Suryastma Suryoday - 1 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 1

જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !!

[ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ]


" રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? "

{ રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે મારા ઘરે આમંત્રણ આપ્યું હતું. તે મારા ઘરે રાત્રે આવવાની હતી. અને તે પણ તેના પતિ સાથે ?? ઘરે ગઈ અને શાંતિથી બેસી ને વિચારમાં પડી ગઈ કે આમ કેવી રીતે બન્યું હશે...... }
ઘણા વર્ષો પહેલાની વાત છે.. કે રેખા આ શહેરમાં નવી નવી માત્ર પોતાના બે બાળકો સાથે જ આવી હતી. તે વધુ કોઈની સાથે વાતચીત કરતી ન હતી. માત્ર પોતાના ઘર, બાળકો અને કામમાં જ વ્યસ્ત રહેતી હતી. ધીરે ધીરે મારી સાથે તેની મૈત્રી થઈ. મેં તેને એક વાર પૂછ્યું.

હું : (થોડા ખચકાટ સાથે) કેમ હંમેશા તું અને તારા બાળકો જ ?..મતલબ તારો બીજો પરિવાર ?

રેખા : મારે થોડું કામ છે હું હમણાં આવું છું.
તેમ કહી તે કશો જવાબ આપ્યા વગર જ ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. તેના ચહેરાના હાવભાવ જોઈને સાફસાફ લાગતું હતું. કે તેની સાથે કોઈ દુ:ખદ બાબત બની છે.. એટલે જ તે કોઈના પર ભરોસો મૂકી શકતી ન હતી.

બીજે દિવસે ફરી અમે મળ્યા. ત્યારે તે પોતાના બાળકોને સ્કૂલ બસ સુધી મૂકવા જતી હતી. પછી અમે શાંતિથી સોસાયટીના બગીચામાં ફરી બેઠા. આજુબાજુનું વાતાવરણ ખૂબ શાંત હતું. પક્ષીઓના ચહેકવાનો જ અવાજ આવતો હતો. ત્યાં મેં તેનો હાથ પકડીને કહ્યું..

હું : રેખા હું સમજુ છુ કે અજાણ્યા શહેરમાં પોતાના બે બાળકો સાથે એકલા રહે છે. અને તુ અહીંયા કોઈને ખાસ ઓળખતી પણ નથી.. અને એટલા માટે કોઈના પર વિશ્વાસ મુકવો તારા માટે અઘરો હશે. કશો વાંધો નથી. કાલે મે તને જે સવાલ કર્યો હતો.. તેનો જવાબ આપવો તને યોગ્ય લાગતું ન હોય તો......

રેખા : ( ઉદાસી ભર્યા હાસ્ય સાથે ) હું એક તલાકસુદા છું..

હું : ઓહહ...

રેખા : હા... છ મહિના પહેલા જ મારા પતિ સાથે મારા તલાક થયા હતા. અને ત્યાર પછી હું અહીંયા આવી ગઈ. કારણ કે જે કાંઈ થયું તે પછી કોઈ જાણીતી જગ્યાએ રહીને લોકોનો સામનો કરવાની મારામાં હિંમત ન હતી. લોકોના સવાલો તેમની વાતો મારા ઘાને વધુ ઊંડા કર્યા કરતા. તેથી...

હું : તો તારો પરિવાર .... મતલભ તારા મમ્મી-પપ્પા વગેરે કોઈ...?

રેખા : કયા મોઢે જતી મારા પરિવાર પાસે ? તે લોકોનું તો ખુબ દિલ દુભાવ્યું છે મે.. તે લોકો મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી.

હું : ( મેં ખુબ અચરજ સાથે પૂછ્યું ) કેમ ?

રેખા : મારા અને સાગરના આઠ વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા.. હું અને સાગર બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા .. તેથી અમે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. મારા કે સાગરના પરિવારને અમારો સંબંધ પસંદ ન હતો. તેથી સાગરના પરિવારે પણ અમારી સાથે સંબંધ કાપી નાખ્યા હતા. અમે અમારી અલગ દુનિયા વસાવી લીધી હતી.. અમે ખુબ ખુશ હતા. અમારા બે બાળકો થયા અંજલી અને પાર્થ ...

અને તેના થોડા સમય બાદ ...... સાગરનું વર્તન અચાનક ધીરે ધીરે બદલાવા લાગ્યું. મને થયું કે કદાચ તેને કોઈ કામની ચિંતા હશે.. તથી હું તેને સાંત્વના આપતી રહેતી કે ચિંતા ના કરીશ બધુ ઠીક થઈ જશે.

પછી ધીરે ધીરે મને ખબર પડવા લાગી કે તે કોઈ સુચિત્રા નામની યુવતીના પ્રેમમાં છે. તે જે બે ચાર દિવસ અઠવાડિયામાં કામના બહાને બહાર જતો હતો.. તે કોઈ કામે નહીં પણ સુચિત્રા પાસે જતો હતો.. અને હવે દરેક વસ્તુની મને જાણ થઈ ગઈ હતી. પણ મારા બાળકો માટે હું ચુપ રહી. સાગરને ખબર નહોતી કે હું હકીકત જાણી ગઈ છું.. હું એમ વિચારતી હતી કે આજે નહિ તો કાલે બધું સારુ થઈ જશે.. પણ જો હું આ બાબત વિશે ચર્ચા કરીશ તો ઘરમાં માહોલ ખૂબ તંગ થઇ જશે.. અને તેની અસર બાળકો પર પડશે. અને પરિસ્થિતિનુ તો શું છે..!! આજે નહી તો કાલે સુધરી જશે.. પણ બાળકોના મનમાં જો આ વાતની અસર પડશે તો તેનું હું શું કરીશ ? આખી જિંદગી તેમના મનમાં સબંધોને લઈને શંકાના વાદળો ઘેરાયા કરશે.. મારા બાળકો હજી ઘણા નાના છે.. તે લોકો જાતજાતના સવાલો કરશે તો હું શું જવાબ આપીશ ? એટલે હું ચૂપચાપ બધું જોતી રહી ...

અને હવે સાગર ધીરે ધીરે અમારા માટે વધુ લાપરવા બનતો ગયો. તે જાણે પોતાની નવી દુનિયા વસાવવામાં જ વ્યસ્ત હોય તેમ જણાતું હતું.. અને પછી હું પણ મારા બાળકોમાં અને ઘરકામમાં જ વ્યસ્ત થવા લાગી કે જેથી કરીને મારું મન થોડું હળવું થાય ....

એકવાર સાગર ચાર દિવસનું કહીને ગયો હતો.. અને બીજે દિવસે જ ફરી પાછો ફર્યો .. મેં વિચાર્યું કે હવે કદાચ બધુ ઠીક થઈ જશે. બાળકો પણ આજે વહેલા સુઈ ગયા હતા. જે કંઈ પણ થઈ રહ્યુ હતુ.. તેના કારણે અમારા બંનેની વચ્ચે જાણે કોઈ ખચકાવ જેવું લાગતું હતું.

રેખા : ( અવાજમાં ભારે દબાવ સાથે સાગરને કહ્યું...)
જલ્દીથી હાથ-પગ ધોઈ લો હું કઇક જમવાનું બનાવી દઉં છું. .. ( ધીમેથી સાગરે મારો હાથ પકડ્યો અને મને પોતાની પાસે બેસાડીને કહ્યું.. )

સાગર : હું જમીને આવ્યો છું.

અને મેં કશો જવાબ ન આપ્યો માત્ર હમમ્ કહીને એક ઉમ્મીદમાં તેની સાથે બેસી ગઈ.... કે તેને તેની ભૂલનો પસ્તાવો થતો હશે. આ બધું વિચારતી હતી. ત્યાં જ સાગરે ફરી મારો હાથ પકડ્યો અને કહ્યું.....

સાગર : રેખા હું તને કઈક કહેવા માગું છું.
રેખા : ( મે તેની તરફ જોઈને કહ્યું ) શું ? બોલ...

( પોતાના બેગમાંથી કઈક કાગળ કાઢી મારા હાથમાં ધીમેથી પકડાવ્યા. )

રેખા : આ શું છે ?
સાગર : તલાક પેપર છે.
રેખા : ( દબાણ ભર્યા અવાજ સાથે ) શું ?
સાગર : હા, મને તારાથી તલક જોઈએ છે... જેટલુ બની શકે તેટલું જલ્દી...

આ સાંભળી હું બિલકુલ સ્તબ્ધ થઇ ગઈ.. મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવો આભાસ થયો. સાગર તો મારી પાસેથી ઉભો થઇને સુવા ચાલ્યો ગયો. અને હું ત્યાં ને ત્યાં જ બેજાન શરીર પડ્યું હોય તેમ બેસી રહી. મગજ એકદમ સુન્ન પડી ગયું જાણે. આજે જાણે હું અંદરથી તુટી ગઈ. કે જેના માટે બધા સંબંધો તોડી નાખ્યા. આજે તે કોઈ પરાઈ સ્ત્રી માટે મને છોડી રહ્યો છે. તેમ વિચારીને ખૂબ દબાણ ભર્યા આક્રંદ સાથે હું રડવા લાગી.

હવે મારાથી સહન નહોતું થતું.. તેથી ખૂબ ગુસ્સામાં ઉભી થઈ અને વિચારી લીધું કે આજે તો હું મારું જીવન જ ટુકાવી જ દઉં...આગળ જે થશે હું સહન નહીં કરી શકુ. તેમ વિચારીને જ હું ગુસ્સામાં ત્યાંથી ચાલવા લાગી...અને એક દમ મારી નજર મારા સુતેલા બાળકો પર પડી... અને ઝડપથી ચાલી રહેલા મારા પગ થંભી ગયા.. હું મારા બાળકો પાસે ગઈ.. તેમની પાસે બેસીને વહાલથી તેમના માથે હાથ ફેરવ્યો.. ખૂબ જ મમતાથી મારા બાળકોને ચુમી રહી હતી.. તેમને નિહાળી રહી હતી.. એકદમ જ થયું કે આ હું શું કરવા જઈ રહી હતી ? મારા બાળકોની આગળ-પાછળ તો મારા સીવાય બીજું કોઈ છે જ નહી. જો આજે મે પોતાની સાથે કંઈક ખોટુ કરી લીધું હોત તો મારા બાળકો અનાથ થઈ જતા.. મારા વગર મારા બાળકોનું શું થતું ? તેમ વિચારીને જ મારું હૃદય દ્રવી ઉઠ્યું. મારાથી આ દુઃખ સહન ના થાય. તે માટે હું મારા બાળકોની જિંદગી ના બગાડી શકું .... કદાચ તલાકની વાત સહન કરવા માટે હું તૈયાર ન હતી. એટલે જ આવું વિચારી બેઠી અને લગભગ અડધી રાત સુધી આમ ને આમ વિચારતા વિચારતા ક્યારે આંખ મીચાઈ ગઈ ખબર જ ના પડી .......

સવારે બારીમાંથી હલકો પ્રકાશ પડતો હતો.. અને મારી આંખો ખુલી ગઈ. બાળકો પણ જાગી ગયા હતા. તે લોકોને સ્કૂલ જવાનું મોડું થશે. તમે વિચારી તે લોકોને તૈયાર કરી રહી હતી. અને અચાનક બાળકોની નજર સાગરના બેગ અને શુઝ પર પડી. બાળકો ખુશીથી ઝૂમી ઉઠયા કે મમ્મી, પપ્પા આવ્યા છે -પપ્પા આવ્યા છે ?

બાળકોની ખુશી જોઇને મને સમજણ પડતી ન હતી કે શું કરું.. બાળકો દોડતા દોડતા તેમના પપ્પાના પાસે ગયા... હું પણ બાળકોની પાછળ ગઈ. અને તેમને રોકતા કહ્યું.. પપ્પા અત્યારે સૂઈ રહ્યા છે.. પછી મળી લેજો અત્યારે તૈયાર થઈને સ્કૂલ જાઓ સ્કૂલે જવાનું મોડું થાય છે. અને બાળકોને સ્કૂલ મુકી આવી..

ઘરે આવી પાછી હું મારા કામમાં લાગી ગઈ.. હંમેશાની જેમ ચા નાસ્તો બનાવ્યો.. સાગર માટે ટિફિન બનાવ્યું... અને ટેબલ પર મુકી રહી હતી.. ત્યાં જ સાગરે મને પૂછ્યું ...

સાગર : તે મને કશું પૂછ્યું નહીં....?

હું ચુપચાપ તેની સોમુ જોતી હતી...

સાગર : અં....કે મને તલાક કેમ જોઈએ છે ?
રેખા : ( મેં નજર બદલતા કહ્યું ) મને બધી ખબર હતી..

સાગર : ( એકદમ આચંબીત થઈને ઊભો થયો ) શું ?
રેખા : મારી જાણકારી સુધી લગભગ એક વર્ષથી આ બધુ ચાલી રહ્યું છે.

સાગર : બે વર્ષ ઉપરથી ચાલી રહ્યું છે...........
તો અત્યાર સુધી કેમ કશું બોલી નહીં .... ? બધું જાણતી હતી તો......!!

( મને તેના કોઈ પણ સવાલનો જવાબ આપવો યોગ્ય ન લાગ્યો એટલે માત્ર એટલું જ કહ્યું કે.. )

રેખા : તલાક આપવા માટે તૈયાર છું..... પણ બાળકોને હાલ જણાવીશું નહીં કે તેમના મમ્મી પપ્પા કેમ અલગ થવા જઈ રહ્યા છે. હું નથી ઈચ્છતી તેમના ઉપર કોઈ ખરાબ અસર પડે.

અને હું પાછી મારા કામે લાગી ગઈ...અને આમ જ થોડા સમયમાં અમે જુદા થઈ ગયા.. અને અમારા તલાક પણ થઈ ગયા. અને હું પછી મારા બાળકો સાથે અહીંયા આવી ગઈ.....
હું : તો તું અહીંયા સુધી કેવી રીતે પહોંચી ?

રેખા : મારી એક મિત્ર છે.. મેં તેને મારી બધી વાત કરી રાખી હતી... તેણે મને આ ઘર ભાડે અપાવવમાં મદદ કરી.. આ ઘર તેના પિતાનું છે.

હું : ઓહ તો તું આર્થિક રીતે પોતાનું ઘર કેવી રીતે ચલાવે છે.

રેખા : મે ફેશન ડિઝાઈનર કોર્સ કરેલો જ હતો. અને બ્યુટિશિયનનો કોર્ષ પણ કરી લીધો. અને આજે હું બ્યુટીક ચલાવું છું. ઘર ચાલે અને બાળકોનો ઉછેર કરી શકુ તેટલું હું કમાઈ લઉ છું. અને હવે લાગે છે કે ધીરે ધીરે મારા જીવનમાં સૂર્યાસ્ત પછીનો સૂર્યોદય થઈ રહ્યો હોય..

અને પછી રેખાએ પોતાનું મન જાણે હળવું કર્યું હોય... તેવા હળવા સ્મિત સાથે ત્યાંથી જતી રહી. પછી અમે રોજ મળતા હતા... અને અમારી વચ્ચે ઘણી સારી મિત્રતા થઈ ગઈ હતી.

પણ તે જે મકાનમાં રહેતી હતી તે મકાન વેચાઇ ગયું હોવાથી તેને મકાન ખાલી કરીને જવાનું થયું. અને જતા જતા મને મળી ... મને કહેતી ગઈ.......

રેખા : હું જાઉં છું પણ તારી સાથે રહીને મારી અંદર આત્મવિશ્વાસ ભરતી જાઉં છું અને .....

પછી તે જતી રહી ત્યારબાદ અમે સીધા આજે મળ્યા........ મોલમાં ખરીદી કરતા હતા... ત્યારે આટલા વર્ષ પછી આજે મળ્યા તો પહેલી નજરમાં તો એક બીજાને ઓળખી પણ ન શક્યા.અને પછી વાત વાતમાં મેં તેને મારા ઘરે રાત્રિભોજનનું આમંત્રણ આપી દીધું.

રેખા : ( તરત જ હા કહી અને કે કહ્યું ) હું અને મારા પતિ બન્ને આવીશું.

હું : ( અચંબિત થઈ ને પૂછ્યું ) પતિ ?

રેખા : હા... રાત્રે જ્યારે મળીશું ત્યારે બધી જ વાત કરીશ...અને અત્યારે હું જાઉં છું.....સાંજે મળીએ તારા ઘરે...

રેખા તો ત્યાંથી ચાલી ગઇ.. પણ તેના ચહેરા પર અલગ જ ખુશી જણાતી હતી.. જાણે લાગતું હતું કે હવે તેના જીવનમાં ખરેખર સૂર્યાસ્તનો સૂર્યોદય થયો હોય.......🌞


[ આગળનો ભાગ હું જલ્દી તમારી સમક્ષ લઈને આવીશ સૂર્યાસ્તનો સૂર્યોદય ભાગ - 2 માં ....
ત્યાં સુધી તમને મારુ લખાણ કેવુ લાગ્યું તેના તમારા પ્રતિભાવ મને આપો.... 🙏]

" ત્યાં સુધી મિત્રો વાંચતા રહો
અને ખુશ રહો ધન્યવાદ.....😊😊😊🙏"

{ ક્રમશઃ } .... { અમી }.....