Sangharsh Jindagino - 10 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 10

Featured Books
Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 10

(ગયા અંકથી આગળ )

       અજય ઘરેથી તો એકદમ હસતા મોઢે નીકળી જાય છે. જાણે તેના મનમાં હવે કાંઈ જ તકલીફ ન હોય પરંતુ ઘરની બહાર આવી રસ્તા પર ચાલતા ચાલતા તે જૂની ઘટના યાદ કરે છે કે કઈ રીતે તેની મહેનત એળે જાય છે. તેનું સપનું તેને તૂટતું દેખાય છે. તે વારંવાર કહે છે. હવે બધું ખતમ થઈ ગયું, કઈ જ બચ્યું નથી, અમારા સપના, હું વિચારતો હતો કે આ પરીક્ષા આપીશ અને જો સારા માર્ક્સ આવશે. તો હું પપ્પા - મમ્મીને મદદ કરીશ. અમે ધીરે ધીરે કરતા પણ અમે કિનારે આવી જશુ. અને અમારી ગરીબાઈ દુર થશે. પણ મારું સપનું સપનું બનીને જ રહી ગયું. તે મનમાં કહે છે કે  જેવી રીતે પાણીમાં કાગળ પલળે તો તે ચૂંથો થઈ જાય છે. તેવી રીતે મારી મહેનત પણ ચૂંથો બનીને રહી ગઈ. એટલામાં અમિત આવે છે.

અમિત - ચાલ અજય ઊભીને શુ વિચારે છે?  સ્કૂલે આવવું નથી મોડું થાય છે.

અજય - ચાલ એમ કહીને શાંતિથી ચાલવા માંડે છે. તે કઈ બોલતો નથી. તે ઊંડા શોકમાં હોય તેવું નજર આવી રહ્યું હતું. પણ સાવ મૌન હતો.

અમિત મનમાં વિચારે છે કે અજય સાવ ચૂપ છે કંઈક ચિંતામાં લાગે છે લાવ પૂછું શુ વાત છે?  પણ પછી પોતે પુછતા અચકાય છે કે અજય તેની બધી તકલીફ મને સામેથી કહી દે છે. એટલે આજે પણ કહેવું હશે તો કહી દેશે. હું એને કઈ પણ પૂછું અને તે રડશે તો મને નહિ ગમે. એટલે રહેવા દવ. અને કદાચ એવુ બને કે તે પોતાની તકલીફ મને કહે અને હું દુઃખી થાવ. એટલે પણ ન કહે. કઈ વાંધો નહિ. પછી બંને ચાલવા લાગે છે. અમિત અજયને હસાવવા પ્રયાસ કરે છે. પણ અજય હસ્તો નથી. અને કઈ બોલતો નથી. સાવ સ્થિર અને ગંભીર છે. જાણે આજે તેની ચિંતા તેને ખાવા પાછળ પડી હતી. એવુ સ્પષ્ટ ચિત્ર અજયના મોં પરથી દેખાય રહ્યું હતું. પણ તે 'મગનું નામ મરી' પાડવા  માંગતો ન હતો. આજે તેના મુખની રેખા કંઈક જુદા દેખાવ કરી રહી હતી. અને તેની આંખના આકરા અને રાતાશ વાળા કીકીના પડ કંઈક જુદા જ એંધાણ વર્તાવી રહ્યા હતા. આજે અજયની શારીરિક અને માનસિક સ્થિતિ શુ છે?  તે કહેવાની સક્ષમતા જાણે તેની પોતાની પાસેથી પણ ચાલી ગઈ હોય તેવું દેખાય રહ્યું હતું. આજે ઈશ્વરે અજયની તમામ શક્તિ હણી લીધી હોય અને અજયને સાવ નિરાકાર અને લાચાર બનાવી દીધો હોય તેવું લાગતું હતું. આજે વેદનાનું વર્ણન કરવા માટે જાણે શબ્દો નથી. તે સાવ નિઃસ્વર બની ગયો છે. ચાલતા ચાલતા બંને સ્કૂલે પહોંચે છે.  અને ક્લાસ શરૂ થાય છે. પણ અજય શરીરથી ક્લાસમાં અને મનથી કંઈક અલગ જ દુનિયામાં દુર દુર ભ્રમણ કરી રહ્યો છે.સાહેબ સવાલ કરે છે. અજય ' what are you doing now' સાહેબ આ એક જ સવાલ ત્રણ વાર પૂછે છે પણ અજય ધ્યાનમાં લેતો નથી. સાહેબ તેના પર ચોક ઘા કરે છે. અજય સ્થિર બને છે.

અજય - હા સોરી સર મારું ધ્યાન ન હતું.

સાહેબ - સોરી ન ચાલે ક્લાસમાં બેઠીને ક્લાસમાં ધ્યાન રાખો. અહીં આવ અજય જાય છે.

સાહેબ - હવે સજા કે બંધ મુઠીમાં પાંચ અજય ચાલ હાથ આગળ કર.

અજય હાથ આગળ કરે છે. અને સાહેબ  હાથ પર ફટ, ફટ, ફટ ફૂટપટ્ટી મારે છે. અજયના હાથ લાલ થઈ જાય છે. પણ અજયની સ્થિતિ આજે એવી હતી જાણે ' ધાર મારો તો લોહી ન નીકળે' એમ ફૂટપટ્ટી તેના શરીર પર કઈ અસર ન કરતી હોય એમ તે  કંઈ જ બોલતો નથી. સાહેબ જુએ છે કે આને કઈ અસર પણ નથી. સાહેબ ફૂટપટ્ટી સાઈડમાં મૂકી અજયને કહે છે કે અજય શુ થયું છે?  પણ અજય શૂન્યવત બનીને ઉભો રહે છે. આજે એક અસહ્ય પીડાની ગાથા મૌન રૂપે સર્જાતી દેખાતી હતી.

                                                                        (ક્રમશ )