Suryastma Suryoday - 7 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 7

Featured Books
Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 7

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધના અને તેના પિતા સતિષભાઈ જ્યારે બજારથી ખરીદી કરીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે કોઈ તે લોકોની ગાડીની આગળ અચાનક આવી જતા ડર અને ગુસ્સો છવાઈ જાય છે હવે જોઈએ આગળ... }

તે લોકોની ગાડી આગળ પ્રતાપ આવી જાય છે. અને પ્રતાપને જોઈ સતિષભાઈ ગુસ્સામાં ગાડીમાંથી ઉતરે છે. અને પ્રતાપને કહે છે " તારી હિંમત કઈ રીતે થઈ અમારો રસ્તો રોકવાની ? "

આરાધનાને ખબર હતી કે પ્રતાપ કેટલો ખતરનાક માણસ છે. તે પોતાના ચાર પાંચ મિત્રો સાથે અહીં આવેલો હતો. પ્રતાપ માટે ગુસ્સો હોવા છતાં પણ તે પોતાના પિતા માટે ડરી રહી હતી. અને કહી રહી હતી. " પપ્પા છોડો બધું ચાલો અહીંયાથી. "

સતિષભાઈ બોલતા જ રહી જાય છે અને પ્રતાપ સતિષભાઈને ધક્કો મારીને જમીન પર પટકી દે છે..
અને ધમકી આપે છે કે " જો હવે તારી દીકરી સાથે શું થાય છે અને તમારા બન્નેની અકલ ઠેકાણે લાવીશ હું. " આ બધામાં આરાધના ગાડીમાંથી ઉતરવા જતી હોય છે. ત્યાં જ પ્રતાપનો એક મિત્ર તેને ગાડીમાંથી ઉતરતા રોકે છે. અને બીજા બે ત્રણ મિત્રોએ સતિષભાઈની સાથે મારામારી કરી રહ્યા હોય છે. સતિષભાઈ બૂમો પડી રહ્યા હોય છેં પોતાની દીકરીને બચાવા માટે અને ત્યાં જ સતિષભાઈની ગાડી લઈને પ્રતાપ ત્યાંથી આરાધનાને લઈને નીકળી જાય છે.

આ તરફ પ્રતાપના મિત્રો સતિષભાઈ સાથે હાથાપાઈ કરીને તેમને જમીન પર પટકીને પોત પોતાના બાઈક લઈને ત્યાંથી નીકળી જાય છે. દરેક બાબત એટલી જલ્દીમાં બની રહી હોય છે કે સતિષભાઈ આ બધી બાબતમાં પોતાની દીકરીને બચાવી શકતા નથી.

સતિષભાઈ થોડા ઘાયલ હાલતમાં લંગડાતા ઘરે આવે છે. જલ્દી જલ્દી ડોરબેલ વગાડે છે..

ઘરની અંદરથી બધી બાબતોથી અજાણ પ્રભા બબડતી બબડતી આવતી રહી આવી રહી હોય છે કે
" આ બાપ દીકરીને પણ જપ નથી. આવું છું આવું છું શાંતિ રાખો જરા હંમેશા શું મસ્તી " તેટલું વાક્ય પૂરું થાય તે પહેલા દરવાજો ખોલીને સતિષભાઈને ઘાયલ હાલતમાં જોઈને તેના શબ્દો ત્યાં જ અટકી જાય છે.

પ્રભા સતિષને સંભાળવા જાય છે. અને બૂમ પાડી ઊઠે છે. " શું થયું સતિષ આ બધું શું થયું ? " સતિષભાઈને સંભાળી લે છે ત્યાં સતિષભાઈના મોઢામાંથી અચાનક " આરાધના પ્રભા આરાધના "

પ્રભા વધુ ગભરાઈ જાય છે અને તે પૂછે છે " આરાધના ક્યાં છે આરાધના ? સતિષભાઈ પ્રભાને આલિંગનમાં લઈને ધ્રુસકા સાથે રડી પડે છે એને કહે છે. " આપણી આરાધના પ્રભા આરાધના "

પ્રભા વધુ ગભરાટથી પૂછે છે " શું થયું આરાધનને અને ક્યાં છે આરાધના ? બોલોને સતીશ આ બધું શું થયું છે ?"

સતિષભાઈએ પ્રભાને આખી ઘટના વિગતસર કહી.. " મને એટલો મજબૂર કરી દીધો અને આપણી દીકરીને લઈને તે લોકો નાસી છૂટ્યા અને હું જોતો રહી ગયો કશું ના કરી શક્યો. " તેમ કહેતા કહેતા સતિષભાઈ રડવા લાગે છે..

આ બધું સાંભળીને પ્રભાના પગ નીચેથી જાણે જમીન સરખી ગઈ હોય તેમ તે સુંન્ન થઈ જાય છે.

તે સતિષભાઈ ફરી કહે છે " પ્રભા આપણે આપણી દીકરીને પાછી લાવી જ પડશે. હું આમ હાથ પર હાથ ધરીને બેસી ન રહી શકું ચાલ જલ્દીથી પોલીસ સ્ટેશન. પ્રભા ખુદને સંભાળતા કહે છે. " સતિષ પહેલા હોસ્પિટલ ચાલો તમારે... "
પ્રભાની વાત કાપતા સતિષભાઈ કહે છે. તું મારી ચિંતા ના કર આપણે આરાધનાને પાછી લાવવી જરૂરી છે. પોલીસ સ્ટેશન જવું જરૂરી છે. અને જલ્દીથી પ્રભા અને સતિષભાઈ બંને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે.. અને ઘટનાની સમગ્ર જાણ પોલીસને કરે છે.

પોલીસ પણ સમગ્ર બાબતની નોંધ લઈને તે લોકોને સાંત્વના આપતા કહે છે. " ચિંતા ના કરો અમે તમારી દીકરીને જલ્દીથી જલ્દી શોધીને રહીશું.. તમે તેનો ફોટો ડીટેલ વગેરે અમને આપી દો.. અને તમે હાલ હોસ્પિટલ જઈ ટ્રીટમેન્ટ કરાવો. તમે ઘાયલ છો. તમારી તબિયત જરા ઠીક નથી. "

અને પછી પ્રભા સતિષભાઈને લઈ હોસ્પિટલ જાય છે અને ટ્રીટમેન્ટ કરાવી ઘરે આવે છે. ત્યાં દિવાળીનો દિવસ પૂરો થઈને નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું હોય છે. સવારનું પરોઢીયું થઈ ચૂક્યું હોય છે.

સતિષભાઈના નજર સામે વારંવાર એ દ્રશ્ય આવી રહ્યું હતું. કે પ્રતાપ તેની દીકરીને લઈ ગયો. અને અફસોસ કરી રહ્યો હોય છે કે તે પોતાની દીકરી માટે કશું ન કરી શક્યો.

થોડીવારમાં પ્રભા સતિષભાઈ માટે ચા પાણી અને દવા વગેરે લઈને આવે છે. પ્રભા ખુદ ભલે અંદરથી તૂટી ચૂકી હોય છે પણ સુભાષભાઈને હિંમત આપી સુભાષભાઈનો હાથ પ્રેમથી પકડતા કહે છે કે
" થોડુંક ચા નાસ્તો અને દવા વગેરે લઈ લો. તો શરીરમાં હિંમત આવશે. અને આપણે આમ હાથ પર હાથ ધરીને ન બેસી રહી શકીએ. પોલીસ તેમની પૂરી કોશિશ કરશે અને આપણે આપણા તરફથી.

સુભાષભાઈ પ્રભા સાથે થોડીક વારમાં આમ ઘાયલ હાલતમાં જ આરાધનાનો ફોટો લઈને જ્યાં જ્યાં શક્યતાઓ જાણે ત્યાં શોધવા નીકળી પડે છે.
ધીરે ધીરે આરાધનાના મિત્રો અને પ્રિતેશને પણ આરાધના વિશેની જાણ થતા તે લોકો પણ આરાધનાને શોધવામાં લાગી જાય છેં.

( પ્રિતેશ આરાધનાનો ભાવિ પતિ હોય છે. )

આખા દિવસ દરમિયાન આમ થી આમ રખડ્યા છતાંય પણ પોતાની દીકરીની ક્યાંય પણ ખબર ન મળી.

પ્રભા અને સતિષભાઈ છેલ્લે પ્રતાપના ઘરે પણ જાય છે. ત્યાં ડોરબેલ વગાડે છે તો પ્રતાપના પિતા દરવાજો ખોલે છે. પ્રભા અને સતિષભાઈને જોતા જ પ્રતાપના પિતાના મનમાં ધ્રાંશકો પડે છેં કે નક્કી પ્રતાપે ફરી કઈ કર્યું હશે. અને પ્રતાપના પિતા પ્રભા તેમજ સતિષભાઈને શરમ ભરી નજર જુકાવી ઘરમાં આવા કહે છેં. ત્યાં તરત સતિષભાઈ કહે છેં.." તમારો દીકરો પ્રતાપ ક્યાં છેં ? "

પ્રતાપના પિતાએ કહ્યું " ખબર નથી તે ક્યાં છેં. તે બે દિવસથી ઘરે નથી આવ્યો. પણ શું તેને ફરી કંઈ કર્યું ? "

તરત પ્રભા બોલે છેં. " હા એ કાલનો અમારી દીકરી આરાધનાને લઈને ક્યાંક ચાલ્યો ગયો છેં. હજી સુધી કોઈ પત્તો નથી ક્યાં લઈ ગયો છેં. "

પ્રતાપના પિતા હાથ જોડી માફી માંગતા કહે છેં. " પ્રતાપે જે કર્યું અને કરે છેં હું તેના ખિલાફ જ છું. તે જેવો અહીંયા આવશે કે તરત હું પોલીસને અને તમને લોકોને જાણ કરીશ. અને હું પણ તેને શોધવામાં મદદ કરીશ..
એક પિતા માટે આનાથી મોટી બદનસીબીની બાબત બીજું શું હોય કે જેને લાડકોડથી ઉછેર કરે એ માં બાપને જ આવા કામ કરી શરમથી માથું જુકાવડાવે. "

અને પછી ત્યાંથી પ્રભા અને સતિષભાઈ નીકળી જાય છેં. અને રાત પડતા થાક્યા અને ઉદાસિનતા સાથે ઘરે આવે છેં. જાણે પોતાના સંતાન વગર બેજાન બે શરીર પડ્યા હોય તેમ સોફા પર જ પ્રભા અને સતિષભાઈ પડ્યા હોય છેં. અને વિચારોમાં ઉતરી ગયા હોય છેં. કે " પ્રતાપ આરાધનાને ક્યાં લઈ ગયો હશે ? શું કર્યું હશે? આરાધના કેમ હશે ? " તેવા હજારો સારા ખોટા વિચારો સાથે થાક્યા અને પીડાઓ હોવા છતાં સતિષભાઈ ઉંગી શકતા ના હતા. પ્રભા પણ આમ જ વિચારોમાં જ ખોવાએલી. અને ન જાણે પળ વાર માટે આંખ મીચાઈ હશે. અને ઘરે ફોનની રિંગ વાગી. સતિષભાઈએ ફોન ઉઠાવ્યો તો સામે વાળી વ્યક્તિની વાત સાંભળતા જ ફોનનું રિસિવર હાથમાંથી પડી જાય છેં. અને શું કરવું તેની જાણે સમજ શક્તિ જ ના હોય તેમ પ્રભા પ્રભા કરીને ભુમો પડે છેં

{ કોણ હતો એ પ્રતાપ ? અને તેની આરાધના સાથે શું દુશ્મની હતી ? અને તે આરાધનાને ક્યાં લઈ ગયો ?
અને એ ફોન કોનો હતો કે જ સાંભળી સતિષભાઈ ઘભરાઈ ગયા ? અને શું થયું હશે આરાધના સાથે તે ઠીક છેં કે નહીં ? તે જાણીશું આપણે આવતા ભાગમાં }

" ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ખુશ રહો ,,
સ્વસ્ત રહો મસ્ત રહો ,,"
ધન્યવાદ .😊🙏