{ મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યું કે પ્રભા અને સાગરના જીવનમાં શું થાય છે. અને હવે સાગર ડોક્ટર પાસે જવાનું નક્કી કરે છે. હવે જુઓ આગળ..} સાગર ડોક્ટર પાસે જાય છે અને અમુક રિપોર્ટ પછી જાણવા મળે છે કે તેને કેન્સર છે. આ વાત જાણી તેની આંખ આગળ અંધારું છવાઈ જાય છે કે હવે પંક્તિ નું શું થશે ? પણ જેમ તેમ કરીને ખુદને સંભાળી સાગર ટ્રીટમેન્ટ કરાવે છે. આજનો દિવસ..સાગર : અને બસ ત્યારની તબિયત આમ જ સારી ખોટી રહ્યા કરે છે.. ઘણી વખત વિચાર્યું કે તારી પાસે પાછો આવીને માફી માંગી લઉ પોતાની ભૂલોની. પણ જાણવા મળ્યું તું તારા જીવનમાં ખુશ છે. અને મહેનત કરીને આપણા બાળકોનું ભવિષ્ય પણ સારી રીતે સુધારી રહી છે. તો ફરીથી તારા જીવનમાં આવી તારું જીવન બગાડવા નહતો માંગતો.રેખા : ઓહ્... ( પાંચ મિનિટના મૌન પછી )તો આ છોકરી પંક્તિ જે છે તે તને પપ્પા કહે છે એ કોણ..?સાગર : 12 વર્ષ પહેલાની બાબત છે..જે કાંઈ થયું હતું તેનાથી ખુદને જેમ તેમ કરીને સંભાળી તો લીધો પણ મને એકલતા ને કારણે શરાબની લત લાગી ગઈ હતી. અને ખાસ કરીને હું નશામાં જ રહેવા લાગ્યો.. દિવસે નોકરી કરતો અને રાતના ટાઈમે હંમેશા નશામાં રહેવા લાગ્યો હતો. તેવામાં એક દિવસ નશામાં ધુત થઈને ગાડી ચલાવી રહ્યો હતો. અને મેં મારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો. અને મારી આગળ એક બાઈક જઈ રહ્યું હતું. તે બાઈક સાથે મારી ગાડી અથડાઈ ગઈ. તે બાઈક પર પંક્તિ તેમજ તેના માતા પિતા હતા. સદનસીબે પંક્તિ તો બચી ગઈ પણ તેના માતા પિતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા. તે વખતે પંક્તિ માત્ર પાંચ વર્ષની હતી. અને તેની આગળ પાછળ હવે કોઈ હતું નહીં. તેથી મારી ભૂલ અને પાપનો પ્રયાસ્ચિત કરવા માટે કરવા માટે મેં પંક્તિને હંમેશા માટે મારી પાસે રાખવાનો નિર્ણય લીધો. અને તેને મેં દત્તક લઈ લીધી. અને તેના આવ્યા પછી મારું જીવન બદલાઈ ગયું. મારા નશાની લત છૂટી ગઈ. જીવનને જીવવાનું એક મકસદ મળી ગયું. જાણે મારા જીવનમાં સૂર્યોદય થઈ ગયો. હવે જે કાંઈ પણ છે અમે બંને જ એકબીજા માટે છીએ. અમારા બંનેનું એકબીજા સિવાય દુનિયામાં કોઈ નથી. ને પંક્તિને ઉછેરવામાં કોઈ કમી બાકી ના રહે તેવી કોશિશ હંમેશા કરી. પંક્તિ : હા આંટી અને મેં હોશ સંભાળ્યા તે પહેલા જ મેં મારા માતા-પિતાને ખોયા. હવે જે પિતા મારું સર્વસ્વ છે તે પણ કેન્સરના છેલ્લા સ્ટેજ પર છે. તેથી તે પોતાના પરિવારને છેલ્લે છેલ્લે જોવા માંગતા હતા. એકવાર મળવા માંગતા હતા. આ વાત તે જાતે કહી શકતા ન હતા પણ મેં મહેસુસ કરી લીધી હતી. તેથી હું તેમને આ શહેરમાં લઈને આવી. જેથી તેમની આ ઈચ્છા પૂરી કરી શકુ. સાગર : ( રેખા આગળ ઢીંચણ પર બેસતા હાથ જોડતા માફી માંગતા કહે છે. ) રેખા મેં ખૂબ જ તને હેરાન કરી છે. મારી ભૂલોની મને થઈ શકે તો માફી આપી દે. અને તે રડી પડે છે. રેખા : સાગરને ઉભા કરતા કહે છે. જે થયું તે બદલી શકાય તેમ નથી તેથી ભૂલવામાં જ ભલઈ છે. ( બે મિનિટના મૌન પછી ) હવે અમે રજા લઈએ. તેમ કહી રેખા સાગરના ઘરેથી નીકળી જાય છે. અને આનંદ પાછળથી સાગર પાસે આવી તને ખભે હાથ મુકતા કહે છે મળતા રહીશું અને તે પણ ત્યાંથી નીકળી જાય છે. આ તરફ સાગર પોતાના રૂમમાં જતો રહે છે. આ તરફ ઘરે આવીને રેખા પણ વિચારોમાં ખોવાઈ જાય છે. કે અચાનક આનંદ આવીને તેને ચપટી વગાડી વિચારોમાંથી બહાર કાઢતા કહે છે શું થયું ક્યાં ખોવાઈ ગઈ ? રેખા : કંઈ નહિ બસ સાગર વિશે વિચારતી હતી.આનંદ : સાચી વાત છે તેની સાથે ખોટુ થયું. આવડી મોટી બીમારી આવી ગઈ..રેખા : માનું છું કે સાગરે જે કર્યું હતું તે ખોટું હતું. પણ તેની જિંદગી સાવ આવી નર્ક બની જાય તેવું ક્યારેય ધાર્યું ન હતું.અને પંક્તિ... પંક્તિની તો જિંદગી શું છે બિચારીની. નાનપણમાં જ તેના માતા-પિતા ગુજરી ગયા. અને જેણે માતા પિતાનો પ્રેમ આપી મોટી કરી તે પણ હવે આ હાલતમાં છે. તેની વ્યથા તો વિચારવી જ મુશ્કેલ છે. આનંદ : સાચી વાત છે તારી રેખા..આમ જ વાતો કરતા કરતા રેખા અને આનંદ સૂઈ જાય છે.આ તરફ સાગરને ઊંઘ આવતી નથી. તેથી તે હંમેશાની જેમ ડાયરીમાં કંઈક લખતો હોય છે. આજ ફરી તેણે રેખાને યાદ કરીને ગઝલ લખી. " વિસરાયેલ કાલમાંથી એક યાદ લાવ્યો છું,,તને હજુ ભૂલી નથી શક્યો તે ફરિયાદ લાવ્યો છું..વિખરાઈ ગઈ એ જિંદગી એક ભૂલના કારણે,,તારી સમક્ષ બસ હવે એક પસ્તાવો લાવ્યો છું..ક્યાંક અંતરના ખૂણામાં હશે તારા પ્રેમનો અંકુર,,આજ તે પ્રેમનો એકરાર લઈને આવ્યો છું...જાણું છું તું છે જ નહીં મારી જિંદગીમાં હવે,,છતા તને જોવા તરસ ભરી નજર લઈને આવ્યો છું..તને અપેલા દર્દ શાયદ માફીને લાયક ના હોય,,છતાં તું માફી આપે તેવી અરજ લઈને આવ્યો છું..આપી દે હવે ઈશ્વર તું જ્યાં છે ત્યાંનું તારું સરનામું,,છોડી દુનિયા પ્રેમ ભર્યું દિલ તારા માટે છોડતો જાઉં છું.મેં જ વેરવિખેર કર્યો આપણા પ્રેમનો આશિયાનો,,દિલપર પથ્થર મૂકી તારી દુનિયાથી દૂર થવા આવ્યો છું.જાણું છું હવે વધુ સમયની જિંદગી નથી મારી પાસે,, મરતા પહેલા નજરભર તને નિહાળવા આવ્યો છું..."આમ જ ગઝલ લખતા લખતા સાગર ત્યાં સુઈ જાય છે. ( આગળ હવે સાગર નું શું થાય છે. અને રેખા શું કરે છે તે જાણીશું આપણે આવતા ભાગમાં ..) ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ખુશ રહો,, સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ. 🙏