Redhat-Story ek Hacker ni - 22 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 22

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 22


        રેડ હેટ:સ્ટોરી એક હેકરની
        પ્રકરણ:22

         સૂરજ માથા પર ચડ્યો હતો.કાલના વરસાદ બાદ પણ આજે વાતાવરણ ખુશનુમા હતું.આકાશ એકદમ ચોખ્ખું હતું ક્યાંક કોઈક નાનું વાદળ પવન સાથે જઈ રહ્યું હતું અને પવન પ્રમાણમાં થોડો વધારે હતો.કિંજલના નીકળ્યા બાદ તે ગેટ પર ગયો અને જીનુંની રાહ જોતો ઉભો રહ્યો.હજી પોલીશસ્ટેશનનેથી કોઈ આવ્યુ ન હતું.કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓની ભીડ ઓછી થતી જતી હતી અને કેમ્પસ ધીરે ધીરે ખાલી થતું જતું હતું.


           તે થોડીવાર ત્યાં ઉભો રહ્યો ત્યાં મનુકાકા અને જિનું પહોંચ્યા.મનુકાકા હંમેશની જેમ ગાડીમાંથી ઉતર્યા વગર અંદર જ બેસી રહ્યા.જીનું નીચે ઉતાર્યો અને એક પ્લાસ્ટિક બેગ આપી.સૂર્યાએ એ બેગમાં ઊડતી નજર નાખી તેમાં એક કેમેરો હતો સાથે તેને યોગ્ય જગ્યાએ ફિટ કરવા માટે જરૂરી સામાન હતો.તે અત્યારે જીનું સાથે વધારે વાત કરવા નહોતો માંગતો આથી તેને જીનુંને કહ્યું "ઠીક છે તું જા હું કદાચ સાંજે આવીશ" જીનું કાઈ બોલ્યા વગર જતો રહ્યો.

        સૂર્યાને પોલીસ આવે તેની રાહ હતી પણ તે થોડા મોડા પડ્યા હતા તે વિક્રમને ફોન કરવા જતો હતો પણ ત્યાંજ તેને પોલીસ સાયરન સંભળાયું,એટલે તે અટક્યો અને કેમ્પસ તરફ ચાલતો થયો.તે કોલેજના બગીચા અંદર ગયો અને એક બાંકડા પર બેસ્યો.તેને કાલ સાંજનો સમય યાદ આવ્યો તેને એક આછા હાસ્ય સાથે તે ખ્યાલને દૂર કર્યો. અત્યારે તેને ત્યાંથી કોલેજનો મેઈનગેટ બિલકુલ સાફ દેખાઈ રહ્યો હતો અને પાછળની તરફ સ્ટોરરૂમ તરફ જવાનો રસ્તો પણ બિલકુલ સાફ દેખાઈ રહ્યો હતો.થોડીવાર પછી એક પોલીસ જીપ ત્યાં આવીને ઉભી રહી તેમાંથી ત્રણ ચાર પોલીસવાળા ઉતાર્યા તેમાંથી બે અંદરની તરફ ગયા સૂર્યા આ બધો તમાશો દૂરથી જ નિહાળી રહ્યો હતો.થોડીવાર બાદ એક પછી એક કામવાળા અને સિક્યોરિટી ગાર્ડ બહાર આવવા લાગ્યા અને એક લાઇનમાં ગોઠવાતા ગયા. સૂર્યાએ સ્ટોરરૂમના રસ્તા પર નજર કરી ત્યાં જ તેને સ્ટોરરૂમનો સિક્યોરિટી પણ ત્યાં આવતો દેખાયો,તે કાંઈક બબડતો મેઈનગેટ તરફ જઈ રહ્યો હતો. સૂર્યાએ તેની તરફ જોયું અને તેને આશ્ચર્ય થયુ તેની કલ્પના કરતા તે બિલકુલ વિરુદ્ધ હતો તેના શરીરનો બાંધો એકદમ ચુસ્ત હતો અને સપ્રમાણ હાઈટ હતી.તે જો કોઈ કારણસર સિક્યોરિટીમાં ન આવ્યો હોત તો જરૂર રેસલર અથવા કોઈ પહેલવાન થયો હોત.

            સૂર્યા માટે હવે રસ્તો એકદમ ક્લિયર હતો.કોલેજમાં વાયુવેગે ખબર પ્રસરી હતી કે કોઈ કારણોસર પોલીસ આવી છે એટલે પ્રિન્સીપાલથી લઈને ચપરાસી સુધી બધા કોલેજના પ્રવેશદ્વારની બહાર ભેગાં થયા હતા.આખી કોલેજમાં શાંતિ પ્રસરી હતી.સૂર્યા સંતાઈને ગ્રાઉન્ડમાંથી બહાર નીકળ્યો અને કોલેજની પાછળ જવાનો રસ્તો લીધો.

           હવલદાર બધા સિક્યોરિટીને કારણ વગરના સવાલો પૂછી રહ્યો હતો.જે વિક્રમે તેને સમજાવ્યા હતા જે ડ્રગ્સ અથવા કોઈ ગુમનામ ગાડીઓ વિશે હતા.

             આ તરફ સૂર્યા સ્ટાફરૂમ પાસે પહોંચ્યો.સ્ટાફરૂમનો દરવાજાને તેને ધક્કો માર્યો તે ખુલ્લો જ હતો તેને અંદર નજર કરી તો ઘણી નકામી વસ્તુઓથી એ ભરેલો હતો.તેમાં રાકેશ વાત કરી તેવા ઘણા બોક્સ પડ્યા હતા. તેમાંથી એકાદ બે બોક્સ ખુલ્લા પણ હતા,તે ધીરેથી અંદર ગયો અને તેમાં શુ છે તે જોવા પ્રયત્ન કર્યો મોટી પ્લાસ્ટિકની કોથળી હતી જે એઇર ચુસ્ત રીતે વાળેલી હતી સૂર્યાએ તે ખોલી તેમાં બીજી ઘણી નાની નાની ઝીપલોક વાળી કોથળીઓ હતી.તેને તેમાંથી એક ઉઠાવી અને તેમાં રહેલ સફેદ ભૂકો જોયો તેને કોથળી નાક પાસે લાવી તેને સૂંઘવાની ટ્રાય કરી તેને એક સ્ટ્રોંગ મેટાલિક સ્મેલ આવી તે સાથે જ તેની આંખો પહોળી થઈ તેને આજુબાજુના બોક્સને જોયા તેને તે બધા બોક્સને હલાવવાનો પ્રયત્ન કર્યો તેના પરથી તેને ખ્યાલ આવ્યો કે તે સંપૂર્ણ ભરેલા છે. તેની આંખોમાં હજુ વિસ્મય હતો તેની સામે કરોડોનું કોકેઇન ખડકાયેલું હતું!!!

         સૂર્યા આવો નજારો પહેલીવાર જોઈ રહ્યો હતો એવું ન હતું પણ આમ ખુલ્લામાં ફક્ત એક સિક્યોરિટીને ભરોસે આ માલ પડ્યો છે તે નવાઈની વાત હતી.જો કદાચ સિક્યોરિટી અથવા બીજું કોઈ સ્ટોરરૂમમાં થોડી તલાશી લે તો તે તરત પકડાઈ જાય જોકે એ શક્ય નહોતું આ બાજુ કોઈ આવતું જ નહીં આ તરફ આ એક રૂમ સિવાય કશું ન હતું.તે વિચારોમાંથી બહાર આવ્યો અને કેમેરો લગાવવા રૂમની બહાર આવ્યો અને બારણું જેમ હતું તેમ બંધ કર્યું.તેને વિચાર્યું હતું કે તે કેમેરો અંદર જ લગાવે પણ અંદર ઘણું અંધારૂ હતું અને તેની પાસે જે કેમેરો હતો તે નાઇટ વિઝન વાળો ન હતો,એટલે તેને ના-છૂટકે કેમેરો બહાર લગાવવા જગ્યા શોધી.તેને આજુબાજુ નજર કરી તેને એક જગ્યા મળી સ્ટોરરૂમની એકદમ સામે જ એક દીવાલ પર ગળાની વેલો હતી તે દીવાલ બહુ ઉંચી ન હતી.તે એક ઝાડની મદદથી ત્યાં સુધી પહોંચ્યો તેને કેમેરો ઓન કર્યો અને તેને સફળતા પૂર્વક દીવાલ પર લગાડ્યો તેને કેમેરાનો મહત્તમ ભાગ ન દેખાય એ હેતુથી ગળાની વેલોને તેની આસપાસ ગોઠવી પણ તેમાં કેમેરા આગળ તે ન આવી જાય તેની પણ તકેદારી તેને રાખી હતી.

            આ તરફ પોલીસકર્મીઓએ એક ગડબડ કરી હતી.તેમને એમ હતું કે આ પૂછપરછ તદ્દન ઔપચારિક છે ,આથી opતેમણે બધા સિક્યોરિટીને એક બે પ્રશ્ન પૂછીને જવા દીધા હતા. સ્ટોરરૂમનો સિક્યોરિટી પણ પાછો આવી રહ્યો હતો.

             સૂર્યાએ નીચે ઉતરીને જોયું તો બહુ ઝીણવટભર્યા નિરીક્ષણ સિવાય તે કેમેરો જોઈ શકાતો ન હતો.તેને તેનો મોબાઈલ કેમેરા સાથે કનેકટ કર્યો તેમાં સ્ટોરરૂમનું બારણું અને બહારની જગ્યા સ્પષ્ટ દેખાઈ રહી હતી.સૂર્યાએ જે કેમેરો લગાવ્યો તે વાયરલેસ વાઈ-ફાઈ સપોર્ટ કરતો હતો. સૂર્યા જ્યારે આ બધું કરી રહ્યો હતો ત્યારે તેને પોલીસ સાયરનની અવાજ સંભળાઈ અને ધીમે ધીમે ઓછી થઈ.સૂર્યાના મગજમાં ફાળ પડી તે સમજી ગયો કે સિક્યોરિટી જલ્દી જ અહીં પહોંચશે.તેને આજુબાજુ જોયું પણ બીજો કોઈ રસ્તો ન હતો.તેને દીવાલ પર નજર કરી તે ફરી ઝાડ પર ચડ્યો અને પછી સાચવીને દીવાલ પર ચડ્યો અને તેને બીજી તરફ જોયું ત્યાં કોલેજની પાછળ આવેલો રસ્તો પડતો હતો તેના મોંઢા પર સ્મિત આવી ગયું તે કુદીને તે રસ્તા પર ગયો.

            સિક્યોરિટી ત્યાં પહોંચ્યો ત્યારે તેને આભાસ થયો હતો કે કોઈ દીવાલ કૂદીને પેલી તરફ ગયું છે પણ તેને બીજો વિચાર આવ્યો કે કોલેજ તો પુરી થઈ ગઈ છે અને અત્યારે તો બધા પોલીસની ધમાચકડીમાં હતા આથી તેને આ એક ભ્રમ સમજીને સ્વસ્થ થયો અને પોતાની ખુરશી પર બેઠો અને મોબાઈલમાં ગીત સાંભળવા લાગ્યો.

             સૂર્યા ત્યાંથી એક રીક્ષા કરીને તેની રોજની જગ્યા એટલે કે મોર્નિંગ કેફેમાં પહોંચ્યો હતો.બપોરના બે વાગી રહ્યા હતા આથી તેને ખૂબ ભૂખ લાગી હતી.તેને કોફી પીવાની ઈચ્છા ન હતી તેને ચા સાથે થોડો નાસ્તો ઓર્ડર કર્યો.તેને જમતા જમતા વિક્રમને ફોન કરી સમાચાર આપ્યા.

         "તો હવે આગળ શું કરવાનું છે?" વિક્રમે કહ્યું.

        "અત્યારે તો કશું નહીં તમે બે દિવસ આરામ કરો આપડે બે દિવસ પછી રેકોર્ડિંગ જોશું." સૂર્યાએ કહ્યું

      "પણ બે દિવસ પછી એ કેમેરો પાછો લેવા જવું પડશે" વિક્રમે કહ્યું

     "નહિ એની જરૂર નહીં પડે એનું રેકોર્ડિંગ મારા કોમ્પ્યુટરમાં થઈ રહ્યું છે." સૂર્યાએ કહ્યું

       "પણ એ કઈ રીતે પોસીબલ છે? એ તો વાયરલેસ કેમેરો છે ને?" વિક્રમે કંઈક ગુંચવાતા કહ્યું

       "હા વાયરલેસતો છે પણ એમાં એક વાઇફાઇનો ઓપશન છે તે કોલેજના ઓપન વાઇફાઇ સાથે કનેક્ટેડ છે" સૂર્યાએ કહ્યું

        "ઓહ તો તો હુ તે લાઈવ જોઇશ બે દિવસ રાહ જોવાની જરૂર નથી" વિક્રમે કહ્યું.

      "મેં પણ એ જ વિચાર્યું હતું પણ પબ્લિક વાઈફાઈ હોવાથી તે ખૂબ સ્લો છે તે આપણે નહીં જોઈ શકીએ.હું કેમેરામાંથી તે ડાઉનલોડ કરી લઈશ પછી જ તે જોઈ શકાશે" સૂર્યાએ કહ્યું

      "ઠીક છે તો ચાલ બે દિવસ પછી તો પછી પણ તું તે પહેલાં અહીં આવે છે?" સૂર્યાએ કહ્યું.

      "કાંઈ ખાસ કહી ના શકાય હું બે દિવસ આરામ કરવાનું વિચારું છું તો કદાચ ન આવી શકું" સૂર્યાએ કહ્યું

      "હા કરી લે પછી કદાચ સમય નહીં મળે" વિક્રમે હસતા હસતા કહ્યું

     "હા વાત તો સાચી છે" સૂર્યાએ કહ્યું અને ફોન મુક્યો.

********

ક્રમશ: