પચાસેક વર્ષ પહેલાની વાત છે.
નાનકડા ખીરસરા ગામમાં રામસંકર ગોર નામનો બ્રાહ્મણ રહેતો. પોતે કાશીથી ભણેલા હોવાનો ડોળ કરતો, અને જીવનમાં બધું લોલમલોલ ચાલતું. રામસંકરને બે દીકરાઓ હતા, લીલાશંકર અને જીવાશંકર.
રામસંકર વૃદ્ધ થતાં પથારીવશ થયા. મોટો દીકરો લીલાશંકર, જેને હીરા તરીકે પણ ઓળખવામાં આવતો, તેણે બાપનું ગોરપદ સંભાળી ઘરના બે છેડા ભેગા કર્યા. પરંતુ નાનો ભાઈ જીવાશંકરને બ્રાહ્મણવૃત્તિ આવડતી નહોતી.
એક દિવસ લીલાશંકર, એટલે કે હીરો, આરીખાણામાં તેના સસરાના કામે ગયો. પાછળથી એક વ્યક્તિના બાપુ ગુજરી ગયા. ચોથા દિવસે પિંડદાન કરાવવા માટે ગોરને બોલાવવામાં આવ્યા.
રામસંકરે નાના દીકરાને સમજાવતાં કહ્યું, "આવો અવસર હાથમાંથી ન જવા દેવાય. લક્ષ્મી ચાંદલો કરવા આવે અને મોં ધોવા ન જવાય."
રામસંકરે પિંડદાનની વિધિ સમજાવી, પણ જીવાશંકરને કશું યાદ રહ્યું નહીં. તેને પરાણે મોકલવામાં આવ્યો. આવડતું તો કંઈ નહોતું, પરંતુ ઠઠ્ઠા-મશ્કરીમાં તે પાવરધો હતો.
નદી કિનારે પિંડદાનની વિધિ શરૂ થઈ. મંત્રોચ્ચાર શરૂ થયા:
"ૐ વૈષ્ણવે નમઃ..."
જીવાશંકર બોલ્યો, "હું ન જાણું ને હીરો જાણે, હીરો ગયો કાણે આરીખાણે. મઈરા બાપુજી આવા ટાણે, સર્પ નીકળ્યો ઘૈણ ટાણે. સ્વર્ગે જશે કે નહીં શંકર જાણે, મેલ પિંડ ને માછલું તાણે."
"ૐ વૈષ્ણવે નમઃ..."
આ એક સામાન્ય મંત્ર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેને પિંડદાન સહિત વિવિધ હિંદુ ધાર્મિક વિધિઓમાં વારંવાર જપવામાં આવે છે.
* ૐ પિતૃભ્યો નમઃ:
* આ મંત્ર પિતૃઓ એટલે કે મૃત પૂર્વજોને સમર્પિત છે. પિંડદાન એ પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે કરવામાં આવતી વિધિ છે.
* ૐ યમરાજાય નમઃ:
* યમરાજ મૃત્યુના દેવ છે. આ મંત્ર યમરાજને સમર્પિત છે, અને એવું માનવામાં આવે છે કે તે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ આપે છે.
* ગંગા ગતે પિતૃ ગણે, વિષ્ણુ લોકે સ્થિતસ્તથા, સ્થાવર જંગમા યેચ, તેભ્યઃ સર્વદા નમઃ।
* આ શ્લોક એવા પિતૃઓને સમર્પિત છે જે ગંગા નદીના કિનારે મૃત્યુ પામ્યા હોય અથવા વિષ્ણુ લોકમાં સ્થિત છે. તેમાં સ્થાવર અને જંગમ સહિત તમામ જીવોનો સમાવેશ થાય છે.
* પિંડદાન દરમિયાન, પિતૃઓના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે, અને તેમની શાંતિ અને મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
આ શ્લોકો અને મંત્રો પિંડદાન વિધિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એવું માનવામાં આવે છે કે તેઓ મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને શાંતિ અને મુક્તિ આપે છે.
જેટલા શ્લોક આવડતા હતા તે બધા
ઘોઘરા અવાજે અસ્પષ્ટ રીતે બોલ્યો.
અને વિધિ પૂરી થઈ. જીવાશંકરની નામના વધી.
યજમાન બોલ્યા, "ગોર તો ભારે જ્ઞાની."
"મોરના ઈંડા ચીતરવા થોડા પડે ભાય..."
મોટી દક્ષિણા લઈને બધા છૂટા પડ્યા.
હીરો જ્યારે આરીખાણાથી પાછો આવ્યો,
ત્યારે યજમાને જીવાશંકરની ખૂબ પ્રશંસા કરી.
અને આમ રામસંકરની આબરૂ સચવાઈ.
(જુઓ તો આ કેવો વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજોથી બંધાયેલો સમાજ!)
(હું પોતે એક બ્રાહ્મણ છું આ ખાલી એક હાસ્ય વાર્તા છે
મારી વાર્તાથી કોઈને દુઃખ થાય તો હું માફી માંગુ છું
કોઈની આશા ને ઠેસ પહોંચાડવા નથી માંગતી. આ તો એક રમુજી વાર્તા ક્યાંક સાંભળી હતી તે તમારી સામે પ્રસ્તુત કરી છે. કોઈના ધર્મ કે મૃત્યુ બાદની વિધિ પર કોઈ વ્યંગ નથી કરતી વધુ રિવાજો પ્રમાણે કરવો જ જોઈએ હું પણ કરું
છૂ આતો અમારા બ્રાહ્મણોમાં ઘણા આવા હોય છે જે પોતાના પેટ ભરવા માટે આવું કરતા હોય છે બધાય સરખા હોતા નથી ઘણાની મજબૂરી પણ હોય છે એટલે કોઈ નિ ભાવના ને ઠેસ પહોંચાડવા આ વાર્તા લખવા નથી આવી ત્યારે એ જમાનામાં ગરીબ બ્રાહ્મણોનું દરબારો ખૂબ ધ્યાન રાખતા અને તેમના પેટનો ખાડો તેમને પૈસા પણ આપતા તે વખતની ઘણી વાતો સાંભળેલી હતી તેમાંની આ એક વાર્તા છે. એ અમને અમારા બાપુજી કરતા અને હસાવતા.