ભારતમાં લોકસભાની ચૂંટણીને હજુ તો એક વર્ષની વાર હતી. છતાં દરેક રાજકીય પક્ષો એ પોતાની તૈયારી ઓ જોર-શોર થી ચાલુ કરી દીધી હતી. કલાવતી હવે ' પ્રદેશ કક્ષા' ની નહીં, પરંતુ 'રાષ્ટ્રીય નેતા' હતી. દશ રાજ્યો ની ચૂંટણીમાં તેના 'પક્ષ'ને મળેલી જલવંત સફળતા . અને તે ચૂંટણીમાં તેણીએ નિભાવેલી ભૂમિકા, અને કરેલ કામગીરી ની કદર કરીને પક્ષે તેણી ને તેમના પક્ષની 'રાષ્ટ્રીય મહા સ ચિવ' તરીકે નિમણૂક કરી હતી. અને તે 'હોદ્દા' નિ રૂ એ તેણી જુદા- જુદા રાજ્યોનો પ્રવાસ કરી રહી હતી. અને અલગ -અલગ 'રાજ્ય'ના પક્ષના મોટા નેતાઓ સાથે ના સીધા સંપર્કમાં તેણી આવી હતી.
આ પ્રવાસ દરમિયાન તેણી નેતાઓ ને વ્યક્તિગત મીટીં ગો માં, અને કાર્યકર્તાઓ ને જાહેર સભાઓમાં ભારત ને દુનિયામાં નંબર-૧. બનાવવાના પોતાના વિચારો ની વાતો કરતી હતી. અને તે માટે તેણીએ 'અભ્યાસ' માં તારવેલા 'મુદ્દા'ઓ અને તેના માટે વિચારેલા 'ઉપાયો'ની વાતો પણ કરતી હતી. મોટાભાગના લોકો કલાવતી ની આ વાત થી 'પ્રભાવિત' થતા હતા. તે સૌને તેણીની વાત સાચી લાગતી હતી. પરંતુ કેટલાક લોકોને તેણીની આ વાત ' વાહિયાત' લાગતી હતી. અને તેઓ આ વાતને તેણીને ' ગાંડી કલ્પના કહીને તેની મજાક ઉડાવતા હતા.
આ સમય દરમિયાન 'કલાવતી' નું ગુપ્ત આર્થિક સામ્રા જ્ય, જે તેનું લક્ષ હતું. એટલે કે 20,000 કરોડનું એના બદલે 25000 કરોડના પાર પહોંચી ગયું હતું . ભારત ભ્રમણ દરમિયાન તેણીને લોકો તરફથી મળતો પ્રેમ, પ્રતિ સાદ, અને 'લોકચાહના'જોઈને લાગ્યું, કે' પોતાનું એ' 'મહા સ્વપ્ન' સિદ્ધ કરવાનો સમય હવે નજીક આવી ગયો છે .અને હવે માત્ર 'તક'ની જ રાહ જોવા ની હતી . અને જેવી એ તક દેખાય કે તેને ઝડપી લેવાની હતી .
આમ તો કોઈ પણ ચૂંટણીમાં જો તે ચૂંટણી વિધાનસભા ની હોય, તો તે પક્ષના સી.એમ.પદનાઉમેદવાર, અને જો તે ચૂંટણી લોકસભાની હોય તો, પી.એમ. પદના ઉમેદવારની જાહેરાત જે, તે' પક્ષ અગાઉ થી કરતો હોય છે. અને તે ચૂંટણી લગભગ તે નેતાના 'નેતૃત્વ' નીચે જ લડાતી હોય છે . જેથી તે નેતા ની 'પ્રતિભા' નો લાભ બધી જ બેઠકો ઉપર થાય. અને તેનાથી અન્ય બેઠકો ઉપર લડતા પક્ષ ના બીજા ઉમેદવારોને પણ ચૂંટણીમાં સારું એવો ફાયદો થાય.
ભારતના અલગ- અલગ રાજ્ય માં પ્રવાસ દરમિયાન સંપર્કમાં આવેલા અલગ -અલગ નેતા ઓ અને પક્ષ ના કાર્યકર્તાઓ દ્વારા કલાવતી ની પ્રતિભા થી પ્રભાવિત થઈ, અને તેના વિચારો અને 'ભાવિ એજન્ડા' થી પ્રભાવિત થઈ આ ચૂંટણી માં તેણી ને 'પક્ષ'ના પી.એમ. પદ ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ જુદાં- જુદાં રાજ્યો માં ઊઠી રહી હતી.
આશ્ચર્ય ની વાત એ હતી કે' તેવી માંગ સૌ પ્રથમ ગુજ રાત માં નહીં, પરંતુ સૌથી મોટા રાજ્ય એવા 'ઉત્તર પ્રદેશ' માંથી ઉઠી હતી .જેમાં લોકસભાની સૌથી વધુ 85 સીટો હતી. બીજા નંબરે તેવી માંગ 'મહારાષ્ટ્ર'માંથી ઉઠી હતી. આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતાડવા માં 'કલાવતી'એ સારો એવો ભાગ ભજવ્યો હતો. અને તેમના પક્ષની સરકારો બનાવી હતી. તેણી ને 'નેતૃત્વ' સોંપવાની માંગ માં ત્રીજા નંબરે 'ગુજરાત' પણ હતું .
