"સિંગલ મધર"
( ભાગ -૧૦)
ઝંખના મેડમ પર એમના સંતાનને સાચવવાવાળી દાઈ બહેનનો ફોન આવે છે. રાકેશ સાહેબ કરેલી જોર જબરદસ્તીથી બેબીને આંચકી લેવા હેરાન કરે છે એવી રજૂઆત કરે છે.
દાઈ બહેન..
મેડમ, હું પોલીસના લફરામાં પડવા નથી માંગતી. જો તમે બે દિવસમાં ઠોસ નિર્ણય નહીં લો તો હું સર્વીસ છોડી દેવાની છું. બેબી પણ ઘણી ડરી ગઈ છે. એની આંખો મમ્માને શોધે છે. મેડમ, મારી એક સલાહ છે. તમે સમાધાન કરી લો એટલે તમને નિરાંત. છો મારી જોબ જતી રહેતી. પણ તમને તો શાંતિ.તમે ફરીથી લગ્ન કરી શકો એવા યુવાન છો.આજકાલ લોકો બીજીવાર લગ્ન કરે છે. પતિ એવો હોય એટલે છૂટાછેડા લેવા પડે.
આ સાંભળીને ઝંખનાને ઘણું બોલવાનું મન થયું હતું.
કે સલાહ આપવાની જરૂર નથી. મને સમજ પડે છે.
છતાં પણ અત્યારે બોલવું હિતાવહ લાગ્યું નહીં.
ઝંખના મેડમ..
સારું સારું.. તું અત્યારે બેબીનું ધ્યાન રાખ. હું કંઈક કરું છું. સાંજે ઘરે આવીને વાત કરીશ. ફોન કટ કરું છું.
મેઘના મેડમ..
શું થયું હતું? કંઈક ખોટું બન્યું હતું?
ઝંખના મેડમે દાઈ બહેને કહેલી વાતો કહી.
મેઘના મેડમ..
એટલે જ હું કહું છું કે તું બીજા લગ્ન કરી લે. અથવા બેબી એકતાને સોંપી દે.
ઝંખના મેડમ..
તમારી વાત સાચી લાગે છે. પણ હું રાકેશને સોંપવાની નથી જ. એ બીન જવાબદાર છે. પિતા તરીકે ની ફરજ બજાવી શક્તો નથી. મારી દીકરીને ખરાબ સંસ્કારો મળે. જે હરગીઝ હું ચલાવી ના શકું.
મેઘના મેડમ..
તો તું બીજા લગ્ન કરી લે. તેં છુટાછેડા લીધા જ છે. તને અને બેબીને એક ઓથ મળી જશે. સાથે તને પ્રેમ કરનાર પતિ.
ઝંખના મેડમ...
એ બાબતે વિચારી રહી છું. પણ એવો કોણ હોઈ શકે છે મારી બેબીને અપનાવે? મને પ્રેમ ના આપે તો કંઈ નહીં પણ બેબીને એક પિતાનો પ્રેમ મળે એવો યુવાન જોઈએ. ઉંમરમાં બહુ મોટો હશે તો ચાલશે. હું સમાધાન કરવા તૈયાર છું. આજકાલ કોઈ વ્યક્તિ બીજાના સંતાનને સ્વીકારી શકતો નથી.
મેઘના મેડમ..
આપણે ફિલ્મમાં જોઈએ છીએ. તેમજ બોલીવુડ કલાકારો પણ બીજા લગ્ન પછી બીજાના સંતાનને સ્વીકારી લે છે.
ઝંખના મેડમ..
એ ફિલ્મી બાબત છે. ફિલ્મી લોકો પર ભરોસો કરાય નહીં. વાસ્તવમાં સામાજિક જીવનમાં ઘણી તકલીફો પડે છે. મારી બેબીને શરૂઆતથી જ તકલીફો મળે એ મને મંજૂર નથી.
મેઘના મેડમ..
જેવી તારી મરજી. આ મેં તને આઈડિયા આપ્યો હતો. તું નિરાંતે વિચારી જો. તારા માતા પિતા કેટલા વર્ષ સુધી તારી સાથે રહી શકે. અને જીવનનો કોઈ ભરોસો નથી હોતો. ન કરે નારાયણ ને તું ઘરમાં ના હોય અને રાકેશ બેબીને ઝૂંટવીને લઈ જશે તો તું શું કરવાની? કોર્ટ કેસ.. પોલીસ કેસ..અદાલતના ચક્કરમાં પડી જવાની એમાં જોબ પર જોખમ થશે. એક પિતા તરીકે રાકેશનો હક્ક છે એવું સાબિત કરશે તો? ને તું બીન જવાબદાર માતા છે એવું સાબિત કરશે તો તું શું કરીશ? બધી બાજુનો વિચાર કર. હમણાં ને હમણાં નથી કહેતી પણ વેળાસર નિર્ણય લેવામાં જ હિત સચવાયેલું છે. હવે મારે ક્લાસ રૂમમાં જવું જોઈએ. કદાચ તને આચાર્ય બોલાવે તો બહુ બોલતી નહીં. ઓછું બોલીને બચાવ કરજે. એ યુવાન એવી કોઈ વાત નહીં કરે. એને તારી પરિસ્થિતિનો અંદાજ છે જ.
મેઘના મેડમ ઝંખના મેડમને સલાહ આપે છે કે એકતાને એના પિતાને સોંપી દે અથવા તું બીજા લગ્ન કરી લે. અથવા એવો યુવાન શોધી કાઢ જે તને અને તારી દીકરી ને અપનાવે.
આટલું બોલીને મેઘના મેડમ પોતાનો ક્લાસ લેવા જાય છે.
મેઘના મેડમના ગયા પછી ઝંખના મેડમ એ વિષય પર વિચાર કરે છે પણ એનું મગજમાં કંઈ સુઝતું નથી. ઘરે ગયા પછી વિચારીશ. મારે પણ ક્લાસ લેવા જવું છે.
----
કિરણે આચાર્યની કેબિનમાં પ્રવેશ કર્યો.
આચાર્યે કિરણને જોઈને આવકાર આપ્યો.
બેસવા માટે કહ્યું.
કિરણ ખુરશી પર બેઠો..
બોલ્યો.. મને કેમ બોલાવ્યો છે?
આચાર્ય..
તમે પેરન્ટ્સ છો એટલે તમને બોલાવ્યા છે. મેં જોયુ કે તમે ઝંખના મેડમ સાથે ઘણી વાતો કરી હતી? શું કામ હતું? તમારા સંતાનનું નામ શું છે?
કિરણ હસી પડ્યો.
બોલ્યો.. હાઈસ્કૂલમાં આવે એટલે પેરન્ટ્સ જ હોય? કોઈ સારા કામ માટે આવે નહીં?
આચાર્ય..
પણ તમે કયા કારણોસર આવ્યા છો?
કિરણ .
એક ભૂલના કારણે જે આપની હાઈસ્કૂલ તરફથી થઈ હતી. એ બાબતે મેં તમને ફોન કર્યો હતો. મારું નામ કિરણ છે. રૂહીની મમ્મી કિરણને ઈમેલ કરવાને બદલે ભૂલથી મને ઈમેલ કરી દીધો હતો.
આચાર્ય..
ઓહ...યાદ આવી ગયું છે. બીજો ઈમેલ મેં કર્યો હતો એટલે માફી માંગું છું. આપ સજાગ નાગરિક છો. આપના જેવા પેરન્ટ્સ હોવા જોઈએ. આપનું કોઈ સંતાન આ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે?
કિરણ..
ફરીથી ભૂલ.. હું એ કહેવા માટે જ આવ્યો છું. હું અપરિણિત છું પછી કોઈ સંતાન ના હોય. કોઈ સ્ટુડન્ટનું ભવિષ્ય બગડે નહીં એ માટે આપને કહેવા આવ્યો હતો. કદાચ મેડમ ટેન્શનમાં હતા. કદાચ નહીં ટેન્શનમાં જ છે. ઝંખના મેડમ સિંગલ મધર છે. બહુ સ્ટ્રગલ કરી રહ્યા છે. એમને એમની બેબીનું ટેન્શન છે.
આચાર્ય..
એટલે આપ ઝંખના મેડમને ઓળખો છો? એ સિંગલ મધર છે. એમની બેબીનું ટેન્શન છે એટલે ભૂલ થઈ હતી. એ ભૂલ સુધારી દીધી હશે. તો તમે હજુ સુધી મેરેજ કર્યા નથી?
આચાર્યની આંખમાં ચમક આવી.
કિરણ..
ના.. હું ઝંખના મેડમને ઓળખતો નહોતો.પણ એક ઘટના પછી ખબર પડી કે જે બેબીને મેં મદદ કરી હતી એની મમ્મી ઝંખના મેડમ છે. મારી આપને રિક્વેસ્ટ છે કે તમે ઝંખના મેડમને અત્યારે રજા આપો. એમની બેબી ડરી ગઈ છે. મમ્મી મમ્મી કરે છે.
આટલું બોલીને કિરણે સવારે બનેલી ઘટના આચાર્યને કહી.
આચાર્યે આ વાત સાંભળીને કિરણ પ્રત્યે પ્રભાવિત થઈ ગયા.
યુવાન આવો જોઈએ. પરોપકારી..મદદ કરે એવો લાગણીશીલ. કાશ શ્વેતા માટે આવો યુવાન મળી જાય તો સારું.
( આચાર્યના મનમાં શું ચાલી રહ્યું છે? આચાર્ય ઝંખના મેડમને રજા આપશે?)
- કૌશિક દવે