મહાભિક્ષુક
મંદિરની સીડીઓ પર બેઠેલો ભિક્ષુક ધૂળથી ભરાયેલા ચિત્ત સાથે રસ્તાની ધૂળમાં જ સમજાય એવી પરિસ્થિતિમાં હતો. ઘૂંટણ સુધી ઉંચી આવેલા તેના ફાટેલા વસ્ત્રો અને કાળઝાળ ગરમીમાં પણ એની ઉઘાડી છાતી, ક્યારેક લોકોની દયા તો ક્યારેક તેમના અપમાન સહન કરતી. એક હાથ ભિક્ષા માટે લંબાયેલો અને બીજો પેટ ઉપર, જાણે એ ભૂખના દુઃખ સાથે ન્યાય કરવા બેઠો હોય.
ત્યાં મંદિરથી થોડી દૂર એક જુનવાણી ઘર હોય છે.
તેમાં એક મોટી ઉંમરના વૃદ્ધ દંપતિ રહેતા હતા
તેઓ રોજ નિયમિત આ મંદિરે મહાદેવના દર્શન કરવા આવતા એક દિવસ તેમના ઘરે તેમના દીકરા અને વહુ અને તેમનો દીકરાનો દીકરો
અનંત દાદા દાદી ને મળવા ફોરેન થી આવે છે.
અનંત થોડોક મોટો થયો પછી ફોરેન ગયો હતો તેના મમ્મી પપ્પા સાથે .
પછી તે પાછો પાંચ વર્ષે આવ્યો હતો તેમના દાદા દાદીની 70 વર્ષગાંઠ હોવાથી તે લોકો ધામધૂમથી ઉજવવાના હતા
ઘરમાં ખુશી નો માહોલ હતો અને બધા તૈયારીઓમાં લાગ્યા હતા.
અનંતના દાદાએ અનંત ને કહ્યું પાસે મહાદેવનું મંદિર છે
એક કામ કર તો દર્શન પણ કરતો આવ અને ત્યાંના પૂજારી
વિશ્વનાથ છે તેમને મળતો પણ આવજો તેમને કહેજે કે વશરામ દાદાજીએ મોકલ્યો છે.
એટલે તે તને જે પણ સામગ્રી આપે તે લઈને આવતો રહેજે
અને પુજારી મહારાજ ને પગે પણ લાગજે અને કહેજે સમયસર આપણા ઘરે પૂજા વિધિ કરવા આવી જાય બીજું કંઈ કામકાજ હોય તો પૂછી લેજે.
અનંત કહે છે હા દાદાજી વધુ પૂછી લે અને ભગવાનના દર્શન પણ કરી પાંચ વર્ષ થઈ ગયા મેં તેનું મંદિર નથી જોયું. પહેલા તો રોજ હું તે મંદિરે જાતો ઘણી જૂની યાદો તે મંદિરથી જોડાયેલી છે મારુ પણ મન છે તે મંદિરે મંદિર જોવાનું
બધી નાનપણની યાદો તાજી કરવી લેવા માંગુ છું
એટલું કહી અનંત ઘરની બારે નીકળે છે મંદિરે જવા માટે
અનંત મંદિરમાં પ્રવેશવા જઈ રહ્યો હતો. ભિક્ષુક તરફ એક અણગમતી, તિરસ્કાર ભરી નજર નાખી. મનમાં વિચાર ઉઠ્યો: "આવા લોકો ફક્ત ભિક્ષા માંગતા રહે. મહેનત કેમ
ના કરે?"
એના ચહેરા પર ગર્વ હતો. "હું ભગવાનના દર્શન કરવા આવ્યો છું, આશીર્વાદ લેવા. હું કોઈ ભિક્ષુક નથી."
મંદિરમાં પ્રવેશતાની સાથે એણે હાથ જોડ્યા. પૂજારી એ દેવી-દેવતાઓની આરતી ઉતારી રહ્યા હતા. ઘંટની અવાજ, ધૂપની મહેક અને શાસ્ત્રોનો પાઠ—આ બધું અનંતના અંતર્મનમાં એક અલગ શાંતિ લાવી ગયું. એને લાગ્યું કે આજે ભગવાન સમક્ષ એ પોતાના મનની દરેક ઈચ્છા મૂકી શકે.
"હે ભગવાન, મારે ધન-સંપત્તિ જોઈએ, મારે આકર્ષક જીવન જોઈએ, મારે સુખ-શાંતિ જોઈએ, મારે..."
તેણે યાદી બધી પૂરી પણ નહોતી કરી કે એક વિચારે એના હૃદયને ઝુંબવી લીધું: "શું હું પણ ભિક્ષુક જ નથી?"
અંતે પણ, તે માંગતો જ હતો—અમેરીકાના ઉદ્યોગપતિ જેવી સંપત્તિ, યોગી જેવી શાંતિ, મહારાજ જેવી પ્રતિષ્ઠા! એક રોટલો માંગતો ભિક્ષુક નાના અને એક આખું બ્રહ્માંડ માંગતો પોતે મોટો?
એના મનમાં સવાલો ઉછળવા માંડ્યા:
"અનંત બ્રહ્માંડના સ્વામી માટે આ સીમિત ઓરડી શા માટે?"
"સૂર્ય-ચંદ્ર-તારાઓના માલિકને નાનકડા દીવા માટે કેમ બંધાયો?"
"જે જગતને ખવડાવે છે, તેને પ્રસાદની રેવડી કે શીરો આપવો?"
આ વિચારો વચ્ચે, મંદિરની બહાર બેઠેલો ભિક્ષુક ફરી આંખ સામે આવ્યો. એ તો માત્ર એક ટુકડો રોટલો માંગતો હતો. અને પોતે? એક ક્ષણમાં અનંતને પોતાનો સાચો ચહેરો દેખાયો.
અનંતે આરતીમાં રાખેલો પ્રસાદ ઉઠાવ્યો અને બહાર આવ્યો. ભિક્ષુક પાસે જઈ એના હાથમાં પ્રસાદ મૂકી દીધો. ભિક્ષુકે આશ્ચર્યથી જોયું.
"તમે?"
"હા, આજે હું ખરેખર સમજી ગયો કે મહાભિક્ષુક કોણ છે..."
ભિક્ષુકની આંખોમાં કૃતજ્ઞતાની ભીનાશ હતી. અને અનંત? એના અંતરમાં એક અજાણવી શાંતિ આવી ગઈ. આજે એ માત્ર માંગવા નહોતો આવ્યો... આજે એ આપવું શીખી રહ્યો હતો.
પાછળથી પુજારી મહારાજ અનંતને સાદ પાડતા રહે છે
પણ અનંત પોતાના જ વિચારોમાં મંદિરથી બહાર નીકળી અને રસ્તા પર ચાલવા લાગે છે
પુજારી સાદ પાડતા હોય છે તો ભિખારી સાંભળે છે તે જુએ છે કે પુજારી થી અનંત ને બોલાવી રહ્યા છે પણ તે સાંભળી નથી રહ્યો ભિખારી તરત જ દોડતો જાય છે અને બે હાથ જોડીને કહે છે સાહેબ ...સાહેબ ...તમારું ધ્યાન છે હું
તમને અડી ન શકું હું સુદ્ર છું તમને કેટલી રાડ પાડે છે પણ તમે કેમ સાંભળતા નથી તમને પુજારી મહારાજ બોલાવે છે
આનંદ પાછો વળી અને જુએ છે તો પુજારી મહારાજ ના હાથમાં થયેલી હોય છે તે પુજારી મહારાજ તેની પાસે આવી અને અનંત હાથમાં આપે છે અને કહે છે આ તમારા દાદાજી ને આપી દેજો હું કાલે સમયસર આવી જઈ એટલું કહી અને જતા રહે છે ભિક્ષુક હજી ઉભો હોય છે હાથ જોડી.
અનંત થેલી નીચે મૂકી અને બે હાથે હાથ જોડી અને કહે છે
ભાઈ તું શુદ્ર નથી હું સુદ્ર છું,
તુ ભિક્ષુક નથી હું ભિક્ષુક છું.
સમજાય તેને વંદન 🙏
સમાપ્ત.