આહુતિ - ઠીક છે તમે આવજો મારી સાથે બસ આમ પણ તમે નહી જ માનશો.
પછી આહુતિ અને યગ્નેશ તૈયાર થઈ 11 : વાગ્યે ઓફિસે જવા નીકળે છે.
આજે હું ગાડી ચલાવીશ તમે બાજુની સીટ પર બેસજો. આહુતિ બોલી.
યજ્ઞેશ : ઠીક છે મેડમ તમે જેમ કહો તે માન્ય છે બસ.
પછી બંને ઓફિસે આવે છે. તેમની ચેમ્બરમાં એન્ટર થાય છે ત્યાં જ એક સોહામણો દેહ ધરાવતા સ્ફુર્તીલા સુટ બુટ ધારી વ્યક્તિ ખુરશીમાં બેઠા હોય છે.
કેમ છો યગ્નેશ વસાવડા તે વ્યક્તિ બોલે છે.
હા બસ મજામાં હો પંકજભાઈ તમે કેમ છો
બસ મજામાં અને તમને જોઈને વધુ આનંદ થયો.
પછી બંને એકબીજાને ગળે મળે છે.
પંકજભાઈ તમે અહીં અચાનક કઈ રીતે? યજ્ઞેશ બોલ્યો.
તમારી હાલની સ્થિતિ વિશે મેં જાણ્યું. તમારી કંપની વિશે જાણ્યું તો મારા બિઝનેસ વિશે જાણ્યું. આ બધું જાણ્યા પછી મને એમ થયું કે શક્ય હોય તો હું તમારી થોડી મદદ કરી દઉં.
પણ તમે શું કામ મારી મદદ કરવા માંગો છો? વર્ષો પહેલા આપણે બંને તો એકબીજાને હરીફો હતા.
પંકજ : હરીફાઈ તો ધંધાની હોય, સંપતિની હોય, પૈસાની હોય પણ માનવતાની નહીં.
યગ્નેશ - તમારી વાત સાંભળી અને સારું લાગ્યું.
પંકજ મનમાં હસતો હતો. અને વિચારતો હતો કે આ મને જે સમજે છે તે હું અહીં કરવા આવ્યો જ નથી. હવે તો આગળ જતા ખબર પડશે કે તેમણે કોની સાથે હાથ મેળવ્યો છે.
યજ્ઞેશ : તમે શું લેશો? ચા કોફી કે ઠંડુ ?
પંકજ : કંઈ જ નહી.
ત્યાં જ આહુતિ બોલી એમ ના ચાલે તમે અમારા મહેમાન છો, અમારા માટે આવ્યા છો અહીં સુધી તો તમારે કાંઈક તો લેવું જ પડશે.
કંઈ જ નહીં ભાભી કોઈ જ ફોર્માલિટી ની જરૂર નથી. પંકજ બોલ્યો
યજ્ઞેશ - આ કોઈ જ ફોર્માલિટી નથી ભાઈ તમને જે ફાવે તે કહો.
પંકજ ઠીક છે આપણે ત્રણેય માટે ચા મંગાવો. બોલો યોગેશભાઈ તમે પણ મને કંપની આપશો ને?;
યજ્ઞેશ - હા ચોક્કસ હું અને આહુતિ બંને લેશું.
આહુતિ તેની સામે સંદિગ્ધ નજરે જુએ છે.
પંકજ ભાભી મારો ભૂતકાળ તો હું યાદ કરું તો બોલી શકું એમ નથી. યજ્ઞેશ ભાઈને કદાચ યાદ હશે અને કદાચ ન પણ હોય. આજથી દસ વર્ષ પહેલા મારી પણ આજ સ્થિતિ હતી મારું કોઈ બાવડું પકડવા તૈયાર ન હતું. લોકો મારા દાંત કાઢતા હતા. મારી મજાક કરતા મારા વિશે મન ફાવે તેવી વાતો કરતા હતા મેં એ બધું જ સહન કર્યું ઈશ્વરે ખૂબ આકરી કસોટી લીધી મારી થાકી ગયો હતો પૂરેપૂરું અથવા એવું સમજવું ને કે મને જીવન જીવવાની ઈચ્છા રહી જ નહોતી. છતાં ઈશ્વરની એટલી કે મને મારા જીવનની કપરી સ્થિતિ માંથી બહાર કાઢ્યો અને અત્યારે હું સારું જીવન જીવું છું. પણ હું મારો ભૂતકાળ યાદ કરું છું. તો કેટલાય દિવસો સુધી મને રાત્રે ઊંઘ નથી આવતી. આજે હું વિચાર કરું છું કે આજે તો હું આટલું સરસ જીવન જીવું છું છતાં મારો એક સમય એવો પણ હતો જ્યારે મને કોઈ સારી રીતે બોલાવતું પણ ન હતું મારી સમાજમાં કંઈ કિંમત નહોતી. મને એટલું સમજાઈ ગયું કે કિંમત તમારી નથી. તમારા સહસ અને તમારી સફળતાની છે. ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે આવું જીવન મેં જે કાઢ્યું એવું ઈશ્વર કદી પણ કોઈને ન આપે.
આલેખન - જય પંડ્યા