Single Mother - 2 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 2

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 2

"સિંગલ મધર"
( ભાગ-૨)
ઝંખનાએ એના પતિદેવથી છુટાછેડા લીધા હોય છે.
ઝંખના હાઈસ્કૂલમાં રિપોર્ટ તૈયાર કરતી હોય છે ત્યારે એના ભૂતપૂર્વ પતિનો ફોન આવે છે.
હવે આગળ..

ઝંખના ઘણું વિચારીને રાકેશનો કોલ ઉપાડે છે.
તરત જ રાકેશ બોલવા લાગી જાય છે.
હેલ્લો ઝંખના, મને માફ કરજે. સોરી.. સોરી..આપણી એકતા મને યાદ આવે છે. શું આપણે ફરીથી એક બનીએ તો! હું તારા વગર રહી શકતો નથી.

આ સાંભળીને ઝંખનાને ગુસ્સો આવ્યો.
હેલ્લો.. હવે એ વાત ભૂલી જા. હું અત્યારે જોબ પર છું. મૂળ શું કામ છે એ કહે. નહિંતર તારો કોલ કટ કરું છું.

હેલ્લો ઝંખુ ડિયર, કોલ કટ કરતી નહીં. અગત્યનું કામ છે. મને ખબર છે કે તું હાઈસ્કૂલમાં ટીચર છે અને તારો અત્યારે ક્લાસ નથી એટલે ફોન કર્યો છે. હું એકતાને લેવા આવવાનો છું. તું એને સાચવી શકવાની નથી. જો તું મારી સાથે ફરીથી રહેવા તૈયાર હોય તો એકતા સાથે તને પણ લેવા આવું.

ઝંખના ગુસ્સે થઈ બોલી.
જ્યારે હું કહેતી હતી. વિનંતી કરતી હતી કે એકતાને સાચવો ત્યારે તે ના પાડી હતી. હવે એકતાને હું જ સાચવીશ. એક સિંગલ મધર બનીને જ. મારે તારી પાસે આવવું નથી. અને સાંભળ્યું છે કે તું જોબ પર નિયમિત જતો નથી અને ઘરમાં ખર્ચા પાણી આપતો નથી. એવી વ્યક્તિ સાથે ફરીથી રહેવા માટે હું તૈયાર નથી. મેં તારી બધી માહિતી મેળવી લીધી છે.

રાકેશ બોલ્યો..
એટલે જ કહું છું કે મને તારા સહારાની જરૂર છે. મેં લફરાં કરવાનું છોડી દીધું છે. જેની સાથે ફરતો હતો એનાથી મુક્ત થઈ ગયો છું. હું એકલો પડી ગયો છું. આખરી આશરો તારો છે. મારી જોબ છુટી ગઈ છે.

ઝંખના હસી..
એટલે જ.. તેં મને ફોન કર્યો છે. જે પોતાની જવાબદારી ના સમજે એની સાથે હું રહેવા તૈયાર નથી. મારી એકતાને લેવા ના આવીશ નહિંતર પોલીસ બોલાવીશ.

આટલું બોલીને ઝંખનાએ કોલ કટ કર્યો.

ઝંખનાને હવે ટેન્શન થવા લાગ્યું.

એને બીક લાગવા માંડી કે હું ઘરે ના હોઉં ત્યારે રાકેશ આવીને એકતાને લઈ જાય તો! એને ખબર છે કે એકતા વગર હું રહી શકવાની નથી. મારી કમજોરીનો ફાયદો ઉઠાવશે જ.

એટલામાં આચાર્યનો કોલ આવ્યો.
ઝંખના મેડમે તમે કામગીરી પૂર્ણ કરી? તમારે એક પિરિયડમાં જવાનું છે. કામમાં ઝડપ કરો. વારંવાર ફોન પર વાતચીત કરવી નહીં. હાઈસ્કૂલ સમયે પ્રાઈવેટ ફોન આવવા જોઈએ નહીં. ફોન વાઈબ્રેશન મોડ પર રાખો.

ઝંખનાનું મોઢું પડી ગયું.
ફોન કટ કરતા બબડી.
જિંદગી આસાન નથી.
એમાં પણ એક સિંગલ મધરને કેટલું બધું સહન કરવાનું?

ઝંખનાએ દાઈ બહેનને મેસેજ કરીને જણાવ્યું કે એકતાને લેવા માટે કોઈ પણ આવે તો એને આપવી નહીં તેમજ ઘરમાં પ્રવેશ આપવો નહીં.




ઝંખનાએ દાઈ બહેનને મેસેજ કરીને જણાવ્યું કે એકતાને લેવા માટે કોઈ પણ આવે તો એને આપવી નહીં તેમજ ઘરમાં પ્રવેશ આપવો નહીં.

ઝંખનાને એકતા માટે ચિંતા થાય છે.
મનમાં બબડે છે..
આ રાકેશનો ભરોસો નહીં.
સિંગલ મધર કેવી રીતે પોતાના સંતાનને દુઃખ વેઠીને ઉછેરે છે એ હવે ખબર પડી.
હે ભગવાન મને સહાયતા કરજો.
જો એક મહિના સુધી આધિ વ્યાધિ અને ઉપાધિ ના આવે તો સારું.
આ મહિનો સહીસલામત જાય તો સારું.
એ માટે હું એક મહિના સુધી દર શનિવારે હનુમાનજીને તેલ ચઢાવીશ અને બુંદીના લાડુ ભોગ ધરાવીશ.

હવે...
મારે જલ્દી કામ પતાવવું પડશે.
હજુ ક્લાસ લેવાનો બાકી છે. ઉપાધી પાર વગરની છે. કોને કહું?
ભાઈને કહેવાય નહીં.
એમ કરું મમ્મીને થોડા દિવસ માટે ઘરે બોલાવું. તો પછી ભાઈ અને પપ્પાને જમવાની તકલીફ થશે.
પપ્પા મમ્મીને બોલાવું.
ભાઈ આવશે નહીં. એ એકલો રહેવા ટેવાઈ ગયેલો છે.
ભાઈને જોબ લાગી છે. હવે થોડા વખતમાં એના માટે યોગ્ય યુવતી શોધવી પડશે.
પપ્પા મમ્મીને ટેન્શન આપવું યોગ્ય લાગતું નથી.

હવે મારે કામ કરવું જોઈએ.
હમણાં જ આચાર્ય નો ફોન આવશે ને ફરીથી લડ પડશે.
લાવ હવે નબળા સ્ટુડન્ટના નામનું લિસ્ટ કાઢીને એમના પેરેન્ટસ ને ઈમેલ કરું. ફોન કરવામાં ઝંઝટ છે. ફોનનું લિસ્ટ પણ છે. પણ ફોન ઉપાડે કે ના ઉપાડે મારો ટાઈમ બગડે ને પછી મોડું થાય.

આટલું વિચારીને ઝંખનાએ નબળા સ્ટુડન્ટના રિપોર્ટ તૈયાર કર્યા.
એક પછી એક વાલીને ઈમેલ કરવાની શરૂઆત કરી.
પણ મનમાં ટેન્શન અને ગુસ્સો તો હતો જ.
એવામાં એક સ્ટુડન્ટ રોહનનું નામ આવ્યું.
ઝંખના બબડી..આ છોકરો હોશિયાર છે તો પછી એનો રિપોર્ટ ખરાબ કેમ છે? એણે તૈયારી કરી નહીં હોય? કે પછી બીજું કોઈ કારણ હશે.
રોહનના વાલીને ઈમેલ કરી દીધો.
એ પછી નામ રૂહી આવ્યું.
ઝંખના બબડી..આ ક્યુટ બેબી છે. એટલું સરસ બોલે છે કે સાંભળતા રહીએ. ને ગીતો કેટલા સરસ ગાય છે. આ તૈયાર કરેલા રિપોર્ટમાં કંઈક ગરબડ લાગે છે.
એ વાત પછી..પણ હવે મારે એની મમ્મીને ઈમેલ કરવો જોઈએ.
રૂહીની મમ્મી કિરણ..
ઓહ..યાદ છે..
ઝંખનાએ ઉતાવળ કરીને kiran1996@ gmail.com ની જગ્યાએ ભૂલથી kiran1999@gmai.com કરી દીધું.
પણ ઝંખનાને ધ્યાન રહ્યું નહીં.

હાશ મારું કામ પુરુ થયું.
એટલામાં નવો ક્લાસ શરૂ થવાનો સમય થયો.
ઝંખનાએ આચાર્યને ફોન કરીને કાર્ય પૂર્ણ થયું છે એવું જણાવી દીધું.
એટલામાં નવા ક્લાસનો સમય થતાં જ ટેન્શનમાં રહેલી ઝંખના ક્લાસ લેવા ગઈ.
- કૌશિક દવે