(ગયા અંકથી આગળ )
બંને સાંજે પોતાના ઘરે પાછા આવતા હોય છે. ત્યારે અજય અને અમિત વચ્ચે વાતચીત થતી હોય છે.
અજય - અમિત... એટલું ધીમા અવાજે બોલીને અટકી જાય છે.
અમિત - બોલને ભાઈ તું કઈ કહેવા માંગે છે? હું સવારથી જોઉં છું કે તું ચિંતામાં ખોવાઈ ગયેલો છે. એવી વળી તારે શુ તકલીફ છે જે તું મને કહી શકતો નથી. કે કહેવા માંગતો નથી.
અજય - ના ભાઈ એવુ કઈ જ નથી.
અમિત - તો પછી શુ? તું સવારનો કઈ બોલતો નથી. અને સાવ ચૂપ છે. સાહેબની ખોટી ખીજ પણ તે વગર વાંકની સહન કરી લીધી બોલ ભાઈ શુ છે આ બધું?
અજય - હું નથી ઈચ્છતો કે મારું દુઃખ સાંભળી તું પણ દુઃખી થઈ જા એટલે હું તને કાંઈ જ કહેવા ઈચ્છતો ન હતો.
અમીત- અરે ભાઈ એમાં શુ તારા દુઃખ અને તારી તકલીફમાં હું કામ નહિ આવુ તો બીજું કોણ? તું કહેતો ખરો ભાઈ.
અજય - તો સાંભળ મારી દુઃખી વ્યથા. તને યાદ છે કે મેં સ્કોલરશીપ એન્ડ જોબ્સ એક્ઝામ માટે ફોર્મ ભર્યું હતું. અને મેં તને વાત પણ કરી હતી.
અમિત - હા તો
અજય -મેં તેની તૈયારી માટે લાઈબ્રેરીમાંથી બૂક્સ લીધી હતી.
અમિત - હા એ પણ મને ખબર છે. તે દિવસે આપણે બંને સાથે હતા.
અજય - હા તો તે બુક મેં ઘરે જઈને બધાને બતાવી અને બધાખુશ પણ હતા. પણ અમારી ખુશી જાજો સમય ટકી શકી નહિ.
અમિત - કેમ એવુ વળી શુ થયું? બોલને.
અજય - તે દિવસે મારાં પપ્પા ઘરે આવ્યા અને હું તેમને મારી બધી બૂક્સ બતાવવા માટે તેમની પાસે ગયો. પણ તેમણે તો મારી સાથે ખુબ ખરાબ વર્તન કર્યું હતું.
અમિત - કેમ શુ થયું ભાઈ?
અજય - મારાં પપ્પાએ તે બૂક્સ જોવાને બદલે મારી સામે તે સળગાવી નાખી હતી. મારી સામે મારાં સપનાને ગ્રહણ લાગી ગયું હતું. મારી ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. અને મને લાગ્યું કે હવે બસ બધું ખતમ થઈ ગયું. અને જાણે કાંઈ જ જોવાનું રહ્યું નથી. એટલું બોલીને અજય ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.
અમિત - હે શુ વાત કરે છે? તારા પપ્પા તારી સાથે આવુ વર્તન કરે છે. કોઈ પેરેન્ટ્સ પોતાના સંતાન સાથે આવુ વર્તન કઈ રીતે કરી શકે? એમ કહી તે પણ રડવા લાગે છે.
અજય - તું શુ કામ રડે છે? જે થઈ ગયું તેની પાછળ હવે પસ્તાવો કરવાથી કે તેને યાદ કરીને રડવાથી કઈ ફેરફાર તો થવાનો નથી. તો પછી તેને યાદ કરીને રડવા કરતા તે ભૂલીને આગળ વધવું જોઈએ. કદાચ આથી પણ વધારે સારું આપણી સાથે થવાનું હશે. તેવું વિચારી બધું ભૂલી જવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અમિત - ખરેખર તું ખુબ સહન શક્તિ ધરાવે છે. તારી હિંમતનો કોઈ જ જવાબ નથી. તારા જેવા વ્યક્તિ બહુ ઓછા હોય છે. જે સારી અને ખરાબ બંને પરિસ્થિતિમાં અડગ બનીને મજબૂત મનોબળ સાથે તેને ઝીરવીને તેને પડકાર આપે છે. અને આવી તકલીફની પરિસ્થિતિ હોવા છતાં સતત હસતા મુખે સદાય બધું જતું કરી દેવું અને શાંત અને ખુલ્લા મનની જિંદગી જીવવી એ પણ એક જાતની પરીક્ષામાં પાસ થયાં રૂપ છે. ફરક એટલો છે કે પેપરના લખાણનું રિઝલ્ટ જલ્દી મળે છે. અને જીવનની પરીક્ષાનું રિઝલ્ટ થોડું મોડું મળે છે. પણ તે તો સ્કૂલના રિઝલ્ટ કરતા પણ સારું હોય છે. માટે હું બીજું કઈ નહિ પણ આ બાબતમાં મારાથી બનતી તમામ મદદ તને કરીશ. હવે તું જોજે.
અજય - થૅન્ક્સ પણ તું શુ કરીશ મને કહેતો ખરો.
અમિત - પછી જોઈએ. તું અત્યારે શાંતિથી ઘરે જા કાલે મળીએ બાય.
અજય - થૅન્ક્સ બાય કાલે મળીએ.
પછી બંને પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. ( ક્રમશ )