રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:35
સૂર્યા,કિંજલ,રિયા,ગુરુ અને આરવ કોર્ટના મુખ્ય દરવાજે પહોંચ્યા.વિક્રમ તેમનાથી થોડા છૂટા પડ્યા હતા જેથી લોકોને કોઈ વધુ શક ન જાય.સૂર્યાની નજર અત્યારે કશુંક શોધી રહી હતી અને તેની તપાસ પગથિયાની પાસે જઈ અટકી ત્યાં એડવોકેટ પી.પી.દેસાઈ ઊભા હતા અને સાથે જ તેમની બાજુમાં બીજા બે લોકો ઊભા હતા.સૂર્યા તેમની પાસે ગયો અને કહ્યું "ગુડ મોર્નંગ મી.દેસાઈ.."
"ઓહ ગુડ મોર્નિંગ સૂર્યા હું તારી જ રાહ જોતો હતો,તમે બન્ને જાવ હું તમને કોર્ટના આ સેશન પછી મળી લઈશ" દેસાઈએ સાથે ઉભેલા બે વ્યક્તિને જોઈને કહ્યું.
"તો સર કેસ તો મે તમને સમજાવી દીધો હતો અને એ અર્થમાં મે જે સબૂત કહ્યું હતું... એ.. આ રહ્યું" સૂર્યએ ખિસ્સામાંથી એક પેનડ્રાઈવ દેસાઈને આપતા કહ્યું.તમે એક વાર જોઈ લો. દેસાઈએ તેના હાથમાં પેનડ્રાઈ હાથમાં લીધી અને પછી એક ફોર્મ કાઢી બોલ્યા "લે સૂર્યા આમાં જે જે ડીટેઈલ છે તે ફીલ કરી દે આ આપણા ઇલેક્ટ્રોનિક પ્રૂફનું એફિડેવીટ છે આના વગર આ રેકોર્ડિંગ માન્ય નહિ ગણાય એકોર્ડિંગ ટુ ઇન્ડિયન એવિડન્સ એક્ટ ૧૮૭૨,સેક્શન ૬૫ બી."
સૂર્યાને આ વાતની પહેલેથી જાણ હતી. આથી તેને પહેલેથી જ તેને તૈયારી કરી હતી કેમ કે તેમાં ઘણી વસ્તુઓ આ પ્રુફ કયા ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાંથી લીધું છે તે પણ પૂછે છે.સૂર્યાએ તેમાં જરૂરી વિગત ભરી નીચે સાઈન કરી.તે કાગળ મી.દેસાઈને આપ્યો દેસાઈએ એક પરબીડીયામાં તે પેનડ્રાઇવ નાખી તેને સર્ટિફિકેટ સાથે એટેચ કરી અને પછી કહ્યું "ચાલો હવે"
**********
બધા કોર્ટમાં ગોઠવાઈ ગયા હતા.થોડી જ વારમાં જસ્ટિસ રામાનુજ પધારી રહ્યા છે ની જાહેરાત થઈ.બધા ઉભા થયા અને પછી જજના બેસ્યા બાદ બધા બેઠા.સૂર્યાએ કોર્ટમાં નજર કરી અત્યારે ત્યાં તેમના સિવાય મિત ગોહિલ, પ્રકાશ અને તેના પાંચ દોસ્તો, પ્રિન્સિપાલ,શ્વેતામેમ અને બીજા બે ચાર લોકો હતા,પણ ત્યાં કેન્ટીનમાં હાજર સ્ટુડન્ટસ માંથી કોઈ ત્યાં હાજર નહોતું.બધાને ડર હતો કે ક્યાંક આ કેસમા આપણે ના સંડોવાઇ જઈએ.એ સિવાય પ્રકાશે હાયર કરેલ એડવોકેટ લાલીમ પણ ત્યાં હતો.
સૌથી પહેલા લાલીમ ઉભો થયો અને બોલ્યો " માય લોર્ડ હું સૌથી પહેલા ગોળી ચલાવનાર મુખ્ય સૂત્રધાર સૂર્યા બ્રહ્મભટ્ટને બોલાવવા ઈચ્છું છું.સૂર્યા ઉભો થયો અને જઈને કઢઘરામાં જઈને ઉભો રહ્યો અને કોઈ બોલે એ પહેલાં તે હાથ જોડીને મનમાં જ બોલ્યો " હે ભગવાન આ ન્યાય મંદિર છે હું અહી ખોટું બોલવા ઇચ્છતો તો નથી પણ મારી પાસે બીજો કોઈ રસ્તો વધ્યો નથી.રેડ હેટ ગેંગના બોસથીની હું ખૂબ નજીક છું કદાચ અત્યારે હું ખોટું બોલીને ઘણા બધા સ્ટુડન્ટસની જિંદગીમાંથી ડ્રગને દૂર કરી શકું તો મને એનો કોઈ ગમ નથી તો મને આજે માફ કરજો" સૂર્યાએ આખો ખોલી અને પછી લાલીમ સામે જોયું
"કરી લીધી તારા ઇષ્ટદેવને પ્રાથના?પણ એનાથી કાઈ નહિ વળે,તો યોર ઓનર આ છે સૂર્યા બ્રહ્મભટ્ટ.જેને કાલે શહેરની મશહૂર કોલેજ કેપી કોલેજમાં એટલે કે કરશનદાશ પીઠળિયા સાઇન્સ કોલેજના કેન્ટીનમાં લગભગ સાડા આઠ નવની આજુબાજુમાં ગોળીબાર કર્યો હતો,અને મારા દોસ્ત એવા એવા પ્રકાશના દોસ્ત પર વગર વાતે ગોળીબાર કર્યો હતો.એ તો ભગવાનની કૃપા છે કે તેમને ફક્ત હાથ પરથી ગોળી સ્પર્શી ને ગઈ મોટી ઇજા ન થઈ. તો હું ઈચ્છું છું કે તેને કડકમાં કડક સજા થાય અને કદાચ જો તેમની પાસે ગન લાયસન્સ હોય તો એ પણ જપ્ત કરવામાં આવે કેમ કે તેમની ઉંમર 21 થી ઓછી છે તો કઈ રીતે તે ગન રાખી શકે?" લાલીમ અટક્યો.
"માય લોર્ડ લાલીમજીને જાણ થાય કે સૂર્યા પાસે આ ગનનું લાયસન્સ છે અને તેની એક કોપી તમારા ડેસ્ક પર પણ રખાઈ છે.રહી વાત ઉંમરની તો આ લાયસન્સ રશિયાનું છે જ્યાંની ન્યૂનતમ ગન લાયસન્સ માટેની ઉંમર 18 વર્ષની છે અને સરકારે આ લાયસન્સ ઇન્ડિયામાં યુઝ કરવાની પરમિશન પણ લીધેલ છે.ઉંમર ઓછી હોવાથી તેના દાદા અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટનું સોગંદનામું પણ કરાવેલ છે.જેની કોપી પણ આપના ડેસ્ક પર છે" દેસાઈએ ઉભા થતા કહ્યું.
શ્રી રામનુજે તેમના ડેસ્ક પર પડેલ કોપીઓ ઉપાડી તેને નીરખીને કહ્યું "એડવોકેટ લાલીમ આ સરકાર માન્ય ગન લાયસન્સ છે જેમાં સૂર્યાની ગનનો નમ્બર અને બુલેટ સાઈઝ પણ મેનશન છે."
"જી માય લોર્ડ એ માટે હું માફી ચાહું છું પણ લાયસન્સ હોવાનો મતલબ એ નથી કે એ કોઈ પણ કારણ વગર અથવા નજીવા જગડામાં ઉશ્કેરાઈને ફાયરિંગ કરે" લાલીમે કહ્યું
"મી.લાલીમ તમારી પાસે કોઈ ગવાહ કે સબૂત છે કે સૂર્યાએ કોઈ મેજર કારણ વગર ફાયરિંગ કર્યું છે" રામનુજે કહ્યું.
"જી હું કોલેજના પ્રિન્સિપાલને બોલવા ઇચ્છીશ" લાલીમે કહ્યું.
"જી પરમિશન ગ્રાન્ટેડ" રામનુજે કહ્યું અને પછી પ્રિન્સિપાલ કઠગરામાં આવીને ઉભા રહ્યા. અને કહ્યું " જી જજ સાહેબ હું પ્રકાશ અને તેના દોસ્તોને ઓળખું છું મેં તેમની લડાઈતો નથી સાંભળી પણ સ્થિતિ ઉપરથી એવું નહોતું લાગતું કે કઈ એવી મેજર વાત હોય,હું જ્યારે પોહચ્યો ત્યારે આ છ જણા એક લાઇનમાં ઉભા હતા અને મેં તેમને બોલતા પણ નથી સાંભળ્યાં અને આ સૂર્યા તેમની સામે ગન લઈને ઉભો હતો" પ્રિન્સિપાલ અટક્યા.
"જી તો કોર્ટને એ જણાવો કે પ્રકાશનો સ્વભાવ કેવો છે?" લાલીમે પ્રિન્સિપાલને પૂછ્યું
"જુઓ સાહેબ હું વધારે કોન્ટેકટમાં તો નથી પણ હા કોલેજમાં તેમની કોઈ ફરિયાદ નથી આવી અને મેં કહ્યું એમ કે કેન્ટીનમાં પણ હું પહોંચ્યો ત્યારે આ સૂર્યા જ ગનપોઇન્ટ પર દાદાગીરી કરી રહ્યો હતો." પ્રિન્સિપાલે કહ્યું. પ્રિન્સિપાલ જે હદે ખોટું બોલી રહ્યો હતો એ જોઈ વિક્રમની આંખો ફાટી ગઈ.
"મી.સૂર્યા તમારે તમારા બચાવમાં કાઈ કહેવું હોય તો કહી શકો" શ્રી રામનુજે આખી વાત સાંભળીને કહ્યું.
હવે દેસાઈ મુખ્ય પ્રુફ તરીકે વિડિઓ બતાવવા જઇ રહ્યો હતો ત્યાં પાછળથી એક મહિલાનો અવાજ આવ્યો "જી હું કંઈક કહેવા માગું છું" બધાએ પાછળ જોયું એ આવજ પબ્લિક બાલ્કનીમાંથી આવ્યો હતો.બધાએ પાછળ ફરીને જોયું એ બીજુ કોઈ નહીં પણ શ્વેતામેમનો હતો. સૂર્યા તેમને જોઈ ચોકી ગયો તેને સમજાતું નહોતું કે તે શુ કહેવા માંગે છે.
"મેડમ તમારે જે કાંઈ કહેવું હોય તે અહીં કઢગરામાં આવીને કહો" રામનુજે હુકમ કર્યો.
"જી માય લોર્ડ" કહી શ્વેતા મેમ આગળ કઢગરામાં આવ્યા અને બોલ્યા " માય લોર્ડ હું સૂર્યાની કલાસ ટીચર છું,અને હું લગભગ એક મહિનાથી તેને ભણાવું છું અને એક વખત મેં તેને પર્સનલ મળવા પણ બોલાવ્યો હતો કેમ કે મને લાગ્યું કે તે આઉટ ઓફ સ્ટેટનો છે સો કાઈ તફલિક હોય તો ત્યારે એને મને જણાવ્યું હતું કે તેના પપ્પા મોટા બિઝનેસ મેંન છે,ખેર ટોપિક પર આવું તો સૂર્યા તેના પરિવારથી ઘણો દૂર રહે છે અને તારાપુર ગુનાઓ માટે કુખ્યાત છે એ વાત સ્વીકારવી રહી.તો માતાપિતા તેની સુરક્ષા માટે ગન આપે એ કોઈ મોટી વાત નથી.અને સૂર્યાના સ્વભાવની વાત કરું તો તે ખૂબ શાંત સ્વભાવનો છે,મેં તેને કોઈની સાથે લડતા તો શું પણ કામ વગરની વાત કરતા પણ નથી જોયો" શ્વેતામેમનું બયાન સાંભળી બધા સ્તબ્ધ રહી ગયા ખાસ કરીને સૂર્યા અને વિક્રમ.
"તમારો આભાર મેડમ તમે બેસી શકો છો તો યોર ઓર્નર હવે એક એક ગવાહી મુજબ બન્ને વ્યક્તિઓ શાંત સ્વભાવના છે તો ભૂલ કોની હતી,એ સાબિત કરવા મારી પાસે એક વિડિઓ છે.તેને ઉતારનાર વ્યક્તિએ પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે નામ જાહેર કરવાની મનાઈ કરી છે.મને લાગે છે આપણે એની પર્સનલ પ્રાઇવેશીનો ખ્યાલ આપણે રાખવો જોઈએ.મેં તે વિડિઓ ઓરિજન છે તેનું સર્ટિફિકેટ અને એ સિવાયનું એફીડવીડ બન્ને તમારા ડેસ્ક પર મૂક્યું છે.તો તેને ચકાસી તે વિડિઓ કોર્ટ સમક્ષ પ્લે કરવા આવે" દેસાઈએ નમ્રતાથી કહ્યું.
શ્રી રામાનુજને એક પરબીડિયું અને બે કાગળ અપાયા તેમાં બન્ને કાગળની ખરાઈ કરી પરબીડિયામાં રહેલ વિડિઓ પ્લે કરવા માટે મદદનિશોને હુકમ કર્યો.પેનડ્રાઇવ કોમ્પ્યુટરમાં ચડાવવામાં આવી અને તેમાં રહેલો વિડિઓ પ્લે કરાયો તે આ મુજબ હતો.
તે કોલેજની કેન્ટીનનો સીન હતો.તેમાં કિંજલ,આરવ,સૂર્યા અને રિયા શાંતિથી ગપાટા મારી રહ્યા હતા.તેનું એ દ્રશ્ય હતું.ત્યારે ત્યાં પ્રકાશ પ્રવેશ્યો હતો અને પછી આખું દ્રશ્ય કાલની જેમ જ ભજવાયું હતું પણ તે કાલના દ્રશ્ય કરતા ઘણું અલગ હતું તેમાં ફક્ત પ્રકાશ અને તેના ગુંડા જ તેમાં સૂર્યા,આરવ અને રિયાને માર મારી રહ્યા હતા.સૂર્યા,આરવ,કિંજલ અને રિયા તેમને હાથ જોડી ના પાડી રહ્યા હતા જો કે કાલે પ્રકાશ તેની જગ્યાએથી ડગ્યો પણ નહોતો પણ આ વિડિઓમાં તે બધાને મારી રહ્યો હતો તેઓ સીન હતો.એજ સમયે પ્રકાશના એક મિત્રએ ચાકુ કાઢ્યું અને કિંજલ પર ખૂબ જોરથી ઉગામયુ હતું.સૂર્યા પાસે કોઈ રસ્તો ન બચ્યો હોય તેમ તેને ગન કાઢીને ખૂબ નિશાન લઈને તેના હાથ પર ગોળી મારી હતી ત્યારબાદ પ્રિન્સીપાલ,ગોહિલ આવ્યાના સીન અને ગોહિલ પ્રકાશ અને તેના મિત્રોને લઈ ગયો તે સીન તેમાં છેલ્લો હતો પછી એ વિડિયો બંધ થયો.
આ જોઈ પ્રકાશના હાજા ગગડી ગયા તેમને સૂર્યા પર હુમલો કર્યો એ તો ઠીક પણ આમા દર્શાવ્યા મુજબનો એ બીલકુલ નહોતો. આ તો કોઈએ બીજીવાર તેમના મુખવટા પહેરીને શૂટિંગ કર્યું હોય તેવું લાગતું હતું. તેમાં સૂર્યા અને તેના દોસ્તો ખૂબ સરીફ સાબિત થઈ રહ્યા હતા આથી પ્રકાશ ઉભો થયો અને આગળ આવી બોલ્યો "સર આ વિડિઓ તદ્દન ખોટો છે આવું કશું બન્યું નથી"પ્રકાશે કહ્યું.
"જુઓ મી.પ્રકાશ આ વિડિઓ એકદમ ઓરિજન છે તેનો આ રિપોર્ટ મારી પાસે છે તેને ત્રણ વખત વેરીફાય કરાયો છે અને ક્યાંય વચ્ચેથી ક્રોપ નથી એની પણ ખરાઈ કરેલ છે" જજે કહયુ.અને જે કહેવું હોય તે અહીં આવી ને કહો.
"એ સર મને ખબર નથી પણ આ વિડિઓ સાચો નથી.તમે મારા દોસ્તોને પૂછી શકો છો,હા અમે હુમલો કર્યો હતો પણ તેમાં આ લોકોએ પણ અમને ખૂબ માર માર્યો હતો" પ્રકાશે કઢગરામાં આવતા કહ્યું
"મી.પ્રકાશ એમ હવામાં વાત નહિ ચાલે જો એ માટે તમારી પાસે કોઈ સબૂત હોય તો પેશ કરો" દેસાઈએ કહ્યું. લાલીમ હજી પ્રકાશ અને પ્રિન્સિપાલ સામે જોઈ રહ્યા હતા પણ તેમને પોતાને જ કશું સમજાઈ રહ્યું નહોતું.
"માઇ લોર્ડ હજી એક વાત થોડા દિવસ પહેલા આ પ્રકાશે અહીં બેઠેલી રિયા અને કિંજલ નામની બે વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી.ત્યારે સૂર્યાએ તેને થોડો માર્યો હતો તેનો બદલો લેવા જ તેને આ હુમલો કર્યો છે.એ વાત ની પુષ્ટિ માટે હું રિયા અને કિંજલને બોલાવવા માંગીશ" દેસાઈએ કહ્યું.
"ઇજાજત છે" શ્રી રામાનુજે કહ્યું.તે બાદ કિંજલ અને રિયાએ વારા ફરતી આવીને પ્રકાશ વિરુદ્ધ ગવાહી આપી.ત્યારબાદ પ્રકાશને ફરી બોલાવવામાં આવ્યો "તો મી.પ્રકાશ હવે તમારી ભલાઈ એમા જ છે કે તમેં તમારો ગુનો સ્વીકારી લો.કદાચ અદાલત તમારી સજા થોડી ઓછી કરી આપે." દેસાઈએ કહ્યું.
પ્રકાશ વિચારમાં પડ્યો તેની પાસે એના સિવાય કોઈ રસ્તો નહોતો.તે ફક્ત પ્રિન્સિપાલની મુજબ ખોટી ગવાહીના આધારે હતો.તેનો છેદ તો શ્વેતામેમે જ ઉડાડી દીધો હતો.ઉપરથી આ રહસ્યમય વિડિઓ તેને હવે કબૂલાત કરવાનો નિર્ણય કર્યો અને બોલ્યો " જી સર મેં તે દિવસના અપમાનનો બદલો લેવાના ઈરાદાથી જ મેં સૂર્યા,કિંજલ,આરવ અને રિયા પર હુમલો કર્યો હતો.તેઓ તો બસ પોતાની જાતને ડિફેન્સ કરી રહ્યા હતા અને જ્યારે અમે ચાકુ જેવા હથિયારનો પ્રયોગ કર્યો ત્યારે તેને ફક્ત રાક્ષણાત્મક ઉદ્દેશથી અને એ પણ ખૂબ વિચારીને ફક્ત હાથની સપાટીને અડે તે રીતે ગોળી ચલાવી હતી." પ્રકાશની હિમતે હવે જવાબ દઈ દિધો હતો.હકીકતમાં તેની હિંમતે તો ત્યારે જ જવાબ ડી દીધો હતો જ્યારે સૂર્યાએ અડધી જ મિનિટમાં ચીફ જસ્ટિસને મનાવી તેના એન્ટીસીપેન્ટરી બેલ તૈયાર કરાવ્યા હતા.તેને જે હતું તે કહી દેવામાં જ હિત દેખાયું.
"સો ડિફેન્સ ઇસ રેસ્ટ માઇ લોર્ડ" કહી દેસાઈએ માથું ઝુકાવતા ગૌરવવંતા અવાજે કહ્યું.
"તમામ સબૂત અને ગાવહોના મતો નજરસમક્ષ રાખતા આ અદાલત પ્રકાશને છેડતી અને હાથાપાઇના કેસમાં અને તેના પાંચ દોસ્તોને હાથપાઈના કેસમાં આ અદાલત હીરાસતમાં લેવાના હુકમ આપે છે અને સૂર્યાને ફક્ત ડિફેન્સ માટે માન્ય લાયસન્સ વાળી ગનમાંથી મર્મસ્થાન સિવાયની જગ્યા પર ગોળી ચલાવવા માટે ગન લાયસન્સ રદ કર્યા વિના બાયઈજ્જત બરી કરે છે,કેસ ઇસ ક્લોઝડ" શ્રી રામાનુજે સતાવાર સ્વરે કહ્યું.
**************
લગભગ અડધીથી પોણી કલાકમાં જ કેસનો અંત આવ્યો હતો.સૂર્યાની સાથે બધા કોર્ટની બહાર ઉભા હતા.સૂર્યાએ એડવોકેટ દેસાઈની આભાર માન્યો હતો અને તેમની ફી ચેકમાં ચૂકવી હતી.પ્રકાશ અને તેના ગુંડાઓને લઈને ગોહિલ થોડીવાર પહેલા જ નિકળ્યો હતો.
કોઈ કાઈ પૂછે એ પહેલાં સૂર્યાએ કહ્યું "તો ચાલો હવે જમીને મારા બાંગલા તરફ ત્યાં તમને કહેવા માટે,અને બતાવવા માટે ઘણું છે"
બધા એક હોટેલમાં જમ્યા બાદ નીકળી પડયા સૂર્યાના બંગલા તરફ.
*********
ક્રમશ: