આપણે વાર્તામાં આગળ જોયું કે જેન્સી કોલેજમાં સંગીતની પ્રેક્ટિસ કરતી હોય છે.
પ્રિયા કોલેજ એ પહોંચે છે પણ તેને અંદર એન્ટ્રી આપતા નથી,
કારણકે પ્રિયા પાસે ફંક્શનનો એન્ટ્રી પાસ નથી.
પ્રિયા થોડીક વાર વાટ જુએ છે કે કોઈ જેન્સીનું ફ્રેન્ડ કે ક્લાસમેટ મળી જાય તો તેને અંદર જવા મળશે.
આ બાજુ જેન્સીના પ્રોફોર્મન્સનો વારો આવે છે. જેન્સી અને તેના મિત્રો ખૂબ જ સરસ પર્ફોર્મન્સ આપે છે. જેન્સી તેના સુંદર અને મીઠા મધુર સ્વરથી બધાને મોહિત કરી લે છે. બધા તેની પ્રશંસા કરે છે.
ત્યાં ફંકશનમાં આવેલા એક ચીફ ગેસ્ટને જેન્સીનો અવાજ અને તેનું લુક અને એટીટ્યુડ અને પર્ફોર્મન્સ પસંદ આવી જાય છે,
એટલે બધી જાણકારી કાઢવાનું કોલેજના એક પ્રોફેસરને કહે છે.
આ બાજુ પ્રિયાને મજબૂરીમાં ઘરે પાછું ફરવું પડે છે કારણ કે તેને કોલેજમાં એન્ટ્રી મળતી નથી.
તે દિવસે રાત્રે તેની દાદીને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
જેન્સી નર્સ હોવાથી પોતાની દાદીની સેવામાં લાગી જાય છે.
તે દવાખાનાના હાર્ટ સર્જન ડોક્ટર સુનિલ શાહ જેન્સીને તેની દાદીની સારવાર કરતા જુએ છે. તેને જેન્સીનો સ્વભાવ અને તેની સેવાની વૃત્તિ ગમી જાય છે. તે જેન્સીને પૂછે છે:
"બેટા તું શું ભણે છે?" જેન્સી કહે છે, "હું નર્સની ટ્રેનિંગ પૂરી
કરી રહી છું. આ મહિને મારું રિઝલ્ટ છે." તો ડોક્ટર તેને
સલાહ આપે છે, "તું છ મહિના માટે ઓસ્ટ્રેલિયા ઓપીટી
ની ટ્રેનિંગ લેવા જા."
પણ જેન્સી ડોક્ટરને કહે છે કે "મારી પરિસ્થિતિ એટલી સારી નથી કે હું ઓસ્ટ્રેલિયા જઈ અને આગળની ટ્રેનિંગ લઈ શકું.
મારી પાસે પાસપોર્ટ પણ નથી."
સુનિલ શાહ જેન્સીને કહે છે, "તું બિલકુલ ચિંતા કરતી નહીં. હું ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. હું તને ઓસ્ટ્રેલિયા માટે પાસપોર્ટ તથા રહેવાની અને ખાવાની સગવડતા કરી આપીશ. તારી કોલેજની ફી પણ હું જ ભરી આપીશ. બસ તો ટ્રેનિંગ માટે જવાની તૈયારી કર."
જેન્સી ખુશ થઈ જાય છે અને ડોક્ટર સુનિલ શાહનો આભાર માનતા કહે છે, "ડોક્ટર સુનિલ સાહેબ, તમારો ખુબ ખુબ આભાર."
ડોક્ટર સુનિલ શાહ સ્મિત કરતા કહે છે, "આભાર માનવાની કંઈ જરૂર નથી. તું ટ્રેનિંગ લઈને પાછી આવીશ ત્યારે હું તારી પાસે કામ કરાવીશ કારણ કે તારે મારી હોસ્પિટલમાં એડ નર્સ તરીકે કામ કરવું પડશે.
અને હું તને એટલો બધો પગાર પણ નહીં આપું." એમ કરી અને સુનીલ શાહ હસવા લાગે છે.
જેન્સી ખૂબ ખુશીમાં સુનીલ શાહને ભેટી પડે છે અને કહે છે, "થેંક્યુ અંકલ, તમારો ખુબ ખુબ આભાર."
ડોક્ટર કહે છે, "બસ બસ, હવે ચાલો કામે લાગો અને જવાની તૈયારી કરો. હું તારી રાહ જોઈશ. મારે એક સારી નર્સની જરૂર છે."
જેન્સી જેમ તેમ કરી અને તેની માં જાનકીને જવા માટે રાજી કરે છે.
દાદી એક મહિના સુધી પથારીવશ રહેશે.
રિઝલ્ટ આવી જાય છે.
જેન્સીની નર્સની ટ્રેનિંગ પૂરી થઈ જાય છે.
અને તે ઓસ્ટ્રેલિયા નર્સની ટ્રેનિંગ માટે જતી રહી છે.
દાદી હજી સરખું બોલી શકતી નથી.
એક દિવસ યમુનાને પન્નાનો ફરી ફોન આવે છે. તે ફોન પ્રિયા વાત કરવા માટે ઉપાડે છે અને કહે છે, "જમુના દાદી હજી બરાબર બોલી શકતા નથી. તમારે કંઈ પણ કહેવું હોય તે મને કહો." તો પન્નાબેન તે છોકરીને કહે છે કે "તમે જેમ બને તેમ જલ્દી શહેરમાં આવતા રહો. સાહેબ એક મહિનાથી વાટ જોઈ રહ્યા છે, પછી બીજી કોઈપણ છોકરીને પસંદ કરી લેશે.
જો બને તો એકવાર દાદીને લઈ અને શહેરે આંટો મારી જાવ જેથી સાહેબ તેની સાથે વાત કરી શકે." પ્રિયા કહે છે, "હું દાદીને લઈને શહેરમાં આવીશ."
આ બાજુ ગામમાં જેન્સીની થનાર સાસુ રૂડીબેન જાનકીનું જીવવાનું મુશ્કેલ કરી નાખે છે. રોજ હાલતા ચાલતા મહેણા ટોણા મારતી હોય છે, "તારી દીકરીને તારે આમ વિદેશ ન મોકલાય. મને પૂછ્યા વગર તે તેને વિદેશ કેમ મોકલી? અહીંયા નર્સની ટ્રેનિંગ કરી લીધી હતી પછી તેને વિદેશ મોકલવાની શું જરૂર હતી? મારો દીકરો એને રોટલા દઈ શકે એટલે એનામાં તાકાત છે તો પછી તેને વિદેશ જવાની શું જરૂર હતી? લગ્ન પછી અમે તેને કામ નહીં કરવા દઈએ.
વિદેશ જઈ અને તે આઝાદ થઈ જશે, બીજા છોકરાઓ સાથે ફરશે. જો મને ખબર પડી કે તેનો કોઈ બોયફ્રેન્ડ છે તો હું આ સગાઈ તોડી નાખીશ."
જાનકી કહે છે, "મારી દીકરી એવી નથી. મારી દીકરી પર મને ભરોસો છે. તે ત્યાં ખાલી ભણવા ગઈ છે અને તેની ટ્રેનિંગ પૂરી થશે એટલે તે પાછી આવી જશે. હું જ્યાં કહીશ ત્યાં જ તે પરણશે. મારા પર ભરોસો રાખો."
ઓસ્ટ્રેલિયામાં ટ્રેનિંગ લેતા બે મહિના થઈ જાય છે. એક દિવસ
હોસ્પિટલમાં જેન્સી ટ્રેનિંગ લેતી હોય છે. તે હોસ્પિટલમાં અચાનક ઇમરજન્સી કેસ આવે છે. એક જુવાન સુંદર છોકરાનું એક્સિડન્ટ થયું હોય છે અને તે લોહી લુહાણ સ્ટ્રેચરમાં પડ્યો હોય છે. તેના માથા પરથી અને બધે લોહી જતું હોય છે.
તરત જ તેને ઓપરેશન કરવા લઈ જવામાં આવે છે અને તેની સારવાર ચાલુ થઈ ગઈ છે.
લગભગ બે કલાક સુધી ઓપરેશન ચાલે છે. હવે તે છોકરો ખતરાની બહાર હોય છે. તેને ICU માં દાખલ કરવામાં આવે છે અને તેની સારવારની જવાબદારી જેન્સીને સોંપવામાં આવે છે. જેન્સી ઇન્ફર્મેશન કાઉન્ટર પરથી એ છોકરાની બધી માહિતી લેવા પહોંચે છે. તેના કપડામાંથી ઘણા બધા કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા તેનું આઈ કાર્ડ, મોબાઈલ વગેરે મળી જાય છે. તેના કાર્ડ વગેરે બધું તપાસે છે તો ખબર પડે છે તો તેનું નામ જાન છે. તે મુંબઈનો રહેવાસી છે
અને અહીંયાનો એક સફળ બિઝનેસમેન છે.
એ એક શીપમાં કન્ટેનર ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે.
જેન્સી તે કાર્ડ ઉપરથી તેના મેનેજરને ફોન કરી અને જાણ કરે છે.
જેન્સી પછી તે છોકરા જાનની સારવારમાં લાગી જાય છે.
જાન હજી બેભાન જ હોય છે. તેનું માથું અને મોઢું પાટાઓથી વીંટાળેલું હોય છે. જેન્સી જાનનું બ્લડપ્રેશર માપી અને નોંધી લે છે. એટલી વારમાં ડોક્ટર આવી જાય છે.
ડોક્ટર જેન્સીને પૂછે છે, "પેશન્ટનું બ્લડપ્રેશર કેવું છે?"
જેન્સી કહે છે, "ડોક્ટર, નોર્મલ છે."
ડોક્ટર કહે છે, "સરસ. આ પેશન્ટનું કોઈ રિલેટીવ આવ્યું છે?
તમે એને જાણ કરી કે નહીં?"
જેન્સી ડોક્ટરને જવાબ આપતા કહે છે, "હા, મેં તેમના
મેનેજરને જાણ કરી દીધી છે. તે સાંજે આવશે."
ડોક્ટર કહે છે, "ઠીક છે, તે આવે તો મારા કેબિનમાં તેમને
મોકલી દેજે. મારે તેમની સાથે પેશન્ટ વિશે વાત કરવી પડશે.
આ પેશન્ટને લાંબો ટાઈમ હોસ્પિટલમાં રાખવા પડશે માટે તેમના મેનેજર આવે તો મારી પાસે લઈને આવજો. આમની કન્ડિશન ક્રિટિકલ છે. મગજ ઉપર વાગેલું છે, સારું થતા વાર લાગશે."
જેન્સી કહે છે, "ઠીક છે. આ પેશન્ટના મેનેજર આવશે તો હું તેમને તમારી પાસે લઈ આવીશ."
પછી જેન્સી અને ડોક્ટર બીજા પેસેન્ટને જોવા જતા રહે છે.
સાંજે જ્યારે જાનનો મેનેજર જેન્સીને મળવા આવે છે ત્યારે જેન્સી મેનેજરને ડોક્ટર પાસે મળવા તેમની કેબિનમાં લઈ જાય છે.
આ બાજુ જેન્સીના ઘરે યમુનાને થોડું સારું થતાં પ્રિયા અને યમુના ડોક્ટરને બતાવવાનું બહાનું કરી અને શહેરમાં પન્નાને
મળવા જવાનું નક્કી કરે છે.
આગળ શું થશે? શું પન્નાના શેઠને
તેના દીકરા માટે પ્રિયા ગમશે કે નહીં એ જાણવા માટે
ત્રીજા ભાગની રાહ જુઓ ....
લેખક Heena gopiyani
The story book🍀