આપણે જોયું,
કે સાધુ મહારાજે જે કહ્યું,
એ શ્રાપિત ધન ઘરમાંથી બહાર કાઢી નાખ.
એમ નાના છોકરાને સાધુ મહારાજે કહ્યું.
નાના છોકરાએ સાધુને પ્રાર્થના કરતા કહ્યું કે,
મહારાજ હું કઈ રીતે આ શ્રાપિત ધનનો ઉપયોગ
કરું.
તો સાધુ મહારાજે નાના છોકરાને કહ્યું.
હું એક હવન કરીશ, એ હવનમાં તું તે શ્રાપિત ધન રાખજે, એની પૂજા કરશું પછી તે ધનનો સારા કામમાં તું ઉપયોગ
કરી નાખજે, એમાંથી એક આની પણ ઘરમાં રાખતો નહીં. નાનો છોકરો સમજી જાય છે અને સાધુ મહારાજને હાથ જોડી અને હા પાડે છે. સાધુ મહારાજ એક સારું ચોઘડિયું જોઈ અને હવનની તૈયારી કરે છે. નાનો છોકરો ઘરમાં બધી તૈયારી કરી અને સાધુ મહારાજને બોલાવે છે. પછી વિધિ પૂર્વક ધનની પૂજા થાય છે અને હવન પૂરો થાય છે. જેવો હવન પૂરો થાય છે એવું ઘુવડ જોર જોરથી બોલે છે.
અને પછી મોટા દીકરાના ઘર તરફ ચક્કર મારવા લાગે છે.
મહારાજ પૂજામાં રાખેલ કળશનું પાણીનો છંટકાવ
બધે કરવા માંડે છે. તેનાથી ઘુવડ ઊડી અને જતું રહે છે.
બધા મજૂરો જુએ છે કે ઘુવડ ઊડી ગયું. અને નાના છોકરાના જીવમાં જીવ આવે છે. ઘુવડ ઊડી જવાથી તેનું મન શાંત થઈ જાય છે અને મનમાંથી એક બીક જતી રહે છે. પછી
નાનો છોકરો પોતાના મોટા ભાભી અને દીકરાને તે બધી સંપત્તિ સોંપી દે છે અને તેમનો જે ભાગ હોય છે તે પણ તેને દેવાનો વાયદો કરે છે, પણ મોટો છોકરો માનતો નથી એટલે નાનો છોકરો પોતાની સંપત્તિમાંથી થોડોક ભાગ મોટાભાઈની વહુ અને દીકરાને આપે છે. ત્યાર પછી નાના છોકરાનો ધંધો ધીરે ધીરે સારો ચાલવા લાગે છે. આ બાજુ મોટા છોકરાનો મોટો દીકરો દિવસે દિવસે ઉદ્ધત અને વ્યસની થતો જાય છે, તેને દારૂ સિગરેટની લત લાગી જાય છે, તે ભણતો નથી અને રોજ ન કરવાના કંઈક કામ કરતો હોય છે, રોજ તેના ઘરે એક વ્યક્તિ ફરિયાદ લઈને જતું હોય છે. હવે તેનાથી મોટો છોકરો પણ કંટાળી ગયો હોય છે, તેથી સગાંવાલાં કહે છે કે તું આને પરણાવી દે એટલે સીધો થઈ જશે એટલે મોટો છોકરો દીકરા
ના લગ્નમાં ખૂબ ખર્ચો કરે છે અને શ્રાપિત ધન વાપરે છે અને દીકરાને ધામધૂમથી પરણાવે છે. જેવું શ્રાપિત ધન લગ્નમાં વપરાય છે
અને દીકરાની વહુ ઘરના આંગણે આવીને ઊભી હોય છે, બધા તેના સ્વાગતની તૈયારી કરતા હોય છે ત્યાં પેલું ઘુવડ ઝાડ પર આવીને ડાળી પર બેસી જાય છે અને જોર જોરથી બોલે છે. ઘુવડના અવાજથી બધા ગભરાય છે.
સગાંવાલાંઓ પણ ઝટ ઝટ પોતપોતાના ઘરે જતા રહે છે. મજૂરો ઘુવડ ઝાડ ઉપર બેઠેલું જુએ છે, તેના તરફ નીરખીને જોતા રહે છે અને મનમાં વિચારે છે હવે આ ઘુવડ શું કરવા આવ્યું છે? આ વખતે તો ઝાડ ઉપર બેઠું છે.
હવે જાણે શું થશે? નવી વહુ ઘરમાં આવી છે. હજી તો પગે નથી મૂક્યો. શું તેની સાથે કંઈ ખરાબ થવાનું હશે?
શું શેઠ સાથે કંઈ ખરાબ થવાનું હશે? એવા મનમાં વિચારો અને અંદરો અંદર વાતો ચાલ્યા રાખે છે. આ બાજુ મોટો દીકરો વિચારે છે કે ઘુવડ પાછું આવી ગયું. નહીં ને કાંઈ અપશુકન ન થાય, પણ તે બહુ ધ્યાન નથી દેતો.
બે દિવસ પછી ખૂબ વરસાદ આવે છે, એ વરસાદ એટલો બધો ભારે હોય છે કે બધે જળબંબાકાર થઈ જાય છે.
મોટા છોકરાના કારખાના પાસે એક ગટરનું ઢાંકણું ગટરવાળો સાફ કરી અને ઢાંકતા ભૂલી જાય છે. આ બાજુ પાણી એટલું બધું ઉપરથી ચાલ્યું જતું હોય છે કે કોઈને ખબર જ નથી હોતી કે ગટરનું ઢાંકણું ખૂલ્લું છે. આ તરફ એ ગટરનું ઢાંકણું ખૂલ્લું હોય છે.
વરસાદ હોવાથી મજૂરો કામે નથી આવતા, માત્ર એક જૂનો
વિશ્વાસુ માણસ જે વર્ષોથી ધનજી શેઠના ઘરે કામ કરે
છે તે આવે છે.
મોટો છોકરો ચા મંગાવે છે. મજૂર ચા પીતા પીતા મોટા
છોકરાને કહે છે, શેઠ ખોટું ન લાગે તો એક વાત કરું.
મોટો છોકરો કહે છે મને ખબર છે તું શું કહેવા માંગશ,
પણ મને તે નથી સાંભળવી, આજે વરસાદને લીધે
કામ બંધ છે, તું પાછો જા ઘરે, કાલે આવજે.
મજૂર ઊભો થઈ જાય છે અને છત્રી લઈને વરસતા
વરસાદમાં ઝાડ તરફ ધ્યાનથી જુએ છે તો ઘુવડ
જાણે તેને જ જોતું હતું.
મજૂર ડરી જાય છે.
રોડ ઉપર પાણી ગોઠણ સુધી ભરાણા હોય છે, પાણીમાં
હાલવું મુશ્કેલ હતું.
તે ગભરાટમાં ફટાફટ કારખાનાની બહાર નીકળે
છે.
તે પાછું વળીને ઝાડ તરફ જુએ છે તો ઘુવડ તેને જ જોતું
હતું. મજૂર જાણે ભાન ભૂલી જાય છે.
તે ડરના માર્યા ખુલ્લી મોટી ગટર તરફ ચાલવા
લાગે છે. મજૂરના પગ પાસેથી એક કૂતરું પાણીના
વહેણથી ખેંચાઈ ને ખુલ્લી ગટરમાં ફસાય જાય છે.
મજૂરની નજર સામે કૂતરું મરતું હોય છે.
મજૂર તેને બચાવવા જાય છે પણ તેને બચાવવા જતાં
પોતે જ પાણીના વહેણમાં ગટરમાં ફસાઈને મરી જાય છે. રાત થતાં મજૂરની પત્ની કારખાને ફોન કરે છે
તો શેઠ કહે છે એ તો સવારે પાછો ઘરે જતો રહ્યો છે.
બીજે દિવસે મજૂરના મરવાની ખબર મળે છે.
મોટો છોકરો ખબર સાંભળી વડના ઝાડ તરફ જુએ
છે તો ઘુવડ જતું રહ્યું હતું.......
આગળ બાકી .....
આગળ આપણે જોશું મોટા છોકરા પાસે શ્રાપિત ધન છે
તો તેનું અને તેના પરિવારનું શું થાય છે.....
D h a m a k
The story book ☘️