Redhat-Story ek Hacker ni - 10 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 10

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 10


   રેડ હેટ:સ્ટોરી એક હેકરની
   પ્રકરણ:10

    "આ ડફોળ મોહન અને બાબુ કહ્યા વગર ક્યાં જતા કયાં જતા રહ્યાં અને ઉપરથી પ્રેસર આવે છે કે પેલા ઓડીવાળાને ગોતો ક્યાં હમણે કવ ત્યાંથી ગોતું" રાકેશ આમથી તેમ પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. "હવે ફક્ત એક રસ્તો છે કે મારે ઉપર જણાવી દેવું જોઈએ કે બન્ને ક્યાંક કહ્યા વગર જતાં રહ્યાં છે તો મારે થોડો વધુ સમય જોઈએ"રાકેશ સ્વગત બબડયો.

       તેને ટેબલ પર પડેલી ડાયરી અને એક પેન ઉપાડી તેમાં પોતાની આખી વાત એમાં લખી નાખી.પછી પોતાના ડિપાર્ટમેન્ટ રૂમમાંથી બહાર નીકળીને જુના સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો,તે ખૂબ સ્પીડથી ચાલી રહ્યો હતો.તે સ્ટોરરૂમમાં ગયો અને તે ચિઠ્ઠી તેને નક્કી કરેલ સ્થાને મૂકીને પાછો જતો રહ્યો.

************

સ્થળ: સૂર્યાનો બંગલો
સમય: રાતના નવ

     સૂર્યા તેના રૂમમાં કમ્પ્યુટરમાં કઈક શોધી રહ્યો હતો.એટલી જ વારમાં ત્યાં મનુભાઈ ચા અને નાસ્તો લઈને આવે છે.

     "આ લ્યો ગરમાગરમ ચા અને સાથે બ્રેડબટર"મનુભાઈએ ટેબલ પર ડીશ મુકતા કહ્યું.

    "ઓહ,મનુકાકા થેંક યુ બેસો તમે આપડે સાથે જ નાસ્તો કરીયે"સુર્યાએ કહ્યું

     "ના પછી મને જમવામાં નહીં મજા આવે,પણ તમે કેમ અત્યારે નાસ્તો મંગાવ્યો,તબિયત તો બરાબર છે ને?"મનુભાઇએ પૂછ્યું

     "અરે ના અંકલ હું ને ઇન્સ્પેક્ટર વિક્રમ બે કલાક પહેલાં જ હોટલે જમી લીધું છે" સુર્યાએ કહ્યું

       "ઓકે,અને સર મારા બૅન્ક એકાઉન્ટ હવે ખાલી થવા પર છે" મનુભાઇએ કહ્યું

     "ઓકે બે મિનિટ હું ટ્રાન્સફર કરી દવ" સૂર્યાએ કહ્યું

     "ઓહ શીટ મારા અકાઉન્ટમાં પણ બેલેન્સ લો છે"સૂર્યાએ કહ્યું

     "તો હવે?"મનુભાઇએ કહ્યું

    "હવે શું? કોઈ દેશનો દાણચોર ગોતું" સૂર્યાએ હસતા હસતા કહ્યું સાથે મનુભાઇ પણ હસવા લાગ્યા.

    પંદરથી વીસ મિનિટ પછી સૂર્યા બોલ્યો "આ જુવો આ દિલ્હીનો મોટો બિઝનેસમેન છે.ખૂબ કાળું નાણું ભેગું કરે છે અને આ તેની વિદેશી બેંકનું અકાઉન્ટ છે તેમાં પાંચસો કરોડથી પણ વધુ રૂપિયા છે"મનુભાઇએ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતી ધનરાજની પ્રોફાઈલ જોઇ અને કહ્યું "ઓહ આટલું કાળું નાણું ગજબ કહેવાય નહીં"

     "હજી આનાથી મોટા તો ઘણા ઘુતારા છે પણ એમનો પછી ક્યારેક વારો" સૂર્યાએ કહ્યું

    "સાચું છે."મનુભાઈએ કહ્યું.પછી સૂર્યાએ જરૂર પૂરતા રૂપિયા તે અકાઉન્ટને હેક કરી પોતાના અકાઉન્ટમાં નાખી દીધા આટલું કરવામાં તેને લગભગ એકાદ કલાકનો સમય લાગ્યો.

    "સર આ કોની લોકેશન ટ્રેક થાય છે?" મનુભાઈ કમ્પ્યુટર તરફ જોતા કહ્યું

    "અમારી કોલેજના રાકેશ સર એ પણ સામેલ છે આ કૌભાંડમાં"સૂર્યાએ કહ્યું.

    "લોકેશન સ્થિર છે લાગે છે ઘરે સુઈ ગયો છે" મનુભાઈએ અંદાજો લગાવતા કહ્યું

    "હા એવું જ હશે,ઓકે અંકલ હું પણ હવે સુઈ જાવ છું તમેં ઊંઘ આવે એટલે સુઈ જજો."

       "ઠીક છે હું મારું થોડું કામ પતાવીને સુઈ જઈશ ગુડ નાઈટ સર" મનુભાઈએ કહ્યું

         "ગુડ નાઈટ અંકલ" સૂર્યાએ વળતો જવાબ આપ્યો.

*********************

         રાતનો અંધકાર છવાઈ ગયો હતો.પવનના સુસવાટાઓએ ઝડપ પકડી હતી.ક્યાંક એકલ દોકલ વાહનોનો અવાજ આવી રહ્યો હતો અને આખું તારાપુર શહેર ગાઢ નિંદ્રામાં સુઈ ગયુ હતું.
 
          કેપી કોલેજમા કોઈ વ્યક્તિ લુપાતો છુપાતો પ્રવેશ્યો.તેને પોતાનો ચહેરો એક કપડાથી ઢાકેલો હતો.તે સીધો સ્ટાફરૂમ તરફ ગયો,તેની ચાલ ઉપરથી લાગતું હતું કે તે આ કોલેજની બધી જગ્યાઓથી વાકેફ હશે.તેને સ્ટાફરૂમનો જૂનો ખખડધજ દરવાજો ખોલ્યો,ત્યાંથી તેને એ ચિઠ્ઠી ઉપાડી અને તેને વાંચી અને પછી કોઈકને કોલ જોડ્યો અને પછી બે મિનિટ તેના પર વાત કર્યા બાદ તેને એક ચિઠ્ઠી લખી તે આ મુજબ હતી

        "રાકેશ હવે તારે પેલા ઓડિવાળા શત્રુને પકડવાની કોઈ જરૂર નથી એ કામ અમે બીજા કોઈને આપી દઈશું તું અત્યારે બાબુ અને મોહનને ગોતવાના પ્રયાસ કર"

         આ ચિઠ્ઠી અને એક કવરમાં અમુક રૂપિયા મુક્યા અને પાછો ચાલ્યો ગયો.

********************

            સૂર્યાની આંખ ખુલી અને તેને મોબાઈલમાં નજર નાખી તો હજી સાડા પાંચ વાગી રહ્યા હતા તેને આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે તેને જલ્દી ફ્રેશ થઈને કામ કરવાનું વિચાર્યું

         તે પોતાનો નિત્યક્રમ પતાવીને તેની ચેર પર બેઠો અને પછી કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું.પણ તેનું મન આટલી વહેલી સવારે પણ અશાંત હતું.તેનું મન કામમાં નહોતું લાગી રહ્યું તેને એક ડ્રોવર ખોલ્યું તેમાં એક આલ્બમ હતો તે તેને ધીમેથી ખોલ્યો તેમાં એક બરફથી છવાયેલી જગ્યા હતી અને તેમાં સૂર્યા કોઈની સાથે ઉભો હતો, તેની સાથે જે વ્યક્તિ હતા તેમની ઉંમર સાઈઠેક વર્ષની હતી.સૂર્યાની આંખમાં એક નાનું આંસુ આવી ગયું તેને પોતાનો મોબાઈલ ખોલ્યો અને એક નમ્બર ડાઈલ કર્યો

     સામેથી અવાજ આવ્યો "બેટા કેમ આટલી મોડી રાત્રે કોલ કર્યો?"

      "સોરી દાદા અહીં તો સવારના છ વાગી ગયા છે અને મને અત્યારે ક્યાંય પણ મન નથી લાગી રહ્યું અને બસ બધું છોડીને ક્યાંક એકલા ચાલ્યા જવાનું મન થાય છે એટલે મેં તમને કોલ કર્યો" સૂર્યાએ કહ્યું

      "જો દીકરા તારી જવાબદારી કોઈ નાની નથી અને તને જે વસ્તુ આવડે છે તે આ દુનિયામાં કોઈને નથી આવડતી.આ એક ગોડગિફ્ટ છે અને હવે તું પાછો વળવા માંગે તો કેમ ચાલે?" સામેથી અવાજ આવ્યો

     "પણ દાદા મને એમ લાગે છે કે એક વ્યક્તિને પકડશું તો બીજો આવશે એને પકડશું તો ત્રીજો આનો કોઈ અંત જ નથી તો પછી કેમ આપણે આ બધું કરી રહ્યા છીએ" સૂર્યાએ પૂછ્યું

      "જો બેટા તું બપોરે જમે છે તો રાત્રે ભૂખ લાગવાની જ. તું એવું વિચાર કે એકવાર જમુ તો બીજીવાર ભૂખ લાગે છે અને બીજીવાર જમુ તો ત્રીજીવાર.તો જમવું જ નથી,એવું કેમ ચાલે?" સામેથી અનુભવી જવાબ આવ્યો.

        "તમારી વાત સાચી છે દાદા પણ ક્યારેક આવી રીતે હું ઉદાસ થઈ જાવ છું" સૂર્યાએ કહ્યું

      "હા હું જાણું છું કે આ પહેલીવાર નથી અને હું એ પણ જાણું છું કે જેમ દરેક વખતે તું તારી જાતને સાંભળી લે છો એમ આ વખતે પણ સંભળી લઈશ અને હા તારું આ રેડહેટ મિશન પૂરું થશે એટલે તને ત્રણ મહીના જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે"

     "તમારી વાત સાચી છે દાદા ઓલવેઝ ડ્યુટી ફર્સ્ટ" સૂર્યાએ કહ્યું

      "હવે થઈને સૂર્યાવાળી વાત" સામેથી ઉત્સાહ ભર્યો અવાજ આવ્યો

       "તો દાદા હવે હું ફોન મુકું છું" સૂર્યાએ કહયું

       "હા બેટા અને તારું ધ્યાન રાખજે" સામેથી લાગણીસભર અવાજ આવ્યો.

     "હા દાદા" આટલું કહી સૂર્યાએ ફોન કટ કર્યો.

     સૂર્યા હવે થોડું સારું ફિલ કરી રહ્યો હતો.

      સૂર્યાએ ફરીથી રાકેશ સરની લોકેશન ટ્રેક કરી તેની લોકેશન આટલી સવારે પણ કોલેજની આજુબાજુ બતાવી રહી હતી. "આટલી સવારે આ કોલેજે શુ કરે છે? કોલેજનો સમય તો સાડા આઠનો છે અને હા આજે તો આનો કોઈ લેક્ચર પણ નથી" સૂર્યા સ્વગત બબડયો

     સૂર્યાએ પછી તેને ઇન્સ્પેક્ટર અજય નો નંબર ટ્રેક કરવાનું વિચાર્યું જે તેને વિક્રમે આપ્યો હતો. તેને છેલ્લા બે દિવસના તેના વોટ્સએપ મેસેજ ચેક કર્યા. તેમાં તેને જોયું તો તેને ઘણી એવી ચેટિંગ મળી જેનાથી એ સાબિત થયું કે તે રેડહેટ ગેંગ સાથે મળેલો છે તેમાં એક સેવ ન કરેલ નંબર સાથે ઘણી ચેટ હતી.તેમાં શુક્રવારે રાત્રે મેસેજ આવેલો હતો કે "કાલે એ.કે ગોદામમાં ઇન્સ્પેક્ટર વિક્રમ છાપો મારશે અને એ કેસ સવારે આઠ વાગ્યે જ તમારા હાથમાં આવી જશે જેટલી જલ્દી બને એને ક્લોઝ કરી દેજો" અજયે સામે રિપ્લાયમાં ઓકે એટલું જ કહ્યું હતું.

ક્રમશ: