આહુતિ - એમાં શું થઈ ગયું તમે મારા ભાવિ છો. મારું ફ્યુચર છો, સુખ, દુઃખ જે કંઈપણ હોય હવે મારે તમારી સાથે જ મારા જીવનના સારા ખરાબ બધા જ દિવસો ગાળવાના છે. જો હું તમારા સુખ તમારા વૈભવમાં તમારી સાથે રહી શકું તો તમારા દુઃખમાં કેમ નહીં? જો તમારી સફળતા ઉપર મારો અધિકાર છે તો તમારી નિષ્ફળતા ઉપર શું કામ નહીં? હવે જે કંઈ છે તે માત્ર તમારું કે માત્ર મારું નથી પણ આપણું છે. "લગ્ન એટલે જેમા બે વ્યક્તિ કે બે શરીરનો નહીં બે આત્માનો મેળાપ થાય છે". તમે કંઈ જ ચિંતા ન કરો જે થશે એ સારું જ થશે. એક કામ કરીએ આપણે મારા દાગીના પર લોન લઈ લઈએ પછી જયારે વ્યવસ્થા થઈ જશે ત્યારે પાછા છોડાવી લઈશું. આ સાંભળી યજ્ઞેશ ગુસ્સે થઈ જાય છે. નહીં ક્યારેય નહિ. દાગીના સ્ત્રીનું બીજું અંગ છે તેના વગર સ્ત્રી ન શોભે અને દાગીના લક્ષ્મીના હાથમા જ શોભે. તું મારા આંગણાની આબરૂ છે, મારા ઘરની લક્ષ્મી છે. હા મારે ફરીથી બિઝનેસ શરૂ કરવો છે પણ એના માટે હું તને હેરાન થવા નહિ દઉં. તારા દાગીના ઉપર મારે મારો ધંધો શરૂ કરવો નથી. એના કરતા હું કાયમી ગરીબ રહુ એ મને વધુ ગમશે. તું છે તો જ બધુ છે. આજે ભલે બોલી પણ હવે ક્યારેય આવી વાત ન કરતી. જરૂર પડશે તો હું મારું બધુ જ વેંચી નાખીશ પણ મારા ફાયદા માટે હું તને ક્યારેય દુઃખી નહિ થવા દઉં. હવે આવુ બોલી છે તો આટલું બોલતા બોલતા યજ્ઞેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે આહુતિને વળગી પડે છે. યજ્ઞેશના હૃદયમાં પોતાનું માન જોઇ આહુતિની આંખમાં પણ આંસુ આવી જાય છે.
આહુતિ : જુઓ મારી વાત સાંભળો આ તો થોડા સમયની જ વાત છે ને તમે મારી વાત સમજોને પ્લીઝ.
યજ્ઞેશ : જો ડીયર તું બીજું જે કહીશ તે હું માની લઈશ પણ આ વાત હું આજે કે કાલે નહિ જ માનીશ.
આહુતિ : પણ તમે શું કામ નથી સમજતા ?
યજ્ઞેશ : સમજતી તો તું નથી મારી વાત.
આહુતિ : એ તમે જ મને આપ્યાં છે. મારા જીવનમાં બધુ જ તમારું આપેલું છે. આજે આપણે જરૂર છે, તો તેનો ઉપયોગ કરીએ તો શું વાંધો ?
યજ્ઞેશ - મેં આપ્યાં એટલે તારો કહેવાનો શું અર્થ છે ? હમણાં તે એમ કહ્યું કે હવે જે છે તે બધુ જ મારું કે તારું નથી આપણું છે તો પછી આવી વાત તું શું કામ કરે છે ? એનો મતલબ એમ જ ને કે હું તને મારી ગણું છું પણ તું મને કંઈ જ માનતી નથી. તારી નજરમાં હું કંઈ જ નથી.
આહુતિ : એવુ કંઈ જ નથી. હું તો બસ એમ કહું છું કે હું તમારા દુઃખમાં તમારી તકલીફમાં તમને ઉપયોગી ન થવું તો એનો અર્થ શું ?
યજ્ઞેશ : કોણ કહે છે કે તું મને હેલ્પફુલ નથી થતી ? તું છે તારો સથવારો છે એટલા માટે તો હું મારી આટલી ખરાબ સ્થિતિમાં આવા ખરાબ દિવસોમાં હું ટકી ગયો છું. મારું શરીર જ માત્ર મારું છે. મારા હ્રદયમાં ધબકારો પણ તારો છે અને શ્વાસ પણ તારો છે. જો હું જીવનમાં સફળ હતો તો તે માત્ર આહુતિના કારણે જ હતો. અત્યારે પણ હું તારા જ કારણે મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો છું. અને તે હમણાં શું કહ્યું કે દાગીના મેં જ તને કરાવી આપ્યાં તો તું કહેવા શું માંગે છે કે મેં કરાવી આપ્યાં એનો અર્થ એવો કે તારો કે તારી ઈચ્છાઓનો વિચાર કર્યા વગર હું તારા દાગીના પારકા વ્યક્તિને સોંપી દઉં એ પણ મારા અંગત સ્વાર્થને ખાતર. હું તને એવો સ્વાર્થી લાગુ છું?
આહુતિ : હું એમ નથી કહેતી આજે ખરાબ દિવસો છે તો આપણને મદદ મળી જાય અને જયારે બધુ જ બરાબર થઈ જાય પછી આપણે છોડાવી લઈશું. બંને એકબીજાની આંખોમાં આંખ પરોવી એકબીજામાં ખોવાઈ જાય છે.
આહુતિ તારા માટે મને કવિ બોટાદકરની પંક્તિ યાદ આવે છે
" દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ! " ( ક્રમશ :)
આલેખન - જય પંડ્યા