આજે પણ કલાવતી ઊધવા માટે ૧૦ વાગે પોતાની પથારી માં આડા પડખે થઈ. પરંતુ સાડા દશ વાગ્યા તોય તેણીને 'ઊધ'ન આવી ! માણસ નું મન પણ અજબ-ગજ બ છે ! ક્યાં થી ક્યાં લઇ જાય છે ! એક પછી એક ભૂતકાળ તેની આંખો સામે તરવરવા લાગ્યો. અને અંતે 'મન' બચપણની યાદો માં આવીને સ્થિર થયું. તે વિચારી રહી . આમ તો દુનિયા પોતાને 'ડીસા' ની જ વતની માને છે તેણી પોતે પણ એમ જ માનતી હતી. પરંતુ જ્યારે તે- 12 વર્ષની હતી. અને છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. ત્યારે તેની માતા 'મોના'એ તેને એક વખત વાત -વાતમાં કહ્યું હતું કે' 'બેટી આપણું મૂળ વતન તો થરાદ પાસેનું 'વાડિયા' ગામ છે. અને તારો જન્મ પણ ત્યાં જ થયો છે. પરંતુ રોજી રોટી માટે આપણે ડીસા આવીને વસ્યાં .અને અહીં જ આપણું 'વતન' બનાવી દીધું .
તેની માતાએ તેણીને બસ આટલું જ કહ્યું હતું. તેનાથી વધુ કંઈ પણ બતાવ્યું ન હતું. અને તેની માતા કે પિતા બંનેમાંથી કોઈ અત્યારે હયાત ન હતાં . અને વાડીયા છોડ્યું ત્યારે તેણી ની ઉંમર બે કે અઢી વર્ષની જ હશે. એટલે તેને તેની કોઈ સ્મૃતિ પણ યાદ ન હતી. તે પછી તેણી મોટી થઈ ત્યારે 'વાડિયા' ગામ વિશેની જાત- જાતની કેટલીય સાચી- ખોટી વાતો તેણીએ સાંભળી હતી . તેને ખાનગીમાં એવું જાણવા મળ્યું હતું કે તે ગામ 'વેશ્યાવૃત્તિ ' માટે જાણીતું છે .
પોતે અત્યારે રાજ્ય સરકારમાં મંત્રી હતી. અને 'મહિલા અને બાળ વિકાસ' તેમજ 'શહેરી વિકાસ મંત્રાલય સ્વતંત્ર હવાલો' તેની પાસે હતો. અચાનક તેણીને પોતાની 'જન્મ ભૂમિ' જોવાની મનમાં તીવ્ર ઈચ્છા જાગી. અને ત્યાં જઈ ત્યાંના લોકોને રૂબરૂ મળી, તેની સાચી પરિસ્થિતિ શું છે. તે જાણી રાજ્ય સરકાર દ્વારા ત્યાંના લોકોને મદદરૂપ થઈ, અને તે લોકોનું 'સામાજિક ઉત્થાન' કરવા માટે વાડીયા ગામની મુલાકાત લેવાનું તેણીએ મનમાં નક્કી કર્યું .દિલ માં એક છુપી 'અભિલાષા' પણ ઉદભવિ હતી કે, તે' ગામમાં પોતાને જેનાથી 'લોહી'નો સંબંધ હોય તેવું પણ કોઈ'ક જરૂર હશે.
પરંતુ તે વાત મનમાં 'ગુપ્ત' જ રાખવાની હતી. પોતા નો ભૂતકાળમાં 'વાડિયા સાથેનો કોઈપણ પ્રકારનો સંબંધ હતો તે વાત કોઈને પણ કહેવાની ન હતી. અને તે 'રહસ્ય એમ જ 'અકબંધ' રાખવાનું હતું. તેણીએ એ તો માત્ર એટલું જ જાહેર કરવાનું હતું કે' ગુજરાત સરકારના 'મંત્રી' તરીકે મહિલા અને બાળ વિકાસ નો હવાલો પોતાના હસ્તક હોઇ 'વાડિયા ના લોકોના 'સામાજિક ઉત્તાન ' પુનર્વસન, વગેરે માટે તે ખાતા નાં 'મિનિસ્ટર 'તરીકે તેણી તે ગામની મુલા કાત લેવા માંગે છે. અને તે માટેનો કાર્યક્રમ ટૂંક સમય માં ગોઠવવા સરકારી અધિકારીઓ ને સૂચના આપી.
'ડી.એસ.પી. બનાસકાંઠા ને જોડો !'
'યસ સર !' બીજી જ મિનિટે ફોન જોડાવામાં આવ્યો. રીંગ વાગી. ને સામે થી ફોન ઉપડ્યો. એસ.પી. બનાસકાંઠા '?' 'હા જી !' ' મંત્રી શ્રી મેડમ સાહેબા . વાત કરવા માંગે છે !'સામેથી એક પુરુષનો વિવેક ભર્યો અવાજ આવ્યો. ' મેડમ સાહેબા ! એ' વળી કોણ ?એવો એક પ્રશ્ન એક ક્ષણ ડી.એસ.પી. ચુડાસમા ને મનમાં ઉદ્ભવ્યો. પરંતુ બીજી જ પળે તેમને ખ્યાલ આવ્યો, કે' બનાસકાંઠા જ નહીં. સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે 'મંત્રી શ્રી મેડમ સર !'તો એક જ વ્યક્તિ છે. અને એસપી સચેત થઈ ગયા. તેઓ કોઈ 'રિએક્શન' આપે.તે પહેલાં તો સામે છેડેથી એક પ્રભાવશાળી રણકા ભર્યો અવાજ સંભળાયો. ' કેમ છો મિસ્ટર ચુડાસમા !' ઓળખાણ પડી ?' વર્ષો પહેલા સાંભળ્યો હતો એ જ પ્રભાવશાળી અને રણકા ભર્યો અવાજ .' ' યસ મેડમ. યસ સર!' એસ.પી. સતેજ થઈ ગયા. કેટલાય સમય પહેલાં લગભગ હવે તો યાદ પણ નહોતું રહ્યું. આશરે 8 વર્ષ પછી આ અવાજ સાંભળવા મળ્યો હતો .
' હું કલા . મિસ કલાવતી !' પહેલાં હતો એવો જ. કાન ને સાંભળવો ગમે એવો અવાજ ફરી સંભળાયો. તે આગ ળ બોલી. ' આખરે તમને બનાસકાંઠા વગર ન ફાવ્યું . એમને ?' 'એવું નથી સર. અમે તો સરકાર ના સેવક છીએ. સરકાર જ્યાં મૂકે ત્યાં 'ડ્યુટી' ઉપર જવું પડે ચુડાસમા વિવેક થી સામે છેડેથી બોલ્યા.
'તમે સેવક છો. કે' સાહેબ છો .એ બધી મને જાણ છે !' માટે એ વાત બાજુ એ જવા દો !' બોલો શું નવીનતા છે ? ને પછી ક્ષણેક થોભી ને તે આગળ બોલી. 'કે પછી બીજું કોઈ 'નવું મિશન' હાથ ઉપર લીધું છે કે શું ?'
'ના સર. બધું રૂટિન જ છે !' સામે છેડે ચુડાસમા વિવેક થી વાત કરતા હતા. ' મને બધી જ ખબર છે . કે સર્વિસ માં બેસ્ટ કામગીરી કરી, સરકારને પ્રભાવિત કરી. પ્રમોશન મેળવી, તમારી ખ્વાહીસ ડી.આઈ.જી. કે' 'કમિશનર 'બનવાની છે.' અને તેના માટે સારી કામગીરી બદલ તમને 'રાષ્ટ્રપતિ ચંદ્રક' મળે તે માટે તમે સતત પ્રય ત્નશીલ રહો છો !' ડી.એસ.પી. ચુડાસમા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને એ વાત સમજાતી ન હતી. કે આ સ્ત્રી સાથેના બધા જ સંપર્ક આઠ વર્ષ પહેલાં કપાઈ ગયા હતા . છતાં આટલે દૂર રહીને પણ પોતાના 'મન'ની એ' વાત તે કેવી રીતે વાંચી શકતી હશે ?' 'પરંતુ એ વાત યાદ રહે મિસ્ટર ચુડાસમા. કે રાષ્ટ્રપતિ ચંદ્રક પણ રાજ્ય સરકારની ભલામણ વિના ડાયરેક નથી મળતા.' કલાવતી બોલી. અને ક્ષણેક અટકીને આગળ ઉમેર્યું . અને રાજ્ય સરકાર એ રિપોર્ટ કોની ભલામણથી કરશે. એ મારે તમારા જેવા હોશિયાર અધિકારીને જણાવવાનું ન હોય !'
' યસ સર. મને ખ્યાલ છે !' કહેતાં એસ.પી . ચુડાસમા કોઈ નવા આવનાર તોફાન નો સામનો કરવા સજ્જ થઈ ગયા. ' આમ તો કાંઇ ખાસ કામ ન હતું. પરંતુ આવતી કાલે આપણા જિલ્લાના થરાદ પાસેના 'વાડિયા' ગામે મારો સરકારી કાર્યક્રમ છે. સરકાર તરફથી કલેક્ટર તમને સત્તાવાર જાણ તો કરશે જ. પરંતુ સમાચાર હતા કે ડી.એસ.પી. તરીકે તમે પાલનપુર છો. તેથી મનમાં થયું કે ચાલો ત્યારે ઘણા સમય પછી એમના ખબર અંતર પૂછી લઉં !' કલાવતીએ ફોન કરવાનું કારણ જણાવ્યું.
' એ તો આપની મહાનતા કહેવાય મેડમ સર !' નહીં તો આપતો સરકાર છો. અને ગમે તેમ તોય અમે તો સરકારના સેવક છીએ !' ' હી... હી... હી... સામે થી ઝીણા મીઠા અવાજમાં એક મુક્ત હાસ્ય સંભળાયું. ચુડાસમા એ હાસ્યથી પરિચિત હતા. ' હવે તમે સેવક નહીં. મોટા અધિકારી છો.' ડિસ્ટ્રીક સુપ્રિટેન્ડન્સ ઓફ પુલીસ !' સામેથી એ જ મધુર અવાજ સંભળાયો. અને તે આગળ બોલી. 'અચ્છા ત્યારે કાલે મળીશું .બાય !કહીને સામેથી ફોન કટ થઈ ગયો .
