Redhat-Story ek Hacker ni - 19 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 19

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 19


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:19

         સૂર્યા અને કિંજલ ગાર્ડનમાં જઈને એક બાંકડા પર બેઠા.અત્યારે સાંજના સાડા પાંચ વાગી રહ્યા હતા આથી આખી કોલેજ ખાલી હતી.આખી કોલેજમાં શાંતિ હતી.ફક્ત વરસાદનો અવાજ આવી રહ્યો હતો.સાથે જ મધુર માટીની સુવાસ વાતાવરણમાં ફેલાઈ રહી હતી. બન્ને થોડીવાર ચુપચાપ બેસીને આ વરસાદી માહોલનો અનુભવ કરતા કહ્યા.

      થોડીવાર બાદ સૂર્યા આ શાંત ઘોંઘાટને તોડતા બોલ્યો "યાર શુ મસ્ત માહોલ છે" 

        "તું પણ નાનો છોકરો બની ગયો ને" કિંજલે હસતા હસતા કહ્યું

        "એની તો ખબર નહીં પણ તારી સાથે રહીને હું તારા જેવો જરૂર બની જઈશ" સૂર્યાએ કહ્યું

        "તો સારું છે ને મારા મમ્મી કહે છે કે હું સરળ સ્વભાવની છું અને બીજી છોકરીઓની જેમ તોફાની નથી" કિંજલે ટુકમાં કહ્યું.

     "પણ મને લાગે છે કે તું જ્યારે નાની હોઈશ ત્યારે બધા કરતા વધારે તોફાની હોઈશ" સૂર્યાએ કહ્યું

     "ખબર નહિ યાર મને કયા યાદ છે!" કિંજલે સહેજ ઉદાસ સ્વરે કહ્યું

       "કેમ યાદ નથી!!" સૂર્યાએ આશ્ચર્ય સાથે પૂછ્યું

       "છોડ યાર અત્યારે સારા માહોલમાં એ બધી વાતો" કિંજલે કહ્યું

      "અરે યાર બોલને આમ વાત અધૂરી ન મુક" સૂર્યાએ જિજ્ઞાસા સાથે કહ્યું

     "હમ તો સાંભળ હું જ્યારે નાની હતી ત્યારે હું છત પરથી પડી હતી. અલબત્ત મને યાદ નથી મમ્મીએ કહ્યુ હતું.આથી મારા માથામાં ચોટ આવી હતી અને મારી લગભગ બધી યાદદશ જતી રહી હતી.મને ગુજરાતી ભાષા આવડતી હતી એ પણ નવાઈની વાત હતી.મારા મમ્મી પપ્પાએ ખૂબ મહેનતથી બધું ફરી શીખવાડ્યું હતું." કિંજલ બોલતા બોલતા અટકી તે વધારે આ ટોપિક ખેંચવા નહોતી માંગતી.

       "ઓહ સોરી કિંજલ મને ખબર નહોતી કે નાનપણમાં તારી સાથે આવું પણ થઈ ચૂક્યું છે" સૂર્યાએ કહ્યું

      "હમ્મ,એ તો ક્યાંથી ખબર હોય પણ છોડ એ વાત કઈક બીજીવાત કર" કિંજલે કહ્યું

          એ પછી લગભગ અડધી પોણી કલાક બન્ને અહી-તહીંની વાતો કરી પછી સૂર્યાએ કહ્યું."મને લાગે છે હવે આપણે જવું જોઈને નહીંતર અંધારું થઈ જશે" 

      "હા સાચી વાત છે" કિંજલે ઉભા થતા કહ્યું.

