"સિંગલ મધર"
( ભાગ -૧૮)
ઝંખના એક સિંગલ મધર હોય છે.એની બેબી એકતાને ઘણો પ્રેમ કરતી હોય છે પણ એણે એના પતિથી છુટાછેડા લીધા હોય છે. ઝંખનાનો ભાઈ મનન કિરણની બહેન વ્યોમા ને પ્રેમ કરતો હોય છે.એના અને વ્યોમાના પ્રેમ વિશે કહે છે.
આ સાંભળીને ઝંખના નક્કી કરે છે કે મારે મનન અને વ્યોમાના પ્રેમ ની વાત વ્યોમાના ભાઈ કિરણને કરવી પડશે.
ઝંખનાએ કિરણને કોલ કર્યો.
ઝંખનાના મુખ પર એક સ્મિત આવી ગયું.
કિરણ કોલ ઉપાડ..
ઝંખના મનમાં બોલી..
બહુ વખત પછી એક આનંદની લાગણી થઇ રહી છે.
કિરણ પણ ઝંખનાનો ફોન આવતા અચંબામાં પડી જાય છે. ઝંખના પાસે મારો નંબર કેવી રીતે આવ્યો હશે? એને મારું શું કામ હશે? શું મનને એની બહેન ઝંખનાને વ્યોમા વિશે કહ્યું હશે!
કિરણે ફોન ઉપાડ્યો.
હેલ્લો.. હું કિરણ. આપ કોણ બોલો છો?
અજાણ્યો નંબર હતો એટલે કોણ બોલે છે એ જાણવું જરૂરી હતું. ટ્રુ કોલર પરથી નામ ખબર પડી હતી.
કિરણને ઝંખનાના અવાજ ની મિઠાસ સાંભળવી ગમતી હતી.
મનમાં.. ઝંખના હોય તો સારું.. કદાચ મનનની મમ્મી પણ હોય. ઝંખનાના ફોન પરથી કોલ કર્યો હશે.
ફોન પર સામેથી....
હેલ્લો હું ઝંખના.. મને ઓળખી કિરણ! હાઈસ્કૂલમાં તમે આવ્યા હતા.
કિરણ..
હા..હા.. અવાજ ઉપરથી ખબર પડી ગઈ હતી. હાઈસ્કૂલના ટીચર. બોલો ટીચર હવે શું કામ આવ્યું છે? કે ફરીથી મને હાઈસ્કૂલમાં બોલાવવાનો છે.
ઝંખના..
સોરી સોરી.. હવે એવી ભૂલ નહીં થાય. તમારો કોઈ વાંક નહોતો. મેં ટીચર તરીકે ફોન નથી કર્યો.
કિરણ વાત ઉપરથી સમજી ગયો કે ચોક્કસ મનને ઝંખનાને વાત કરી જ હશે. મારે વ્યોમાના પ્રેમ વિશે ગંભીરતાથી આગળ વધવું પડશે. મનનને મળીને એના મનની વાતો પણ જાણવી પડશે.
કિરણને બોલતા વાર લાગી એટલે ઝંખના ને ચિંતા થવા લાગી.
એને એમ લાગ્યું કે મોબાઇલનું નેટવર્ક જતું રહ્યું છે.
ઝંખના.. હેલ્લો હેલ્લો.. કરતી બોલી..
કિરણ મારો અવાજ સાંભળાય છે?
કિરણ...
હા..હા.. મને સંભળાય છે પણ તમારો અચાનક ફોન આવ્યો એટલે વિચારમાં પડી ગયો હતો. તમે ટીચર છો એટલે સ્ટુડન્ટના પેરન્ટ્સને ફોન કરો પણ હું પેરન્ટ્સ નથી તો મને કેમ ફોન કર્યો હશે? શું ફરીથી ભૂલમાં ફોન કર્યો હશે? ને મેં મારો ફોન નંબર તમને આપ્યો નહોતો તો પછી મારા નંબરની તમને ખબર કેવી રીતે પડી?
ઝંખનાનો ધીરેથી હસવાનો અવાજ આવ્યો.
કિરણે એ સાંભળ્યું.
ઓહ.. મારી વાત સાંભળીને હસવું આવી ગયું? કદાચ મારું બોલવું સારું નહીં લાગ્યું હોય. તમારી ટીચરની ભાષા ના આવડે.
ઝંખના..
તમને વાત કરતા સારી રીતે આવડે છે. હાઈસ્કૂલમાં તમે આવ્યા હતા ત્યારે જ મને તમારી વાક્ચાતુર્ય ખબર પડી હતી.
બસ હું અમસ્તી હસી પડી હતી. તમારો ફોન નંબર મેળવવો અઘરો નથી. ને સહેલો પણ નથી.
કિરણ..
ઓહ.. તમે અઘરું બોલો છો. તો પછી મારો નંબર આચાર્યએ આપ્યો હશે. એમને મેં ફોન નંબર આપ્યો હતો. હમણાં જ એમનો ફોન આવ્યો હતો.
ઝંખના..
ઓહ.. એટલે એમનો ફોન મારા કરતાં પહેલો આવી ગયો! પણ મેં એમની પાસેથી ફોન નંબર લીધો નહોતો.
વાત કરતા કરતા ઝંખનાને પણ કિરણ સાથે વાત કરવી ગમી રહી હતી.
કેમ ના ગમે.. કિરણ જેવો પરગજુ પરોપકારી યુવાનની વાત સાંભળવી ગમે જ.
ઝંખનાએ વિચાર્યું કે મનન માટે વ્યોમા યોગ્ય જ લાગે છે. સંસ્કારી કુટુંબની છોકરી છે. દેખાવમાં સુંદર દેખાય છે. એની મમ્મી સિંગલ મધર છે અને સારા સંસ્કારો આપ્યા જ હોય.
ઝંખનાની વાત સાંભળીને કિરણ બોલ્યો.
ઓહ..તો પછી મારો ફોન નંબર કોણે આપ્યો છે? ચોક્કસ તમારી સાથેના ટીચર મેઘના મેડમે જ આપ્યો હશે. એ અમારી નાતના છે એટલે એમને મારું એડ્રેસ પણ ખબર હશે તેમજ ફોન નંબર પણ. એમનો ફોન હમણાં થોડી વાર પહેલા જ આવી ગયો હતો.
ઝંખના..
ઓહ.. એટલે મારા પહેલા હાઈસ્કૂલના આચાર્યનો ફોન અને મેઘના મેડમનો ફોન આવી ગયો હતો! આજે તો તમે કમાલ કામ કર્યું એટલે જ ફોન આવ્યો હશે. કદાચ મને માફ કરવા માટે કહ્યું હશે. હું ફરીથી આપની માફી માંગું છું. એક ભૂલે મારો વરઘોડો કાઢી નાખ્યો છે.
કિરણને હસવું આવી ગયું.
ઝંખનાને ફોન પર સંભળાઈ ગયું.
ઝંખના મેડમ..
એટલે હવે મારી વાત પર હસવું જ આવે ને! હજુ સુધી મને માફ નથી કરી! સોરી.. સોરી.. મારા ભાઈ માટે કામ છે એટલે મારે માફી માંગવી જ પડશે.
કિરણ..
સોરી બોલવાની જરૂર નથી. વારંવાર માફી માંગીને મને શરમમાં નાખો છો. જે બની ગયું એ ભૂલી જવાનું. બનવા કાળ બની ગયું છે. સાથે સાથે સારું પણ થયું.
ઝંખના મેડમ..
સારું એટલે હું સમજી નહીં.
કિરણ..
વાતોમાં તમને કોઈ પહોંચી ના શકે. હજુ સુધી તમે ફોન કરવાનું કારણ કહ્યું નથી. તમે સામાજિક કામ માટે જ ફોન કર્યો છે કે પછી બીજું.
ઝંખના મેડમ..
સામાજિક કામ માટે ફોન કર્યો છે એવું કહ્યું નથી. પણ આ સામાજિક કામ માટે જ ફોન કર્યો છે. ખાસ કરીને મારા ભાઈ મનન માટે.
કિરણ જાણી જોઈને અજાણ્યો બન્યો.
બોલ્યો..
ઓહ.. એટલે તમારે એક ભાઈ પણ છે?મનન નામ છે? તમારો ભાઈ શું કરે છે?
ઝંખના મેડમ..
ઓહ.. એટલે તમને ખબર છે.એટલે મારા ભાઈ મનન વિશે પૂછતાછ કરો છો.
કિરણ..
મારે શું કામ પૂછતાછ કરવી પડે? તમારો ભાઈ ગુનેગાર છે? પણ હું પોલીસ નથી. પણ તમે મને માનથી બોલાવો છો એના કરતા સામાન્ય રીતે તું થી બોલાવશો તો ચાલશે. તમે ટીચર છો એટલે મારે તમને માનથી બોલાવવા પડે.
ઝંખના મેડમ..
સારું પણ એક શરત છે.
કિરણ..
કઈ શર્ત છે?
ઝંખના મેડમ..
તમે પણ મને તું કહેશો તો ચાલશે. આપણે લગભગ સરખી ઉંમરના હોઈશું.
કિરણ આ સાંભળીને ખુશ થઈ ગયો.
હૃદયમાં એક લહેર છે,
મળવા માટે બહાનું જોઈએ,
ફોન કરવાનું બહાનું જોઈએ,
આંખોમાં એક આશા છે,
વાતો કરતા ધડકન વધે,
દિલની ધડકન કંઈક કહે.
શું પ્રેમનું આ સંગીત છે?
હ્રદયમાં ઉઠતી મીઠી ધૂન.
મુલાકાત માટે તલાશ છે,
એક કારણ, એક વાત છે,
( ઝંખના મેડમ પોતાના ભાઈ માટે વાતચીત કરવા માટે મુલાકાત ગોઠવે છે. એ મુલાકાતનો સુખદ અંત આવશે કે નહીં એ જાણવા માટે વાંચો મારી ટુંકી ધારાવાહિક વાર્તા "સિંગલ મધર")