{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે.સાગરના વિચારોમાંથી રેખા ખસતી ન હતી. તે જાણતો હતો કે રેખા પોતાના લગ્નજીવનમાં સુખી છે તેમજ તે હવે તેની રહી નથી. તે કોઈ બીજાની અમાનત બની ચુકી છે. તેથી તેની જિંદગીમાં દખલ દેવા પણ માંગતો ન હતો. તેમ છતાં પણ તેના વિચારોમાંથી તે બહાર આવી શકતો ન હતો. હવે જુઓ આગળ..}
સાગરને રેખાની સાથે વિતાવેલા એક એક ક્ષણ નજર સમક્ષ જાણે આવી રહ્યા હતા. રેખા અને સાગર બંને નાનપણના મિત્રો હતા. કેવી રીતે બંને જણા સાથે ભણતા રમતા. ક્યારેક નાના મોટા રમકડા માટે લડતા ઝઘડતા. તો ક્યારેક નાના મોટા ઝઘડા પછી એકબીજાથી રિસાતા અને મનવતા. હંમેશા બંને એકબીજાની સાથે રહેતા સાગર રેખાનું ખૂબ જ ધ્યાન રાખતો તેને સાચવતો હતો તે બધું યાદ આવતું હતું. પરંતુ સાગર અને રેખા પોત પોતાનું ભણતર પૂરું કરવા માટે અલગ અલગ શહેરમાં જતા રહે છે. પછીથી જ્યારે તે લોકો ભણતર પૂરું કરીને પાછા ફરે છે. તરત જ બંને નાનપણના મિત્રો એકબીજાને મળવા માટે આતુર હોય છે.
સાગર રેખાના ઘરે પહોંચી જાય છે. ત્યારે તેમની અલગ થયા પછીની પ્રથમ મુલાકાતને યાદ કરે છે કે બંને અલગ થયા ત્યારે કેવા કિશોર અવસ્થામાં હતા. અને અત્યારે હાલ જ્યારે મળી રહ્યા છે ત્યારે જવાન થઈ ચૂક્યા છે. રેખા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેના લાંબા કાળા ઘેરા વાળ, તેનો સાદગી ભર્યો શણગાર, આછા પીળા કલરનો ઘેરદાર ડ્રેસ પહેર્યો હોય છે. ભરાવદાર તેનું યૌવન હતું. તેના હાથ પગ ચહેરો કેટલા નાજુક દેખાતા હતા. હું તો શું કોઈપણ તેને પહેલી નજરમાં જોવે તો તરત તેના પ્રેમમાં ડૂબી જાય..
હું તેને જોઈને તેના વિચારોમાં ડૂબી ગયેલો હતો. ત્યાં જ રેખાએ ચપટી વગાડીને મને વિચારો માંથી બહાર કાઢ્યો.અને કહેવા લાગી કે " શું વાત છે બોડી બોડી બનાવીને તું તો એકદમ હેન્ડસમ લાગવા લાગ્યો છે. શું કર્યું કોઈ છોકરી પટાવી કે નહીં. " તેમ હસતા ટોનમાં વાત કરી રહી હોય છે. સાગર જરા શરમાળ ભર્યા ટોનમાં કહે છે " ના તારા જેવી કોઈ મળી જ નહીં. "
આમને આમ બંને મિત્રો રોજ મળતા રહ્યા અને કેવીરીતે સાગરના મનમાં મિત્રતાથી આગળ વધી સબંધ પ્રેમમાં પરિણમ્યો, કેવીરીતે તે હંમેશા રેખાની સુંદરતાને નિહાળી રહ્યો હતો અને તેની નશીલી કથ્થાઈ અને નિર્દોષ નજરોનો આશિક બની ગયો સમજ જ ના રહી. સાગર હંમેશા તેને કહેવા માગતો હતો. પણ તે કહી શકતો ન હતો અને છેવટે એક દિવસ...
રેખા બજારમાં કોઈ કામથી નીકળી હતી. સાગરને રેખા બજારમાં મળી અને તેણે નિશ્ચય કરી લીધો કે આજે પોતાના પ્રેમનો એકરાર કરી જ લેશે. સાગર રેખાના પાછળ પાછળ જવા લાગે છે. રેખાને અંદાજો આવી ગયો હતો કે સાગર તેને કંઈ કહેવા માંગે છે એટલે રેખાએ સાગરને પૂછી લીધું. " સાગર શું થયું છે ? શું વાત છે તું કઈ કહેવા માંગે છે ? જે કહેવું હોય તે ચોખવટ બંધ કહી દે ને.... "
સાગર ચુપ રહે છે. અને " થોડીક વારમાં આવું કામ છે " તેમ કહીને તે ચાલ્યો જાય છે. રેખાએ બજારમાં જલ્દીથી પોતાનું કામ પતાવી લીધું અને તે ઘર તરફ નીકળવા જાય છે. અને તેટલી વારમાં જ સાગરે તેને પ્રપોઝ કરવા માટેની પૂરેપૂરી તૈયારી કરી લીઘી હતી. અને ચૂપચાપ સાગર રેખાની પાછળ પાછળ આવી જતો હોય છે. અને અચાનક જ તેની સામે આવીને ઢીંચણ પર બેસી જાય છે. તેની સામે મોટા અક્ષરથી i love you લખેલું બોર્ડ તેમજ ગુલાબ વાળુ બુકે લઈને કહે છે " i love you રેખા હું તને પ્રેમ કરું છું. Will you marry me ? "
રેખા પણ તેને મનોમન પસંદ કરતી હોય છે. બંને સાથે જ ભણ્યા મોટા થયા છે. અને હંમેશાથી સારા મિત્રો તો હતા જ. તેથી તેને તે સારી રીતે જાણતી હોય છે. પણ નજાકત ભરી અદા તેમજ ભાવ ખાવા પૂરતું તેને કહે છે હું વિચારીને જવાબ આપીશ. અને મીઠી એવી હંસી સાથે ત્યાંથી ચાલી જાય છે.
બીજે દિવસે રેખા સાગરને ફોન કરીને ગુસ્સામાં કહે છે મારે તારી સાથે કંઈ વાત કરવી છે તો કોલેજ પત્યા પછી કોલેજના પાછળ વાળા બગીચામાં મળ.. રેખાના આ રીતના ગુસ્સા ભર્યા ટોનથી સાગર ચિંતિત થઈ જાય છે કે એવું શું હશે કે તેણે મારી સાથે આ રીતે વાત કરી અને શું કહેવા માંગતી હશે ?
કોલેજ પત્યા પછી સાગર કોલેજના પાછળના બગીચામાં કહ્યા મુજબ પહોંચી જાય છે. તેના મગજમાં ઘણી બધી ગડબથલ ચાલતી હોય છે. સાગર વિચારતો હોય છે કે કાલના મારા પ્રપોઝથી તે નારાજ તો નઈ થઈ હોય ને ? શું તે મારી સાથે સબંધ તો નઈ તોડી દે ને ? વગેરે જેવા વિચારો કરતો હોય છે. તેટલામાં રેખા ત્યાં દૂરથી આવતી નજરે પડે છે. જેમ જેમ રેખા નજીક આવતી ગઈ તેમ તેમ તેને જોતાની સાથે જ તે પોતાની બધી ચિંતાઓને ભૂલી જાય છે. તેને લાલ રંગનો ઘેરદાર ડ્રેસ પહેરેલો હોય છે. તેના લાંબા અને ખુલ્લા વાળ જેમાંથી નાની નાની લટો તેના ચહેરાને જાણે ચૂમી રહી હતી. આંખોમાં હલકું કાજલથી આંખો જાણે કજરાળી લાગી રહી હતી. તેના હોઠ ગુલાબની પંખુડી જેવા કોમળ લાગી રહ્યા હતા. તેના હાથની બંગડી તેના પગની પાયલ જાણે નસીબ લઈને તેના માટે જ બની હોય તેમ તેની પર ખનકીને ખુશ જણાતી હતી.
ત્યાં રેખાએ સાગરને ગાલ પર ટપલી મારીને સજાગ કર્યો. અને સજાક થતાની સાથે જ સાગરે પોતાનો હાથ પોતાના માથામાં વાળમાં ફેરવતા કહ્યું sorry જરા હું વિચારોમાં....રેખા : it's ok સાગર : by the way તે મને અહીં ગુસ્સામાં બોલાવ્યો તેનું કારણ શું હતું ?
{ રેખાએ સાગરને આમ ગુસ્સામાં કેમ બોલાવ્યો ? અને તેનું કારણ શું હશે ? તે જાણીશું આપણે હવે આવતા ભાગમાં.. }
ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ખુશ રહો,, સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ..🙏