બીજા સવારે 10:00 કલાકે કલાવતી નો કાફલો પાલનપુર 'સર્કિટ હાઉસ' ખાતે આવી પહોંચ્યો. કલેકટર , ડી.એસ. પી. ડી.ડી.ઓ. ઉપરાંત 5 - 6 મોટા રાજકીય આગેવાનો પણ ત્યાં હાજર હતા. લાલ લાઇટ વાળી 'કોન્ટેસા 'ગાડી માં આગળની સીટ ઉપર બેઠેલા કમાન્ડો એ ઝડપથી નીચે ઉતરીને કોન્ટેસા ગાડીની પાછલી સીટ નો દરવાજો ખોલ્યો 'કલાવતી' ગાડીમાંથી નીચે ઉતરી. એ જ ખૂબસૂરત ચહેરો એજ સ્ટાઇલિશ વસ્ત્રો. તેણીએ અત્યારે મોરપીંછ કલરની 'સાડી' પહેરી હતી. સૌપ્રથમ કલેકટરે પુષ્પગુચ્છ (બુકે) આપીને તેણીનું સ્વાગત કર્યું. ત્યારબાદ 'પ્રોટોકોલ' મુજબ ડી.એસ.પી. ચુડાસમા એ પોતાનો સિનો ટાઈટ કરી, 'સાવ ધાની' ની મુદ્રામાં ઊભા રહીને તેણી ને સલામ ભરી. કલાવતીએ બંને હાથ જોડીને નમસ્તે કર્યા. હાસ્ય વેર્યું. ચુડાસમા ને તેણીના ગુલાબી ગાલો માં ખંજન પડતાં દેખાયાં .તેમણે નજર નીચે ઢાળી દીધી. ત્યારબાદ ટી.ડી. ઓ. અને અન્ય રાજકીય આગેવાનોએ તેણી નું ફૂલહાર અને બુકે થી સ્વાગત કર્યું. સર્કિટ હાઉસમાં 15-20 મિનિટ રોકાઈ, ચા પાણી પતાવીને ફ્રેશ થઈને તેમનો કાફલો થરાદ આવવા રવાના થયો.
સૌથી આગળ પાયલોટિંગ માટે જે તે પોલીસ સ્ટેશન ની હદ ના પી.એસ.આઇ ની ગાડી રહેતી હતી. તેની પાછળ ડી.એસ.પી.ની ગાડી હતી. તેની પાછળ કલેકટર ની ગાડી હતી. અને તેની પાછળ કલાવતી ની લાઈટ વાળી સરકારી કોન્ટેસા ગાડી હતી. તેની પાસે ડી.ડી.ઓ. ની ગાડી હતી. ને તેની પાછળ રાજકીય આગેવાનોની ગાડીઓ હતી. આમ આ કાફલો થરાદ તરફ આગળ વધી રહ્યો હતો.
રસ્તામાં જે- જે પોલીસ સ્ટેશનની હદ બદલાતી જતી તે - તે પોલીસ સ્ટેશનની ગાડીઓ આગળ પાયલોટીઞ કરવા માં બદલાઈ જતી હતી. કાફલો થરાદ ચાર રસ્તે પહોચ્યો. આમ તો ડીસા થી થરાદ આવતાં 10 km પહેલા હાઇવે ઉપર જ 'કરણાસર' નું પાટિયું આવે છે . અહીંથી ઉત્તર દિશામાં સીધા જઈએ તો 'વાડિયા' ગામ માત્ર પાંચ કિલો મીટર જ થાય છે. પરંતુ તે રસ્તો હજુ પણ કાચો છે. તેથી આ કાફલા ને 'વડગામડા 'થઈને 'વાડિયા' જવાનું હતું .
થરાદ ચાર રસ્તા થી કાફલો હાઇવે ઉપર 'સાંચોર' તરફ આગળ વધ્યો. તે દિશામાં અડધો કિલોમીટર ચાલી ને કાફ લો થરાદ- ધાનેરા રોડે પૂર્વ દિશામાં ફંટાણો . ત્યાં છ કિલો મીટર આગળ જતાં જ રોડ ઉપર જ વડગામડા નું પાટિયું આવ્યું. તે રસ્તે ફંટાઈને વડગામડા ગામમાં થી પસાર થઈને કાફલો અગ્નિ ખૂણા તરફ 'વાડીયા' બાજુ આગળ વધ્યો. રસ્તો પાકો હતો. પરંતુ સીઞલ પટ્ટી હતો . અને વાંકો-ચૂકો હતો. તેથી ગાડીઓ ધીમે- ધીમે ચલાવવી પડતી હતી. આખરે કાફલો વડગામડા થી ચાર કિલોમીટર અંદર આવે લા 'વાડિયા' ગામમાં પહોંચ્યો.
ગુજરાત સરકારના કોઈ મિનિસ્ટર 'વાડિયા' ગામની રૂબરૂ મુલાકાતે આવ્યા હોય, તેવી આ પ્રથમ ઘટના હતી કાર્યક્રમ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો. જ્યાં એક થી પાંચ ધોરણ સુધીની શાળા હતી શાળાની લોબીને જ સ્ટેજ બનાવીને તેના ઉપર આઠ -દસ ખુરશીઓ હારબંધ ગોઠવ વામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં માં 8 - 10 પડદા બાંધી મંડપ બાંધવામાં આવ્યો હતો. અને લોબીની નીચે મંડપમાં બંને બાજુ પાંચ- પાંચ ખુરશીઓ પણ ગોઠવવામાં આવી હતી.
મિનિસ્ટર સાહેબા માટે 'રીવોલવિઞ ચેર'ગોઠવામાં આ વી હતી. જ્યારે સ્ટેજ ઉપર અન્ય મહાનુભાવો માટે ગાદી જડેલ ખુરશીઓ મૂકવામાં આવી હતી. મંડપ માં સૌથી આગળ 60 -70 બાળકો બેઠાં હતાં .જેમાં છોકરા ઓ કરતાં છોકરીઓની સંખ્યા વધુ હતી. તેમની પાછળ 50 એક સ્ત્રીઓ બેઠી હતી. અને સૌની પાછળ થોડે દૂર ચાલી સેક પુરુષો આ લોકોથી ડરતા હોય તેમ બેઠા હતા. કેટલા ક લોકો થોડા દૂર ઊભા રહીને આ બધું જોતા હતા. તેમને પોલીસ સ્ટાફના માણસો ખાનગીમાં સભામાં જઈને બેસી જવાનો ઈશારો કરતા હતા. પરંતુ આશ્ચર્યની ની વાત એ હતી કે' આ સભામાં 16 વર્ષથી 30 વર્ષની વય વચ્ચેની કોઈ છોકરી હાજર ન હતી.
ગામ નાનું હતું. ઘરે બધાં મન ફાવે તેમ બે- ત્રણ કે ચાર ઘરોના જુમખામાં અલગ -અલગ જગ્યાએ બાંધેલાં હતાં પૂછવા થી જાણવા મળ્યું કે પહેલા તો આ ગામ એક જ જગ્યાએ ગોળાકાર વસેલું હતું અને ગામ વચ્ચે મોટો ચોરો પણ હતો. પરંતુ સરકારે હવે' પ્લોટ' અને 'ખેતીની કેટલીક જમીન ફાળવી હોવાથી, પ્લોટો માં અને જમીન માં મકાનો બાંધીને લોકો અલગ -અલગ જગ્યાએ રહે છે .
સ્ટેજ ઉપર વચ્ચેની ખુરશીમાં, મંત્રીશ્રી. કલાવતી બેઠાં હતાં . તેમની જમણી બાજુની ખુરશી ઉપર ધારાસભ્ય હેમાભાઈ બેઠા હતા. ત્યારબાદ બે- ત્રણ મોટા આગેવાનો પણ બેઠા હતા. જ્યારે મંત્રી શ્રી પાસે, ડાબી બાજુ ની ખુરશીમાં કલેકટર બેઠા હતા. તેમની બાજુમાં ડી.ડી.ઓ. બેઠા હતા. તેમની બાજુમાં પ્રાંત અધિકારી, અને મામલ તદાર બેઠા હતા. કલેક્ટર શ્રી, મંત્રીશ્રી,ને સરકારે આ લોકો ના 'ઉત્થાન' માટે કરેલી કામગીરી અને તેમને આપે લી, 'સહાય'ની મૌખિક માહિતી આપી રહ્યા હતા .
કાર્યક્રમ ચાલુ થયો. સૌ પ્રથમ પ્રાથમિક શાળાની બાળા ઓએ, પોતાની કાલી- ઘેલી ભાષા માં ' ઊંડા અંધારે થી, પરમ તે જે તું લઈ જા !' પ્રાર્થના રજુ કરી . ત્યારબાદ સ્ત્રીઓના ટોળામાંથી આવી ને - 36 વર્ષની હેતલ બહેને મંત્રી શ્રી કલાવતી બહેનને ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું. તેમજ 40 વર્ષની સોનલ બહેને આવીને 'સાલ' ઓઢાડીને બંને એ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું . જ્યારે સભામાંથી આવીને 35 વર્ષના એક પુરુષે ધારાસભ્ય શ્રી હેમાભાઈ નું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું . ત્યાર બાદ અન્ય નેતાઓનું અને અધિકારીઓનું પણ 'ફૂલહાર' અને 'સાલ' દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .
સ્વાગત વિધિ પૂરી થયા બાદ થરાદ નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) સ્વાગત પ્રવચન કરવા અને ગામ વિશે ની માહિતી આપવા ઉભા થયા .તેમણે સ્ટેજ ઉપરના મહાનુ ભાવોનું નામ લઈને ઉદબોધન કર્યા બાદ કહ્યું .' આપણા 'વાડિયા' ગામનું સૌભાગ્ય કહેવાય, કે રાજ્યનાં મંત્રી સાહેબા જાતે તમારા ગામની રૂબરૂ મુલાકાતે પધાર્યા છે. તેઓ શ્રી તેમના ભરચક કાર્યક્રમો વચ્ચે પણ ખાસ સમય ફાળવીને, આપની ગામની મુલાકાતે પધાર્યા છે. એ તેમની તમારા પ્રત્યેની લાગણી, પ્રેમ, અને સમાજના તરછોડાયેલા અને પછાત વર્ગના લોકોના ઉદ્ધાર કરવાની તેમની ભાવના અને 'નીતિ'ને પ્રગટ કરે છે .
સમાજના તરછોડાયેલા લોકો કેવી રીતે પગભર થઈ શકે, સમાજમાં એ લોકો કેવી રીતે સ્વમાન ભેર જીવી શકે . તે માટે એનું જાત- નિરીક્ષણ કરવા, રાજ્યના ' મહિલા અને બાળ વિકાસ' વિભાગના મંત્રીશ્રી તરીકે તેમણે તમારા ગામ ની મુલાકાત લેવાનું ઉચિત માન્યું છે.' પ્રાન્ત અધિકારી આગળ બોલ્યા.' પહેલાં આ ગામ આખા ગુજરાત રાજ્ય માં 'બદનામ' હતું. અને 'દેહવ્યાપાર' નો 'ધંધો' અહીં ખુલ્લેઆમ ચાલતો હતો. પરંતુ મને કહેતાં અતિ આનંદ થાય છે, કે' સરકારશ્રી ના પ્રયત્નોથી અને એન.જી.ઓ. સંસ્થાના સહકારથી આ ગામનું એક પણ કુટુંબ આજે એ 'ગંદા' વ્યવસાયમાં નથી.'
પ્રાંત અધિકારીએ આ ગામના ઉત્થાન માટે સરકારશ્રીએ કેવા- કેવા પ્રયત્નો કર્યા. રહેવા માટે કેટલા મફત પ્લોટ ફાળવ્યા, ખેતી માટે કેટલી પડતર જમીન ફાળવી, કેટલાં મકાનો ફાળવ્યા, કેટલી રોકડ સહાય ચૂકવી. વગેરે માહિતી આંકડા સાથે કહી સંભળાવી. તે ઉપરાંત એન.જી.ઓ. સંસ્થાએ પણ કઈ -કઈ પ્રવૃત્તિ કરી, અને કેટલી 'સહાય' આપી, તે વાત પણ તેમણે કહી સંભળાવી .
તે પછી 'ધારાસભ્ય' હેમાભાઇ પ્રાસંગિક પ્રવચન કરવા ઊભા થયા. તેમણે તેમની ગામઠી ભાષામાં કહ્યું કે, ' મંત્રી શ્રી, આપણા જિલ્લાનાં જ વતની છે. એટલે જ છેક ગાંધીનગરથી આપણી વચ્ચે અંહીં આવ્યાં છે. એ એમનો પછાત અને ગરીબ વર્ગ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. મારા મત વિસ્તારમાં આવતું આ ગામ, પહેલાં 'બદનામ' હતું. પરંતુ હવે 'સુધરી' ગયું છે. તેથી ખુશી અનુભવવું છું . અને આ માટે સરકારે કરેલા પ્રયત્નોના પણ તેમણે વખાણ કર્યા .
ત્યારબાદ મંત્રીશ્રી કલાવતી પોતાનું પ્રવચન આપવા ઊભાં થયાં . તેમણે સૌપ્રથમ મંચસ્થ મહાનુભાવો નાં નામ લઇ ને સંબોધન કર્યું . તે પછી કેટલાક થોડે દૂર ઉભેલા લોકોને પાસે આવીને સભા માં બેસી જવા વિનંતી કરી. તેમણે પોતાની આંખ ઉપરનાં કાળાં ગોગલ્સ ઉતારીને ટેબલ ઉપર મૂક્યાં. અને અહીં તેમણે લોકોને આંજી નાખતું , ધારદાર 'પ્રવચન' કરવાને બદલે, લોકો સાથે સીધો જ 'સંવાદ' કરવાનું પસંદ કર્યું .
કલાવતીએ સૌપ્રથમ શાળાના આચાર્ય પાસે, શાળાનું 'રજીસ્ટર' મંગાવ્યું .રજીસ્ટર માં કુલ 105 બાળકોનાં નામ હતાં . તેમાંથી 70 બાળકો હાજર હતાં .તેમણે રજીસ્ટરમાં નજર કરી .
(૧) સોનલબેન હેતલબેન ચૌહાણ (૨) કિશનભાઇ હેતલ બેન ચૌહાણ (૩) ટ્વિંકલબેન મફાભાઈ ચૌહાણ (૪) કાજલબેન સંગીતાબેન ચૌહાણ . શાળાના રજીસ્ટર માં બાળકોની પાછળ 'વાલી' તરીકે 'સ્ત્રી'ઓનું નામ જોઈ કલાવતી ને આશ્ચર્ય થયું. અને તેનું કારણ પૂછ્યું. તો શિક્ષ કો , તેનો કોઈ જવાબ આપી ન શક્યા .
આખરે સ્ત્રીઓના ટોળામાંથી ઊભા થઈને હેતલે કહ્યું . કે' ' સાહેબ, જે સ્ત્રીએ લગ્ન ન કર્યા હોય ,અને તેને બાળ કો, હોય. તો'તે બાળકની પાછળ વાલી તરીકે તેની માતા નું નામ લખવાની અહીં વર્ષોથી પરંપરા છે. અને સરકારે પણ તે માન્ય રાખેલ છે.'
કલાવતી એ પુરા રજીસ્ટ્રેશન માં જોયું. તો તેમાં વાલી તરીકે પુરુષો કરતાં સ્ત્રીઓનાં નામ વધુ હતાં . ત્યારબાદ તેણીએ પ્રાન્ત અધિકારીએ રજુ કરેલી વિગતો પ્રમાણે લોકો ને તેનો લાભ અને સગવડ મળી છે કે કેમ ?' અહીં પાણી, આરોગ્ય, અને શિક્ષણની શું સગવડ છે ? તે પૂરતી છે કે કેમ ?' તે બધી વિગતો પૂછી ને તેની ખરાઈ કરી . તેમજ અંહીં ના લોકો હવે શું 'ધંધો' કરે છે. રોજી - રોટી કેવી રીતે મેળવે છે ?' સરકારે ફાળવેલ જમીનમાં કેટલાક કુટુંબો ખેતી કરે છે ? કેટલા ખેત મજૂરી કરે છે ? કેટલા પશુપાલન કરે છે ?' એવી ઝીણવટભરી ભરી માહિતી એક પછી એક લોકોને વ્યક્તિગત રીતે પૂછીને મેળવી .