         સૂર્યા અત્યારે કિંજલ તરફ જ જોઈ રહ્યો હતો.તેનો ડ્રેસ તેના શરીરનાં અંગો સાથે ચોંટી ગયો હતો.તેના ચહેરા પણ પાણીની બુંદો બાઝેલી હતી.તે અત્યારે ખૂબ મોહક લાગી રહી હતી.આ તરફ કિંજલની પણ એજ હાલત હતી.તે પણ સૂર્યા તરફ અપલક નજરે જોઈ રહી હતી.તેના વાળ પલાળવાને લીધે કપાળ પર આવી ગયા હતા,તેનું ટીશર્ટ ચુસ્ત રીતે શરીરને ચોંટી ગયું હતું અને તેમાંથી વહાઇટ હેટનું કી ચેઇન ડોકિયું કરી રહ્યુ હતું.બંન્ને ઉભા ઉભા એક બીજાને કોઈ અજાયબીની જેમ નિહાળી રહ્યા હતા.કિંજલને કોઈ અદ્રશ્ય બળ સૂર્યા તરફ ખેંચી રહ્યું હતું.તે સૂર્યા તરફ આગળ વધી.થોડી વાર તેને જોઈ રહી.તેની આંખો સહેજ મીંચાઈ તે વધારે આગળ વધી.બન્ને એડીએથી ઊંચી થઈ અને પોતાના બન્ને અધરો સૂર્યાના અધરો પર મૂકી દીધા.સૂર્યાએ કોઈ વિરોધ ન કર્યો.બન્ને માટે સમય થંભી ગયો.બન્ને બહારની દુનિયાને ભૂલી ગયા અને એક અદમ્ય અનુભૂતિમાં ખોવાઈ ગયા.અડધી મિનિટ પછી કિંજલ થોડી સ્વસ્થ થતા તે સૂર્યાથી અલગ થઈ.તે સૂર્યા સાથે કઈ વાત કર્યા વગર નીચી નજરે ચાલી ગઈ.સૂર્યાને કાઈ કળ વળે તે પહેલાં કિંજલ જતી રહી હતી.

************

         સૂર્યા ગાડી ચલાવતો ચલાવતો હજી કિંજલ વિશે વિચારી રહ્યો હતો.તેના મનમાં અલગ અલગ પ્રકારના વિચારો આવી રહ્યા હતા.એવું ન હતું કે તે કિંજલને પસંદ નહોતો કરતો પણ કિંજલ તરફથી આ પ્રકારનો વ્યવહાર તેના ધાર્યા બહારનો હતો. ફોનની ઘંટડીએ તેને બધા વિચારમાંથી બહાર કાઢ્યો.તે જીનુંનો કોલ હતો.

       "હા બોલ જીનું"સૂર્યાએ કહ્યું

      "સર અહીં વિક્રમ અને રાકેશ બન્નેને હોશ આવી ગયો છે" જીનુંએ કહ્યું

      "ઓકે,બીજું કંઈ?" સુર્યાએ પૂછ્યું

      "બીજું તો જમવાનું તૈયાર છે તમે આવો તો જમી લઈએ" જીનુંએ કહ્યું

     "જીનું રસ્તામાં છું પંદર વિસ મિનિટ થશે કેમકે ટ્રાફિક બહુ છે ઉપરથી આ વરસાદ તમે જમી લ્યો" સૂર્યાએ કહ્યું

         "ઠીક છે સર"કહી જીનુંએ ફોન કટ કર્યો.

          સૂર્યાએ ધીમા અવાજે મ્યૂઝિક ચાલુ કર્યું.

         સૂર્યા જ્યારે બંગલે પહોંચ્યો ત્યારે ખાસ્સું અંધારું થઈ ગયું હતું.વરસાદ પણ બંધ થયો હતો.તે ગાડીમાંથી નીચે ઉતરી મોઢા પર એક માસ્ક લગાડીને રૂમમાં ગયો.તે જાણતો હતો કે વિક્રમ અત્યારે મુખ્ય હોલમાં જ હશે.તે સ્નાન કર્યા બાદ નીચે નિખિલના રૂપમાં ગયો.નીચે હજી બધા તેની રાહ જોઈને બેઠા હતા. સૂર્યાની નજર સીધી વિક્રમ પર પડી.તેના પગ પર અને માથા પર એક પાટો હતો.બાકી તે સ્વસ્થ લાગી રહ્યો હતો.જે જલ્દીથી તેની નજીક ગયો અને કહ્યું "સર હવે કેમ છે તમને?" 

        "બસ ઠીક જ છું કોઈ ખાસ તફલિક નથી અને જીનુંએ જણાવ્યું કે તમે ઘરે અને પોલીસસ્ટેશને એક અઠવાડિયા સુધીની વ્યવસ્થા કરી દીધી છે તો પછી શું ચિંતા હોય" વિક્રમે ઉભા થતા કહ્યું.

     "બેસો બેસો સર પણ તમારે ધ્યાન રાખવું જોઈતું હતું" સૂર્યાએ કહ્યું

       "અરે યાર શુ કહું નિખિલ મને એમ કે આ સામાન્ય પ્રોફેસર છે રેડ હેટ ગેંગનું નાનું પ્યાદું હશે અને કોલ પર તેની સાથે થયેલી વાતથી પણ એવું જ લાગતું હતું.એની પાસે ગન હશે એવું તો મેં સપને પણ નહોતું વિચાર્યું.જો મને મોકો મળ્યો હોત તો હું તેને સરખી રીતે ધૂલાઈ કરત" વિક્રમે કહ્યું

     "સર તો હવે કરી લેજો તે સરળતાથી રેડ હેટ ગેંગ વિશે કહેશે એવું લાગતું તો નથી.તો તમારે અને જીનુંએ કોઈ પણ હદે જઈ કાલે સવાર સુધીમાં તેની પાસે એક એક વાત કઢાવવાની છે" સૂર્યાએ કહ્યું

      "તું ચિંતા ન કર નિખિલ કોઈ પણ રીતે અમે જાણી લઈશું"વિક્રમે કહ્યું.

     "હજી એક મહત્વની વાત કરવાની હતી તમારી સાથે" સૂર્યાએ કહ્યું

      "એ કઈ?" વિક્રમે ટુંકમાં પૂછ્યું

      "મારી સાચી ઓળખ તમને કહેવાનું" સૂર્યાએ કહ્યું

      "ઓહ તો ફાયનલી તને મારા પર વિશ્વાસ તો આવ્યો ને ચાલ જલ્દી કહે હું પણ એની જ રાહ જોતો હતો." વિક્રમે સહેજ ઉત્સાહિત સ્વરે કહ્યું.

       સૂર્યાએ થોડીવાર વિક્રમ તરફ જોયું અને પછી પોતાના ચહેરા પરથી મુખવટુ હટાવી લીધું. અને પોતાના અસલી ચહેરામાં આવી ગયો અને પછી બોલ્યો "મારુ નામ નિખિલ નહિ પણ સૂર્યા છે"

        વિક્રમ તેને બાઘાની જેમ જોઈ રહ્યો.તેનો ચહેરો એ હદે બદલાયો હતો કે કોઈ બીજું જ વ્યક્તિ સામે આવીને ઉભું રહી ગયું હોય એવું લાગતું હતું.આજુબાજુ બધા કોઈ આશ્ચર્ય વગર આ જોઈ રહ્યા હતા તે પરથી સ્પષ્ટ હતું કે તેઓને આ બધી વસ્તુઓથી ટેવાયેલા છે.તેને કઈક યાદ આવતા બોલ્યો "અરે...તું તો..."

        "હા આપડે પ્રથમવાર કે.પી. કોલેજમાં મળેલા જ્યારે તમે તપાસ માટે આવેલા" સૂર્યાએ કહ્યું.

         "એટલે નિખિલ.....સોરી સોરી સૂર્યા તું ત્યાં અભ્યાસ કરે છે?" વિક્રમે પૂછયું

     "હા પણ મેં ખાલી કોલેજ અંદર ચાલતી પ્રવૃતિઓ જાણવા જ ત્યાં એડમિશન લીધું છે.તે દિવસે મેં તમને જોયા ત્યારથી જ હું તમને ટ્રેક કરતો હતો તમને રેડની પરમિશન નહોતી મળી એ પણ મને ખબર છે"સૂર્યાએ કહ્યું.

       "ઓહ તો એમ વાત છે પણ સાચું કહું તો નિખિલ કરતા આ સૂર્યા વધારે હેન્ડસમ છે." વિક્રમે કહ્યું

      "ઓહ એવી વાત છે...તો ચાલો હવે હું જમી લવ"સૂર્યાએ હસતા હસતા કહ્યું

       "અરે તું નહિ બધા બાકી જ છે મને થયું બધા સાથે જમશું તો મજા આવશે"વિક્રમે કહ્યું
 
 "તો ચાલો રાહ શેની?" સૂર્યાએ કહ્યું.

            સૂર્યા જમ્યાબાદ જીનુંને થોડી ભલામણો કરીને પોતાના મુખ્ય બંગલા તરફ જવા માટે મનુકાકા સાથે નીકળી જાય છે.

***********

ક્રમશ: