Redhat-Story ek Hacker ni - 17 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 17

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 17


        રેડ હેટ:સ્ટોરી એક હેકરની
        પ્રકરણ:17

       રાકેશે ટ્રિગર દબાવ્યું સાથેજ એક બીજો ધડાકો પણ થયો,અને રાકેશના હાથમાંથી ગન છટકી,પણ એ પહેલાં તે ટ્રિગર દબાવી ચુક્યો હતો.પણ તે નિશાનો ચુકી ગયો હતો.ગોળી વિક્રમના કપાળની જગ્યાએ ખભાને અડીને નીકળી હતી.ત્યાંથી લોહી ખૂબ ઝડપથી વહેવાનું શરૂ થયું હતું.વિક્રમને હવે આજુબાજુ શુ ચાલી રહ્યું છે તેનું પૂરું ભાન નહોતું.

        રાકેશ પર જેને ગોળી ચલાવી હતી તે સૂર્યા હતો.અત્યારે તે નિખિલના વેશમાં હતો.તે ગોળી રાકેશના અંગુઠા પર વાગી હતી.રાકેશ હજી વધારે કાઈ વિચારે તે પહેલાં જ તેને બીજી ગોળી તેના પગ પર મારી હતી અને રાકેશની ગન લઈને પોતાના ખિસ્સામાં નાખી હતી. રાકેશ પણ અપાર દર્દના લીધે બેહોશ થઈ ગયો હતો.સૂર્યાએ બન્નેને એક એક હાથે એક સાથે ઉપાડ્યા અને ઘરની બહાર લાવ્યો.તેને ધીરેથી જોયું કે કોઈ રસ્તા પર છે કે નહીં અને ખાતરી કર્યાબાદ તેને રાકેશનો મોબાઈલ તોડીને ત્યાં જ ફેંકી દીધો અને ગાડી માં બન્ને ને બેસાડી પોતે આગળની સીટ પર બેઠો.મનુભાઈ પહેલેથી જ તૈયાર હતા.તેમને ગાડી સ્ટાર્ટ કરી અને વિક્રમના મિત્રના બંગલા તરફ ગાડી હંકારી મૂકી.પછી સૂર્યાએ કોઈકને ફોન કરી વિક્રમ અને રાકેશની ગાડી બંગલા સુધી પહોંચાડવા આદેશ આપ્યો.

**************

         વિક્રમના ઘાવમાંથી હજી લોહી વહી રહ્યું હતું. સૂર્યાએ તેના પર એક કપડું બાંધીને તેને રોકતું અટકાવવા પ્રયત્ન કર્યો હતો.એક ગોળી હજી વિક્રમના સાથળમાં હતી.સૂર્યાને તેની જ ચિંતા હતી.ઉપરથી 'થાઈ' એ શરીરનો એવો ભાગ છે જ્યાં ગોળી વાગવાથી પેટમાં ગોળી લાગ્યા બરાબર લોહી નીકળે છે.

         "મને આજે પણ એવો આભાસ થયો હતો અંકલ કે કંઈક અજુગતું થવાનું છે શીટ યાર તેમ છતાં હું થોડો મોડો પડ્યો" સૂર્યાએ સીટ પર એક મુક્કો મારતા કહ્યું.

         "સૂર્યા ડોન્ટ વરી તેમ છતાં તારી સતર્કતાના લીધે વિક્રમનો જીવ બચી ગયો છે" મનુકાકાએ કહ્યું

        "હા અંકલ એ તો છે પણ પ્લીઝ તમે બને તેટલી જલ્દી ચલાવો બંગલે આપડા ડોક્ટરોની ટીમ આવી ગઈ હશે" સૂર્યાએ કહ્યું

        "હા સર!" કહી મનુકાકાએ બની શકે તેટલી ઝડપ વધારી.

       સૂર્યા વિક્રમના દોસ્તના બંગલે પહોંચ્યો જ્યાં તેમને તેમનું ટેમ્પરરી કેદખાનું ખોલ્યું હતું.તે જ્યારે પહોંચ્યો ત્યારે તેના ધાર્યા મુજબ ડોકટરો બિલકુલ તૈયાર હતા.સૂર્યાને પહેલેથી અંદેશો હતો જ કે આવું કંઈક આ મિશનમાં થશે જ પણ આટલી જલ્દી આવું કાંઈક થશે તે તેને પણ નહોતી ખબર. સૂર્યાએ જીનુંને કહી ને એક રૂમમાં ઇમરજન્સીના તમામ મેડીકલ ઇક્વિપમેન્ટ લગાવી દીધા હતા.

         "હેલો....સૂર્યા આઈ એમ અ ડોકટર ત્રિવેદી" એક વ્યક્તિએ આગળ આવતા કહ્યું.

         "હેલો સર તમે હવે જલ્દીથી તમારું કામ શરૂ કરો અને હા પહેલા આ વિક્રમ સરની સારવાર કરો" સૂર્યાએ કહ્યું.

           ડોક્ટરે હકારમાં માથું હલાવ્યું અને પછી વિક્રમ અને રાકેશ બંનેને એક રૂમમાં ખસેડયા.વિક્રમની સારવાર શરૂ થઈ.સૂર્યા ત્યાં અંદર જ રહેવા માંગતો હતો.પણ ડોકટરના કહેવાથી તે બહાર આવીને બેઠો હતો.તેના માટે બહાર ખુરશી નખાઈ હતી.તે તેના પર બેઠો,તેની બાજુમાં જીનુ ઉભો હતો.અને પાછળ બીજા બે ચાર પહેલવાનો ઉભા હતા.સૂર્યાને વિક્રમ સાથેની પહેલી મુલાકાત યાદ આવી.તેને વિક્રમ પ્રત્યે ખૂબ માન ઉપજી આવ્યું.ખરેખર તેને આવો બહાદુર પોલીસ ઓફીસર તેની જિંદગીમાં નહોતો જોયો.રેડહેટ ગેંગનો કેસ તેના હાથમાં ન હોવા છતાં દેશ પ્રત્યે પોતાની ફરજ પુરી કરવા માટે તે આજે મોતના મુખ સુધી જઈને પાછો ફર્યો હતો.જ્યારે ઘણા પોલીસકર્મીઓ પોતાના પગાર અને રિશ્વતમાં રાચતા હોય છે ત્યારે ઇન્સ્પેક્ટર વિક્રમ જેવા લોકો ખરેખર ખાખી વર્ધિ માટે માન ઉપજાવે છે.આજે વિક્રમે સૂર્યાની સાચી ઓળખાણ વગર પણ તેના શબ્દોને અક્ષરશ: માન્યા હતા. સૂર્યાએ મનોમન નક્કી કર્યું હતું કે જ્યારે પણ ઇન્સ્પેક્ટર વિક્રમ ક્યારે સ્વસ્થ થશે ત્યારે તેને પોતાની સાચી ઓળખાણ આપી દેશે. પછી આવા જ અનેક વિચાર્યા સૂર્યાના મગજમાં એક પછી આવવા લાગ્યા.

            સૂર્યાએ આટલું વિચાર્યું ત્યાં ડોકટર બહાર આવ્યા અને કહ્યું "સૂર્યા મેં ગોળી કાઢી લીધી છે હવે ચિંતા જેવી કોઈ વાત નથી પણ હા ઇન્સ્પેક્ટર વિક્રમનું ખૂબ લોહી વહી ગયું છે તો તેમને લોહી ચડાવવું પડશે"

         " એની તમે ચિંતા ન કરો અહીં આટલા બધા મારા સાથીઓ છે તમે બ્લડગ્રુપ ચેક કરી જેનું મેચ થાય તેનું બ્લડ ચડાવી દો" સૂર્યાએ કહ્યું

          "ભલે..."કહી ડોકટર પાછા અંદર ગયા

      "જીનું હવે મારી સાથે ચાલ એક કામ હજી બાકી છે" સૂર્યાએ કહ્યું અને બહાર ચાલતો થયો.જીનું તેને અનુસર્યો.

         સૂર્યા ગાડીની ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને નિખિલ બન્યો અને પછી તેને ગાડી વિક્રમના ઘર તરફ હંકારી મૂકી.તેને રસ્તામાં જીનુંને બધું સમજાવી દીધું કે તેને શું કરવાનું છે.તેને ગાડી સીધી વિક્રમના ઘરની બાજુમાં પાર્ક કરી.જીનું નીચે ઉતર્યો અને દરવાજા પાસે જઈ બેલ વગાડી. અંદરથી કોઈક બહાર આવ્યું તે વિક્રમની પત્ની મિત્તલ હતી.

        "જી કહો" મિત્તલે અજાણી વ્યક્તિને જોઈને કહ્યું

     "જી હું ઇસ્ટ તારાપુર પોલીસસ્ટેશનથી આવ્યો છું વિક્રમસરનો એક સંદેશો પહોંચાડવાનો છે." જીનુંએ કહ્યું

      "ઓહ એમ વાત છે કહો કહો...." મિત્તલે કહ્યું

      "જી, વાત એમ છે કે વિક્રમ સર એક અઠવાડિયા માટે વડોદરા ટ્રેનિંગસેન્ટરમાં તાલીમ શિબિર માટે ગયા છે તો તે હવે એક અઠવાડિયા પછી પાછા આવશે." જીનુંએ કહ્યું

       "અરે પણ કેમ આમ અચાનક અને કમ સે કમ મને એક ફોન તો કરી શકાયને" મિત્તલે આશ્ચર્ય સાથે કહ્યું

       "મેમ એમાં એવું છે કે આ નેશનલ લેવલની તાલીમ શીબિર છે એટલે કોને કોને જવાનું હતું તે નક્કી નહોતું.આજે સવારે જ એમને નિમંત્રણ મળ્યું હતું અને તેમને તરત જ નીકળવાનું હતું. તે આટલી મહત્વની શિબિર મિસ નહોતા કરવા માંગતા એટલે તે તાબડતોબ નીકળ્યા છે અને મને મેસેજ આપવા કહ્યું છે" જીનું બોલ્યો

       "માન્યું કે ઉતાવળ હતી પણ એક ફોન તો કરી જ શકાયને" મિત્તલે કહ્યું

       "હવે શું કહું મેમ સર એટલી ઉતાવળમાં નીકળ્યાં છે કે તે તેમનો મોબાઈલ જ પોલીસ સ્ટેશનમાં ભૂલી ગયા છે. અને એમ પણ એની બેટરી ડાઉન છે" જીનુંએ વિક્રમનો મોબાઈલ બતાવતા કહ્યું

      "અરે તો શું હું તેની સાથે એક અઠવાડિયુ વાત જ નહીં કરી શકું?" મિત્તલ ચિંતિત સ્વરે બોલી.

       "અરે ના ના મેમ,સર જેવા જ વડોદરા પહોંચશે ત્યાંથી તે ફોન કરશે" જીનુંએ કહ્યું

      "ઓહ અચ્છા અચ્છા" મિત્તલે કહ્યું

     "મેમ એક બીજી વાત એ કહેવી હતી કે સરના મોબાઈલમાં પોલીસસ્ટેશનના ઘણા જરૂરી ડોક્યુમેન્ટ છે તો આ મોબાઈલ અમે પોલીશસ્ટેશનમાં રાખી શકીએ?" જીનુંએ પૂછ્યું

      "હા હા કેમ નહીં" મિત્તલે ટૂંકમાં કહ્યું.

     "થેન્ક યુ મેંમ તો હું નીકળું છું" જીનુંએ કહ્યું
   
     "અરે તમે કઈક ચા કોફી ઠંડુ પી ને જાવ" મિત્તલે કહ્યું

     "ના ના સર સાથે પછી ક્યારેક આવીશ અત્યારે ઓન ડ્યુટી પર છું" જીનુંએ કહ્યું અને પછી બહાર નીકળી ગાડીમાં બેસી ગયો.

      સૂર્યાએ ગાડી હવે પોલીસસ્ટેશન તરફ લીધી.સૂર્યા અત્યારે ધીમી સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો.તેના અને જીનું વચ્ચે કંઈક આ મુજબ સંવાદ ચાલી રહ્યો હતો.

        "જીનું શુ કરે તારી જીની" સૂર્યાએ પૂછયું

       "કોણ હેમાલી? એતો ઠીક જ છે પણ તેના ઘરવાળા એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવવા તૈયાર નથી જે બેરોજગાર હોય?" સૂર્યાએ કહ્યું

       "તું ક્યાં બેરોજગાર છે" સૂર્યાએ કહ્યું.

      "એ વાત સાચી પણ એસેમ્બલીના રૂલ મુજબ આ કામ વિશે કોઈને જણાવી શકાય તેમ નથી" જીનુંએ કહ્યું

      "તો હવે આગળ શું વિચાર્યું છે?" સૂર્યાએ પૂછ્યું

     "અત્યાર સુધી તો મહિનામાં એકાદ કામ આવતું અને એમ પણ ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. એટલે કોઈ એવી કામની ભીંસ રહેતી નહિ પણ સર તમે જ્યારથી રેડહેટ ગેંગ પાછળ પડ્યા છો અને ગુજરાતમાં આવ્યા છો,ત્યારથી બધાનું કામ ખુબ વધી ગયું છે અને અમને પણ ખૂબ આનંદ છે કે અમે તમારી મદદ કરી શકીએ છીએ આ મિશન પૂરું થાય પછી કઈક વિચારીશ" જીનુંએ કહ્યું

     "હા ગુજરાતની ધરતી પર હું ઘણા સમય બાદ પાછો ફર્યો છું પણ જન્મભૂમિ તો કેમ ભુલાય.આજે પણ આ ગુજરાતની માટી મને ખેંચે છે" સૂર્યાએ કહ્યું

      આટલી વાત કરે છે ત્યાં પોલીસસ્ટેશન આવી જાય છે.

*********

ક્રમશ: