" પૈસો મારો પરમેશ્વર નેvપત્ની મારી ગુરુ,
છૈયા છોકરા શાલિગ્રામ હું કોની પૂજા કરું ? "
બસ આના જેવું જ જીવન છે, તમારી પાસે સત્તા છે સંપત્તિ છે તો લોકો તમને દેવદૂત ગણે છે અથવા એમ કહો કે ઈશ્વરની કક્ષામાં તમને મૂકી દેશે પરંતુ જો તમારી પાસે કંઈ જ નથી તો લોકો તમને કચરો સમજી અને ફેંકી દે છે.
અત્યારે હું મારા જીવનમાં ઘણા લોકો એવા જોઉં છું જેઓ સામે ચાલી અને મને મળવા આવે છે રોજ મારા ખબર અંતર પૂછે છે મારી પાસે બિઝનેસ માટે ગાઈડન્સ લેવા આવે છે આ એ જ લોકો છે જેમણે મારી ખરાબ પરિસ્થિતિમાં મને ક્યારેય પૂછ્યું નથી. મારો સવાલ માત્ર એટલો છે કે જે ટેલેન્ટ મારામાં અત્યારે છે એ જ ટેલેન્ટ પહેલા પણ હતું જ છતાં જ્યારે પણ હું કોઈ પાસે કામ માટે ગયો તો કોઈએ મારી સામે પણ જોયું નથી તો હવે અત્યારે શું કામ મને પૂછે છે? શું કામ મારી ફાયનાન્સિયલ કન્ડિશન અત્યારે સારી છે એટલે?
અત્યારે મારી પાસે નામ પૈસા આબરૂ બધું જ છે બધાને મારી સાથે જોડાવું છે પોતાનું નામ મારી સાથે જોડવું છે. એ બધું પહેલા ક્યાં ગયું હતું? શું ગરીબ માણસ બુદ્ધિહિન હોય છે? શું પૈસા વગરના માણસ હોય તેને દુનિયાદારીની સમજ હોતી નથી?
દુનિયા પણ કેવી અલગ છે તેને જરૂર હોય તો તે તમને પૂછે છે પરંતુ જો તમારે જરૂર હોય તો તમારી સામે પણ ન જુએ.
આહુતિ - વિચારે છે કે પંકજભાઈ જે બોલી રહ્યા છે તેના પરથી તો એવું લાગી રહ્યું છે કે તે કોઈ સાથે બદલો લેવા માંગે છે પરંતુ કોની સાથે લેવા માંગે છે તે તો હવે ભગવાન જ જાણે.
કદાચ આ મારો વહેમ પણ હોઈ શકે છે તે માત્ર પોતાના ભૂતકાળની વાતો અમારી સાથે એટલા માટે કરી રહ્યા હોય કારણ કે અત્યારે અમે એ જ પરિસ્થિતિમાંથી જોઈ રહ્યા છીએ અથવા પસાર થઈ રહ્યા છીએ જેમાં તેઓ ભૂતકાળમાં રહી ચૂક્યા છે.
અમારા જે હોલ્ડરો અમારી કંપની અને કંપની શાખ ઉપર ગૌરવ અનુભવતા હતા એ જ હોલ્ડરો અત્યારે હું મારી આવી પરિસ્થિતિમાં અમારી સામે નજર નાખીને પણ જોતા નથી. અમારી પરિસ્થિતિ છે એમને કંઈ લેવાદેવા જ નથી. એમને ફરક પડે છે તો માત્ર ને માત્ર પોતાના પૈસાથી, તમને તો પોતાના ઇન્વેસ્ટ કરેલા પૈસાનુ વળતર જોઈએ છે.
અમારી બંનેની પરિસ્થિતિ એક જોતા તો સરખી લાગે છે, બીજા કારણોમાં કદાચ ભેદ હોઈ શકે છે પરંતુ એક કારણ તો બંને માટે સમાન જ છે પૈસા અને તેમની વાત સાંભળતા એવું લાગે છે કે પૈસા જ સર્વસ્વ છે અને પૈસાથી જ માણસનું અસ્તિત્વ છે.
કંપની એકદમ વ્યવસ્થિત રીતે ચાલતી હતી નફો પણ સારો થતો હતો. સિંગાપુરના ક્લાઈન્ટ સાથે પ્રોજેક્ટ ફિક્સ હતો બધી ડીલ નક્કી થઈ ગઈ હતી પરંતુ એકાએક સિંગાપુર ની પાર્ટી એ કઈ રીતે આખો પ્રોજેક્ટ કેન્સલ કરી નાખ્યો અને અમારી કંપનીના શેર તૂટી ગયા અને બજારમાં અમારી રેપીટેશન ઘટી ગઈ. કંઈ સમજાતું નથી.
જ્યારે લાઈન સાથે મીટીંગ થઈ ત્યારે એક લાઈન તે બધી જ બાબતમાં હા પાડી હતી અને દિલને ફાઇનલ કરી હતી તેમને એડવાન્સ પૈસા પણ આપી દીધા હતા. જો બધું જ બરાબર હતું તો આ સાંકળ તૂટી ક્યાંથી? આ દિલની છે ડિસ્કશન થઈ તેમાં માત્ર ચાર જણા જ હાજર હતા. હું, યજ્ઞેશ, ક્લાઈન્ટ અને મેનેજર મિશ્રા.
આલેખન - જય પંડ્યા