સભામાં હાજર લોકો સાથેના સીધા સંવાદથી કલાવતી ને જાણવા મળ્યું. કે 'વાડિયા' ગામમાં દેહવ્યાપાર નો 'ધંધો' હવે એક પણ કુટુંબ, કે' એક પણ છોકરી કરતી નથી. તેણીને મનોમન 'આત્મ સંતોષ' થયો. અને તેના 'દિલ' માંથી એક ભાર હળવો થયો. 'હાશ!' પોતે સાંભળ્યું હતું કે કલ્પ્યું હતું તેવું અત્યારે 'વાડિયા' માં કાંઈ ચાલતું ન હતું. આ લોકો પણ સમયની સાથે સામાજીક પ્રવાહ માં ભળી ગયા હતા. તે જોઈને કલાવતીને સંતોષ થયો. મામલતદાર સાહેબે આભાર વિધિ કરી. અને કાર્યક્રમને પૂરો જાહેર કરવામાં આવ્યો .
પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ હતું . મંત્રી શ્રી 'વાડિયા' ની મુલાકાતે આવવાનાં છે તેવા સમાચાર મળ્યા ત્યારથી જ. નાયબ કલેક્ટર શ્રી,થરાદના મામલતદાર અને થરાદ પોલીસ તેમના કામમાં જોડાઈ ગઈ હતી એ લોકોએ 'વાડીયા' ગામના બધા જ લોકોને ભેગા કરીને, એક રાત અને એક દિવસ પૂરતો 'ધંધો બિલકુલ બંધ રાખવા વિનંતી કરી હતી. સાથે હુકમ પણ કર્યો હતો . થરાદ ડી. વાય. એસ. પી. એ ખુદ જાતે 'વાડિયા' આવી ને એવી ધમકી આપી હતી, કે 'આ- 24 કલાક સુધી કોઈ પણ ગરબડ થશે તો, પછી પોલીસ 'સખત' વલણ અપનાવી ને આ 'ધંધો' કાયમી માટે બંધ કરાવી દેશે !'
તકેદારીના ભાગરૂપે પોલીસે એક ગાડી સવારના- છ વાગ્યાથી જ 'કરણાસર'થી વાડિયા આવતા કાચા રસ્તે ગોઠવી દીધી હતી. જ્યારે બીજી ગાડી 'વડગામડા' થી 'વાડિયા' આવતા પાકા રસ્તે ગોઠવી દીધી હતી. અને બંને રસ્તેથી વાડીયા ના સ્થાનિક સિવાય, અજાણ્યા કોઈને પણ ગામમાં પ્રવેશવા દીધા ન હતા . અને ગામ લોકો સાથે પહેલેથી મળીને, તેમને સમજાવીને, આવડી મોટી મીટીંગ ભરવામાં, અને મંત્રી શ્રી સમક્ષ 'ગુલાબી' ચિત્ર ઉપસાવ વામાં, વહીવટી તંત્રને માંડ- માંડ સફળતા મળી હતી .
પરંતુ વાસ્તવિકતા એવી છે, કે' આશરે- 125 ઘરો ની વસ્તી ધરાવતા 'વાડિયા' ગામમાં આજે પણ 'દેહવ્યાપાર' નો વ્યવસાય ખુલ્લેઆમ ચાલે છે. અલબત્ત સમયની સાથે તેની 'ટેકનીક' થોડી બદલાઈ છે. પહેલા ગામ 'ગોળાકાર' આકારે એક જ જગ્યાએ વસેલું હતું. પરંતુ હવે જૂના ગામ તળ માં બહુ ઓછા કુટુંબો પોતાનાં ઘર બાંધીને ને રહે છે. કેટલાંક કુટુંબો સરકારે ફાળવેલા મફત પ્લોટોમાં ઘર બાંધીને રહે છે. તો કેટલાંક કુટુંબો ખેતરોમાં ઘર બાંધીને રહે છે. તો કેટલાક કુટુંબો તો ખેતરોમાં પાકાં 'ફાર્મ હાઉસ' બનાવીને પણ રહે છે. અને આ બધી જ જગ્યાએ તેઓ છોકરીઓ પાસે દેહવ્યાપાર નો ધંધો આજે પણ ખુલ્લેઆમ કરાવે છે. જોકે'- 125 કુટુંબ માંથી 15-20 કુટુંબ આ ધંધો હવે નથી કરતાં .તે ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાત ચલાવે છે. છતાં એ લોકોને બાદ કરતાં પણ વાડિયામાં આશરે - 200 છોકરીઓ આજે પણ જુદી- જુદી જગ્યાએ રહી 'વેશ્યાવૃત્તિ'નો ધંધો કરે છે .
એમાંનાં કેટલાંક કુટુંબો ,પાલનપુર, ડીસા, કે સાંચોર જેવાં શહેરોમાં જઈને, ત્યાં પોતાના મકાન બનાવીને, કે મકાન ભાડે રાખીને રહે છે. અને ત્યાં પોતાનો ધંધો કરે છે. સમગ્ર ધંધાનું મોટા ભાગનું 'નેટવર્ક' દલાલો મારફત ચાલે છે. અત્યારના આધુનિક અને ટેકનોલોજી ના યુગ માં 'દલાલો' પોતાના 'મોબાઈલ'માં એક- એક થી ચડિયાતી એવી 'ખૂબસૂરત' છોકરીઓના 'ફોટા' તેમાં રાખે છે. અને તે ગ્રાહકને બતાવે છે. અને જો પસંદ આવે તો 'વિડીયો કોલ' દ્વારા તેની સાથે વાત પણ કરાવે છે. તેનો ભાવ- તાલ 'દલાલ' નક્કી કરે છે. ને જરૂર પડે તો 'વડગામડા' અથવા તો છેક 'થરાદ' સુધી સામે ગ્રાહકને સામે લેવા પણ 'દલાલ સામે જાય છે .
'વાડિયા' ગામ માં અને સીમ માં કેટલાંક પાકાં બાંધેલાં મકાનો માં એ.સી. વાળા રૂમો પણ છે . જેમાં 'કસ્ટમર' છોકરી સાથે આરામ થી આખી રાત વિતાવી શકે છે. અહીં કેટલાક લોકો પાસે પોતાની મોંઘી ગાડીઓ પણ છે . જે ગાડીઓનો ઉપયોગ આ લોકો કસ્ટમરને લાવવા- લઈજવા માટે તો ક્યારેક છોકરીને બહાર લઈ જવા માટે પણ કરે છે અહીં કોઈ પણ ધર્મ ના, કોઈપણ જાતિ ના, કે કોઈપણ ઉંમરના પુરુષને પૈસા ખર્ચે તે પ્રમાણે છોકરી મળી રહે છે. અહીં 60 વર્ષનો પુરુષ 16 વર્ષની છોકરી સાથે ૧૫ થી ૨૦ હજાર રૂપિયા આપીને તેની સાથે આખી રાત ગુજારી શકે છે .
સરકાર ઘણી મહેનત કરે છે. એનજીઓ સંસ્થાઓ ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ આ ધંધો ગુજરાત ની દારૂબંધી જેવો છે. કાયદો હોવા છતાં અને સરકારના લાખ પ્રયત્નો છતાં ગુજરાતમાંથી સંપૂર્ણ દારૂ ક્યારેય પણ બંધ થયો છે ખરો દારૂ પીનાર જાતે જ, દારૂ પીવાનું બંધ નહીં કરે. ત્યાં સુધી 'દારૂબંધી' સફળ થવાની નથી. એ જ પ્રમાણે અહીં ના લોકો જાતે જ આ 'ધંધો' બંધ નહીં કરે. ત્યાં સુધી આ 'ધંધો' કોઈ દિવસ બંધ થવાનો નથી .
એક દિવસ માટે પોતાના ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યા બાદ કલાવતી પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે ડબલ તાકાત થી કામે લાગી ગઈ. કલાવતી એ સતત પાંચ વર્ષથી દરરો જ વહેલાં સવારે ત્રણ કલાક કરેલા અભ્યાસ- સાધનામાં ભારત ઉપરાંત, તમામ ધર્મોના ,ધર્મ ગ્રંથો ,ઇતિહાસ, જ્ઞાન- વિજ્ઞાન, અર્થવ્યવસ્થા, કાયદા-કાનૂન, રીત- રિવાજ બધાં જ પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો હતો. તેનું 'ચિંતન' કર્યું હતું. અને 'મનન' કર્યું હતું. અને તેમાં તેણી એ ભારત ને 'વિશ્વ ગુરુ' બનવા માટેનાં અત્યારનાં મહત્વનાં 'નડતરરૂપ' કારણો તેણીએ શોધી કાઢ્યાં હતાં .અને તેનો 'ઈલાજ પણ મન માં વિચારી રાખ્યો હતો .
આ ઉપરાંત કલાવતી એ કેશારામ બાપુ એ આપેલા દુર્લભ પુસ્તક 'કાલ વિજ્ઞાન'નો ગહન અભ્યાસ કર્યો હતો. અને તેમાં બતાવેલા 'મંત્રો' દ્વારા 'સાધના' કરીને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ભાગ્યે જ મેળવી શકે છે. તેવી 'દુર્લભ સિદ્ધિ' મેળવવા તરફ તેણી આગળ વધી રહી હતી. કઠોર સાધના, ઉગ્ર તપસ્યા, અને 'યોગ શક્તિ'ની મદદથી તેણી એ 'શાંગ્રીલા -ઘાટી''માં આવેલા 'જ્ઞાન ગંજ મઠ' અને 'સિધ્ધ વિજ્ઞાન આશ્રમ' પહોંચવા સુધીની સિદ્ધિ તો તેણી એ પ્રાપ્ત કરી લીધી હતી. જ્યારે 'યોગ સિધ્ધ આશ્રમ' નામના 'મઠ' સુધી પહોંચવાની 'દુર્લભ સિધ્ધી પ્રાપ્ત કરવા તેણી અત્યારે ધોર તપસ્યા અને સાધના કરી રહી હતી .
આ દુનિયામાં આજે પણ કેટલીક એવી જગ્યાએ છે. જેનો 'તાગ' દુનિયાન કોઈ પણ લોકો, કે આધુનિક વિજ્ઞાન પણ આજ દિવસ સુધી મેળવી શક્યું નથી અને તેનું રહસ્ય આજે પણ 'અકબંધ' છે .અને એવી જ એક જગ્યા નું નામ છે 'શાંગ્રીલા ઘાટી' આ જગ્યા 'અરુણાચલ પ્રદેશ' અને 'તિબેટ' ની સરહદે આવેલી છે. જેને આપણે 'સ્વર્ગ' ના નામે ઓળખીએ છીએ. આ જગ્યા ને ભગવાન બ્રહ્મા ના કહેવાથી 'વિશ્વકર્મા'એ બનાવી છે. અને તે 'કૈલાશ પર્વત' સ્થિત 'શિવજી'ના સાનિધ્યમાં છે.
આ જગ્યા આખી દુનિયાનું 'આધ્યાત્મિક' નિયંત્રણ કેન્દ્ર છે. અહીંનું વાતાવરણ 'વાયુ શૂન્ય' છે .અહીં નથી સૂર્યનો પ્રકાશ, કે નથી ચંદ્રનો ચળકાટ, નથી દિવસ ,કે નથી રાત્રી. અહીં દુધિયા પ્રકાશનો 'પ્રકાશપુંજ' સતત પોતાનો પ્રકાશ રેલાયા કરે છે. અને એ પ્રકાશ ક્યાંથી આવે છે તે કોઈને પણ ખબર નથી. સમય અહીં થંભી ગયો છે. અહીં વસવાટ કરનારની ઉંમર નથી કોઈ દિવસ વધતી, કે નથી કોઈ દિવસ ઘટતી. અહીં નથી કોઈ જન્મતું, તે નથી કોઈ મરતું. અહીં બધાં જ 'અમર' છે. અહીંના વાતાવરણના સંપર્કમાં આવતાં જ ભૌતિક દુનિયા'ની કોઈ પણ વસ્તુ 'ગાયબ' થઈ જાય છે. આને 'ચોથા આયામ' ની દુનિયા કહેવામાં આવે છે.
આ 'સાંગ્રીલા ઘાટી'માં ઉચ્ચકોટીના બૌદ્ધ લામાઓ, તાંત્રિકો ,અને સિદ્ધ યોગીઓનો વસવાટ છે. આ સિધ્ધો ની ઈચ્છા અને મરજી સિવાય, ઘાટીમાં કોઈ પ્રવેશી શકતું નથી તેમાં પ્રવેશ માટે ઉચ્ચ કોટિની આધ્યાત્મિક કુન્નતિ કરી હોય વિશિષ્ટ યોગ શક્તિ પ્રાપ્ત કરી હોય, જનક કલ્યાણ નું કોઈ 'ઉચ્ચતમ લક્ષ' પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરેલો હોય. કે પછી પૂર્વ જન્મનું ઘાટી સાથે કોઈ 'ઋણાનું બંધન ' હોય તેમને જ એ સિધ્ધો તેમાં પ્રવેશવાની પરવાનગી આપે છે .
ઉચ્ચ સાધનાથી 'સાંગ્રીલા ઘાટી'માં પ્રવેશ મેળવવાની પાત્રતા કેળવેલ વ્યક્તિને, તે ગમે ત્યાં હોય ત્યાં, તેને સ્વયં પ્રેરણા થાય છે. ને તે વ્યક્તિ હજારો કે લાખો કિલોમીટર દૂર હોય તો પણ તે અહીં પરાણે ખેંચાઈ આવે છે સાંગ્રીલા ઘાટી માં 'સ્થૂળ શરીર' સાથે જ વ્યક્તિને પ્રવેશ મળે છે. પરંતુ 'ઘાટી'ના એ વાયુમંડળ નો સ્પર્શ થતાં જ ' સ્થુળ શરીર' ગાયબ થઈ જાય છે. અને તે 'સૂક્ષ્મ દેહ' ધારણ કરે છે .
'સાગ્રીલા ઘાટી'માં 'જ્ઞાનગંજ મઠ' ' સિદ્ધિ વિજ્ઞાન આશ્રમ' અને 'યોગ સિદ્ધ આશ્રમ' નામના ત્રણ મઠ છે. જેમાં વિશ્વમાંથી 'વિશિષ્ટ યોગ સીધી' મેળવનાર 'સિદ્ધ મહાત્મા'ઓ પોતાની યોગ્યતા પ્રમાણે તેમાં વસવાટ કરે છે. અહીં રહેતા દરેક સિધ્ધો ,ભૂખ- તરસ થી પર હોય છે . તેઓ કામ, ક્રોધ, લોભ, મોહ,બધાથી પણ પર હોય છે. તેઓ હંમેશા પ્રસન્ન રહે છે. અને તેમની ઉચ્ચ સાધના'માં હંમેશા 'લીન ' રહે છે .
અહીં પ્રવેશનાર 'સિધ્ધો' ને પ્રથમ 'જ્ઞાનગંજ મઠ' માં પ્રવેશ મળે છે . અહીં તેમના જેવા બીજા યોગીઓ, મહા ત્માઓ, સિધ્ધો અને 'યોગીની'ઓ સુક્ષ્મ શરીર રૂપે રહેતાં હોય છે. અને વસવાટ કરતા હોય છે. તો ક્યાંક વિહાર પણ કરતાં હોય છે. તેઓ એક-બીજાને જોઈ શકે છે. પરંતુ મોટા-ભાગે 'સાધના'માં જ લિંન રહે છે .
તેનાથી વધુ સિદ્ધિ મેળવી હોય તેવા વ્યક્તિઓ ને 'સિદ્ધ વિજ્ઞાન આશ્રમ' માં પ્રવેશ મળે છે. અ