારે બાંગલાના મુખ્ય આંગણમાં પ્રવેશે ત્યારે મને વાયરલેસથી ઈન્ફોર્મ કરીશુ.તે જ વખતે હું તેને એક્ટિવેટ કરીશ.તેનાથી જેટલા લોકોને મારી શકીએ એ આપડા માટે સારું છે.તે બાદ બધાએ સ્મોક બૉમ્બ નીચે ફેંકવાના છે.પછી રેન્ડમ ફાયરિંગ બારીથી નીચે તરફ કરવાની છે.આ બધાથી લગભગ અડધા સ્નાઈપર ધરાશાયી થશે.તે બાદની લડાઈ સામસામેની છે" સૂર્યાએ કહ્યું
"હું શું કહું છે કે આ સ્મોલ બોમ્બની જગ્યાએ કોઈ મોટો બૉમ્બનો યુઝ કરીને દૂરથી જ તેમનું કામ તમામ કરી દઈએ" વિક્રમે કહ્યું.
"નહિ સર એને જીવતો જ પકડવો રહ્યો.એની પાસેથી ઘણી ઇન્ફોર્મેશન કઢાવવાની છે" સૂર્યાએ કહ્યું.
"સો કોઈ લાંબો પ્લાન નથી આ જ પ્લાન છે.બધા આરામ કરી લો" માસ્ટરે કહ્યું.
****************
સવારના ચાર
સૂર્યાનો બંગલો.
લગભગ બધા તૈયાર થઈ ગયા હતા.મનુકાકા બધા માટે નાસ્તો બનાવી રહ્યા હતા,તે આરોગી રહ્યા હતા.કાલના ખૂબ ઉતાર-ચઢાવ વાળા દિવસ બાદ આજે બધાના મુખ પર શાંતિનો ભાવ દેખાઈ રહ્યો હતો.લગભગ એકાદ મહિનેથી ચાલી રહેલા મિશનથી તેઓ બે કલાકના અંતરે હતા.માસ્ટર બધાને શાંતિથી નિહાળી રહ્યા હતા.વિક્રમ લગભગ આજે વધારે ખુશ હતો.તેનું તારાપુરને ક્રાઈમમુક્ત કરવાનું સપનું સાકાર થવાનું હતું.ઊર્મિને પણ એક અલગ જ આનંદ હતો.તે કદાચ નહોતી જાણતી.તે જેના માટે ખુશ છે તે સૂર્યા તેની સાથે જ છે.
સૂર્યા નાસ્તો કરી તેના રૂમમાં લોકેશન હિસ્ટ્રી ચેક કરી હતી.તેનો મોબાઈલ હમણે જ ચાલુ થયો હતો.તે પહેલાં તેનું લોકેશન બંધ હતું.એનો મતલબ તે ફ્લાઇટમાં હતો,તે અત્યારે અમદાવાદ સ્ટેશન પર લેન્ડ થયો હતો.સૂર્યા તૈયાર થઈને નીચે આવ્યો હતો.માસ્ટરે બધાને જરૂરી હથિયાર આપી દીધા હતા.સૂર્યાએ પણ પોતાની વસ્તુઓ એક વખત ચેક કરી કરી હતી.બધા બહાર તૈયાર હતા,અને સૂર્યાની રાહ જોઈ રહ્યા હતા.
સૂર્યા કિંજલને મળીને જવાની ઇચ્છાથી તેની પાસે ગયો હતો. સૂર્યા કઈ કહે એ પહેલાં જ કિંજલે કહ્યું હતું "બેસ્ટ ઓફ લક"
"થેન્ક યુ કિંજલ,આજે એની બહુ જરૂર છે" સૂર્યાએ કહ્યું.
"કેમ એવું?"કિંજલે ચિંતામાં પુછ્યુ.
"આપડો પ્લાન એટલો સ્ટ્રોંગ નથી.શુ તેઓને ખબર નથી કે આપડે પહેલેથી જ ત્યાં જઈને બેસી શકીએ છીએ?" સૂર્યાએ કહ્યું.
"ડોન્ટ વરી બધું ઠીક થઈ જશે"કિંજલે કહ્યું.પછી તેને સૂર્યાને ગળે લગાવ્યો અને એક હલકી કિસ કરી સૂર્યાને વિદાય કરી.
**************
બધા વાઈટ પેલેસની બિલકુલ સામે હતા.તેમને ગાડી જંગલની અંદર મૂકી હતી.વિક્રમ અને સમીરે તે બાંગલાના ચોગાનમાં બૉમ્બ ફિટ કર્યો હતો.સૂર્યાએ તેના રિમોટને ખિસ્સામાં નાખ્યું હતું.તે ગુરુ સાથે કનેક્ટ છે કે નહીં તે પણ તેને ચકાસી લીધું હતું.ગુરુના લોકેશન મુજબ તેને અહીં પહોંચવામાં લગભગ વીસેક મિનિટની વાર હતી.સૂર્યા મૂંઝવણમાં હતો.તેને કઈક ખોટું લાગી રહ્યું હતું.તેને એકવાર વાઈટ પેલેસ તરફ જોયું.
સવારના છ વાગ્યાનું વાતાવરણ બહુ શાંત હોય છે. હવાનું જોમ ખૂબ ઓછું અને એ હવા પણ ઠંડી હોય છે.વૃક્ષો પણ શાંતિ બક્ષનારા હોય છે.કોઈ આવા વાતાવરણમાં એકાંતમાં બેસવાની પણ કંઈક અલગ મજા હોય છે.નદીના નિર્મળ જળ પણ અત્યારે શાંત હોય છે.કુદરતનું દરેક સર્જન અત્યારે સૂર્યદેવની આગમનની તૈયારી શાલિનતાથી કરી રહ્યું હોય છે.શાંતિપ્રિય પક્ષીઓ પોતાના માળામાં બેસી આ અદભુત કરિશ્માનો નઝારો માણી રહ્યા હોય છે.શહેરની ભાગદોડથી દૂર કોઈ એકાંતમાં નદી,ઝરણાંની સંગતે,અનાયાસે ઉગેલા અને ઝાકળથી ભીંજાયેલા ઘાસમાં બેસી ઝરણાંનું ગીત સાંભળવાનો આનંદ આત્માને સુખ આપનારો હોય છે.આ દુર્લભ દ્રશ્ય કદાચ બધાના જીવનમાં નથી હોતું,તેનો વસવસો રહેવો કઈ મોટી વાત નથી.
સૂર્યા અંદર જવા ગયો ત્યારે તેને પેલેસ બહાર એક ટાયરના નિશાન જોયા.તેને ગુરુને બંગલામાં કોઈ છે કે નહીં તે જોવા માટે કહ્યું.તેના રડાર મુજબ બંગલામાં કોઈ નહોતું.અચાનક સૂર્યાનું મગજ ઠનક્યું.તેને ઉભા ઉભા જ પ્લાન બદલી નાખ્યો.તે બધાને સંબોધતા કહ્યું. " સાંભળો આપડે બીજા માળે નહિ પણ અહીં ગ્રાઉન્ડ ફ્લોરની બારી પાસે જ રહીશું"
"પણ સૂર્યા ઉપરથી બેટર નિશાનો મળશે" શ્વેતામેમ બોલ્યા.
"હું જાણું છું તેમ છતાં હું કઈક વિચારીને આ કહું છું.બધા ગ્રાઉન્ડ ફોલર પર બારીની પાસે જ રહીશું એ પણ ટુકડીમાં" સૂર્યાએ કહ્યું.
"ઠીક છે તો હું ને સમીર એક ટુકડીમાં રહીશું" માસ્ટરે સમીરનો હાથ પકડતા કહ્યું.
"ડન તો હું,શ્વેતા મેમ અને જીનું એક ટીમમાં રહીને તે તરફ જઈએ" વિક્રમે કહ્યું.
"મારી સાથે તો તું એક જ વધી" સૂર્યાએ ઊર્મિ સામેં જોતા કહ્યું.
"ડોન્ટ વરી હું ખૂબ સારી ગન ચલાવી લવ છું" ઊર્મિએ કહ્યું અને આગળ ચાલી.સૂર્યા તેની પાછળ કઈક અસંતોષથી ચાલ્યો.
*********
ક્રમશ: