રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:37
સાંજના વારુ બાદ બ્રહ્મભટ્ટે સૂર્યાને એક રૂમમાં સેટી પર બેસાડ્યો હતો.બ્રહ્મભટ્ટ એક વિશાળ કાયાના માલિક હતા.તેમનો વજન એસી કિલોથી ઓછો નહીં હોય પણ તે ચરબીનો નહીં પણ મસલ્સનો વજન હતો.તેમનું શરીર ખૂબ ચુસ્ત હતું.તેમને ગળામાં એક રુદ્રાક્ષની માળા પહેરી હતી.તેઓને શર્ટ કરતા ટીશર્ટ વધારે ઓપતા હતા.તેમનું નાક અનિયારું હતું.જે સૂર્યા સાથે કાફી હદે મળતું હતું.આંખ સપ્રમાણ અને ગાલ થોડા બહારની બાજુ ઉપસેલા હતા.હોઠો પર કાયમ રમતું સ્મિત આજે થોડું ફિક્કું પડ્યું હતું. તેઓ તેની સામે એક ખુરશીમાં બેઠા હતા.બ્રહ્મભટ્ટે કહ્યું "સૂર્યા તારે હેકિંગ શીખવું છે?"
"હા શીખવું તો છે તેમે શિખવાડશો?" સૂર્યાએ કહ્યું.
"હા શીખવાડીશ,પણ એ પહેલાં એ કહે તને કેટલું આવડે છે?"
"મને તો સી,સી પલ્સ,જાવા,જાવા સ્ક્રીપટ અને પાયથનમાં થોડુંઘણું આવડે છે"સૂર્યાએ કહ્યું.
"માય ગોડ આટલી કોમ્પ્યુટર લેન્ગવેજ પર પકડ વેરી નાઇસ તો કાલાથી હું તને લઈ જઈશ"
"પણ ક્યાં?"સૂર્યાએ પૂછ્યું.
"વાઇટ હેટ એસેમ્બલી" દાદાએ કહ્યું.
"એ શું છે?"
"એક જન્નત જે ભારત માટે કામ કરે છે એ માટે તું હજી ખૂબ નાનો છું તારે હેકિંગ શીખવું છે ને? એ હું શીખવાડીશ,આ એસેમ્બલી વાત તું થોડો મોટો થઈશ એટલે કહીશ અત્યારે સુઈજા" કહી બ્રહ્મભટ્ટે લાઈટ બંધ કરી.
******
સ્થળ: વાઇટ હેટ એસેમ્બલી,સેન્ટ
પિટર્સબર્ગ
સમય: સવારના અગિયાર
હજી ઠંડીએ પોતાનું સામ્રાજ્ય છોડ્યું નહોતું.એક વુડન મહેલ જેવા મકાનની બારીમાથી સૂર્યા બહાર જોઈ રહ્યો હતો બહાર ત્રણ ચાર બંધુકધારી સૈનિકો ઉભા હતા.તે બારીમાં જામતા ઓસને વારંવાર પોતાના કોમળ હાથની હથેળીથી સાફ કરી રહ્યો હતો. અને તે ઠંડા હાથ પર ફૂંક મારી ફરી પોતાના જાકેટમાં મૂકી રહ્યો હતો.તેને અત્યારે બ્રહ્મભટ્ટે એક માસ્ક પહેરાવ્યું હતું જેનાથી તેનું મોઢું બદલાયું હતું.બ્રહ્મભટ્ટે બહાર આવી અને સૂર્યાને તેની સાથે લઈ ગયા.
તે એક કક્ષમાં પ્રવેશ્યા ત્યાં લગભગ બધા છોકરા છોકરી તેની કરતા મોટી ઉંમરના હતા.તેમાંથી એક તો લગભગ વિસકે વર્ષનો નવયુવાન હતો.તે સૂર્યાને જોઈને કઈક વધારે ખુશ નહોતો દેખાતો.
"જો હેકર એસ હું તને જે કહું એમાં જેટલું સમજાય તે સમજજે બાકી તારે વધારે મગજ કસવાની જરૂર નથી" બ્રહ્મભટ્ટે કહ્યું
"જો અહીં અમે તારા જેવા કોમ્પ્યુટર પ્રેમીઓને હેકિંગ શીખવાડીએ છીએ તમને કેટલું આવડે છે તે મુજબ તમારો કલાસ નક્કી થાય છે,પણ એ પહેલાં તારે તારું સાચું નામ કોઈને કહેવાનું નથી અને તારું માસ્ક ઉતારવાનું નથી તારી ઓળખાણ થાય તેવું તારે કશું કરવાનું નથી.હા હવે કલાસની વાત કરીએ તો અહીં બ્રોન્ઝ,સિલ્વર,ગોલ્ડ,ડાયમંડ અને માસ્ટર એમ તો નવા આવનાર વિદ્યાર્થીને બ્રોન્ઝમાં નખાય છે પણ તારા લેવલ મુજબ અમે તને સીધો ડાયમન્ડ લેવલમાં મૂકીએ છીએ" માસ્ટર અટક્યા.
"આભાર માસ્ટર"સૂર્યાએ શીખવાડેલો જવાબ રિપીટ કર્યો.
"પણ માસ્ટર તમે આવડા નાના છોકરાને કઈ રીતે સીધા ડાયમન્ડમાં મૂકી શકો છો?" વીસ વર્ષના તે નવયુવાને કહ્યું.
"જો હેકર એમ મેં એનું લેવલ ચેક કર્યું છે અને કોને ક્યાં રાખવા તેનો નિર્ણય મારો છે" માસ્ટરે જવાબ આપ્યો.
"જી માસ્ટર હું સમજી ગયો,હું હેકર.એમ તને મળી ને ખુશી થઈ લિટલ હેકર સેસ. હું માસ્ટરમાં છું" હેકર એમે નિરસતાથી ઇન્ટ્રો આપ્યો.
"હું..સ...હેકર એસ તમને મળીને આનંદ થયો" સૂર્યાએ જવાબ આપ્યો.
"ઓકે તો હું હવે તને બધા વિશે કહું.તારી સાથે જે ડાયમન્ડમાં છે તારી કરતા મોટી ઉંમરના જ હશે અને હા તે તને કોઈ હેરાનગતિ નહીં કરે.એમ પણ તારા ક્લાસમાં માત્ર આઠ જ વિદ્યાર્થી છે અને ડાયમન્ડકલાસના આ ટીચર છે 'મી.મોતીરાવ શિંદે.' તેમના સાદા નામ પર ન જતો તેના કામમાં તે ઉસ્તાદ છે.તેની બાજુમાં જે ઉભા છે તે છે માસ્ટર કલાસના ટીચર કમ મારા બેસ્ટ ફ્રેન્ડ 'સમીર ત્રિવેદી' અને માસ્ટર કલાસમાં ફક્ત બે જ વિદ્યાર્થી છે એક હેકર એમ.અને એક હેકર આર. અમને આશા છે કે તું પણ અહીં સુધી પહોંચી શકીશ અહીં પહોંચવા માટે તારે એક પરીક્ષા ક્લિયર કરવી પડશે.બાકીની વિગત તને ધીમે ધીમે મળતી જશે."
એસેમ્બલીમાં તેના વિશાળ હાઉસ અને જગ્યા મુજબ વધારે લોકો ન હતા. લગભગ પચાસેક વિદ્યાર્થીઓ,પાંચ શિક્ષકો,માસ્ટર અને થોડા મદદનિશો તથા સફાઈકામદારો.તે જગ્યા સેન્ટપીટર્સબર્ગના એક સુમસાન ઇલાકામાં સ્થિત હતું.ત્યાં આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર ન હતો બાળકો માટે બસ અને શિક્ષકો તેમના પર્સનલ વાહન લઈને આવતા.અત્યારે મે મહિનો ચાલી રહ્યો હતો.હજી ઉનાળો શરૂ થયો નહોતો.રશિયાનો ઉનાળો સપ્ટેમ્બર,ઓક્ટોબરથી શરૂ થાય છે તેમ છતાં એ હદે હિમવર્ષા નહોતી થતી કે રસ્તાઓ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડે.
એસેમ્બલીનું ત્રણ મંજિલા મકાન જૂની રશિયન સંસ્કૃતિની યાદ અપાવતું હતું.તે ઘર ઉપરથી ત્રિકોણ આકારનું બનેલું હતું.નીચેના બે માળે બાલ્કની પણ હતી અને જમણી બાજુ એક પેસેજ હતી અને તેમાં ડાબી અને સામે બન્ને તરફ બહાર આવવાના દરવાજા હતા અને તેના ઉપર ઢીંગલીના ચિત્રો દોરવામાં આવ્યા હતા.જે કદાચ તેના કલચરના સિમ્બોલ તરીકે હતા.જેના કોઈ પગ નહોતા અને પેટ પર ગુલાબના ચિત્રો હતા.આ પુતળીઓના ચિત્રો આ જાજરમાન ઘરની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
**********************
ચાર વર્ષ પછી...
સૂર્યાની ઉંમર જ્યાં સુધી નવ વર્ષની ન થઈ ત્યાં સુધી માસ્ટર તેને કશું પણ કહેવામાં માનતા નહિ.તેનાથી તેના નાના અને કુમળા મગજમાં જોર પડશે તેવું તેમને લાગતું.સૂર્યાએ હેકિંગ ખૂબ સ્પીડમાં શીખી હતી.તે એક વર્ષની અંદર જ માસ્ટરમાં ટ્રાન્સફર થયો હતો અને ત્યારબાદ તેને 'હેકર એમ અને એસ' સાથે મૈત્રી કરવાનો પ્રયાસ કર્યો હતો,પણ તે બહુ ફાવ્યો નહોતો.બન્ને કઈક જુદી જ માટીના હતા તે સૂર્યાને કોઈ હેરાન નહોતા કરતા પણ તેમનામાં જ ઉલજાયેલા રહેતા હતા.તે માસ્ટરમાં આવ્યા છતાં તેના જુના દોસ્ત જે હજી ડાયમંડમાં હતા તેમની સાથે જ રહેતો.તેમની ત્રણની ટુકડી મકાનની પાછળ આવેલા બકડાઓ પર બેસી રહેતી ત્યાંથી આગળ એક ટ્રેન પસાર થતી.તેને તે લોકો જોયા કરતા. તેમાંથી એક હતો હેકર જી અને એક હતી હેકર કે. હેકર જી સૂર્યાથી એક વર્ષે નાનો હતો.
"તમે લોકો મને જણાવશો કે આપડે ઇન્ડિયા ક્યારે જશું" જી એ સામે બેઠેલા સૂર્યાને પૂછતા કહ્યું.
"આઈ ડોન્ટ નો પણ મારે આપણી કન્ટ્રી એક વાર જોવી છે મને ખુબ ઈચ્છા છે" કે. બોલી.
"ફ્રેન્ડસ એ તો જઈશું ત્યારે જઈશું પણ અત્યારે તમે મને વચન આપો કે આપણે મિત્ર સાથે હંમેશા એકબીજાનો સાથ આપીશું.માસ્ટર જે રીતે આપણને ટ્રેનિંગ આપી રહ્યા છે તે ઉપરથી લાઈફ ઇઝી નથી લાગી રહી."સૂર્યાએ કહ્યું.સતત ચાર વર્ષ આ મેચ્યોર વાતાવરણમાં રહેવાથી તેની ભાષામાં પણ મેચ્યોરિટી આવી હતી.
"આપણી વચ્ચે તું વિચારે છે એટલો ટ્રસ્ટ નથી એસ" કેએ સૂર્યા સામું જોતા કહ્યું.
"એવું કેમ?" સૂર્યાએ પૂછ્યું.
"આપણે છેલ્લા ત્રણ વર્ષથી સાથે છીએ તેમ છતાં એકબીજાના સાચા નામ સુધ્ધા નથી ખબર" કેએ કહ્યું.
"મને કાઈ વાંધો નથી નામ કહેવામાં મને તમારા બન્ને પર ભરોસો છે." સૂર્યાએ કહ્યું.
"તો ચાલો વારાફરતી નામ કહીએ હું..." કે બોલવા જતી હતી ત્યાં જીએ અટકાવતાં કહ્યું"આ તો એસેમ્બલીના નિયમોની વિરુદ્ધ છે ને "
"અરે યાર ફ્રેન્ડમાં કાઈ રુલના હોય.હમેશા એસેમ્બલીમાં નહિ પણ ફ્રેન્ડ સાથે રહેવાનું છે એની વે તારે ન કહેવું હોય તો પણ હું કહીશ મારુ નામ કસેનિયા છે.મારા માતા-પિતા તો હું નાની હતી ત્યારે જ ચાલ્યા ગયા હતા તેઓ ગુજરાતથી હતા.મારા જન્મ પછી મોસ્કો આવ્યા હતા.હું ચાર વર્ષની થઈ ત્યારે તેમનું એક અકસ્માતમાં મોત થયું હતું.તે મને ભેટ સ્વરૂપે આ ગુજરાતી ભાષા આપતા ગયા.મારી મમ્મી મારુ કોઈ ગુજરાતી નામ રાખવા માંગતી હતી પણ પપ્પાના મત મુજબ અહીં તે ખૂબ વિચિત્ર લાગશે.મારા પપ્પા એક ખૂબ હોશિયાર ડેવલપર હતા કદાચ તેમના ગુણ જ મારામાં આવ્યા છે અને જ્યારે મમ્મી પપ્પાના અવસાન બાદ ગુસ્સામાં મેં ઘણા સીસીટીવી હેક કરી તેને પરમેનન્ટ ડેમેજ આપ્યું હતું.ત્યારે માસ્ટરે મને તેમની સાથે જોડાવા કહ્યું હતું.તે સમયે એમને મને બહુ સમજાવેલી પણ હું સમજી નહીં એટલે એમને કહ્યું હતું કે તે તેમના પપ્પાના દોસ્ત છે,અંતે હું તૈયાર થઈ. " કેએ કહ્યું.
"તારી કહાની ખરેખર દુઃખદ છે પણ ડોન્ટ વરી અમે સાથે છીએ" સૂર્યાએ કહ્યું
"યા કસેનિયા ડોન્ટ વરી બધું ઓલરેડી ઠીક થઈ જ ગયું છે" જી એ તેની સામે જોતા કહ્યું.
" મારુ નામ ગુરુ,એમ તો કોઈ ગુરુથી બોલવાતું નથી બધા ઘરે ગોટિયો જ કહે છે.યુનો જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા પાસે માસ્ટર આવ્યા હતા.ત્યારે મેં ઇન્ડિયાની એક ખાનગી કંપનીનું સર્વર હેક કર્યું હતું.તેમને મારા પપ્પાને મને અત્યારથી મહિનાની લાખ રૂપિયા સેલેરી આપવાની વાત કરી મને હેકિંગ શીખવાડવા અહીં લઈ આવ્યા.બસ આજ છે એની વે ભૈયા હવે તારો ટર્મ" ગુરુએ કહ્યું.
"મારુ નામ સૂર્યા છે વેલ સૂર્યા બ્રહ્મભટ્ટ અને એક વાતની નવાઈ ન લગાડતા પણ હું પોતે માસ્ટરનો પૌત્ર છું" સૂર્યાએ આટલું કહ્યા બાદ પોતાની આખી સ્ટોરી જણાવી.
કસેનિયા અને ગુરુ કઈક અહોભાવની નજરથી સૂર્યા સામે જોઈ રહ્યા.તેમને હજી વિશ્વાસ નહોતો હતો કે તે સાચે જ માસ્ટરનો પૌત્ર હતો.સૂર્યા તેમની સાથે ત્રણ વર્ષથી હતો તેમ છતાં તે વાતનો હજી કોઈ દિવસ તેને અહમ નહોતો રાખ્યો.
"એ છોકરાવ ચાલો અંદર ચાલ્યા જાવ તમારા ઘરે જવાનો સમય થઈ ગયો છે ચાલો ઠંડી પણ ખૂબ વધી રહી છે" દૂરથી મોતીરાવ શિંદે એટલેકે ડાયમન્ડ કલાસના સરનો અવાજ દૂરથી આવ્યો.
"સર બસ આવ્યા" સૂર્યાએ બૂમ પાડી એટલે શિંદે બાલ્કનીમાંથી અંદર ગયો.
"તો ચાલો ફ્રેન્ડ્સ કાલે મળીયે..." કહી સૂર્યા છૂટો પડ્યો.
*********
ક્રમશ: