Suryastma Suryoday - 4 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 4

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા બજારમાં કોઈ સામાન લઈને પાછી ફરતી હોય છે.. ત્યાં બજારમાં એક ઝાડ પાછળ છુપાઈને કોઈ વ્યક્તિ રેખાને જોતું હતું અને તેને જોઈને રેખા સ્તબ્ધ થઈ જાય છે... ]

હવે જુઓ આગળ...

રેખા જે વ્યક્તિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે.. તે બીજું કોઈ નહીં પણ સાગર હોય છે... તે બિલકુલ મજબૂર તેમજ લાચાર બનીને ઊભો હોય છે... તેની આ હાલત ઉંમરના લીધે હોય કે કેમ ખબર નહીં પણ હાલત એવી હતી કે તેને એક નજરથી ઓળખવો પણ જાણે મુશ્કેલ હતો... રેખા સાગરને જોવે છે. અને ઓળખી પણ જાય છે. તેમ છતાં તેને ન જોયો હોય તેવો ડોળ કરીને ત્યાંથી ચાલી જાય છે.. અને આ તરફ સાગરને પોતાની ભૂલનો ઘણો પસ્તાવો હોવાથી રેખા જે કરી રહી છે તે બરોબર છે. તેમ વિચારી પોતાની નજર ઝૂકાવી દઈ ત્યાંથી નીકળી જાય છે..

આ તરફ રેખા ઘરે આવીને વિચારવા લાગે છે કે આટલા વર્ષ પછી આ રીતે સાગરને જોયો.. એની લાઈફમાં શું બન્યું હશે ? કે તેની આવી હાલત થઈ છે ? પણ જે કઈ પણ થયું હશે.. હવે મને એનાથી કોઈ મતલબ નથી... અને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. અને રસોઈ વગેરે કામ પતાવી આનંદની રાહ જોઈને બેસી રહી હોય છે..
અને વિચારે છે કે " ખબર નહીં હમણાંથી આનંદને કેમ ઘરે આવતા આટલું મોડું થાય છે ? " ત્યાં થોડીક વાર માટે રેખાની આંખ મીંચાઈ જાય છે.. અને ત્યાં ડોરબેલ વાગે છે. અને રેખા દરવાજો ખોલે છે તો આનંદ ઘરે આવી જાય છે.. અને રેખા બબડે છે કે હમણાંથી તમારે ઘરે આવવાનું ઘણું મોડું થઈ રહ્યું છે શું કારણ છે..?

આનંદ : અરે હું તને કહેવાને જ હતો. પણ એ પહેલાં એક કામ કરીએ.. પહેલા આપણે શાંતિથી જમી લઈએ પછી દરેક વાતો તને શાંતિથી કહીશ.. મને ખબર છે જ્યાં સુધી હું જમુ નહીં ત્યાં સુધી તું પણ કશું જમી જ નહી હોય.. અને તને કેટલી વાર કહ્યું છે. મારી રાહ નહીં જોવી અને તારે જમી લેવાનું.. મારા માટે રાહ જોઈ તારે આમ ભુખ્યુ નહી રહેવું.. તું સમજતી કેમ નથી રેખા..! તબિયત બગડશે તારી..

અને રેખા ટેબલ પર જમવાનું પીરસતા પીરસતા અને પછી આનંદનો હાથ પકડી તેને ખુરશીમાં બેસાડતા કહે છે..
" શું ભૂખ્યા રહેવાથી હું જ બીમાર પડી શકું છું ? શું તમે ભૂખ્યા નથી રહેતા.. ? શું તમે કામ કરતા નથી આ ઉંમરે પણ ? "

આનંદ : આ ઉંમર ... આ ઉંમર શું છે ? જો.... હું તો હજી પણ જવાન છું.. અને તારા આવવાથી તો જાણે મારી ઉંમર તો ઊંધી ચાલી રહી છે.. તારો સાથ મેળવીને તો હું જાણે ધન્યતા અનુભવું છું.. ખરેખર જાણે જિંદગીને જીવવાનો એક સહારો મળી ગયો છે..

રેખા : હા હા.. ( શરમાતા કહે છે.. ) જાણું છું હું તમને.. ખૂબ મીઠી મીઠી વાતો કરતા આવડે છે તમને.. તમે હવે જમી લો.. ( તેમ કહેતા કહેતા એકબીજાને મીઠી પ્રેમ ભરી ગુલાબી મુસ્કાન આપી રહ્યા હોય છે.. )

આનંદ : પણ રેખા એક વાત ના સમજાઈ..!!

રેખા : શું ?

આનંદ : ( જરા મજાકના ટોનમાં રેખાનો હાથ પકડતા કહે છે... ) આજ પણ તું આટલી સુંદર છે.. તારી આ સુંદરતાનું રહસ્ય હજી સુધી હું જાણી શક્યો નથી..

રેખા : hello mister ... આનંદ ( પોતાના ચહેરા પર જરા તાવ લગાવતા કહે છે..) આ ઉંમર શું હોય છે ? હું પણ હજી જવાન જ છું... ( જાણે રેખાના ચહેરો આનંદના પ્રેમ અને શરમથી ગુલાબી થઈ ગયો હતો.. )

આનંદ : ઓહો... શું વાત છે..!! ( અને બન્ને જણા હસવા લાગે છે ને ત્યાં બંનેનું ડિનર પણ પૂરું થાય છે... )

{ મિત્રો એક વાત તો તદ્દન સાચી જ લાગે છે.. કે ઉંમરના એક પળાવમાં આવ્યા પછી માણસને પ્રેમ કેટલો મળશે ? કે સહવાસ કેટલો મળશે ? તેની ઝંખના કે મહત્વતા નથી હોતી.. પણ એકબીજાનો સાથ, સમજણ અને પ્રેમ ભરી હુંફ હોવી ખૂબ જ જરૂરી બની જાય છે.. જેનાથી જીવન સુખમય અને સરળ બની રહે છે.. }

આ તરફ આનંદ ડીનર પતાવીને પોતાના રૂમમાં જઈને આરામ કરતો હોય છે. ત્યાં રેખા પોતાનું કામ પતાવી આનંદ પાસે આવી જાય છે.. અને તેને પૂછે છે ..
" હા તો બોલો તમે શું કહેતા હતા ? હમણાંથી તમારું રોજ ઘરે મોડા આવવાનું કારણ શું હતું ? "

આનંદ : અરે હા બેસ કહું છું... ( રેખાનો હાથ પકડીને પોતાની પાસે બેડ પર બેસાડતા કહે છે..

રેખા : હમમ્..

આનંદ : રેખા મારી છેલ્લા થોડા દિવસથી એક વ્યક્તિ સાથે દોસ્તી થઈ છે..

રેખા : ઓહ કોણ છે એ ?

આનંદ : actually થોડા દિવસ પહેલા હું ઓફિસેથી ઘરે આવી રહ્યો હતો. ત્યાંરે મારી ગાડી સાથે એક વ્યક્તિ ટકરાઈ ગઈ...

મેં તરત જ ગાડીની બહાર આવીને જોયું તો એ વ્યક્તિને વધુ વાગ્યું તો ના હતું. પણ બેહોશ થઈ ગયા હતા.. તેથી સમય બગાડ્યા વગર હું તરત તેમને લઈ હોસ્પિટલ ગયો.

થોડી વારમાં તે વ્યક્તિને હોશ આવી ગયો.. અને ડૉક્ટરે પણ કહ્યું " તે ઠીક છે.. વધુ વાગ્યું પણ નથી... તેથી તેમને ઘરે લઈ જઈ શકો છો.. "

પછી એ વ્યક્તિને મેં કહ્યું.. " ચાલો હું તમને ઘરે મૂકી જાઉં.. તમે ક્યાં રહો છો..? "

" મારું નામ પંકજ છે..." હું વસન્તં નગરમાં રહું છુ.. "

અને પછી હું તે પંકજને તેના ઘરે મૂકી આવ્યો.. અને પછી.. ધીરે-ધીરે અમારી મુલાકાત વારે વારે થવા લાગી.. તે મારા સારા મિત્રો બની ગયા છે..

પણ એક સમસ્યા છે તેમને.. તે કોઈ મોટી બીમારીથી ઝઝૂમી રહ્યા છે.. અને તેમનો પરિવાર પણ તેમની સાથે નથી.. હું પૂછું તો કહે છે કે " મારી જ એક મોટી ભૂલના કારણે મારો પરિવાર મારાથી દુર થઈ ગયો છે.. "

હવે તેમને થોડો સમય આપીને તેમનું દુઃખ તો લઈ લેવાનું નથી.. પણ તેમની એકલતાને થોડોક સમય આપી તેમની એકલતા દૂર કરવાનો થોડો પ્રયત્ન કરી રહ્યો છું..

રેખા : ઓહહ તમે સારું કામ કરી રહ્યા છો..

આનંદે અચાનકથી કહ્યું " રેખા આપણે એક કામ કરીએ તો.. !! આપણે પંકજને આપણા ઘરે જમવા invite કરીએ તો.. !! તેમનું મગજ પણ ફ્રેશ થશે.. અને સાથે સાથે જરા ઘરની બહાર નીકળશે.. તેમજ ચાર માણસોને મળશે તો થોડું સારું પણ લાગશે.. "

રેખા : હા જરૂર બોલાવો.. પણ શું તે આવશે ?

આનંદ : કોશિશ તો કરી શકીએ ને.. !! અથવા જો તેના કહેશે તો પછી આપણે આપણો પરિવાર મળીને તેમના ત્યાં જઈશું..

રેખા : ઠીક છે કશો વાંધો નહીં... અને ચાલો હવે સુઈ જાવ ઘણી મોડી રાત થઈ ગઈ છે...

બીજે દિવસે સવારમાં ચા નાસ્તો કરતા કરતા આનંદ રેખાને કહે છે.. " રેખા એક કામ કર... તું આજે જ પંકજને ફોન કર.. અને જમવા પર આપણા ઘરે બોલાવી દે.. આજે આમ પણ રવિવાર જ છે... તો આપણો પરિવાર પણ ઘરે જ છે..

રેખા : ઠીક છે તેમ કહી.. રેખા આનંદ પાસેથી નંબર લઇ પંકજને ફોન લગાવે છે.. પણ ઉઠાવીને સામેથી અવાજ સાંભળે છે તો રેખાને અત્યંત અવાજ ઓળખીતો લાગે છે.. પણ સમજી નથી શકતી કે કોના જેવો હશે..

ત્યાં સામેથી પંકજ ફરીથી કહે છે... " Hellooo "

રેખા : Hello શું તમે પંકજ બોલો છો..?

પંકજ : હા..

રેખા : હું અાનંદની પત્ની રેખા બોલું છું.. મને આનંદે તમારા વિષે થોડી ઘણી માહિતી આપી કે તમે તેમના મિત્ર કેવી રીતે બન્યા.. વગેરે વગેરે જેવું તો... અમમ્.. if you don't mind .. શું હું તમને lunch પર invite કરી શકું છું..?

પંકજ : જુઓ આજ તો મારી થોડી તબિયત ઠીક નથી. તો હું ઘરે આરામ કરવા માંગુ છું.. તો ફરી ક્યારેક મળીશું..

રેખા : ઓહ.. ( તે તરત આનંદને ઈશારો કરીતા કહે છે.. )
" કે પંકજ ના કહે છે.. તો શું કરુ ? "

આનંદ : તો આપણે ત્યા જઈશું... !!

( રેખા ઈશારામાં અનંદને " હા " કહેતા કહે છે...)

રેખા : ઠીક છે જો તમને ખરાબ ના લાગે તો અમે તમારા ઘરે આવી જઈશું.. !!

પંકજ : ઠીક છે.. ( તેમ કહી ફોન મૂકી દે છે.. )

પણ રેખા પહેલી વખત કોઈ સાથે ફોન પર આ રીતે વાત કરતા nervous થઈ રહી હતી..

અને પછી થોડીક વારમાં રસોઈ કરી.. ટિફિન પેક કરી.. આનંદ અને રેખા તેમજ તેમની ફેમિલી પંકજના ઘરે પહોંચે છે.. ડોરબેલ વગાડે છે.. ત્યાં ઘરનો નોકર દરવાજો ખોલે છે.. અને કહે છે .. " આવો આવો... અને આપ સહું બેસો હું સાહેબને બોલાવીને આવું છું.. " થોડીક વારમાં પંકજ ત્યાં આવી જાય છે. અને સીડીથી પંકજને ઉતરતા જોઈ.. રેખાની જાણે પગ નીચેથી જમીન ખસી જાય છે..
કારણ કે તે પંકજ બીજું કોઈ નહિ પણ સાગર હોય છે..

અને ખૂબ જ અચરજ ભર્યા અવાજ સાથે રેખા આનંદને કહે છે...
" આનંદ આ તો સાગર છે પંકજ નથી... "

આનંદ : હા રેખા.... ખબર છે મને..

રેખા : ( ખૂબ જ આશ્ચર્ય ભરી નજરથી આનંદ સામે જોઈ.. ) " What ?... "

આનંદ : હા ખબર છે મને કે... આ વ્યક્તિ સાગર તારો પતિ હતો.. અને તમારા બંને વિષેની દરેકે દરેક હકીકત હું જાણું છું..

રેખા : ઓહહહ.. મતલબ કે... મારી સાથે જૂઠું બોલી અને મને અહીં લાવવાનો પ્લાન હતો તમારો.. એમ જ ને...?

આનંદ : હા...

રેખા પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શકતી નથી.. તે સાગરના ઘરેથી નીકળવા જાય છે.. ત્યાં પાછળ જ આનંદ તેનો હાથ પકડીને રોકતા કહે છે.. " ઉભી રે રેખા ... અને સાંભળ મારી વાત... આવું કરવા પાછળ એક કારણ હતું .. "

રેખા ખૂબ જ ગુસ્સામા હતી.. અને કહેતી હતી..
" મારે તમારું કોઇ જ કારણ જાણવું નથી... "

{ વર્ષો પહેલા જે દિલથી જોડાયેલા સંબંધો વિખરાયા હતા.. તેને આજે આટલા વર્ષ પછી આમ અચાનક ફરીથી જોઈને જાણે રેખાના હૃદયમાં આકસ્મિક ધ્રુજારી તારી વ્યાપી ગઇ હતી... }

[ એવું શું કારણ હતું કે આનંદ જૂઠું બોલીને રેખાને સાગરના ઘરે લઈને આવ્યો હતો.. ? અને હવે આ ત્રિકોણીય સંબંધનું આગળ શું પરિણામ હશે.. ? તે જાણીશું આપણે આવતા ભાગમાં... ]

" ત્યાં સુધી મિત્રો
વાંચતા રહો , ખુશ રહો ,,
સ્વસ્થ રહો , મસ્ત રહો ...
ધન્યવાદ.. 🙏 "