આગળના ભાગમાં આપણે જોયું કે શૌર્ય "મિત્તલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ " સાથે મુંબઈ મીટીંગ માટે જવાનો હોય છે. અહીં નંદિની પણ પોતાના ન્યું મસાલા બ્રાન્ડ
"સુગંધ સાકાર" મુંબઈથી ડીલ માટે કોલ આવે છે. હવે આગળ......
નંદિની સાંજે મોડી ઘરે પહોંચે છે. બાપુ!.... બાપુ!...
જુવો આવી ગય તમારી લાડલી (વસુંધરાજી કહે છે)
આજે બોવ ખુશ લાગી રહી છે, શું વાત છે બેટા??..
બાપુ! (હસતાં) મે ઘણી જગ્યાએ "સુગંધ સાકાર"મસાલા ના સેમ્પલ માટે ઓનલાઇન ઘણાં રેસ્ટોરન્ટ, હોટેલ અને મોટી શોપ માં વાત કરેલી તો મુંબઈથી બે હોટેલમાંથી થોડા સેમ્પલ અને ડીલ માટે બોલાવ્યા છે. તો બોલો બાપુ કેમ ખુશ ના થાવ?..આ મારા કામની સફળતાનું પ્રથમ પગથીયું છે.
હા બેટા! આ તો આપણા બધા માટે ખુશી અને ગર્વ ની વાત છે. તો આપણે બધા સાથે મળી ખુશ થયે.(થોડાક મસ્તી ભર્યાં અંદાજે શ્યામલદાસ બોલ્યા)
બધાં હસવા લાગે છે.
બેટા નંદિની એ તો જણાવ કે મુંબઈ ડીલ માટે જવાનું કોણ છે. (વસુંધરાજી બોલે છે.)
માં અમે નક્કી કર્યું કે આ ડીલ માટે હું જઈશ. એટલે કે તમારી નંદિની જશે. (નંદિની ખુબ ઉત્સાહિત થતા માને ગોળ ગોળ ફેરવવા લાગે છે.)
તો ક્યારે જવાનું છે એ કંઈ નક્કી થયું છે??
ચાર દિવસ પછી જવાનું છે માં..અને બાકી તે એડ્રેસ ફોન, ઈમેલ દ્વારા જણાવશે.
બેટા! એના માટે દરેક પ્રકારના મસાલા પુરા ચોકસાઈ સાથે બનાવવાના. અત્યારે સેમ્પલ માટે દરેક પ્રકારના મસાલા તૈયાર કરજો. અને ખાસ વાત બેટા!... પેકિંગ કરવામાટે નાં બોક્સ, એમાં છપાયેલો લોગો એકદમ બરોબર હોવો જોઈએ.
હા બાપુ! કાલે બોક્સ આવી જશે અને બાપુ એ બોક્સ અમે પ્લાસ્ટિક નહીં પણ જાડા કાગળથી બનાવવા માટે આપેલા છે. દરેક મસાલા ના અલગ અલગ નામથી થોડાક સેમ્પલ કાલે આપી જશે. "રહી ખાસ વાત તો એ બોક્સની ડિઝાઇન અમે ખુદ બનાવેલી છે જે ખૂબ આકર્ષિત પણ છે".
તમે મારી સ્માર્ટ,હોશિયાર બિઝનેસ વુમન ને નાં શીખવાડો.
એતો પહેલેથીજ હોશિયાર છે.
(વસુંધરાજી શામળદાસ સાથે મજાક કરતા બોલે છે.)
હા! હા!....જો બેટા તારી માં મને સંભળાવવાનો એક મોકો નહીઁ છોડતા...હવે મને કહેતાં રેશો કે જમવાનું પણ આપશો...(શ્યામળદાસ ફરી મજાક કરતા બોલે છે.)
વસુંધરાજી બધા ને જમવાનું આપે છે. બધા આજે મજાક મસ્તી કરતા જમે છે. નંદિની જલ્દી સૂઈ જાય છે. સવારે વહેલી ઉઠી રોજની જેમ દિનચર્યા પતાવી નંદિની પોતાના "સુગંધ સાકાર" મસાલા માટે ગોડાઉને પહોંચે છે. બધી સહેલીઓ પણ પહોંચે છે. દરેક પ્રકારના મસાલા ના થોડા સેમ્પલ તૈયાર કરે છે. તેના પેકિંગ માટે નાં બોક્સ પણ આવી જાય છે. એ બોક્સ ઘણાં આકર્ષીત હોય છે. તેને બીજા ઘણા બોકસ બનાવવાનો ઑર્ડર પણ આપે છે.
સાંજ નો સમય થવા આવ્યો છે. નંદન ચાય લઈ ને આવે છે. બધી સહેલીઓ અને નોકરી કરતી મહિલા ઓ સાથે મળી ચા પીવાની મજા લઇ થાકમાં હળવાશ અનુભવે છે.
પૂજા: નંદિની આજે ઘણું કામ પૂરું કર્યું છે.
નંદિની: હા આજે ઘણું મહત્વ નું કાર્ય પૂર્ણ થયુ છે. કાલે જે મસાલા બાકી છે એ અને તેના પેકિંગ કરીશું.
સુમન: કાલે મુંબઈ ડીલ માટે નું ડીસ્કસ કરીશું. નંદિની તારી તૈયારી પણ કરજે અને કંઈ જરૂર પડે તો અમને જાણ કરજે. તારી ટ્રેનની ટિકિટ પણ આજે જ બુક કરાવી નાખીએ. થોડી વાતો કરી બધાં ફરી કામે લાગે છે. મહિલા ઓનો જવાનો સમય થઇ ગયો છે. ચારેય સહેલીઓ કામ પતાવી ઘરે પહોંચે છે.
(રોજના રૂટીન પ્રમામે નંદિની અને તેની સહેલિયો "સુંગધ સાકાર" મસાલા ને બેસ્ટ અને શુદ્ધ સાર્વત્રિક (ઓર્ગેનિક) બ્રાન્ડ બનાવવા મહેનત કરે છે. બે દિવસ માં ઘણું કામ પૂરું થયું.)
નંદિની ને આજે વહેલી સવારે મુંબઈ જવા માટે નીકળવાનું છે. આજે તે કામે થી વહેલી આવી સુઈ ગઈ હતી. ટ્રેન નો સમય સવારે ત્રણ વાગ્યા નો છે. નંદિની વહેલી જાગી તૈયાર થઈ મહાદેવની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાથના કરે છે.
વસુંધરાજી ને મનમાં ઘણી ચિંતા છે. પણ તેને નંદિની પર વિશ્વાસ છે તે પોતાનું ધ્યાન રાખી લેશે, "તોયે માનું હૈયું"...
માં મને હસતા હસતા તિલક લગાવો... આમ ચિંતા ભર્યે હૈયે નહીઁ(નંદિની હસતા બોલે છે)
વસુંધરા તિલક લગાવે છે. નંદિનીએ માં બાપુ નાં આશીર્વાદ લીધા. હાથમાં પોતાની બ્રાન્ડના મસાલાના નમૂનાઓથી ભરેલી બેગ અને દિલમાં અનેક સપનાં લઈ નંદિની નીકળે છે. તેના પિતા રેલ્વે સ્ટેશન છોડવા જાય છે.
બેટા: આ તારી સામાન્ય મુસાફરી નથી, આ તો તારા સપનાનું પહેલું પગથિયું છે. અને તું એમાં ખૂબ મોટી કામયાબી હાંસલ કર. સારું બેટા ધ્યાન રાખજે ... ટ્રેઈન ઉપડી જાય છે.
હા બાપુ! આવજો અને મારી કંઈ ચિંતા નહિ કરતાં. કામ પૂરું થતાં હું આવતી રહી.
જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ, નંદિની ના દિલ માં ઉમટતા ભાવો નાં સાથી મળતા ગયા. ગામની માટીની સુગંધથી દૂર, મુંબઈમાં પોતાની ઓળખ બનાવવાની હતી.
તે જાણતી હતી કે મુંબઈના કદમ કદમ પર પડકાર છે, પણ તેની ધરતીના મસાલાની ખસખસાટ એવી છે જે શહેરના શોર માં પણ પોતાનું સ્થાન બનાવી લેશે..
વિચારો માં ગુંથાયેલી નંદિની સુઈ ગઈ. સવાર પડે છે.
___________________________________________
શૌર્યને આજે સવારે મુંબઈ તરફ એક મહત્વપૂર્ણ ડીલ માટે નીકળવાનું છે. સવારના સૂર્યના પ્રથમ કિરણો સાથે શૌર્ય તૈયાર થઈ પોતાની ગાડીઓ નાં ગેરેજ માથી બ્રાન્ડેડ ગાડી કાઢે છે. હવામાં આજે થોડું ઠંડકભર્યું, શાંતપણુ હતું, પણ શૌર્યના મનમાં તો ઊછળતી લહેરો હતી. આંખોમાં સપનાના અચૂક નિશાના. તેને રોયલ્સ રોય ગાડી આગળ ચલાવી....તે નિશ્ચય સાથે આગળ વધી રહ્યો હતો।
શૌર્ય વધારે એકલું જવાનું પસંદ કરતો તેથી તે આજે એકલોજ જઈ રહ્યો છે. કારના કાચમાંથી બહાર જોઈને શૌર્યએ મનમાં વિચારી લીધું—"આ ડીલ માત્ર ધંધાની વાત નથી, આ છે મારી દૃષ્ટિ, મારા સપનાની પરીક્ષા।"...... "મિત્તલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સાથે બિઝનેસ ડીલ કરવી એ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે."
રસ્તા વચ્ચે ગ્રીન સિગ્નલ, ધીમે ધીમે શહેરી કલરવ, અને મગજમાં ચાલતું પ્લાનિંગ—બધું કંઈ એમ જતું કે ક્યાંક નવો અધ્યાય શરૂ થવાનો !... શૌર્ય મુંબઈ તાજ હોટેલ માં પહોંચે છે. ત્યાં તેનો આસિસ્ટન્ટ અને મેનેજર પહેલેથી હોટેલ માં હાજર હોય છે. શૌર્ય હોટેલ ના લક્ઝરીયસ રૂમ માં આવે છે. ફ્રેશ થઈ બ્લેક કૉફી નો મગ હાથમાં લઈ બહારનું દ્રશ્ય જોવે છે.
શું થશે મુંબઈ શહેરમા બંને ની તકરાર??..
જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા