"સિંગલ મધર"
( ભાગ -૧૧)
કિરણ આચાર્યને મળવા માટે જાય છે. આવવાનું કારણ કહે છે.
વાતમાં કહે છે કે એ અપરણિત છે એટલે એને સંતાન ના હોય.
આચાર્ય વિચારે છે કે આ યુવાન પ્રમાણિક છે. સારા ઘરનો છે.પરોપકારી છે. શ્વેતા માટે આવો યુવાન મળી જાય તો સારું.
કિરણ:-' હવે હું જાઉં છું. મારે ઓફિસે જવાનું છે.'
આચાર્ય:-' બસ બે મિનિટ બેસો તો સારું. મને તમારો ફોન નંબર તેમજ બાયોડેટા આપી શકશો?'
કિરણ:-' ફોન નંબર આપું છું પણ બાયોડેટા કેમ ?'
આચાર્ય:-' તમે પ્રમાણિત અને પરોપકારી છો. મને થાય છે કે તમને મદદ કરું. બીજી નાતની છોકરી ચાલશે?'
કિરણે સ્માઈલ કર્યું.
'સારી છોકરી જોઈએ જે મારી મધરને સાચવી શકે.'
એટલામાં કિરણના મોબાઈલ પર કોલ આવ્યો.
જોયું તો ઓફિસથી હતો.
એક મિનિટ મેડમ..
આટલું બોલીને કિરણ કેબિનની બહાર નીકળી ગયો.
કોલ ઉપાડ્યો.
હેલ્લો.. રોહિત.. શું હતું? કેમ ફોન કર્યો?
સામેથી.. રોહિત..
મોટી ઓફિસથી સર આવવાના છે. તું જલ્દી ઓફિસમાં આવી જા. આપણા સાહેબ આવી ગયા છે. જો નહીં આવે તો મેમો મળશે.
કિરણ..
તો પછી હું આખા દિવસની રજા મૂકું છું.
રોહિત..
એવું કરતો નહીં. તેં ગુલ્લી મારી છે એ સાહેબને ખબર પડી ગઈ છે. જો આખા દિવસની રજા મૂકીશ તો પણ વિના પરમિશને ગેરહાજર રહેવા માટે મેમો મળશે. એક જણાનો મેમો સાહેબના કહેવાથી લખી દીધો છે. મેં સાહેબને સમજાવ્યા છે કે કિરણ જ મોટા સરને સારી રીતે સમજાવી શકશે. એક સામાજિક કામે ગયો છે. આવતો જ હશે. ફોન કરીને બોલાવું છું.
કિરણ..
ઓકે.. હું આવું છું..
આટલું બોલીને કિરણ ધૂનમાં હાઈસ્કૂલની બહાર નીકળી ગયો.
કિરણને આવતા વાર લાગી એટલે આચાર્યે પ્યૂનને બોલાવ્યો.
પૂછ્યું તો જાણવા મળ્યું કે એ યુવાન જતો રહ્યો છે.
આચાર્યે સ્મિત કર્યું..
એક ભલો ઇન્સાન.. મારી બહેનની ડોટર શ્વેતા માટે સારો છે જ. મારે મેઘના મેડમ ને પૂછવું પડશે કે ઝંખના મેડમ સાથે શું વાતચીત થઈ હતી? ઝંખના મેડમનો રિલેટિવ તો નથી ને!
નહીં જ હોય.કિરણે કહ્યું હતું કે તેઓ ઝંખના મેડમના સગા નથી. જોઈએ..એનો ફોન નંબર મેળવવો પડશે.
આચાર્યે બેલ મારી ને પ્યૂનને બોલાવ્યો.
પ્યૂનને કહ્યું કે ઝંખના મેડમને મારી કેબિનમાં મોકલ.
થોડીવારમાં ઝંખના મેડમ કેબિનમાં આવ્યા.
એમના મુખ પર ચિંતાની રેખાઓ દેખાતી હતી. આચાર્ય ને થયું કે એ યુવાન કિરણ સાચું જ કહેતો હતો. ઝંખના મેડમ ટેન્શનમાં છે. એમને ખખડાવાય નહીં.
ઝંખના મેડમ..
યસ મેડમ, કંઈ ખાસ કામ હતું? સોરી મેડમ. મારાથી જે ભૂલ થઈ હતી એ બદલ.
આચાર્યે સ્મિત કર્યું..
તમે તો વધારાનું કામ કર્યું હતું. મારે તમને એ કામ આપવું જોઈતું નહોતું. પણ મને તમારા કામ પ્રત્યે માન હતું કે તમે ખંતથી કામ કરો છો ને ચિવટ રાખો છો.
ઝંખના મેડમ..
સોરી મેડમ.. હવે પછી એવી ભૂલ નહીં થાય.
આચાર્ય..
જે કામ કરે એનાથી ભૂલ થાય તો માફ કરવી જોઈએ. પણ તમારી આ ભૂલ મને ગમી. કેટલીક ભૂલો ગમતી નથી હોતી. ને એકાદ સારી ભૂલ ગમતી હોય છે. પરિણામ સારું પણ આવતું હોય છે.
ઝંખના મેડમ..
હું સમજી નહીં મેડમ. મારી ભૂલ એ ભૂલ હતી. મારા કારણે કોઈ નિર્દોષ હેરાન થઈ ગયો હતો.
આચાર્ય..
હવે સોરી બોલતા નહીં. તમારી ભૂલના કારણે જ એક પ્રમાણિક અને પરોપકારી યુવાન સાથે મુલાકાત થઈ. ને એના કારણે તો તમારો પરિચય વધ્યો. તમે સિંગલ મધર છો એ ખબર છે. એક સિંગલ મધર તરીકે જવાબદારી વધી જતી હોય છે.
ઝંખના મેડમ..
હા..મેડમ..એક સિંગલ મધર હંમેશા ટેન્શનમાં જ રહેતી હોય છે. પણ આપે મને કેમ બોલાવી? એ યુવાન સાથે પરિચય કેળવ્યો નથી. બસ ખાલી પેરન્ટ્સ સાથે વાતચીત થાય એ રીતે વાત કરી છે. તમે મેઘના મેડમને પૂછી જોજો.
આચાર્ય..
મેઘના મેડમને પૂછવાની છું જ. મેં સીસીટીવી કેમેરા પર આપના ત્રણેને ચર્ચા કરતા જોયા હતા. મારું કહેવું એ છે કે આપ આજે રજા લઈ ને ઘરે જાવ.
ઝંખના મેડમ..
કેમ મેડમ.. હું ખંતથી કામ કરીશ.
આચાર્ય..
હું આજના દિવસ પૂરતી વાત કરું છું. જરૂર હોય તો આવતીકાલ ની રજા મૂકી દેજો. પણ મને ફોન કરીને જાણ કરવી.
ઝંખના મેડમ..
મેડમ.. હું આપને એ માટે જ મળવા આવવાની હતી. હું આજની અડધા દિવસની રજા લેવા માંગુ છું. કદાચ કાલે આવી પણ ના શકું.
આચાર્ય..
મને બધી ખબર છે. આવતી કાલે પણ રજા લઈ લો. તમારી ડોટરની યોગ્ય દેખભાળ થાય એવી વ્યવસ્થા કરો. તમે તમારા મધરને થોડા દિવસ માટે બોલાવી લો. એક આચાર્ય તરીકે નથી કહેતી પણ એક સામાજિક વ્યક્તિ તરીકે કહું છું.
ઝંખના મેડમ..
એટલે તમને મારી પરિસ્થિતિનો અંદાજ છે?
આચાર્ય ..
હા..એ યુવાન કિરણે વાત કરી હતી. ને તમને રજા મળવી જોઈએ એવી ભલામણ કરી હતી. ભલો યુવાન છે.
ઝંખના મેડમ..
હા..મેડમ.. એ યુવાને મારી એકતાને બચાવી હતી. એ વાત એણે કહી હતી અને મેં ઘરે ફોન કરીને વાત કંન્ફર્મ કરી હતી.
આચાર્ય..
તો પછી શું વિચાર છે? તમારી માતાને થોડા દિવસ માટે બોલાવી લો. પણ મારી તમને એક સલાહ છે.
ઝંખના મેડમ..
થેંક્યું મેડમ.પણ શું મેડમ?
આચાર્ય..
એ જ કે તમે હજુ યુવાન છો. ફરીથી મેરેજ કરી લો જેથી તમને અને તમારી ડોટર સહીસલામત રહી શકે. એક રક્ષણ મળી શકે. આ સમાજમાં એકલી રહેતી સ્ત્રીને હેરાનગતિ સિવાય કંઈ મળતું નથી.
(વધુ આવતી કાલે)
- કૌશિક દવે