અને એ જ માંગ હવે દેશનાં જુદાં- જુદાં રાજ્યોમાં પણ વધી રહી હતી. પક્ષના જ કાર્યકરો દ્વારા તેના સમર્થન માં દેશના ખૂણે- ખૂણે સભાઓ ભરાતી હતી. તો ક્યાંક તેના સમર્થનમાં 'રેલી'ઓ પણ નીકળતી હતી. આટલા ટૂંકા જ સમયમાં જ કલાવતીની પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ, અને લોકો અને સમગ્ર દેશમાં વધેલી આટલી લોકપ્રિયતા'પક્ષના સિનિયરો ને ખટકતી હતી. દેશના ખૂણે -ખૂણેથી પક્ષ માં 'કલાવતી' ને સુકાન સોંપવામાં આવે . તેવી માંગ દિવસે - દિવસે 'બળવતર' થતી જતી હતી. પરંતુ પક્ષનું 'રાષ્ટ્રીય મોવડી મંડળ' હજુ 'અસમંજસ' માં હતું. અને કાર્યકર્તા ઓમાં ઉઠેલી એ માર્ગને સતત નજર અંદાજ કરતું હતું.
લોકસભાની ચૂંટણીને હવે માત્ર આઠ જ મહિના બાકી રહ્યા હતા. છતાં કલાવતીને નહોતી પક્ષની રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી, કે' નહોતો તણીનું નામ પી.એમ. પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું .કલાવતી એક- બે વખત દિલ્હી જઈને વી.કે. બારોટ સાહેબ ને રૂબરૂ મળી હતી. વર્તમાન પરિસ્થિતિ અંગે તેમની સાથે ચર્ચા વિચાર ણા, અને મસલતો કરી હતી. તેણીએ લાખો કાર્યકર્તા ની લાગણી -માગણી અને તેમની 'વ્યથા' ઠાલવી હતી . અને પોતાના ભાવિ 'પ્લાન' અને _મહેચ્છા 'ની વાત પણ બારોટ સાહેબને જણાવી હતી. બારોટ સાહેબે આ અંગે પોતે 'હાઈ કમાન્ડ'સાથે વાત કરશે. ત્યાં સુધી 'થોભો અને રાહ જુઓ !' ની નીતિ અખત્યાર કરવા, અને ત્યાં સુધી વેઈટ કરવાની તેણીને સલાહ આપી હતી.
બારોટ સાહેબે આ અંગે એક -બે વખત 'હાઇકમાન્ડ' સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને આ અંગે ટૂંક સમય માં જ કોઈ યોગ નિર્ણય લેવાની વાત પણ કરી હતી. પરંતુ આખી જિંદગી જેમણે પક્ષ માટે ઘસી નાંખી હતી. તેવા સિનીયર નેતા ઓ આટલું જલ્દી પક્ષનું નેતૃત્વ કલાવતી ને સોંપવા તૈયાર ન હતા. કલાવતીના 'વિચારો'અને એજન્ડા' નો ઉલ્લેખ કરીને તેઓ કહેતા હતા. કે આવા હિટલરશાહી વિચારો અને 'એજન્ડા ' ભવિષ્યમાં પક્ષને ખતમ કરી નાંખ શે .' એવી દલીલ કરતા હતા .
કલાવતી ને બારોટ સાહેબે 'વેઈટ' કરવાની સલાહ આપી હતી. પરંતુ હવે બીજા પાંચ વર્ષ સુધી 'તેણી' રાહ જોઈ શકે તેમ ન હતી. અને તેમાં બળ પૂરું પાડતું હતું તેનું ધારણા કરતાં પણ ઘણું, ઝડપી વધી રહેલું ' ગુપ્ત આર્થિક સામ્રાજ્ય ' . તે સફળતાથી તેનો આત્મવિશ્વાસ અને 'મહ ત્વકાંક્ષા' ડબલ વધી ગયાં હતાં .
એ ઉપરાંત દેશના જુદા- જુદા રાજ્યો માંથી તેણી ને 'નેતૃત્વ' સોંપવાની પક્ષના કાર્યકર્તાઓની માંગ તેને બળ પૂરું પાડતી હતી. સમગ્ર દેશમાંથી પક્ષના 70% થી વધુ કાર્યકર્તાઓ 'કલાવતી'ને નેતૃત્વ સોંપવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ 'હાઇકમાન્ડે'હજુ સુધી કોઈ નિર્ણય લીધો ન હતો .જેમ- જેમ ચૂંટણી નજીક આવતી હતી. તેમ - તેમ પક્ષની અંદરો- અંદર જ ઘર્ષણ પેદા થાય તેવી પરિસ્થિતિ સામે આવીને ઉભી હતી. આમ અત્યારે દેશમાં 'અડધા'થી વધુ રાજ્યોમાં સરકાર ચલાવતો અને 'કેન્દ્ર' માં સરકાર ચલાવતો દેશનો સૌથી મોટો પક્ષ 'વિભાજન' ના આરે આવીને ઉભો હતો .
દિલ્હીના 'રામલીલા' મેદાનમાં ભવ્ય અને વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. મંડપમાં આગલા ભાગે, પાંચ ફૂટ ઊંચું, અને 20 × 60 ફૂટ નું લંબચોરસ મજબૂત સ્ટેજ બનાવવામાં આવ્યું હતું . તેના ઉપર પચાસેક સુશોભિત ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. આગલી હરોળ માં મધ્યમાં એક 'સિંહાસન' જેવી અલગ પ્રકારની ખુરશી ગોઠવવામાં આવી હતી. સ્ટેજ ઉપર આંગળી હરોળ માં મધ્યમાં આવેલ પાંચ- સાત ખુરશીઓ ખાલી હતી. બાકી ની ખુરશીઓ ઉપર દેશના જુદા જુદા રાજ્યો માંથી આવે લા ,મોટા -મોટા નેતાઓએ પોતાની બેઠક લીધી હતી .
તે ઉપરાંત સ્ટેજની નીચે બિલકુલ સામે જ કેટલાક 'સોફા' ગોઠવીને વી.આઈ.પી.ઓને તેના ઉપર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કેટલાક સંસદસભ્યો સભ્યો, અને ધારાસભ્યો પણ આવીને બેઠા હતા. દેશના ખૂણે - ખૂણેથી કલાવતીના સમર્થકો, કાર્યકરો, અને નેતાઓ આ સભા માં ઉમટી પડ્યા હતા. અને વિશાળ 'સભા મંડપ' જાણે કે નાનો પડતો હોય તેમ ભરચક ભરાઈ ગયો હતો. સભામાં આવેલા લોકોમાં 'ઉમંગ' અને નવો ઉત્સાહ હતો.
'મંચ'ની સામે જ, નીચે દેશ અને વિદેશના જુદી- જુદી 'ચેનલ' ના પત્રકારો પોતાના કેમેરા સાથે 'લાઈવ' પ્રસારણ માટે ગોઠવાઈ ગયા હતા. તો અન્ય 'ન્યુઝ રિપોર્ટરો' અને 'મીડિયા'વાળા પણ ગોઠવાઈ ગયા હતા. 'લાઉડ સ્પીકર' ઉપર દેશભક્તિનું 'ગીત' વાગી રહ્યું હતું. અચાનક ગીત વાગતું બંધ થયું અને ઉદધોષકે માઇકમાં ઘોષણા કરી . ઓર અબ આપ સબ, જિસકા લંબે સમય છે ઇન્તજાર કર રહે હૈ. વો ,સુશ્રી, કલાવતી દેવી મંચ પર પધાર રહી હૈ. ઉદધોષક એક મહિલા હતી. જે પોતાના કોયલ જેવા મીઠા અવાજમાં ઘોષણા કરી રહી હતી .
અને થોડી જ વારમાં સ્ટેજના પગથિયાં ચડીને 'કલાવતી' સ્ટેજ ઉપર આવી. તેની સાથે બીજા પણ ચાર- પાંચ મોટા નેતાઓ હતા. તેણી એ સ્ટેજ ઉપર મૂકતાં જ સ્ટેજ ની ખુરશીઓમાં બેઠેલા બધા જ નેતા ઓ એક સાથે ઊભા થઈ ગયા. સભા મંડપ હર્ષ ની કિકિયારીઓ થી 'ગાજી' ઉઠ્યો. સભામાં ક્યાંક 'દેવી....! દેવી...!'. ' કલાવતી...! દેવી...!' એવા નારા પણ ઉઠ્યા .
કલાવતી સ્ટેજ ઉપર આગળ, મધ્યમાં આવીને ઊભી રહી. તેણીએ પોતાનો જમણો હાથ ઊંચો કરીને, હાથ હલાવીને લોકોનું 'અભિવાદન' કર્યું .'લોકો એ બંને હાથ ઊંચા કરીને હલાવીને તેણીનું અભિવાદન ઝીલ્યું .લગભગ બે- ત્રણ મિનિટ સુધી તેણી મંડપની બધી બાજુ જોઈ ને લોકોનું અભિવાદન કરતી રહી. અને અભિવાદન ઝીલતી રહી. ત્યારબાદ બે હાથ જોડીને લોકોને નમન કરીને તેણી એ પ્રણામ કર્યા. ત્યારબાદ સ્ટેજ ઉપરના 'નેતા'ઓ તરફ ફરીને, તેમને પણ બે હાથ જોડીને નમસ્તે કર્યા. અને પછી પોતાની બેઠક ઉપર સ્થાન લીધું.
તેણી ના પોતાની બેઠક ઉપર બેઠા બાદ સ્ટેજ ઉપર ના અન્ય નેતાઓ પણ પોતાની બેઠક ઉપર સ્થાન લીધું્ ત્યારબાદ ઉદધોષક દ્વારા મંચસ્થ મહાનુભાવો ને 'દીપ પ્રાગટ્ય' કરી આજના કાર્યક્રમનો પ્રારંભ કરવાનું કહેવામાં આવ્યું . સ્ટેજ ઉપર એક બાજુ ગોઠવેલા 'અખંડ ભારત' ના વિશાળ 'નકશા' સમક્ષ સૌ પ્રથમ 'કલાવતી' એ દીપ પ્રાગટ્ય કર્યું . ત્યારબાદ અન્ય મહાનુભાવો એ પણ દીપ પ્રાગટ્ય કર્યું .અને 'અખંડ ભારત'નો એ નકશો 'સ્ક્રીન' ઉપર આવ્યો. ત્યારે સભામંડપ જ નહીં, સમગ્ર દેશ અને દુનિયા પણ ચોકી ગઈ.
અખંડ ભારતના એક નકશામાં ભારત ઉપરાંત પાકિસ્તાન બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, તિબેટ, અક્ષય ચીન, પા.ક. અધિકૃત કાશ્મીર ઉપરાંત શ્રીલંકા, અને અફઘાનિસ્તાન ને 'અખંડ ભારત'નો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. ' દીપ પ્રાગટ્ય' બાદ સભાની આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી .
સૌ પ્રથમ કેન્દ્રીય નાણામંત્રી વી.કે. બારોટ સાહેબ ને સ્વાગત પર્વચન કરવાનું કહેવામાં આવ્યું. તેઓ માઈક પાસે આવ્યા. અને બોલ્યા. 'આજકી સભા કી, અધ્યક્ષ મહોદયા, સુ. શ્રી .કલાવતી દેવી જી, જે.પી. રેડી સાહબ, દેવીલાલજી, પવારજી, રામા સ્વામીજી, સિંધિયાજી, ભજનલાલજી, તિવારીજી, ઓર મંચ પર બેઠે હુએ સભી વરિષ્ઠ નેતા ગણ. ઓર સભા મેં ઉપસ્થિત સભી બુઝર્ગો, કાર્યકર્તાઓ, ભાઈઓ ઓર બહેનો !' 'સબસે પહેલે મેં' આપ સબકો, જો કી ઇક ઐતિહાસિક વારદાત કે સાક્ષી હોને, ઈસકા હિસ્સા બનને , ઓર ઉસકો સમર્થન દેને હેતુ યહાં પધારે હૈ,વો સબકા મૈં હાર્દિક સ્વાગત કરતા હું.' ભાઈઓ ઓર બહેનો, ઇતિહાસ કરવટ બદલ રહા હૈ !ઔર એક નયે યુગ કી, નયે ભારત કી, શરૂઆત હોને જા રહી હૈ.ઓર ઈનકી શુરુઆત આજ સે હી. ઓર યહાં સે હો હોને વાલી હૈ.'
આપ સબકો, યહાં ક્યું આમંત્રિત કિયા હૈ . ઉનકી વિસ્તાર સે જાનકારી અધ્યક્ષ મહોદયા સુ. શ્રી કલાવતી દેવીજી આપકો દેગી ! ઉનકી અગવાઈ મેં ભરોસા રખકર આપ સભી હૈ, વો સબકા ફિર સે દિલ સે સ્વાગત કરતા હું ! ઔર આપ સબકા આભાર પ્રગટ કરતા હું .ઔર મેરી વાણી કો વિરામ દેતા હું ! ભારત માતાકી જય .'કહીને ટૂંકું પ્રવચન કરીને બારોટ સાહેબ પોતાના સ્થાને બેસી ગયા .
ત્યારબાદ ઉદધોષકે ઘોષણા કરી. અને કહ્યું . ' હવે આપ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો.જેમને સાંભળવા દેશના ખૂણે- ખૂણેથી સૌ પધાર્યા છો. એવા સું શ્રી કલાવતી દેવીજીને વિનંતી કરું કે તેઓ આજની સભાને સંબોધે !'
કલાવતી ઊભી થઈને માઇક પાસે આવી. તેણીએ મંડપ માં ચારે- બાજુ નજર કરી .મંડપ લોકોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. અને કેટલાક લોકો મંડપ ની બહાર પણ ઉભા હતા. કલાવતી ને પેલું 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ, લાસ્ટ ઇમ્પ્રેશન વાળું સૂત્ર યાદ હતું. તેથી તેણી પૂરી તૈયારી સાથે, સજી - ધજી ને, તૈયાર થઈને આવી હતી . તેણી એ ત્યારે પોતાને પ્રિય એવો 'ફૂલગુલાબી' સાડી નો 'ડ્રેસ' પહેર્યો હતો. કાન ની બૂટો માં, ખભા ને સ્પર્શવા મથતાં મોંધા એરિંગ ઝૂલતાં હતાં.અને તેમાં લાલ અને લીલા નાના હીરા ચમકતા હતા. માથાના મુલાયમ વાળ વ્યવસ્થિત ગરદનના પાછલા ભાગે બે બકલો માં ફીટ કરીને, પીઠ પાછળ લહેરાતા ખુલ્લા મુકી દીધા હતા. કપાળમાં લાલ ઘટ્ટ કલરની લંબગોળ આકારની બિંદી લગાવી હતી. ડાબા હાથે 'જાડી' એક 'ફેશનેબલ' બંગડી પહેરી હતી. જ્યારે જમણા હાથમાં મોંઘી 'લેડીઝ ઘડિયાળ' પહેરી હતી .
કલાવતી ને જોઈને સભામાં એક નવી ચેતના આવી ગઈ ક્યાંક 'દે..વી...! દે..વી...!' તો ક્યાંક 'કલાવતી.. દેવી ..!ના નારા પણ લાગ્યા. તો ક્યાંક,' કલાવતી... દેવી ...'તુમ આગે.. બઢો..!' હમ તુમ્હારે સાથ હૈ...!' ના સૂત્રો થી સભા મંડપ ગાજી ઉઠ્યો. કલાવતી જાણતી હતી કે આજે તેની 'અગ્નિ પરીક્ષા' હતી. બનાસકાંઠા જિલ્લો, ગુજરાત રાજ્ય , અને અડધા ભારત ના લોકો તેને જાણતા હતા. આજે 'સમગ્ર દેશ' અને પૂરી દુનિયા તેને જાણવાની હતી. અને નિહાળવાની હતી . કલાવતી એ પોતાના બંને હાથ ઊંચા કર્યા. અને બીજી જ મિનિટે સભા માંનો 'કોલાહોલ' ઓટોમેટીક શાંત થઈ ગયો. ત્યારબાદ તેણીએ ત્રણ વખત હાથ ઊંચા કરીને, 'ભારત માતાકી જય..!' બોલાવી . તેના 'પ્રતિસાદ' માં લોકો એ પણ ત્રણ વખત 'ભારત માતાકી.. જય...!' નો જય ઘોષ કર્યો .
ત્યારબાદ કલાવતીએ પ્રવચન ચાલુ કર્યું . સભામાં ઉપ સ્થિત જનમેદની જોતાં અહીં તેણીએ 'હિન્દી'માં ભાષણ કરવાનું ઉચિત માન્યું. સૌપ્રથમ તેણીએ મંચ ઉપર બેઠેલા 'મહાનુભાવો'ના 'સિન્યુરીટી 'પ્રમાણે નામ લીધા. અને તે પછી તે આગળ બોલી. ' પ્યારા ભાઈઓ અને બહેનો !આપણે સૌ ભારતમાં એક નવા સૂરજના ઉદય માટે અહીં એકઠા થયા છીએ. અને તમારા સૌનો ઉત્સાહ જોઈ ને લાગે છે કે એ નવો 'સૂરજ' હવે જરૂર ઉગવાનો છે .
હમણાં જ અહીં આપણે 'અખંડ ભારત' ના 'નકશા' આગળ દીપ પ્રાગટ્ય કરીને આપણે આ સભાની શરૂઆત કરી. તે નકશો આપ સૌએ, સમગ્ર દેશે અને દુનિયાએ પણ 'સ્ક્રીન' ઉપર જોયો હશે. એ 'નકશા' ને જોઈને કેટલાકને 'આશ્ચર્ય' પણ થયું હશે. પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ જ વાત નથી. ખરેખર એ જ વાસ્તવિકતા છે્ અને એ જ 'સત્ય હકીકત' છે . 1876 પહેલા તમે આ નકશામાં જોયું એ જ 'અખંડ હિંદુસ્તાન 'હતું .તેમાંથી સૌપ્રથમ અફઘાનિસ્તાન અલગ થયું. અને પછી કાળક્રમે અન્ય દેશો પણ અલગ થતા ગયા. અને હિન્દુસ્તાન ના સતત ટુકડા થતા ગયા.
તમારું, મારું, અને અહીં ઉપસ્થિત સૌનું અને દરેક 'ભારતવાસીઓ'નું એક સ્વપ્ન છે. કે હિન્દુસ્તાન ફરી પાછું 'અખંડ ભારત' બને. અને દરેક ક્ષેત્રમાં દુનિયામાં નંબર-૧ બને. અને ફરી થી 'વિશ્વ ગુરુ' બની દુનિયાને રાહ ચિંધે. આવા ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટે આપણે અહીં સૌ એકઠા થયા છીએ. અને એના માટે આપણે એક એવા પક્ષની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. જેનું એકમાત્ર લક્ષ ભાર તને 'અખંડ ભારત' અને 'વિશ્વ ગુરુ' બનાવવાનું હોય. અને એટલા માટે આપણે એ પક્ષનું નામ પણ 'વિશ્વ ગુરુ પક્ષ' રાખીએ છીએ .
કલાવતીની આ વાતને લાખો લોકોએ તાળીઓના ગડગ ડાટ થી વધાવી લીધી. સભામાં ક્યાંક 'ભારત માતાકી જય તો ક્યાંક 'કલાવતી દેવી કી જય !' ના નારા પણ ઉઠ્યા. કલાવતી એ પોતાની વાત આગળ ચલાવી. ' આ 'પક્ષ'માં કોઈ પ્રાંતવાદને સ્થાન નહીં હોય, કે' કોઈ 'ભાષાવાદ' ને પણ સ્થાન નહીં હોય .કોઈ 'કોમવાદ'ને પણ સ્થાન નહીં હોય, કે કોઈ 'જ્ઞાતિવાદ'ને સ્થાન પણ નહીં હોય . માત્ર એક 'રાષ્ટ્રવાદ'ને જ સ્થાન હશે. અને 'રાષ્ટ્રવાદ' જ અહીં સર્વોપરી ગણાશે. આ પક્ષમાં દરેક વર્ગ ના લોકોને , દરેક 'ધર્મ'ના લોકો ને, અને દરેક 'કોમ'ના લોકોને તેમની 'લાય કાત' અને 'યોગ્યતા'ના આધારે સૌને સ્થાન મળશે .' અખંડ ભારતના 'નિર્માણ'ના લક્ષ માટે 'વિશ્વ ગુરુ' પક્ષ આવનારી લોકસભાની ચૂંટણીમાં પૂરી -545 બેઠકો ઉપર એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે. અને તેથી પુરા દેશમાં ઝડપથી આપણા પક્ષનો ફેલાવો કરવો ખૂબ જ જરૂરી છે. લોકોને, કાર્યકર્તાઓને, અને નેતાઓને આ પક્ષમાં જોડવા, અને 'પક્ષ'ના 'સંગઠન'ના માળખાની રચના કરવી ખૂબ જ જરૂરી છે .
આગામી લોકસભાની ચૂંટણીમાં 'વિશ્વગુરુ' પક્ષ માંથી ઉમેદવારોની પસંદગી, કોઈ લાગવગ , કોમવાદ,કે જ્ઞાતિ ના આધારે નહીં , પરંતુ તેના અલગ જ માપદંડ હશે . અને વ્યક્તિની રાષ્ટ્રભાવના, શૈક્ષણિક લાયકાત , પક્ષ પ્રત્યેની તેની નિષ્ઠા, અને તેની 'પ્રતિભા'ના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમાં કોઈ પણ પ્રકારની બાંધછો ડ, કરવામાં આવશે નહીં .
કલાવતીએ પોતાના 'જોશીલા' ભાષણમાં આગળ કહ્યું. 'મહાન રાષ્ટ્ર ના નિર્માણના 'મહાયજ્ઞ'માં કોઈપણ ધર્મ ના, કોઈપણ વર્ગ ના, અને કોઈ પણ પક્ષના , લોકોને જોડાવું હોય તો, આ' જાહેર મંચ ઉપરથી હું તેમને ખુલ્લુ નિમંત્રણ આપું છું. આપ આવો, આ પક્ષમાં જોડાઓ, અંહીં આપ નું , સ્વાગત છે ! અહીં આપનું સ્વમાન જળવાશે ! અને દરેક વ્યક્તિને તેની 'યોગ્યતા' પ્રમાણે પૂરતું સ્થાન મળશે ! અંત માં તેણીએ દેશના ખૂણેથી -ખૂણેથી સભામાં પધારેલ નેતાઓ ,આગેવાનો, કાર્યકરો અને લોકોનો આભાર માન્યો અને પોતાની વાત પૂરી કરી .
ત્યારબાદ જે.પી . રેડ્ડીએ ઉભા થઈને માઇકમાં શું શ્રી. કલાવતી ને 'વિશ્વ ગુરુ' પક્ષના 'ચેર પર્સન' બનાવવા નો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને હાજર નેતાઓ અને સભાજનો એ સર્વાનુમત્તે સ્વીકારી લીધો. અને 'કલાવતી'ને પક્ષની 'ચેર પર્સન' તરીકે સર્વાનુમતે ચૂંટાયેલી જાહેર કરવામાં આવી. તે પછી સભા ના મુખ્ય આયોજકે આભાર વિધી કરી.અને આ કાર્યક્રમને પૂરો થયેલો જાહેર કરવામાં આવ્યો.
આ સભા થી સમગ્ર દેશમાં 'હડકંપ' મચી ગયો હતો. દેશની સૌથી મોટી પાર્ટીનાં બે ફાડિયા થઈ ગયાં હતાં .અને જૂની પાર્ટીમાંથી રાજીનામાં આપી તે પક્ષના 70% થી વધુ કાર્યકર્તાઓ આ નવી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. થોડા જ સમયમાં કલાવતી ના પક્ષ 'વિશ્વ ગુરુ' નેં માન્ય ' રાષ્ટ્રીય રાજકીય પક્ષ'ની માન્યતા પણ મળી ગઈ .
કલાવતીના પક્ષના ભારતને 'અખંડ ભારત' બનાવવા ના અને બધાંજ ક્ષેત્રોમાં દુનિયામાં નંબર-૧ ' વિશ્વ ગુરુ' બનાવવાના 'એજન્ડા' થી આકર્ષાઈને અને કલાવતી ઉપર વિશ્વાસ મૂકીને જુદા- જુદા રાજ્યોમાંથી લાખો લોકો અને જુદા -જુદા પક્ષમાંથી મોટા -મોટા નેતાઓ આ નવા પક્ષમાં જોડાઈ રહ્યા હતા . કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સત્તા ઉપર હતા. તેવા પક્ષોમાંથી પણ રાજીનામાં આપીને ઘણા મોટા નેતાઓ પણ 'વિશ્વ ગુરુ' પક્ષમાં જોડાઈ રહ્યા હતા .
આખા દેશભરમાં પક્ષના માળખાની રચના કરવાની હતી જેની જવાબદારી 'કલાવતી'એ પોતાની સીધી રેખ-દેખ નીચે, જે તે રાજય ના મુખ્ય નેતાઓને સોંપી હતી. કેશારામ બાપુના દેશભરમાં ફેલાયેલા ૫૦૦ થી વધુ આશ્રમ માં વસતા શિષ્યો, અને ભક્તો, સક્રિય થઈ ગયા હતા. આ ઉપરાંત દેશભરમાં વિવિધ સહકારી સંસ્થાઓમાં 'કલાવતી એ સત્તા સ્થાને બેસાડેલા પોતાના માણસો પણ પોતાની વગ અને સત્તાનો ઉપયોગ કરીને વધુને વધુ લોકોને આ પક્ષ માં જોડતા હતા. આમ સમગ્ર ભારત માં એક પ્રકાર ની જાણે કે 'કલાવતી' લહેર ચાલી ઊઠી હતી. ચોરે અને ચોંટે તેની જ ચર્ચાઓ થતી હતી. અધૂરામાં પૂરું, જુદી -જુદી ટી.વી. ચેનલો, અને પ્રચાર માધ્યમો પણ , તેને વધુ પડતું 'કવરેજ' આપી તેને વેગ આપતાં હતાં . આટલી વ્યસ્તતા વચ્ચે પણ, કલાવતી ની દરરોજ વહેલા સવાર ની ' ત્રણ કલાક' ની અભ્યાસ સાધના તો ચાલુ જ હતી. નેં એ અભ્યાસ માં તેણી ભારતને 'વિશ્વ ગુરુ' બનાવવા ના 'મુદ્દા'ઓને આખરી ઓપ આવી રહી હતી .
'વિશ્વ ગુરુ પક્ષ'ની ભારતને 'અખંડ ભારત :બનાવવાની અને દરેક ક્ષેત્રમાં દુનિયામાં નંબર-૧ બનાવવાની વાત, અને 'એજન્ડા'થી આકર્ષાઈને કરોડો લોકો તેમાં જોડાયા હતા. અને જોડાઈ રહ્યા હતા. પરંતુ ભારતને 'વિશ્વ ગુરુ' કેવી રીતે બનાવવામાં આવશે ? જેના 'એજન્ડા'ના 'મુદ્દા'ઓ શું હશે ?' વગેરે બાબતોને પક્ષના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવાની હતી. ને તે મુદ્દાઓ નક્કી કરવાની 'સર્વે સત્તા' 'વિશ્વ ગુરુ' પક્ષે કલાવતી ને સર્વાનુંમતે આપી હતી .
સતત પાંચ વર્ષથી, ઘણા બધા અભ્યાસ, ચિંતન, મનન મનોમંથન, અને અનુભવને આધારે કલાવતીએ ભારતને 'અખંડ ભારત' અને 'વિશ્વ ગુરુ' બનાવવા માટે કેટલાક 'મુદ્દા' ઓનો 'ગુપ્ત એજન્ડા' તૈયાર કર્યો હતો. જે ચૂંટણી સમયે તેમના પક્ષના ચૂંટણી 'ઢંઢેરા'માં લોકો સમક્ષ મૂકવા નો હતો . અને એ 'મુદ્દા'ઓનો અમલ કરી , પોતાનો પક્ષ ભારતને 'અખંડ ભારત' અને દરેક ક્ષેત્રમાં નંબર-૧ કેવી રીતે બનાવશે તે વાત લોકો સમક્ષ મૂકવાની હતી. પોતાનો પક્ષ સત્તા ઉપર આવશે તો નીચેના મુદ્દાઓને કાયદાકીય સ્વરૂપ આવી, અને ત્રણ મહિનામાં જ તેનો અમલ કરવામાં આવશે. એવું વચન આપવાનું હતું .
(૧) સમગ્ર ભારત દેશમાં 'જન સંખ્યા નિયંત્રણ કાનૂન' લાગુ કરવામાં આવશે. જેમાં ભારતમાં રહેતું દરેક 'દંપતિ' માત્ર એક જ 'બાળક' પેદા કરી શકશે . અને એક પણ બાળક પેદા ન કરનાર દંપતી નેં વિશેષ સવલતો આપવામાં આવશે. આ કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. અને તેનો ભંગ કરનાર 'દંપતિ'નું ભારતનું નાગરિત્વ ખતમ કરી દઈ. તેને દેશ બહાર ધકેલી દેવામાં આવશે. આ કાયદાથી ભારતનો બેફામ 'વસ્તી વધારો' કાબુમાં આવી જશે .
(૨) દેશના કાયદા- કાનુન અને ન્યાય વ્યવસ્થામાં ધરમૂ ળ, થી ફેરફાર કરવામાં આવશે. સમગ્ર દેશમાં 'સમાન સિવિલ' કોડ લાગુ કરવામાં આવશે. અને કોઈ પણ ગૂના માં છ માસમાં કેસ ચલાવીને, જો તે ગુનેગાર ઠરે તો સજા સંભળાવી ને તેનો તરત જ અમલ કરવામાં આવશે .
(૩) દેશમાં 'ભ્રષ્ટાચાર નાબૂદી કાનૂન' લાગુ કરવામાં આવશે . તેના કેસ ચલાવવા માટે વિશેષ 'કોર્ટ'ની રચના કરવામાં આવશે. અને ત્રણ માસમાં જ કેસ ચલાવી ને ગૂનેગાર ને સજા સંભળાવવામાં આવશે. જેમાં લઘુતમ સજા 10 વર્ષની કેદ, અને મહત્તમ સજા જાહેરમાં 'ફાંસી' ની રહેશે .
(૪) શિક્ષણ, નોકરી, રાજકારણ, જાહેર ક્ષેત્રો, કે ખાન ગી ક્ષેત્રો, બધાં જ ક્ષેત્રોમાંથી બધા જ પ્રકારની 'અનામત પ્રથા ' રદ કરવામાં આવશે. જેથી દેશના હોશિયાર અને પ્રતિભાશાળી વ્યક્તિઓને કામ કરવાની તક મળશે. અને દેશને ફાયદો થશે. અને દરેક ને સરખી 'તક' મળશે અને સમાન 'ન્યાય' મળશે .
(૫) દેશમાં દરેક નાગરિક નું ધોરણ 1 થી 12 સુધી નું શિક્ષણ ફરજિયાત કરવામાં આવશે. અને તે કાયદા નો ભંગ કરનાર પાસેથી રૂપિયા બે લાખનો દંડ વસૂલવા માં આવશે. જેનાથી કોઈપણ વ્યક્તિ દેશમાં 'અશિક્ષિત' નહીં રહે .
(૬) શિક્ષણ, આરોગ્ય, અને ન્યાય પ્રક્રિયા, આ ત્રણ ક્ષેત્રોમાં વ્યક્તિ જન્મે ત્યાંથી લઈને, જીવે ત્યાં સુધી ની બધી સુવિધાઓ સરકાર ફ્રી પુરી પાડશે. જેનાથી માણસ ચિંતામુક્ત જીવન જીવી શકશે. અને પોતાના વ્યવસાયમાં પૂરેપૂરું ધ્યાન આપી શકશે .
(૭) ઉપરોક્ત ત્રણ ક્ષેત્રો વગરની, દેશમાં દરેક પ્રકારની સરકાર તરફથી અપાતી 'મફતની સરકારી સહાય' 'સબ સીડી' 'શિષ્યવૃત્તિ' કે 'અન્ય સહાય' બિલકુલ બંધ કરવા માં આવશે. તેનાથી દેશને કરોડોનો ફાયદો થશે. અને લોકો 'આળસુ' અને 'કામચોર' મટી. 'ઉધમી' બની જશે .
(૮) સમાજમાં ઊંચ-નીચ, જાતિવાદ, કોમવાદ, પ્રાંત વાદ, ભાષાવાદ, ધર્મવાદ , બધા જ પ્રકારના વાડાઓ ને નાબૂદ કરવામાં આવશે. અને દરેક નાગરિક ની ઓળખ એક માત્ર 'ભારતીય' તરીકેની જ રહેશે. તેનાથી લોકોમાં 'સમભાવ' જાગશે.
(૯) દેશમાં સૌથી વધુ વેતન શિક્ષક, ડોક્ટર, પોલીસ, અને 'સુરક્ષા દળો' ને આપવામાં આવશે. જેથી 'ટેલેટેનડ' લોકો તે ક્ષેત્રમાં જવા આકર્ષિત થશે .
(૧૦) ભારતના દરેક નાગરિકને 16 થી 18 વર્ષની ઉંમર દરમિયાન ત્રણ વર્ષ સુધી 'લશ્કરી' તાલીમ ફરજિયાત લેવી પડશે . ને જરૂર પડે તો આપત્તિ કાળમાં તેમણે યુદ્ધમાં પણ જવું પડશે. તેનાથી દરેક નાગરિકમાં 'રાષ્ટ્રભાવના' જાગૃત થશે .
(૧૧). દેશમાં દરેક ગામો અને શહેરોનું 'પુનઃનિર્માણ' કરવામાં આવશે. બધાં જ મકાનો હાર- બંધ અને એક સરખાં બાંધવામાં આવશે. જેના રસ્તા પહોળા અને એક બીજાને કાટખૂણે મળતા હશે. બધાં જ મકાનો પાણી, ગટર, અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી સજ્જ હશે જેથી કોઈ પણ વ્યક્તિ ઘરવિહોણુ નહીં હોય, ને ક્યાંય પણ ઝૂંપડપટ્ટી નહીં હોય .
(૧૨). સમગ્ર દેશમાં 'વેશ્યાવૃત્તિ'ને કાયદેસર માન્યતા આપવામાં આવશે. અને દરેક શહેર, નગર, કે ગામ , માં તેની અલગ 'વસાહત' બનાવવામાં આવશે. જ્યાં કોઈ પણ માણસ વિના રોક-ટોક જઈ શકશે. જેનાથી ખાનગી કે જાહેરમાં થતા કેટલાય બળાત્કારો, અનૈતિક સંબંધો, અને સામાજિક વેર- ઝેરના પ્રશ્નો બંધ થઈ જશે .
(૧૩) સમગ્ર દેશ માંથી 'દારૂબંધી' સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવશે. અને લાઇસન્સ વાળી દુકાનો ઉપર ઉચ્ચ ગુણવત્તા વાળો જ 'દારૂ' વેચી શકાશે. જેનો ભંગ કરનાર નું લાયસન્સ રદ કરીને, સાથે 20 વર્ષની સજા કરવામાં આવશે. તેનાથી સરકારને અબજો રૂપિયાની 'આબકારી' ની આવક થશે. અને ઝેરી દારૂ પીને ખાનગીમાં મરતા અને લઠ્ઠા -કાંડમાં જાહેરમાં મરતા હજારો લોકો ઊગરી જશે. અને પોલીસ તંત્ર નું કરોડો રૂપિયાનું 'હપ્તા રાજ' પણ ખતમ થઈ જશે.
(૧૪) દરેક ગામમાં એક તાલીમ કેન્દ્ર ખોળવામાં આવશે. જેમાં એક વર્ષની ટ્રેનિંગ દરેક નાગરિકે, ફરજિયાત લેવાની રહેશે. તેમાં દરેકને રાષ્ટ્રભાવના, કાયદા કાનૂન, અને તેનું પાલન, હક્ક અને ફરજો, જાહેરમાં વાણી વર્તન, અને વહે વાર,ની ટ્રેનિંગ સરકાર તરફથી મફત આપવામાં આવશે.
(૧૫) આટલી સવલતો આપવા છતાં પણ, કોઈ ખૂન, બળાત્કાર, ગેંગરેપ, કે લૂંટ નો ગુનો કરે. તો તે વ્યક્તિ સામે ગુનો નોધી,ધરપકડ કરી. 'ફાસ્ટ ટ્રેક કોર્ટ'માં કેસ ચલાવી, ત્રણ જ માસમાં કેસ ચલાવીને દોષિત ઠરે તો તેને જાહેરમાં 'ફાંસી' આપી