MOJISTAN - SERIES 2 - Part 24 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 24

Featured Books
  • ఓ మనసా... - 6

    స్క్రీన్ మీద వివేక్ నంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెం...

  • అంతం కాదు - 5

    సీన్ 3: అక్షర అంతరంగం)ఆ వెంటనే శ్వేత, అక్షర ఇద్దరూ వీడ్కోలు...

  • ప్రేమలేఖ..? - 1

    సున్నితమైన చిన్న ప్రేమ కథ.   అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన...

  • థ జాంబి ఎంపరర్ - 3

    ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక చిమ్మ చీకటి వెన్నెల వెలుగు సముద్రం మ...

  • తనువున ప్రాణమై.... - 12

    ఆగమనం.....సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్క...

Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 24

ભાભાએ ઘરે જઈ ખાટ પર આસન લીધું ત્યારે બાર વાગવા આવ્યા હતા. ગોરાણીએ રસોઈ બનાવી નાંખી હતી. બાબો ટેમુ સાથે બોટાદ ગયો હતો એની ભાભાને ખબર હતી કારણ કે ટેમુની દુકાનનો માલ લેવા ઘણીવાર બાબો એની સાથે જતો. બપોર સુધીમાં બાબો આવી જાય તેમ હતો એટલે સાથે જ જમવાનું હતું. ગોરાણી પાણીનો લોટો લઈ આવ્યા એટલે ભાભાએ પૂછ્યું,


"બાબો હજી નથી આવ્યો?''"કદાચ મોડું થાય તો તમે જમી લેજો એમ કહીને ગયો છે. તમને ભૂખ લાગી હોય તો થાળી પીરસું." ગોરાણીએ કહ્યું. 

"થોડીવાર રાહ જોઈએ. પછી ફોન કરીને પૂછી લેશું; જો એને બહુવાર ન હોય તો સાથે જ જમીશું. મારે કંઈ ઉતાવળ નથી." કહી ભાભાએ પાણી પીને લોટો ગોરાણીને આપતા ઉમેર્યું,'


'હું શું કહું છું? ગામના લોકો એક સ્કીમમાં રૂપિયા રોકીને બહુ કમાઈ રહ્યા છે. હુકમચંદ એ સ્કીમ ચલાવી રહ્યો છે. મીઠાલાલનો મિત્ર ભગાલાલ ધંધુકામાં કાર ફેકટરી ખોલવાનો છે એમાં લોકો રૂપિયા રોકીને માલામાલ થઈ રહ્યા છે. મેં બાબાને પૂછ્યું પણ બાબો આવી સ્કીમમાં પડવાની ના પાડે છે; પણ આજે તખુભા કહેતા'તા કે આમાં કંઈ જોખમ નથી. આપણે પણ રૂપિયા રોકવા જોઈએ."

 "તમે બાપ દીકરો જે કરવું હોય એ સમજી વિચારીને કરી ભાઈસાબ. મને એમાં શું ગમ પડે? બાબો ના પાડતો હોય પણ બે પૈસા મળે એમ હોય તો એને સમજાવો. પછી એ હા પાડે તો રોકજો.'' ગોરાણીએ એમની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યો."

"હું શું કહું છું? બાબાને આમાં બહુ સમજ નહિ પડે. નકામો ના પાડશે. તખુભાએ કહ્યું છે કે આમાં છોકરાને પૂછવા રહેશો તો રહી જશો. એટલે એમ કરીએ, બાબાની જાણ બહાર રોકાણ કરી દઉં. નફો તો થવાનો જ છે. હુકમચંદ જેવો ચાલાક માણસ કંઈ એમ ને એમ તો દોડતો ન હોય. બાબો હજી બાળક કહેવાય. ધંધામાં એને શી ગમ પડે?" ભાભાના મન પર સ્કીમ હવે પૂરેપૂરી છવાઈ ગઈ હતી.

"તમારી ઈચ્છા હોય તો બાબો કંઈ ના નહિ પાડે. પણ એને આવી જવા દો. દીકરો હવે કંઈ નાનો નથી, એની જાણ બહાર કાંઈ ન કરવું એવું મને સુજે છે. છતાં તમારી ઈચ્છા." ગોરાણીએ કહ્યું

."મેં એને પૂછ્યું જ હતું. પણ એ નહિ માને તો નકામા આપણે રહી જાશું. ગામના ડફોળ માણસો પણ ફાવી ગયા છે. લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. લાવ ને હું બે લાખ તખુભાને આપી આવું." એમ કહી ભાભા ઊભા થયા. 


"જે કરો તે વિચારીને કરજો. પછી પસ્તાવાનો વારો આવે નહિ એ જોજો."  

"આમાં નહિ રોકીએ તો પસ્તાશું.  તું બાબાને કશું ના કહેતી. લાવ કબાટની ચાવી. એ આવે એ પહેલાં હું જઈ આવું." કહી ભાભા કબાટ તરફ આગળ વધ્યા.


  ગોરાણીએ કબાટની ચાવી આપી એટલે ભાભાએ કબાટ ખોલ્યો. અંદરનું ખાનું કે જે ભાભાની મૂડી સાચવતું હતું એમાં ભાભાએ હાથ નાંખ્યો. ઘરેણાંનો ડબ્બો અને રોકડ એ ખાનામાં ભાભા રાખતા. ભાભાના હાથમાં ઘરેણાંનો ડબ્બો તો આવ્યો પણ રોકડા મુકેલા બે લાખ ગાયબ હતા. ભાભાના પેટમાં ફાળ પડી. એમણે ગભરાઈને ગોરાણીને સાદ પાડ્યો.


"અરે બાબામાત..આ ખાનામાં રૂપિયા હતા બે લાખ પુરા. ક્યાં ગયા?" 

"અરે..હું તમને કહેવાનું ભૂલી ગઈ. બે દિવસ પહેલા બાબો 'આટલા બધા રૂપિયા ઘરમાં ન રખાય.' એમ કહીને બેંકમાં ભરી આવ્યો છે." ગોરાણીએ કહ્યું.

"તું પણ ખરી છો ભાગ્યવાન. મને કહ્યું પણ નહીં? હવે મારે બેંકમાંથી ઉપાડવા જવું પડશે." કહી ભાભાએ ચેકબુક લેવા કબાટના ખાનામાં હાથ નાંખ્યો.  ભાભાને ચેકબુક તો મળી. પણ ચેક એક પણ નહોતો. નવી ચેકબુક માટે બેંકમાં અરજી કરવાની હતી પણ પછી પૈસા ઉપાડવાની જરૂર જ પડેલી નહિ એટલે ચેકબુક કઢાવી શકાઈ નહોતી. 


"અરે.. ચેકબુક તો પુરી થઈ ગયેલી છે. ભારે કરી. લાવ પાસબુક લઈને બેંકે જાઉં."  ભાભા ચપ્પલ પહેરીને બેંકે જવા ઉપડ્યા. 

પણ ભાભાના નસીબે કહો કે કમનસીબે; તે દિવસે મહિનાનો ચોથો શનિવાર હતો એટલે બેંક બંધ હતી. ભાભાને ગુસ્સો તો ઘણો આવ્યો પણ હવે કંઈ થઈ શકે તેમ નહોતું.


 ભાભા બેંકેથી પરત ફરતા જ હતા ત્યાં તખુભાનો ફોન આવ્યો. "હેલો તભાગોર..તમે ઝટ રૂપિયા લઈને હુકમચંદના ઘરે જાવ. મેં વાત કરી લીધી છે. આજે ફોર્મ ભરવામાં ફાયદો છે. આજે યુનિટનો ભાવ વધ્યો છે; પણ મેં હુકમચંદને ફોન કરીને જુના ભાવે તમને યુનિટ આપવાનું કય દીધું છે. તમે ગામના જ છો ને પાછા ગોર છો એટલે હુકમચંદે પણ હા પાડી છે. પણ કલાકમાં ફોર્મ ભરી દયો તો જ જૂનો ભાવ ગણાશે. બાર વાગ્યે ભાવ ફરી જાય છે પણ હુકમચંદ તમારા માટે કલાક આમતેમ ચલાવી લેશે." 


ભાભાએ પૈસા બેંકમાં હોવાનું, ચેકબુક ખલાસ થઈ ગઈ હોવાનું અને બેંક પણ બંધ હોવાનું જણાવીને આજે ફોર્મ ભરી નહિ શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો.

"ભારે કરી ભાભા..તમારા નસીબ થોડાક નબળા કહેવાય. પણ એક કામ કરો કોઈની પાસેથી બે દિવસ પૂરતા ઉછીનાં લઈ લો ને! રવજી સવજી છે; પેલો ગંભુ છે; વજુશેઠ કે પોચા માસ્તર પણ તમને ઉછીનાં આપવાની ના નહિ પાડે. જાવ જલ્દી કરો. આ અવસર ચુકી જવા જેવો નથી ભલામાણસ!" તખુભાએ રસ્તો બતાવ્યો. એમને પણ કમિશનના વીસ હજાર ઊભા કરવાના હતા ને!  


"હા હા લ્યો એમ જ કરું. લગભગ તો સવજી પાસેથી જ મેળ પડી જશે." કહી ભાભાએ સવજીના ઘર તરફ પગ ઉપાડ્યા.  ભાભાએ સવજીના ડેલામાં પગ મૂક્યો એટલે સવજીની વહુએ ભાભાને આવકાર આપીને ઓસરીમાં ખાટલો ઢાળી આપ્યો.

"વહુ, મારે બેસવાનો સમય નથી. રવજી કે સવજી ક્યાં છે? મારે થોડું કામ છે." ભાભાએ ફળિયામાં ઊભાઊભા જ પૂછ્યું.

"રવજીભાઈ તો અમદાવાદ જ્યા સે. ને કંકુના બાપા તો વાડીએ સે. આજ કપાસ વીણવાના દાડીયા સે અટલે ઠેઠ હાંજે આવશે. કામ હોય તો ફોન કરો ને ભાભા. બેહો તો ખરા લ્યો હું સા મેકું." સવજીની વહુએ કહ્યું.

"ના ના મારે ચા નથી પીવી. થોડીક ઉતાવળ છે. હું સવજીને ફોન કરી લઈશ." કહી ભાભાએ તરત જ યુ ટર્ન માર્યો.    સવજીના ડેલામાંથી બહાર નીકળી ભાભાએ ઝભ્ભાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. પણ પછી તરત જ વિચાર્યું કે 'લાવ ને વજુશેઠ પાસે જ જાઉં. સવજી ઘરે નથી, કદાચ એની વહુને ખબર હોય કે ન પણ હોય. નકામું મોડું થશે એના કરતાં વજુશેઠ જ ઠીક પડશે.'

  ભાભા ઉતાવળે પગલે વજુશેઠની દુકાને પહોંચ્યા. દુકાન બંધ હોવાથી બાજુમાં રહેલી ખડકી ખોલીને અંદર ઘુસ્યા.   ભાભાએ ફળિયામાં પહોંચીને જોયું તો વજુશેઠ અને એના વૃદ્ધ પિતા કેશાશેઠ ઓસરીમાં જમવા બેઠેલા હતા. વજુશેઠ અને એમના પિતાનો જમતી વખતે મૌન સેવવાનો નીયમ હતો એટલે વજુશેઠે હાથ ઊંચો કરી ભાભાને આવકાર આપ્યો. ઓસરીમાં બાંધેલી ખાટ પર બિરાજવાનો ઈશારો કરી જમવા માંડ્યું.  

ભાભાને વજુશેઠના મૌન નિયમની ખબર હતી. ના છૂટકે હવે વજુશેઠ અને ડોસા જમી રહે ત્યાં સુધી બેસવું જ પડે તમે હતું. 

 ભાભા ચપ્પલ ઉતારી ખાટે બેઠા એટલે વજુશેઠના પત્ની પાણી ભરી લાવ્યા.  ભાભાએ પાણી પીવાની ના પાડી. વજુશેઠના પત્ની પાણી પાછું લઈ ગયા એટલે વજુશેઠે એમને આસન પાથરી ભાભાની થાળી પીરસવાનો ઈશારો કર્યો.  જમવાનો સમય થયો હોઈ ભાભાને કકડીને ભૂખ તો લાગી હતી. વળી વજુશેઠના ઘરે જે રસોઈ બની હતી એની સોડમે ભાભાના મોંમાં પાણી લાવી દીધું હતું. બીજો કોઈ સમય હોત તો ભાભા નામ પૂરતો આગ્રહ કરાવીને જમવા બેસી જ જાત. પણ અત્યારે જલ્દી બે લાખ ઉછીનાં લઈ હુકમચંદના ઘરે પહોંચાડવાના હતા.

 "અરે અરે.. હું જમવા નહિ બેસું શેઠાણી. મારા ઘરે રસોઈ બની ગઈ છે અને ગોરાણી રાહ જોતા હશે. મારે થોડું ઉતાવળનું કામ છે એટલે આવ્યો છું; પણ શેઠ તો જમવા બેઠા છે એટલે હું રાહ જઈશ." ભાભાએ બે હાથ જોડીને જમવાની ના પાડી.   


વજુશેઠે કંઈક ઈશારા કર્યા એટલે એમની પત્નીએ કહ્યું કે જમવાના સમયે અમારા ઘરે આવનારને જમાડ્યા વગર અમે જવા દેતા નથી. એમાંય તમે તો બ્રાહ્મણ છો એટલે જમવું જ પડશે. મહેરબાની કરીને તમે ના ન પાડો ને બેસી જાવ."  

વજુશેઠ અને એમના વૃદ્ધ પિતાએ પણ જમતા જમતા હાથ જોડયા. હવે ભાભાને જમવા બેસવા સિવાય છૂટકો નહોતો.ભાભા જમવા બેઠા એટલે વજુશેઠ અને એમના પિતા જમી રહ્યા હોવા છતાં ભાભાને જમાડવા બેસી રહ્યા. આગ્રહ કરી કરીને વજુશેઠે ભાભાને જમાડ્યા. વજુશેઠે એમની પત્નીને ઈશારો કરીને મીઠાઈના ડબા મંગાવ્યા. મોહનથાળ, બરફી અને સુખડીના ઘીથી લથબથ બટકા ભાભાની થાળીમાં વજુશેઠે જાતે જ પીરસ્યા. ભાભાને શેઠાણીએ બનાવેલા દાળ શાકની મીઠાશ સામે ગોરાણીની રસોઈ તો સાવ ફિક્કી લાગી. છેલ્લે થાળી ભરીને દાળ ભાત જમીને ભાભા ઢમઢોલ થયા. વજુશેઠે પાણી રેડીને ચળું કરાવ્યું. ભાભા માંડ આસન પરથી ઊભા થઈ શક્યા. 

"વજુશેઠ તમે તો બહુ આગ્રહ કર્યો બાપા..મારું પેટ તૂટાતુટ થઈ રહ્યું છે. હું એક ખાસ કામે આવ્યો હતો; મારે ઉતાવળ છે; પણ તમે જમતા હતા એટલે મારો છૂટકો નહોતો." ભાભાએ ખાટ તરફ પગલું માંડતા કહ્યું.  

વજુશેઠ ભાભાને એમના ડ્રોઈંગરૂમ તરીકે વપરાતા ઓરડામાં લઈ ગયા. શેટી પર તકિયો નાંખીને ભાભાને બેસાડી પંખો ચાલુ કર્યો.  કેશાશેઠે સુડી લઈ સોપારી વાતરવા માંડી. એ પહેલાં વજુશેઠે મુખવાસની પેટી ખોલીને ભાભાને બે ત્રણ જાતના મુખવાસ ખવડાવ્યા. ભાભાએ જલ્દી જલ્દી મુખવાસના ફાકડા મારીને ફરી કહ્યું,

"વજુશેઠ, બહુ પ્રેમથી તમે જમાડયો. પણ હવે મારી વાત સાંભળો. શેઠ મારે તાત્કાલિક બે લાખ રૂપિયા ઉછીનાં જોઈએ છે. આજે બેંકમાં રજા છે એટલે તમારી પાસે આવવું પડ્યું, હું સોમવારે ઉઘડતી બેંકે મારા ખાતામાંથી ઉપાડીને તમને પહોંચતા કરીશ."

"લ્યો આ સોપારી મમળાવો ગોર. મેંગ્લોરની પેશલ છે. અલ્યા વજુ ગોરને પૂછ તો ખરો કે બે લાખની એકસામટી કેમ જરૂર પડી.." કેશાશેઠે ભાભાની હથેળીમાં સોપારીનો ભૂકો આપતા કહ્યું.

"વજુશેઠ, તમે બધાએ ઓલી હુકમચંદની સ્કીમમાં રૂપિયા રોકીને ડબલ કરી નાંખ્યા. મને તો આજ તખુભાએ કીધું કે આમાં રોકવા જેવું છે. કાલ પાસો ભાવ વધી જાવાનો છે એટલે આજ જ રોકી દેવા છે. પણ મારા રૂપિયા બાબો બેંકમાં મૂકી આવ્યો છે. હું બેંકે દોડ્યો પણ આજ ચોથો શનિવાર બળ્યો છે." કહી ભાભાએ સોપારીનો ફાકડો માર્યો.

"હા હુકમચંદને મીઠાનો મિત્ર ભગો સ્કીમ પકડાવી તો ગયો છે. મેં પાંચ રોક્યા છે. મને બહુ ભરોસો તો નથી પડતો પણ મહિનામાં ડબલ થઈ ગયા એટલે કાલે પાછા બે નાંખી દીધા. હવે તો પચ્ચીસેક હજાર પડ્યા હશે. તમારે બે દિવસ પૂરતા જોઈતા હોય તો આપું." વજુશેઠ બોલ્યા.


"હું તો કવ છું કે આવી મોં માથા વગરની લોભામણી ઈસ્કીમુંમાં પડાય નહિ ગોર. આ વજીયો મારું માનતો નથી..હુકમો ઈની છઠ્ઠીમાંય હાચુ રોયો નથી. મારું માનો તો ગોર સાનામાના ઘર ભેગા થઈને બપોરની મીઠી નીંદર કરો. આમાં પડોમાં.. અમે તો વેપારી છઈ તે ખોટ ખાશું તો નફોય રળશું. તમે સલોક બોલી બોલીને બે લાખ ભેગા કર્યા સે. નો કરે નારાણ ને કરે સતનારાણ! સ્કીમનું ભોપાળું નીકળશે તો ઠણઠણ ગોપાળ થઈ જાસો." કેશવશેઠે બોખા મોંમાં સોપારીનો ટુકડો ફંગોળીને ભાભા તરફ થુંક ઉડાડયું.

"અરે..રે..વજુશેઠ હું ખોટી થયો. પણ તમારું જમણ મને યાદ રહેશે હો. ચાલો કંઈ નહીં હું બીજે ક્યાંક તપાસ કરું." ભાભાએ કેશાશેઠની વાત અવગણીને ઊભા થઈ વજુશેઠને કહ્યું.  

"હોત તો તમને ના ન પાડેત હો તભાગોર! એમ કરો રવજીને ત્યાં જાવ.." વજુશેઠે ભાભાને ખડકી સુધી વળાવતા કહ્યું.

"એ અમદાવાદ જ્યો છે. ને સવજી વાડીએ છે; તમારો ભરોસો હતો પણ તમેય સ્કીમમાં રોકી દીધા છે. હવે જોઉં ઓલ્યો ગંભુ કદાચ આપશે. ચાલો હવે હું જલ્દી જાઉં ગંભુને ત્યાં.." કહી ભાભાએ બજારમાં ઉતાવળે ડગ માંડ્યા. 

"હેલો ગોર..કેમ થિયું પસી. ફોર્મ ભરવાનો ટાઈમ હવે પૂરો થાય છે હો. દોઢ વાગવાઆવ્યો છે. બે વાગતા હુંધીમાં મેળ નો પડે તો પછી કાલ માથે જ રાખજો. ભાવ તો હજી વધવાના જ છે મુંજાતા નહિ." તખુભાનો ફોન આવ્યો. 

"ના ના તખુભા, આજે જ ભરવું છે આપડે. હું હમણે મેળ પાડું છું.'' કહી ભાભાએ સ્પીડ વધારી. 

વજુશેઠના ઘરે સ્વાદિષ્ટ દાળશાક, આઠેક રોટલી સાથે ઝાપટેલા મીઠાઈના દસબાર બટકા અને છેલ્લે થાળી ભરીને જે દાળભાત ઉમેરેલા એ ખોરાકે ભાભાના પેટને ઘણુંખરું બહારની તરફ ધકાવ્યું હતું. મોટી ફાંદ ભાભાની નજરને પગમાં જતી અટકાવતી હતી. પગ પણ ઝડપથી ચાલવાની ના પાડતા હતા અને ગંભુનું ઘર હજુ દૂર હતું.  

ભાભાએ એક ઓટલા પર કે જ્યાં થોડો છાંયો પડતો હતો ત્યાં બેસીને ગંભુને ફોન કરીને ઘરે પૈસા આપી જવાનું કહેવા વિચાર્યું. ગંભુ ભાભા પ્રત્યે ઘણું માન ધરાવતો, નાના મોટા કામ પણ કરી આપતો અને બે લાખ રોકડા આપી શકે એવો ખમતીધર પણ હતો. 

"જે વ્યક્તિ સુધી તમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ અત્યારે આપનો કોલ લઈ શકે તેમ નથી. કૃપા કરીને ફરીથી પ્રયત્ન કરો."  ભાભાએ વારંવાર પ્રયત્ન કર્યો. પણ ગંભુ નામની એ વ્યક્તિ સુધી પહોંચવા માટે વારંવાર ફરીથી પ્રયત્ન કરવાનું જ કહેવામાં આવ્યું. 


ભાભાએ ઘડિયાળમાં જોયું, બે વાગી ગયા હતા.  હતાશ થયેલા ભાભાએ ડૂબતો તરણું ઝાલે એમ પોચા સાહેબને ફોન લગાડ્યો.  

 પોચા સાહેબને ફોન તો લાગ્યો પણ ઉપાડ્યો એમની પત્નીએ! ભાભાએ ખાસ કામ હોવાથી પોચા સાહેબને ફોન આપવા કહ્યું.

"એ ગોરબાપા..ઈમને આજ માથું ચડયું સે. તે હજી હમણે જમીને ટીકડી લયને સુઈ જ્યા સે. કોયનો પણ ફોન આવે તો જગાડવાની ના પાડી સે. માથું સડે ત્યારે ઈમને બવ અહખ થાય સે. સુ સે કે ઈમને અવળો ગેસ થાય સે અટલે ઊંધું માથું સડે સે. મેં ઈમને હજારવાર કીધું સે કે રાતે દાળભાત નો ખાતા હો તો. પણ આપડું માને તો તો શું જોવે. ઈમ તો મોટા દાક્તરનેય બતાવ્યું સે પણ દાગતરે ઈમ કીધું કે માથું તો અમનેય દુઃખે સે. આ કંઈ મોટો રોગ નો કેવાય, ટીકડી લઈને સુઈ જાવાનું. જો ટીકડી લીધેય નો ઉતરે તો પસી મગજનો ફોટો પાડવો પડે. પણ ઈમને ટીકડી લીધે માથું ઉતરી જાય સે. પસી ખોટો ખરસો શું કામ કરવો બરોબરને. માથું ઉતરી જાશે એટલે ઈ જાગશે. રૂમમાંથી બારા આવે એટલે હું તરત તમારો ફોન આવ્યો'તો ઈ કય દશ હો ને ભાભા.કારણ કે આ માથાનો દુઃખાવો તો બવ વહમો..મનેય ચ્યારેક સડે સે..પણ હું ટીકડી નથી લેતી. સુ સે કે પસી ટેવ પડી જાય હેને ભાભા. હું તો..."'

'બસ બસ મારી મા..આ...આ.. ખમૈયા કરો. હવે મારુ માથું ચડવા માંડ્યું છે. તમે તો આખુ માથાપુરાણ વાંચવા માંડ્યું..તમે ફોન મુકો બાપા.. ખરા બપોરે ક્યાં તમને ફોન કર્યો.." કહી ભાભાએ ફોન કાપી નાંખ્યો.  

બે લાખ ઉછીનાં લેવા ગામમાં ભટકતા ભાભાનું માથું ખરેખર ભમવા લાગ્યું હતું. જ્યાં જ્યાં ગયા ત્યાંથી માથું ભટકાડીને પાછું જ આવવું પડ્યું હતું. ભાભા, હવે શું કરવું એ વિચારે એ પહેલાં જ બાબાનો ફોન આવ્યો. બાબાએ તરત જ ઘરે આવી જવા કહ્યું. 

ભાભા હારેલા રાજવીની માફક ધીમે પગલે ઘર તરફ જવા લાગ્યા. બે લાખ ગોતવા જતા ભાભાના ગાભા નીકળી ગયા હતા!


(ક્રમશ:)