નાટક: "મા, મે તને પસંદ કરી છે !"
(એક અંકીય નાટક – માતા અને દીકરીના મધુર સંબંધ પર આધારિત જ્યાં દીકરી માતાને કેટલો પ્રેમ કરે છે તે દર્શાવી રહી છે તે તેની માતાને પ્રેમથી હેરાન કરે છે એટલે માતા કહે છે તું મને ક્યાં ભટકાઈ ગઈ એટલે દીકરી રમુજમાં પ્રેમપૂર્વક તેની માતા પાસે નાટકનું વર્ણન કરે છે અને કહે છે મેં તને પસંદ કરી છે એટલે હું તારા જીવનમાં છું)
પાત્રો:
1. મા: ૭૦ વયની, શાંત, સમજદાર અને પ્રેમાળ.
2. દીકરી: , 45 વરસની નિર્દોષ અને કલ્પનાશીલ, જે માતાને ખૂબ પ્રેમ કરે છે.
મંચ સજાવટ:
એક સરલ મકાનની અંદરનો દ્રશ્ય.
મધ્યમાં એક ખુરશી અને ટેબલ.
દીકરી નજીક જમણી બાજુ રમતી હોય અને મા તેને જોઈ રહી હોય.
---
દ્રશ્ય 1: મજાકમાંથી ઉગેલો સત્ય
(પડદો ઉઘડે છે. મા ખુરશી પર બેઠી છે, દીકરી રમતાં રમતાં તેની માતા ની નજીક આવી અને તેને ભૂલમાં ભટકાઈ જાય છે એટલે માતા કહે છે.)
મા: (હસીને) અરે, તું ક્યાંથી ભટકાઈ ને મારી પાસે આવી ગઈ?
દીકરી: (આંખોમાં ચમક સાથે)
હું? હું ક્યાં ભટકાઈ? મેં તો તને પસંદ કરી છે! બોલ...
મા: (આશ્ચર્યથી) શું? કાંઈ પણ બોલે છે (હસીને) બાળકોએ ક્યારે માતા પસંદ કરી હોય?
દીકરી: (ગંભીર રીતે) જો એવું થયું હતું કંઈક હું તને સમજાવું તું શાંતિથી સાંભળો કે શું થયું હતું ચાલ બેસી જા જોઈએ અહીં ખુરશી ઉપર..
હવે સાંભળ, એવું થયું હતું...
(હાથ પકડી , કલ્પનાની દુનિયામાં જાય છે. લાઈટ ઓછી થાય છે, સ્વર્ગ જેવી જગ્યા દર્શાવાય છે.)
--
દ્રશ્ય 2: સ્વર્ગમાં પસંદગી
(લાઇટ બદલાય છે. મા દીકરી જાણે કલ્પનામાં જાતાં કહે છે.)
દીકરી: સ્વર્ગમાં, ઉપર, બે લાંબી કતાર હતી – એક માતાઓની અને બીજી બાળકોની. બધા એક. બીજાને પસંદ કરી રહ્યા હતા. બાળકો મા પસંદ કરી રહ્યા હતા,
અને મા પોતાના સંતાનો. પણ ત્યાં એક ખુણા માં શાંતિથી બેઠેલી એક યુવતીને 'મેં જોઈ ,સુંદર પાતળી પરમાર
લાંબો ચોટલો પગના ગોઠણ સુધી આવે એટલો દેખાવે
સીધી સાદી સામાન્ય એક પણ મેકઅપ કર્યા વગર માત્ર
એક ચાંદલો નાકમાં દાણો કાનમાં નાનકડા પણ ઝીણા બુટીયા જોતા જ ગમી જાય એવી એક યુવતી એકલી
બેઠી હતી.
મા: (કૌતુકથી) હમ્મ… પછી?
દીકરી: (ઉત્સાહથી) મેં જોયું કે એ બાકી બધી માતાઓ
જેવું નાટક આવવું જોઈએ તેવું જોઈએ એવું કોઈ પણ
કરી રહી નથી. તે શાંત એકદમ હતી, જાણે મનમાં
વિચારતી હોય કે,
"મારે કતારમાં ઊભા રહેવાની શી જરૂર?"
જેને મને પસંદ કરવી હશે તે પસંદ કરી જ લેશે એવા કોન્ફિડન્સ સાથે તે ઊભી હતી.
મા: (હળવા હાસ્ય સાથે) તો પછી પછી શું થયું?
દીકરી: (સ્નેહભર્યા સ્વરે) મેં તરત જ કહેલું –
"આજ મારી મા છે!
" તું ખાસ છે, એટલે જ મારી પાસે છે.
(લાઈટ ફરીથી સામાન્ય થાય છે, કલ્પના પૂર્ણ થાય છે.)
---
દ્રશ્ય 3: મા અને બાળક વચ્ચે પ્રેમ ભરેલું બંધન
(મા પ્રેમથી પોતાની દીકરી ને જોઈ રહી છે.)
મા: (નરમાશથી) દીકરી, તું જાણે છે, તારા આ વિચારો
મને કેટલાં ખાસ લાગે છે?
દીકરી: (હસીને) એટલા કે હું એ વાત સાબિત કરવા માટે તારા જ જીવનમાં આવી ગય!
મા દીકરી ને પ્રેમથી બાથ ભરી લે છે
અને કહે છે :
આવતા ભવે હું તને પસંદ કરીશ તું મારી મા થજે અને
હું તારી દીકરી થાઇસ બંને એકબીજાને પ્રેમથી જોતા રહે છે અને લાઈટ ધીમે ધીમે ઓછી થાય છે, નાટક પૂર્ણ થાય છે.)
~ પર્દા બંધ ~
ટૂકમાં:
આ નાટક માતા-સંતાનના અનોખા બંધનને
અભિવ્યક્તકરે છે, જ્યાં સંતાન માને પસંદ
કરવાની પોતાની કલ્પનાશક્તિ સાથે તેને વિશેષ
અનુભવાવે છે.
સમાપ્ત સંપૂર્ણ આભાર વાંચવા માટે.,,🙏